“આચલ, ચલ ઊઠ હવે. આમ ઘડીયાળમાં જો કેટલા વાગ્યા છે. કોલેજ પહોચવામાં લેટ થશે. ચલ ઊઠ.” માલતીબેન રસોડામાંથી કહે છે.
“સુવા દે માલતી. રાત્રે મોડે સુધી પ્રોજેક્ટ પૂરો કરતી હતી. બીચારી થાકી ગઈ હશે. આમપણ આચલ જાતે ઊઠીને તૈયાર થઈ જાય છે અને સમયસર કોલેજ પણ પહોંચી જશે. તું ચિંતા નઈ કર” રમેશભાઈ એ કહ્યું
“ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી.” આચલ બહાર આવતા બોલી.
“ગુડ મોર્નિંગ બેટા. આમ નાહ્યા વગર જ કેમ આવી હમણાં તારી મમ્મી ખિજાશે. ” “ પપ્પા આ તો મમ્મીનું રોજનું કામ છે એટલે મારે એમાં દખલગીરી થોડી કરાય.” આટલું બોલતાં જ બન્ને હસી પડે છે.
“હા... હા... તમે બન્ને બાપ-દિકરી મળીને મારી મજાક ઉડાવી લ્યો. મારું તો આ ઘરમાં કોઈને સાંભળવું જ નથી.આચલ જા જલ્દી તૈયાર થઈ આવી જા પછી સાથે નાસ્તો કરશું.”
“ હા મમ્મી ” કહેતા આચલ નહાવા જાય છે.
આચલ, એક ખુશમિજાજ છોકરી ; જે હંમેશા પોતાનામાં ખુશ રહે છે. સંગેમરમર જેવું તેનું શરીર, જોતાં જ કોઈ ડૂબી જાય તેવી ગહેરી કાળી આંખો, દુધ જેવો ગોરો વાન, ગુલાબને પણ શરમાવે તેવા હોઠ. જોતાં જ પ્રેમમાં પડી જવાય તેવી રૂપવાન આચલ ખૂદને જ અરીસામાં જોતા શરમાય છે.
ત્યાં જ ફરી માલતીબહેન નો આવજ કાને પડે છે, “ આચલ જલ્દી કર. તારા પપ્પાને પણ કામે જાવું છે.”
“આવી મમ્મી” કહેતા આચલ બહાર આવી બધા સાથે નાસ્તો કરી કોલેજ માટે નીકળે છે. બહાર આવી સ્કુટી સ્ટાર્ટ કરે છે અને બાજુના ઘર પાસે ઊભી રાખે છે. “ પીહુડી.... એ પીહુડી... જલ્દી બહાર આવ. ચલ મોડું થાય છે કોલેજ માટે.”કહી આચલ પીહુને બોલાવે છે.
પીહુ અને આચલ બન્ને બાળપણથી જ મિત્ર છે. બાળપણથી જ બન્ને સાથે છે. પછી એ શાળા હોય કે કોલેજ, રમવું હોય કે કોલેજ બંક કરવી, પાર્ટી હોય કે પ્રોજેક્ટ બન્ને બધું સાથે કરે. આમ કહીએ તો કોઈને પણ એકબીજા વગર ના ચાલે. એટલે જ આચલ પીહુને પ્યારથી પીહુડી બોલાવે.
“ હવે તો તને કહી કહી ને થાકી કે મારું નામ પીહુ છે, પીહુ....પણ તું સુધરતી જ નથી. કેટલું સરસ અને ટૂંકું નામ છે પણ તારે તો લાંબુંલચક જ કરવું છે.”
“ ઓહો પીહુડી, તને ખબર છે ને કે મને આ જ નામ ગમે છે એટલે હું તો તને પીહુડી જ કહીશ. તારા લગન પછી તારો વર હશે ને તને પીહુ... પીહુ કહી બોલાવવા.” આટલું બોલતાં જ બન્ને સખી હસી પડે છે.
“ચાલ હવે જલ્દી બેસી લેટ થાય છે.”
“જલ્દી ઊઠાય તો મોડું ના થાય” કહેતા જ પીહુ સ્કુટીમા પાછળ બેસી જાય છે. “ હા મારી માં હવે તું શરૂ નઈ થઈ જા પાછી”
આમ જ વાતો કરતાં કરતાં બન્ને કોલેજ પહોંચે છે. આચલ સ્કુટી પાર્ક કરી આવે છે એને પીહુ સાથે અમદાવાદ ખાતે આવેલી એચ. એલ. કોલેજમાં પ્રવેશ કરે છે. જેવી બન્ને ગેટમાં પ્રવેશે છે એક છોકરો આચલ સામે આવી ઊભો રહી જાય છે.
“રોકી તને કેટલી વાર કહ્યું છે આવી રીતે મારો રસ્તો નહિ રોક પણ લાગે છે તને બીજી જ ભાષામાં સમજાવવું પડશે. ”આચલ રોકીને જોઈ અકળાઈ ઉઠે છે. “શું કરું જાનેમન તું કંઈ સમજતી જ નથી. જ્યારે હોય આવી જ રીતે મારી સાથે ગુસ્સાથી વાત કરે છે. ક્યારેક તો આ મુખમાંથી પ્યારના શબ્દો વરસાવ”
“ એ ગલીછાપ રોમીયો.. તારી આ લવારી બંધ કર અને રસ્તો ખાલી કર.બાપના પૈસે મોજ કરી આખો દિવસ રખડી ખાવું છે અને ટાઈમ મળે એટલે લવારી ચાલુ”કહેતા જ પીહુ આચલ સાથે આગળ વધે છે.
“તમને બન્ને ને તો હું જોઈ લઈશ. ખાસ તો તને આચલની ચમચી. બોવ બોલવા લાગી છે.”
“જોઈ લઈશું. અને જો આજ પછી રસ્તો રોક્યો છે તો જોઈ લેજે” કહેતા આચલ અને પીહુ કેન્ટીન તરફ જાય છે.
“એક તો આજે લેટ હતા એમાં પણ આ રોકીના લીધે લેક્ચર ગયો.” બડબડાટ કરતાં પીહુ બે ચા નો ઓર્ડર આપે છે.
બન્ને ચા લઈ જગ્યા શોધી એક ટેબલ પર બેસે છે ત્યાં જ નયન, કામ્યા, પર્વ અને વાની આવે છે. “શું વાત છે, આજે કઈ ખુશીમાં મડંળીએ લેક્ચર બંક કર્યો છે? ” આચલએ પૂછયું.
“બધું કહીશું પહેલા એ કહો તમે બેય ક્યાં હતાં અત્યાર સુધી અને આ પીહુનો પારો કેમ ચઢ્યો છે?” વાની એ મશ્કરી કરતાં પૂછયું. બધા વાનીને સાંભળી હસી પડે છે. પછી આચલ રોકી વિષે બધું કહે છે.
***
શું હશે આગળનો રોકીનો પ્લાન? શું રોકી કોઈ યોજના બનાવશે આચલ અને પીહુને સબક શીખવાડવા? બાકી મિત્રો એ પણ કેમ લેક્ચર બંક કર્યો?
જાણવા માટે વાંચતાં રહો....
***
તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. તેમજ સ્ટીકર દ્વારા પ્રોત્સાહન આપવા વિનંતી. માને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Insta ID - urvi_ misty_