ભેંદી ડુંગર - ભાગ 8 ર્ડો. યશ પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેંદી ડુંગર - ભાગ 8

(આગળ ના ભાગ માં જોયું કે અઘોરી વિસ્વનાથ તાંત્રિક રઘુનાથ ને મુર્ત્યું આપી તેના બંધન માંથી આત્માઓ ને છોડાવે છે ,પછી તે અમિત અને તેના મિત્રો ને શોધવા ભોંયરામાં માં આવેલા રૂમ માં જાય છે .)

અઘોરી વિસ્વનાથ બધે નજર કરે છે ,પરંતુ અમિત ને એ લોકો દેખાતા નથી ,બધી આત્માઓ પણ અઘોરી વિસ્વનાથ ને મદદ કરે છે .
અઘોરી વિસ્વનાથ રૂમ માં આગળ ચાલે છે ...ત્યાંજ એમ કઈ અજુગતું લાગે છે .
અંજલિ અને બીજી આત્માઓ :અઘોરી નાથ અમે આગળ આવી શકતા નથી ,લાગે છે કોઈક મંત્ર શક્તિ વડે આગળ નો ભાગ રોકેલો છે .

અઘોરી વિસ્વનાથ આજુ બાજુ બધેજ નજર કરે છે પણ એમને કઈ દેખાતું નથી ..ત્યાંજ અઘોરી વિસ્વનાથ એક વસ્તુ સાથે અથડાય છે ,અઘોરી વિસ્વનાથ જેવી તે વસ્તુ ને ઉપાડી બાજુ માં મૂકે છે ત્યાંજ એક દરવાજો અવાજ સાથે ખુલે છે ,આ જોઈ અઘોરી વિસ્વનાથ નવાઈ પામે છે ,તે એકલા ધીરે ધીરે આગળ વધે છે ,અંદર પગથિયાં ઉતરે છે ત્યાંજ દરવાજો બંધ થઈ જાય છે .અઘોરી વિસ્વનાથ આ જોઈ ચોકી જાય છે ,તે વિચારે છે કે અમિત અને આ લોકો અહીંયા જ આવ્યા હશે કદાચ .

અઘોરી વિસ્વનાથ ધીમે ધીમે ટોર્ચ લઈ આગળ વધે છે ,ત્યાંજ એમને પગ માં કંઈક અથડાયું હોય તેવું લાગે છે ,નીચે જોવે છે તો એક કંકાલ પડેલું હોય છે ,અઘોરી વિસ્વનાથ ધીમે ધીમે આગળ વધે છે ...લગભગ 1 ચાલ્યા પછી કંઈક અવાજ સંભળાય છે ...
"અમને છોડી દો ,અમને છોડી દો ...બચાવો ..બચાવો .."
અઘોરી વિસ્વનાથ અવાજ ની દિશા માં આગળ વધે છે ,ત્યાં નજીક જઈ ને જોવે છે તો 3 તાંત્રિક નિશા અને રુચા સાથે જબરજસ્તી કરી રહ્યા હોય છે .
અઘોરી વિસ્વનાથ તાંત્રિક ને :હે ,મુર્ખાઓ છોડી દો ,નહીંતર જીવતા નહિ મુકું .
આમ અચાનક જ કોઈક નો અવાજ સાંભળી પેલા તાંત્રિક કો ચોકી જાય છે .
તાંત્રિકો :હે ,અઘોરી તું જીવ તો જવા માગતો હોય તો અમારી સાથે જોડાઈ જા અને આ છોકરી ઓના યૌવન નો આંનદ માણ .
અઘોરી વિસ્વનાથ :તમને તમારો જીવ વાલો લાગતો નથી ,એમ કહી મંત્રો નું ઉચ્ચારણ કરે છે .

પણ અઘોરી વિસ્વનાથ ના ઉચ્ચારણ કરતા પેલા જ તે તાંત્રિક કો વડે બંધિ બની જાય છે ..બધા તાંત્રિક અટ્ટહાસ કરે છે .
અઘોરી વિસ્વનાથ મનમાં :આ મંત્ર વિધા નો તોડ તો ગુરુદેવ એ બતાવ્યો નથી ,આમ વિચારી ચિંતા માં પડે છે .
પેલા તાંત્રિક કો પાછી બળજબરી કરે છે ત્યાંજ એ બંધન માં બંધાઈ જાય છે ....આ જોતા જ અઘોરી વિસ્વનાથ સહીત તાંત્રિક પણ વિચાર માં પડી જાય છે .
તાંત્રિકો :આ અઘોરી ને તો બંધિ બનાવ્યો તો,આ બંધન કોણે બાંધ્યું ..તાંત્રિકો પોતાને છોડાવવા પોતાની તાંત્રિક વિધા નો પ્રયોગ કરે છે ,પરંતુ નિષ્ફળ રહે છે .

