મિત્રો આપડે ઘણી બધી વાતો અને હકિગતો સાંભળી એ છીએ અને ઇતિહાસ ને અમર રાખવો એ આપડા બધા ની ફરજ છે. મે મારા જીવન માં અગાઉ પણ ઘણી બધી કાલ્પનિક વાતો અને હકિગતો આપની સમક્ષ રજુ કરી છે અને મારો પ્રિય સોખ કાઇક ને કંઇક કોઈ પાસે થી નવું જાણવું અને વાચવું એ મને ગમે અને મેં મારા મત મુજબ ઘણું બધું લખ્યું છે વાચ્યું છે ને મિત્રો મારી ઉંમર માત્ર ૨૫ વર્ષ ની જ છે પણ હું મારા તમામ વ્હાલા મિત્રો ને ખાસ એટલું જ કેહવાવ નું કે અત્યારે નઈ પણ જીવન માં ગમે ત્યારે આપડે ક્યાંય ને ક્યાંક કંઈ તો જાણવા નું મળે જ છે તો એવું કાઈ જાણો જેનાં લીધે આપડું ભવિષ્ય ખુબજ સારું અને ઉજ્વળ બને અને આપડે પણ કોઈ સારા વ્યક્તિ તરીખે બધા ને સારું સારું આપી સકીએ અને આપડે પણ સારું સીખી શકીએ.
મિત્રો આ વાત છે એક તેજસ્વી અશ્વ ની જે આપડા દેશ ના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપ પાસે હતું જેનું નામ ચેતક હતું. મિત્રો આ ચેતક એટલો બધો હોશિયાર અને સમજદાર હતો કે મહારાણા પ્રતાપ ના એક પણ વેણ ને ઠેલે નહિ. આ યુગ મા મિત્રો માણસ સામાન્ય જો એના માલિક પ્રત્યે વફાદાર ના હોઈ એટલો વફાદાર હતો મહારાણા પ્રતાપ નું આ ચેતક. આ ચેતક ક્યાંથી મળ્યું એનો એની આખી હકિગત આગળ વાચો....
ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું. ચેતક કાઠીયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે. ચેતક, એટક/નેટક સાથે, ગુજરાતના ખોડગામના દંતી શાખાના ચારણ વેપારીઓ દ્વારા પ્રતાપ અને તેના ભાઈ શક્તિ સિંહને રજૂ કરવામાં આવ્યા હતા. માહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો. બદલામાં, દાંતી-ચારણના વેપારીઓને ત્યારબાદ મેવાડના ગઢવાડા અને ભાણોલ ગામોની જાગીર અનુદાન આપવામાં આવી હતી.
હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી, સ્વામિભક્તિ તેમ જ વીરતાનો પરિચય આપ્યો હતો. અંતે પોતાનું કાર્ય કરતાં ૨૧ જૂન ૧૫૭૬ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો. શ્યામ નારાયણ પાંડેય દ્વારા રચાયેલ પ્રસિદ્ધ મહાકાવ્ય હલ્દીઘાટીમાં ચેતક અશ્વના પરાક્રમ તેમ જ તેની સ્વામિભક્તિની કથાનું વર્ણન કરવામાં આવેલું છે. આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.
હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની અનિચ્છા હોવા છતાં એમના કેટલાક વફાદાર સાથી સરદારો દ્વારા નિશ્ચિત હાર તરફ જતી લડાઇના મેદાનને છોડી જવાની વિનંતી કરવામાં આવી. માનસિંહ ઝાલા સરદારે મહારાણા પ્રતાપ પાસેથી રાજ્ય પ્રતિક લઈ લેવામાં આવ્યું અને તે જાતે પહેરી ઝાલા સરદાર મુગલ સેનાનું ધ્યાન બીજી તરફ દોરી જવામાં સફળ થયા. મહારાણા પ્રતાપના રૂપમાં ઘુમતા ઝાલા સરદાર પર મુગલ સેના મહારાણા સમજીને તુટી પડી, એ દરમિયાન મહારાણા પોતાના કેટલાક સાથી અનુયાયીઓ સાથે યુદ્ધનું મેદાન છોડી ગયા હતા. આ વેળા ચેતક અશ્વ અત્યંત થાકી ગયા હતો અને ગંભીરતાથી ઘાયલ પણ થઇ ગયો હતો, આમ છતાં બહાદુરીપૂર્વક પોતાના સ્વામીને લઇને તે લડાઇના મેદાનની બહાર નીકળી ગયો હતો. મેદાનથી આશરે ૨ માઈલની દુરી પર એક સાંકડી નાળી આવતી હતી. આ નાળી પરથી છલાંગ લગાવી પાર કરવાના પ્રયત્નમાં તે સફળ તો થયો, પરંતુ આ તેની આખરી છલાંગ નીવડી હતી. તે ફરી ઉભો ના થઈ શક્યો અને ત્યાં જ તેણે પોતાના પ્રાણ છોડ્યો.
મહારાણા પ્રતાપે પોતાના પ્રિય સાથી ચેતક માટે આ જગ્યા કે જ્યાં ચેતક ઢળી પડ્યો હતો, ત્યાં આગળ એક નાનું અને સુંદરતાપૂર્ણ સ્મારકનું નિર્માણ કરાવડાવ્યું હતું. આ સ્મારક વર્તમાન સમયમાં પણ રાજસમંદ જિલ્લાના ઝારોલ ગામ પાસે મોજુદ છે. ચેતક અશ્વ વફાદારીના પ્રતીકના રૂપમાં કાવ્ય પરંપરાઓમાં છવાયેલ રહે છે.