શુર - સંગીત... Mukesh Dhama Gadhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શુર - સંગીત...

નમસ્કાર મિત્રો વળી પછી આપણા સાથ સહકાર અને મને જે બહુ પ્રિય વિષય છે સંગીત શુર અને એનું તાલ એના પર જે કાઈ મને થોડી ઘણી ખબર પડે છે અને કાલા વ્હાલા કરું છું જે મારી કાલી ઘેલી ભાષા મા એના વીશે આપને પણ થોડું ઘણું પિરસુ અને હું પણ કાઈ આપના કૉમેન્ટ અને વિચારો પર થી કાઈક સિખું એવી આશા સાથે...જય માતાજી જય શ્રી કૃષ્ણ...

વ્હાલા મિત્રો અત્યાર નું યુગ એટલે બહુ ઝડપી અને આધુનિક યુગ બની ગયું છે અને એમા ઘણા બધા અવનવા કલાકારો એના શુર અને તાલ થી આપણને આનંદિત કરાવે છે અને આપણે પણ મજા માણીએ છીએ...
શુર નું જો મારે ટૂંક મા કેહવુ હોઈ તો મિત્રો....

" શુર ઇન્સાન બના દેતા હે ....શુર શિવજી સે મિલા દેતા હે...."
શુર એક એવી વસ્તુ છે સાહેબ જે પ્રાણી માથી માણસ બનાવી દે છે અને શિવ સુધી પોહચવા નું એક માત્ર રસ્તો હોઈ તો એ શુર સંગીત અને સાધના ને હું માનું છું...
શુર અને સંગીત ભગવાન તરફ થી મળેલ એજ અણમોલ ભેટ છે સાહેબ...જે અમને ચારણો ને તો બહુ આદિ અનાદી માં સરસ્વતી ની ખૂબ દયા છે અને શુર અને સંગીત મળ્યા છે શબ્દો મળ્યા છે એ બહુ અમૂલ્ય વસ્તુ છે સાહેબ...જો કુદરતે ઘણા બધા માણશો પક્ષીઓ સંગીત ના સાધનો મા શુર તાલ અને એના લઈ આપ્યા છે જો કેહવુ હોઈ તો....

"તાર વીણા કે સંતુર ના તમે તોડી સકો....પણ મોર નાં ટહુકા ને તમે એમ ના તોડી સકો..."
" અને આંબા મા મોર આવે છે ને કોયલ બોલે છે એવું નથી સાહેબ....કોયલ બોલે છે એટલે આંબા મા મોર આવે છે એ શુર ની મજા છે"

ટૂંક મા જો કેહવુ હોઈ તો તમે ગમે તે વાજિંત્ર વાગતું હોય બેન્જો છે સરનાઈ છે હાર્મોનિયમ છે એના શુર તમે તોડી સકો બગાડી સકો એમાં નુકસાની કરી સકો પણ કુદરતે જે શુર આપ્યો છે કે લઈ આપ્યો છે જે તાલ આપ્યો છે એને તમે એમજ નાં વિખેરી સકો હવે મોરલો એના મધુર અવાજ મા બોલે છે કદાચ તમને એ ના ગમે તો ઉડાડી દો તો એ દૂર જઈ ને પણ બોલશે તો શુર મા જ કેમ કે એ કુદરતે આપેલ એક અમૂલ્ય ભેટ છે એને તમે એમ જ ના બગાડી સકો એ મરી જાસે ઘણું બધું કષ્ટ સહન કરશે પણ એના શુર માં જ એમાં આપડા થી કરવું હોઈ તેમ છતાં પણ કાઈ ફેરફાર નહિ થઈ સકે....એટલે મજા છે શુર ની...

વ્હાલા મિત્રો આપડે આંબા મા મોર આવે તો કોયલ ગાય છે એવું નથી કોયલ બોલે છે એનો મીઠો સાદ સાંભળી ને આંબા મા મોર આવે છે એટલે શુર રંગ રૂપ કે વેશ કાઈ જોતું નથી એ કુદરતે આપેલ ભેટ છે...

વ્હાલા મિત્રો શુર અને સંગીત થી આપણૅ કોઈ પણ પ્રસિદ્ધિ હાસિલ કરી શકીએ જો તમે સાધક સત્ય હોવ અને એની મર્યાદા મા રહી ને આગળ વધો તો...શુર થી જ બધા ભજન સંતવાણી અને કાર્યક્રમો કવિતાઓ અને પંક્તિ ઓ ની શરૂઆત થાય છે અને એમાં પણ બહુ મર્યાદા હોઈ છે એના પોહર આવે ક્યા પોહરમાં ક્યા રાગ ગાવા કેટલો સમય કેટલા પોહર હોઈ એની એક અલગ જ મર્યાદા છે પણ જો તમે સમજો તો બાકી સમજ્યા વગર નું બહુ દુઃખ આપે નુકસાની થાય અને ઘણા બધા અવરોધો આવે....એટલે જ કીધુ છે...
" સમજ્યા વગર નું નું જીવવું ભલે જીવો વર્ષ હજાર...
પણ સમજી નેં જીવો ઘડી પલ તો સમજો બેડો પાર..."

સમજી નેં ગાવું સમજી ને જીવવું અને સમજી ને આગળ વધો તો જ આપડે કીર્તિ ના શિખરો સર કરિસકીએ છીએ...
વ્હાલા મિત્રો શુર મા રામગરી પ્રભાતિયાં ભેરવી ઘણા બધા તાલ લઈ અને રાગ આવે છે જેની આપડે આગળ ના ભાગ મા વિસ્તૃત ચર્ચા કરશું અને અત્યાર ના કલાકારો વિશે પણ મારે ઘણી બધી દુઃખ ની વાતો છે તે પણ જરૂર શેર કરીશ તો આપ સૌ સાથ સહકાર અને પ્રતિભાવ જરૂર આપજો જેથી મને કાઈક શિખવા જાણવા અને સમજવા મા મદદ રૂપ થાય ખૂબ ખૂબ આભાર....જય માતાજી જય શ્રી કૃષ્ણ....😊🙏