ક્રિમિનલ કેસ - ભાગ 20 Urvi Bambhaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્રિમિનલ કેસ - ભાગ 20

એક મોટા ગોડાઉનમાં પાંચ વ્યક્તિ બંધાયેલી હાલતમાં હતાં.તેમના હાથ તેમજ પગ ખુરશી સાથે દોરડાં વડે બાંધ્યા હતાં અને તેમના મોંઢા પર ટેપ લગાવવામાં આવી હતી. ઘોર અંધકારમાં થોડો સળવળાટ થાયો.અચાનક જ આચલની આંખો ખુલી.તેને આજુબાજુ જોવાની કોશિષ કરી પરંતુ વ્યર્થ ત્યાં અંધકાર સિવાય બીજું કશું જોવા નહોતું મળતું. ત્યાંજ તેને તેની બાજુમાં કોઈ ના હોવાનો અહેસાસ થયો. તેનું અનુમાન સત્ય હતું ત્યાં તે એકલી નહોતી.તેના સિવાય પણ બીજા વ્યક્તિ ત્યાં હતાં.

અચાનક જ કોઈ ના બોલવાનો અવાજ આવ્યો.
“કોઈ છે અહીંયા?...પ્લીઝ બચાવો.” અવાજ કામ્યા નો હતો.અવાજ સાંભળતાજ આચલ ઓળખી જાય છે.

“કામ્યા તું અહીંયા છે?”

“આચલ.... આચલ...તું અહીંયા છે.યાર આપણે આ કંઈ જગ્યા પર છીએ.આપડે કંઈ રીતે બહાર જશું?”કામ્યા ઘબરતાં બોલી.

“ફક્ત તમે જ નહીં અમે પણ અહીંયા છીએ.”ડિટેક્ટિવ રોયનો અવાજ ત્યાં ગૂંજી ઉઠ્યો.

“શાંત...શાંત...”આ ઘેરા અવાજ સાથે એક અટ્ટહાસ્ય બધાને સંભળાયું. તે હાસ્ય એટલું ભયાનક હતું કે બધાંના જ શરીરમાંથી એક ભયનું લખલખું પસાર થાય ગયું.આ બધામાં ફક્ત ડિટેક્ટિવ રોય અને આચલ આ બંને સ્થિર મગજ રાખી પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.તે વ્યક્તિ કે જેમણે બધાને પકડ્યા હતાં તે તેમની પાસે હોવાથી કઈ બોલવામાં સમજદારી નહોતી.માટે તેઓ બંને પોતાના મગજમાં જ પ્લાન બનવી રહ્યાં હતાં.

પરંતુ આ બધા માટે એ જાણવું પણ જરૂરી હતું કે કેટલા લોકો અહીં બંદી બનાવવામાં આવ્યા હતાં.તે પરથી જ કોઈ સરળ રસ્તો શોધવો શક્ય હતો.અચાનક જ ત્યાંની બધી લાઈટ શરૂ થઈ. બધાં જ હવે એકબીજાના ચહેરા જોવા સક્ષમ હતાં.પરંતુ જે વ્યક્તિનો ચહેરો જોવાની બધાને ઈચ્છા હતી તેને પોતાનું મોઢું માસ્ક વડે છુપાવ્યું હતું.

“મારો ચહેરો જોવાની ઈચ્છા છે ને?” કહી ફરી તે હસ્યો.તેનું આ હાસ્ય બધાને ખૂચતું હતું.ડિટેક્ટિવ રોયના ચહેરા પર ગુસ્સો અને અકળામણ ના ભાવ તરવરી રહ્યાં હતાં પણ હાલ કંઇપણ તેના હાથમાં નહોતું કરતાં તેઓ ચૂપ જ રહ્યાં.કહેવાય છે, ‘ક્યારેક ચૂપી સાધવામાં સમજદારી હોય છે.’ આજ કારણથી તેઓ ફક્ત આસપાસનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં.

