નમસ્કાર મિત્રો પેહલા તો હું આપનો ખુબ જ આભારી છું કે આપ બધા વ્હાલા મિત્રો એ મને મારી કાલ્પનિક વાર્તા ઓ અને લેખો પર ખુબજ સાથ સહકાર આપ્યો છે અને હું દિલ થી એવી આશા રાખું છું કે આ મનેં જે પિતા પ્રત્યે નો દિલ નો ભાવ વ્યક્ત કરું છું એ જરૂર થી વાંચશો અને ખુબજ સાથ સહકાર આપશો…
મારા વહાલા મિત્રો દુનિયામાં ઘણા બધા મહાન વ્યક્તિ ઓ ખૂબ જ સારું સારું અને ઘણું બધું લખી ગયા છે અને એમના લેખો તો અમર થઈ ગયા છે. આપણે પણ આપણી કાલી ઘેલી ભાષામાં થોડું ઘણું પ્રયત્ન કરી શબ્દમેડ કરી અને પિતા વિશે થોડો લખવાનો પ્રયત્ન કર્યો છે તો આપ બધા મિત્રો વાંચજો અને તમારું જે ભાવ છે તે કમેન્ટમાં વ્યક્ત કરજો…
વહાલા મિત્રો દુનિયામાં ઘણું બધું ભાઈ વિશે, બહેન વિશે, માતા વિશે, દીકરી વિશે, અને ઘણા બધા ઇતિહાસો લખેલા છે પણ પિતાનું પાત્ર અને લેખ બહુ ઓછું લખેલું છે. અને આપણે તો આપણા પિતા વિશે શું લખી શકીએ ની: શબ્દ પણ તેમ છતાં થોડું ઘણું પ્રયત્ન કર્યું છે તો આપ સૌ મિત્રો જરૂરથી વાંચજો…
દરેક વ્યક્તિના જીવનમાં એક સુપરહીરો હોય જ છે જે મોટાભાગે પોતાના પિતા જ હોય છે દરેક વ્યક્તિ પોતાના પિતા વિશે અલગ અલગ અનુભવ કહે છે.દરેક પિતા પોતાના બાળકને ખૂબ જ પ્રેમ કરતા હોય છે પરંતુ તે ક્યારેય એજ બતાવી શકતા નથી દરેક પિતાનો પ્રેમ શાશ્વત હોય છે તે આપણને આપણા સારા કામમાં આપણને સપોર્ટ પણ કરે છે .
આપણી ભૂલ પડશે તો આપણને ટકોર પણ કરે છે.પિતાનો પ્રેમ આપણને ખૂબ જ સારા ભવિષ્ય તરફ દોરી જાય છે અને ખૂબ જ સારું માર્ગદર્શન પણ કરે છે.પિતા હંમેશા આપણો જન્મ થાય છે ત્યારથી લઈને આપણા મૃત્યુ સુધી હંમેશા આપણી સાથે જ રહે છે.તે તમારી સાથે રહેવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
મિત્રો બાળકની જ્યારે ભૂલ થાય ત્યારે તેને સજા પણ કરે છે અને સાચું માર્ગદર્શન પણ આપે છે. દુનિયામાં માત્ર એક પિતા જ એવા વ્યક્તિ છે જે કોઈપણ સ્વાર્થ વગર પોતાના સંતાનની સાથે ઊભા રહે છે. મિત્રો ઘણી વખત આપણા મનમાં એવા વિચારો આવે છે કે આપણા પિતા આપણને આપણી જોઈએ તેવી જિંદગી જીવવા નથી દેતા સપનાઓ પૂરા કરવા નથી દેતા અને આપણું ખરાબ ઈચ્છે છે. પણ હકીકતમાં એક પિતા જ એવા વ્યક્તિ છે જે પોતાના સપનાઓ છોડી ને પોતાના સંતાનના દરેક સપનાઓ પૂરા કરવાનું પૂરેપૂરી મહેનતથી કામ કરે છે અને આપણું ભવિષ્ય ઉજ્વળ બનાવે છે. વ્હાલા મિત્રો એક પિતા જ એવા વ્યક્તિ છે જેના પર ઘરની તમામ જવાબદારી હોવા છતાં તે પોતાના સંતાનો ની બધી ઈચ્છાઓ પૂરી કરવાની તે પોતે ઈચ્છા રાખે છે.
એટલે તો આપણા મહંત ઇન્દ્ર ભારતીજીએ લખ્યું છે કે ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ... ઘેરા કુટુંબ માં મારો બાપ રે... મીઠો છાયડો છે મારા બાપનો...
પિતા વિનાનો સંસાર છે એ બધું મિથ્યા છે પછી પોતાની જવાબદારી ઘરની જવાબદારી અને સામાજિક જવાબદારી બધી જ આપણે નિભાવી પડે છે અને ત્યારે આપણા ને અહેસાસ થાય છે કે પિતા શું છે...
ખરેખર તો મિત્રો પિતાનો પ્રેમ એક દીકરીથી વિશેષ લગભગ કોઈ ના સમજી શકે... એક દીકરી જ એવું પાત્ર છે કે તેના પિતાના મનની તમામ વાતો પોતે જાણી શકે છે. અને એટલે જ તો પિતા અને પુત્રી નો પ્રેમ બવ અદભુત હોઈ છે...
વહાલા મિત્રો પિતા વિશે તો આપણે જેટલું લખીએ તેટલું ઓછું છે. મારી પાસે તો એવા શબ્દો નથી કે જેના લીધે હું એનો ઋણ ચૂકવી શકું...
મારી ભાષામાં જો મારે પિતા વિશે કહેવું હોય તો "પિતા પ્રેમ છે, પિતા અહેસાસ છે, પિતા શબ્દો છે, પીતા ભાષા છે, પિતા પૃથ્વી છે, પિતા જ આકાશ છે, અને મારું બધું જ મારા પિતા છે, મારી દુનિયા જ મારા પિતા છે...
ખુબ ખુબ આભાર મારા વ્હાલા મિત્રો પિતાનો પ્રેમ જો તમને ગમે તો જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી કોઈ ભૂલ હોઈ તો સ્વીકારી મને પ્રોત્સાહન કરવા બદલ હું તમારો દિલથી ખૂબ જ આભારી રહીશ જય માતાજી...🙏