બર્થડે ની ચાર લઘુવાર્તાઓ Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બર્થડે ની ચાર લઘુવાર્તાઓ

બર્થડેની ચાર લઘુ વાર્તા રજુ કરું છું, ખાસિયત એ છે કે સ્ટોરી ક્રમશ:
ઈમોશનલ થી હાસ્ય તરફ તમને લઈ જશે. તો પ્લીઝ રસપૂર્વક વાંચવા વિનંતી છે.

બર્થડે ની લઘુકથાઓ:

1. ' જો આ કુંડામાં જે છોડ છે એ નમી ગયેલો છે એને ટટ્ટાર રાખવા એની સાઈડ પર એક નાની લાકડી બાંધી દેવાની, સમજ્યા ? '
ગાર્ડનીંગ શીખવા ગયેલી સુરેખાને ઇન્સ્ટ્રકટરે સમજાવી, આજથી જ એણે ગાર્ડનીંગ શીખવાનું ચાલુ કરેલું .
આજે કરણ ની બર્થડે હતી, કરણ ને સાતમું બેસતું હતું.આજે એ બહુ જ ખુશ હતી . શીખતા શીખતા એણે વિચાર્યુ :
આ છોડ સીધો થઈ જશે એવી જ રીતે હવેથી હું જ મારા કરણ માટે લાકડી બનીશ , ભલે એના પપ્પા આ દુનિયા છોડીને, અમને એકલા મૂકીને ચાલ્યા ગયા.મારા દિક્કુને થયેલ સેરેબ્રલ પાલ્સી ને હું પહોંચી વળીશ.
અને વધારે જોશથી એ નમેલા છોડની સાઈડ પર લાકડી ખોસવા લાગી.

2. પ્રખ્યાત બેકરીવાળાની દુકાને કચરા પોતું કરવા સવિતા રોજ જ રાઈટ ટાઈમ જતી, વર્ષોથી કામ કરતી પણ કોઈ દિવસ એની ગેરહાજરી ન હોય. ચૂપચાપ કામ કરીને નીકળી જતી અને કામ પણ પાછું એકદમ ચોખ્ખું ચણાક,
આજે જ મોડી પડી ને આવીને તરત જ કેકનો ભાવ પૂછ્યો, 700 રૂપિયે 500 ગ્રામ સાંભળી નિરાશ થઈ ગઈ , કામ પરવારી ને દુકાનની બહાર નીકળી ને...
પાછળથી દુકાનના માલિકે બોલાવી.:' સવિતાબેન, તમારા લાલને ત્યાં લાલો આવ્યો છે ને , લો આ કેક, એમ પણ આજે જન્માષ્ટમી છે ને? '

3. અગરબત્તી વેચવા એક 17 વર્ષીય છોકરો મારી ઓફિસે આવ્યો,
મેં એનું નામ પૂછ્યું, એણે એનું નામ કીધું. સુંદર નામ હતું .
' કયા ધોરણ માં ભણે છે બેટા'
' 11 માં અંકલ '
' સરસ, કોનો દીકરો બેટા?'
એણે એનું નામ કીધું
પ્રશ્નો પૂછતા પૂછતા મારી આંગળીઓ મોબાઈલ પર ફરતી હતી .
' કેમ અગરબત્તી વેચે છે?'
' પોકેટ મની માટે અંકલ. પપ્પા ખાનગી નોકરી કરે છે એટલે બહુ મળતર નથી.'
' કેટલી અગરબત્તી છે બેટા?'
જવાબમાં એણે એક મોટા થેલામાંથી એક પછી એક અગરબત્તી કાઢવા માંડ્યો.
' રહેવા બેટા, બધી જ લઈ લઈશ, મારે એમ પણ ઘરે જરૂર છે, નવરાત્રી આવે છે ને '.
' ઓકે થેન્ક્સ અંકલ.'
' અને હા બેટા હેપ્પી બર્થડે, તારો પરિચય મેં FB પર જોઈ લીધો' .
' ઓહ, ઇટ્સ સરપ્રાઈઝિંગ, થેન્ક્સ અગેઈન અંકલ '.

4. ગોટ્યો રાતથી જ થનગનતો હતો, કેમ ન થનગને?આવતી કાલે એની ગર્લફ્રેન્ડ સુનિતા ની બર્થડે છે. ક્યારે રાત પડે,12 વાગે એટલે હું પહેલો વિશ કરું,
11:30,11:45,11:55, ને 12 વાગ્યા એટલે ગોટ્યા એ ફોન લગાવ્યો, ઈસ રૂટ કી સભી લાઇને વ્યસ્ત હે કૃપયા થોડી દેર બાદ લગાઈએ, ગોટ્યો ફોન પર ફોન લગાવે પણ બિઝી ને બિઝી જ આવે, થાકીને ગોટ્યો સૂવાની તૈયારી કરવા માંડ્યો ત્યાં સામેથી ગર્લફ્રેન્ડનો જ ફોન આવ્યો, ને ફોર્મ ને ફોર્મ માં ગોટ્યા એ ગીત ગઈ કાઢ્યું, એ પણ આખું,
' તુમ જીઓ હજારો સાલ.....,......... હેપી બર્થડે ટુ યુ હેપી બર્થ ડે ટુ સુનિતા, હેપી બર્થડે ટુ યુ 'વચ્ચે વચ્ચે સામેથી ફોન પર હલો હલો અવાજ પણ આવ્યો પણ સાંભળે એ ગોટ્યો નઈ, ગાવાનું બંધ કર્યું એટલે ગોટ્યા એ બે સેકન્ડ પઝ શું લીધો ને સામેથી ગુસ્સાવાળો ઘોઘરો અવાજ આવ્યો:
' અબે ઓએ,આ તારી સુનિતા નથી, એનો પપ્પો બોલે છે,ક્યારનોય મંડ્યો ગાયન ગાવા, તુ મને પછી મળ' ....
હાલ ના તબક્કે ગોટ્યાની લવસ્ટોરી ' પઝ ' મોડ પર છે.
...
જતીન ભટ્ટ ' નિજ '
94268 61995