“શું જોવો છો મિસ્ટર રોય? ભાગવા નો કોઈ રસ્તો શોધો છો? ઉંહુ....નહીં મળે.અરે...તમે મારા મહેમાનો છો તો ઘરે જવાની આટલી ઉતાવળ કેમ છે? હું મોકલીશ ને તમને ઘરે; સીધા ભગવાનના ઘરે.” કહી તે ફરી હસવા લાગ્યો.

“શું જોવે છે તારે?કોણ છે તું?” રોયએ પૂછ્યું.

“હું કોણ છું એ તો તમને મરતા વખતે ખબર પડી જ જશે.પણ હા તમને અહીંયા કેમ લાવ્યા છે એનો જવાબ જરૂર આપીશ.”

“અમારી તો કોઈ દુશ્મની નથી તમારી સાથે તો પછી અમને પાંચને અહીંયા કેમ લાવ્યા છો? આચલ આ બોલતાજ રોય સામે જુએ છે. આચલ ની વાત રોય સમજી ગયો.

“તારી સાથે તો ખાસ દુશ્મની છે.પણ તું જ ભૂલી ગઈ છે.કંઈ વાંધો નઈ.હું છું ને તને પ્યાર થી સમજાવીશ.”તે વ્યક્તિ આચલ ના ગાલ પર આંગળી ફેરવતા બોલ્યો.આચલએ પોતાનું મોઢું ફેરવી લીધું.

“એય....દૂર રહે એનાથી.એને હાથ પણ લગાવ્યો છે ને તો છોડીશ નહીં તને.” પીહુ તેની હરકત જોઈ ગુસ્સો કરતાં બોલી.

“હા...હા...પહેલા ખુદને આ બંધનમાંથી મુક્ત કરાવ પછી તારી સહેલી ની રક્ષા કરજે.”તેની વાત સાંભળી પીહુને પોતાની પરિસ્થિતિ પર ગુસ્સો આવ્યો.

“હવે તું બોલીશ કે અમને અહીંયા કેમ લાવ્યા છે?” રોય હવે કારણ જાણવા ઉતાવળા થતાં બોલ્યા.

“તમને અહીંયા ફક્ત મારવા માટે લાવવામાં આવ્યા છે.તમને ફક્ત હું જ મારીશ એ પણ મારા હાથોથી. મારો બદલો પછી જ પુરો થશે.”

“જેમ નયન અને વાની માર્યા હતા એવી રીતે?”

“હા એવી જ રીતે”

“ઓહહ.....મતલબ આમરો શક સાચો હતો.”કહેતા હવે રોય હસ્યો.

“શું મતલબ?” પોતે ઉતાવળ માં ભૂલ કરી બેઠો છે એનું ભાન થતાં જ તેને પૂછ્યું.

“મતલબ તને જલ્દી સમજાઈ જશે.જ્યારે તું જેલના સળીયા ગણતો હોઈશ ને ત્યારે.”

“મોત માથે ફરે છે તો પણ તને એવું કેમ લાગે છે કે હું જેલમાં હોઈશ?” પોતાનું એક નેણ ઉપર કરી તેણે પૂછ્યું.

“તો હાલ ખબર પડી જશે.” રોયના આટલું જ બોલતા તે ગોડાઉનનો દરવાજો જોર થી તૂટ્યો. દરવાજો તૂટતા ની સાથેજ ઘણા બધા પોલીસ ઓફિસર બંદૂક સાથે અંદર આવ્યા અને ગોળ બનાવી ઊભા રહી ગયા. બધી જ બંદૂક નો નિશાન તે માસ્ક પહેરેલ વ્યક્તિ તરફ હતો.તે હાલની પરિસ્થિતિ પર વિચાર કરી રહ્યો હતો. તેણે પોલીસને ધક્કો મારી ભાગવાની કોશિષ કરી પણ ત્યાજ તેના ગાલ પર જોરથી એક મુક્કો પડ્યો.મુક્કો વાગતાની સાથે જ તે સીધો ભોંય ભેગો થઈ જાય છે.

***

કોણ છે આ વ્યક્તિ? કોણે પોલીસ બોલાવી હશે? શું તે વ્યક્તિનો બદલો પુરો થશે?

જાણવા માટે વાંચતાં રહો.....