બોર્ડ ની પરીક્ષા અને પરિણામ... Mukesh Dhama Gadhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

બોર્ડ ની પરીક્ષા અને પરિણામ...

બોર્ડ ની પરીક્ષા નું માહોલ…

નમસ્કાર મિત્રો હું આપનો ખુબજ આભારી છું તમે મારી કાલ્પનિક વાર્તા ઓ ને ખુબજ વધાવી છે ને મને સપોર્ટ કર્યો અને પ્રોત્સાહિત કર્યો એ બદલ આપનો ખુબ ખુબ આભાર….

મિત્રો માર્ચ મહિના મા ચાલી રહેલી બોર્ડ ની પરીક્ષા માટે નું એક નરું સત્ય અને બાળકો ની લાગણી ને એનો ભાવ હું એક શિક્ષક તરીકે જે મારા જાતે કરેલા અનુભવ અને બાળકો ના માહોલ ની વાત સાંભળી ક્યારેક ખુબજ રાજીપો થાય અને ક્યારેક ખૂબ જ દુઃખ લાગે એવી વાતો અને મારા અનુભવો કહેવા આવ્યો છું.

બોર્ડ ની પરીક્ષા એટલે કે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના બાળકો ના ભવિષ્ય નું પહેલું પગથિયું જેમાં બાળકો ને તન અને મન થી ખુબજ મહેનત કરી તેનું ભવિષ્ય ઉજ્વળ બનાવવા માટે બાળકો ખૂબ જ પ્રયાસ કરતા હોઈ છે અને બાળકો માત્ર થી તો બધું શક્ય ન પણ હોઈ શકે ને હોતું પણ નથી તેથી તેના વાલીઓ અને સીક્ષકો પણ તેમાં તન અને મન થી અતૂટ મહેનત કરી પોતાના બાળકો નું ભવિષ્ય સુવર્ણ રીતે ઘડાય તેવા પ્રયત્ન કરતા જ હોઈ છે મિત્રો.

મિત્રો ઘણી વખત વિદ્યાર્થીઓ ની આ યથાર્થ મહેન નું પરિણામ જાહેર કરવામાં માં આવે ત્યારે સારું આવતું નથી અને જેના કારણે વિદ્યાર્થીઓ માં ખુબ નબળાઈ અને નિરાશાઓ ના વાદળ છવાઈ જાય છે અને જેના કારણે એ એવા પગલાં ભરે છે કે જે તેના તમામ પરિવાર ને અસહ્ય બની જાય છે તો બધા વિદ્યાર્થીઓ અને માનનીય વાલી શ્રીઓ એ તેના બાળકો ને જે નબળાઈ છે તેને છુપાવી ને પરિણામ ના સમયે પ્રોત્સાહન આપવું એ પેલી ફરજ છે સીક્ષણ જરૂરી છે એ ખુબજ સત્ય છે પણ જીવન નું કોઈ મૂલ્ય નથી ભગવાન તરફ થી મળેલી માણસ ને મોટા માં મોટી ભેટ છે તો એનો ખ્યાલ રાખવો ખુબજ જરૂરી છે.

મિત્રો ઘણી વખત એવું બને છે કે બાળકો ના વાલીઓ તેના સગા વ્હાલાઓ અને શિક્ષકો દ્વારા ખુબજ શાબ્દિક પ્રહારો કરવા માં આવે છે જેના લીધે વિદ્યાર્થી ની માનસિકતા ખોરવાઈ જાય છે અને તે જીવન માં અવળું પગલું ભરે છે એ સાંભળી ખુબજ દુઃખ થાય છે.

મિત્રો જ્ઞાન મેળવતી વખતે કદાચ શિક્ષકો કે વાલીઓ દ્વારા મીઠો ઠપકો આપવા માં આવે એ જરૂરી પણ છે પણ આ બોર્ડ ની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ભાર રૂપ બને એવું કાર્ય મહેરબાની કરી કોઈ વાલીઓ કે મિત્રો એ કરવો જોએ નહિ….

મિત્રો અત્યારના આ યુગ પ્રમાણે ભણવું ખૂબ જ જરૂરી છે અને બધા ને એવી અપેક્ષા હોઈ કે બધા બાળકો ભણે ને એનું ભવિષ્ય ઉજવળ બનાવે પણ સાથે સાથે માનસિક રીતે તેનું મનોબળ ઉચ હોવું પણ ખુબજ જરૂરી છે.

મિત્રો બોર્ડ નું રીઝલ્ટ જાહેર થાય ત્યારે હરેક મિત્રો ને અને વાલીઓ ને મારી નમ્ર અરજ છે કે તે પોતાના બાળકો ને જેતે પરિણામ સાથે વધાવે અને આગળ વધવા ની તક આપે…

મિત્રો મારી આ જ્ઞાન વિશેની વાત તો તમે બધા જાણતા જ હશો તેમ છતાં દરેક મિત્રો એ પરિણામ સમયે ઘરનું અને સોસાયટી નું એવું વાતાવરણ ઉભુ કરવું જેથી બાળકો જે પરિણામ લાવે તેના થી ખુશ થઈ ને જીવન ના આગળ ના પગથીયા સુધી પહોંચવા મદદ કરે અને કોઈ પણ કસોટી હોઈ કે રમત એમાં હાર જીત તો નક્કી જ છે તો કોઈ પણ સંજોગ કે સમય ની ચિંતા કર્યા વગર ખૂબ હોશ થી જીવન માં આગળ વધવું ખૂબ ખૂબ આભાર મિત્રો મંજિલ સુધી પોહચવુ હોઈ તો હાર પેહલા અને જીત અંત માં આવે જ છે નીડર બની ને જે આગળ વધે એનું ભવિષ્ય ઉજ્જવળ જ છે.