અઘોરી વિસ્વનાથ :મેં તો આ તાંત્રિકો ને બંધન માં બાંધ્યા નથી ,તો બીજું કોણ હોઈ શકે ..
આટલું વિચારે છે ત્યાંજ એ પોતે બંધન માંથી છૂટી જાય છે .
અઘોરી વિસ્વનાથ આ બધું જોઈ ચોકી જાય છે અને વિચારે છે કે આ વિધા તો ગુરુદેવ પણ નહતા જાણતા ,તો બીજું કોણ હશે ..
ત્યાંજ અવાજ આવે છે :અઘોરી વિસ્વનાથ ,હું અઘોરી અમરનાથ ...તમારી મદદ માટે જ તમારા ગુરુદેવ એ જતા પહેલા મને કહેલું ,ત્યારથી જ હું તમારો પીછો કરું છું .

આ સાંભળી અઘોરી વિસ્વનાથ અઘોરી અમરનાથ ને પ્રણામ કરે છે .
તાંત્રિકો પોતાને છોડાવવા ઘણો પ્રયત્ન કરે છે ,પરંતુ નિષ્ફળ રહે છે .
અઘોરી અમરનાથ :તમારા જેવા દુષ્ટ તાંત્રિકો ને જીવવાનો કોઈ અધિકાર નથી ,તમે તમારી વિધા નો દૂરઉપયોગ કર્યો છે .
અઘોરી વિસ્વનાથ :અમરનાથ આમને છોડી આપણી સાથે લેવા જોઈએ .
અઘોરી અમરનાથ :ના ,આ તાંત્રિકો શક્તિસાળી છે ,આમને મોતને ઘાટ ઉતારવા જ પડશે .

આમ કઈ અમરનાથ પોતાની મંત્ર શક્તિ વડે ત્રણે તાંત્રિકો ની ડોક મરડી નાખે છે .
આ જોઈ વિસ્વનાથ સહીત રુચા અને નિશા પણ અચંબિત થઈ જાય છે .

અઘોરી વિસ્વનાથ :અમિત અને આશિષ ક્યાં છે .??
રુચા :ખબર નથી ,આ તાંત્રિકો એ પોતાની શક્તિ થી બાંધી દીધા હતા ,પછી કઈ ખબર નથી .
ત્યાંજ અમિત અને આશિષ નો અવાજ આવે છે .
"અમે ઠીક છીએ અઘોરી વિસ્વનાથ ,આ અઘોરી અમરનાથ એ જ અમને છોડાવ્યા "

અઘોરી વિસ્વનાથ અઘોરી અમરનાથ ને બધાનો પરિચય કરાવે છે .
અઘોરી અમરનાથ પોતે તેમનો પીછો કરતા કરતા ત્યાં કેવી રીતે પોહ્ચ્યા એ વાતો કહે છે .અમિત ને લોકો પોતાની સાથે શુ બન્યું એ કહે છે "અમે ગુફા માં આવ્યા ત્યારે ઉપર નો દરવાજો બંધ થતા અમે આગળ રૂમ જોવા જતા ત્યાંજ આ દરવાજો ખુલ્યો અને અમે એમાં આગળ વધતા ગયા ,ત્યાંજ આ તાંત્રિકો એ અમને બંધિ બનાવ્યા ..

બધા ત્યાંથી પાછા ફરતા હતા ત્યાંજ કોઈક રડતું હોય તેવો અવાજ આવ્યો ,બધા ચોકી જાય છે અને અવાજ ની દિશા માં આગળ વધે છે ..

અઘોરી અમરનાથ :આ અવાજ તો આ દીવાલ પાછળ થી આવે તેવું લાગે છે .
અમિત :હા ,મને પણ એવું જ લાગે છે ,પરંતુ દીવાલ પાછળ શુ હોય .
અઘોરી વિસ્વનાથ :ગુફા માં થી આ રૂમ નો દરવાજો એક કળ થી ખુલ્યો હતો ,હું આવ્યો ત્યારે કંઈક અથડાયું ને પાછળ નો દરવાજો ખુલ્યો ,તો આની પણ કોઈ કળ હશે જ .

બધા આજુ બાજુ કળ શોધે છે ,ઘણી વાર શોધ્યા પછી ..
અમિત :આ દીવાલ માં એક તિરાડ છે ,કદાચ એમાં કઈ મુકવાથી ખુલતું હશે .
આશિષ એ લાકડું લઈ એ તિરાડ માં ભરાવી આમ તેમ કરે છે ત્યાં જ ધડિમ કરતો પથ્થર બાજુ માં હટી જાય છે ....પાછળ નું દ્રસ્ય જોઈ બધા ના પગ નીચે થી જમીન ખસી જાય છે .

ક્રમશ ....

(આગળ ના ભાગ માં જોઈસુ કે પાછળ એવું તો શુ દ્રસ્ય હશે ???બધા ચોકી ગયા ....)