મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 9 Sandip A Nayi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 9

કોઈ વાતચીત વિના બેસી રહેલા એ બધા લોકો તેમની સામે જોઇને અલગ જ પ્રકારની ઊર્જા પેદા કરી રહ્યા હતા.આ રીતે આવીને એકદમ સીધી રીતે પોતાને બચાવી શકાય એ વાત હજુપણ ભીનોરદાદા માટે માનવી અશકય હતી.સત્યેન અને મિત્રા જલદીથી આમિટ પહોંચવા માટે હવે આતુર થઈ ગયા હતા.પોતાના શિર પર આવી રહેલી એક પછી એક મુશ્કેલીઓ કદાચ તેમના માટે નવા પડકાર બરાબર હતી.સત્યેન પોતાના લીધે પડી રહેલી આ બધી મુશ્કેલીઓથી બેચેન બની ગયો હતો.કેમ તેણે પેલા સૈનિક સાથે લડીને મુશ્કેલી વહોરી હતી ? તે મનોમન પોતાની જાતને કોસતો રહયો.મિત્રા તેની સામે જોઈ રહી હતી.તેને ખબર પડી ગઈ હતી કે સત્યેન ખુદને આ બધાના લીધે થઈને દોષ આપી રહ્યો છે.સત્યેન એકદમ સીધા સાદા વેપારીનો એકમાત્ર દીકરો હતો.મિત્રા અને સત્યેન એકસાથે રમીને મોટા થયેલા અને સાથે જ વેપાર કરતા કરતા સારા મિત્ર બની ગયેલા ! મિત્રાને સત્યેન વિના એક વખત પણ ના ચાલે અને સત્યેનને મિત્રા વિના ! પૂરા આમીટ ગણરાજ્યમાં બંનેના દોસ્તીની મિશાલ અપાતી અને સાથે જ વેપાર કઈ રીતે કરવો એનો ઉમદા ઉદાહરણ બંને પૂરું પાડતા.આમીટ ગણરાજ્ય સાથે બીજા ઘણા આજુબાજુ રહેલા ગણરાજ્યોના વેપાર કરવાની પ્રથા જ અલગ હતી.એક પછી એક લીલાછમ ખેતરમાં ઉગાડેલા અનાજથી લઈને ફળફળાદી બધા પ્રદેશોમાં લોકપ્રિય હતી.આમિટથી આવેલા ફળો કદાચ જ પાછા જતા અને એના લીધે થઈને જ આજુબાજુ રહેલા ગણરાજ્ય તેનાથી નફરત કરવાના કોઈ કારણો નહોતા છોડતા.આમિટની જમીનમાં એવું તે શું છે કે એના જેવા અનાજથી લઈને ફળો બીજા કોઈ જગ્યાએ મળતા નહોતાં એ વિચાર હંમેશા બધાના મનમાં ફર્યા કરતો.અલગ જ ભૂમિ હતી આમિટ ! પણ.... પાટલીપુત્રની નજર તેના પર લાગી ગઈ હતી અને બીજા ગણરાજ્ય સાથે સાથે આમિટને જીતવામાં સમુદ્રગુપ્ત સફળ રહયો હતો. આમિટની હાર છતાં એક વાત તેના માટે એ સારી હતી કે કદીપણ રાજાએ તેના પર બીજીવાર નજર નહોતી નાખી જેમ પહેલા આમિટમાં સાશન ચાલતું હતું એમ જ રીતે ચાલવા દીઘું હતું,કદાચ....હમણાં જીતેલા ગણરાજ્ય પર રાજાની નજર એટલી ખરાબ નહોતી થઈ.આમિટ પાટલીપુત્રના સાશન તળે આવતા હવે તે વેપાર કરવા માટે થઈને દૂર સુધી પાટલીપુત્ર પણ આવી શકતા હતા એ એમના માટે એક સારી બાબત હતી.પાટલીપુત્રના શાસનથી ઘણા બધા બદલાવ થયા હતા પણ જમીન અને ખેતી માટે થઈને હજુપણ એવા જ નિયમો હતા.
"કા...સે..."તેણે અચાનક જ મિત્રાના વિચારોમાં ખેલેલ પાડતા કહ્યું.મિત્રા તેની સામે જોઈ રહી.તે તેની સામે બેસીને મિત્રાના ધનુષને ધારી ધારીને જોઈ રહ્યો હતો.મિત્રા તેના આ રીતે પાસે આવવાથી એકદમ અવાક્ થઈ ગઈ હતી.સત્યેનની નજર ત્યાં જતા જ તે ઊભો થવા ગયો પણ દર્દના કારણસર તે કણસી ઉઠ્યો. ભીનોરદાદા તેના સામે જોઈને તેને શાંતિ રાખવા કહ્યું.
"મને ખબર છે કે તમે અમારાથી ડરો છો પણ ડરવાની જરૂર નથી.ફરક બસ બે આંખનો છે,તમે લોકો અમારાથી ડરો છો અને અમે લોકો તમારાથી !" પાછળથી આવતા એક નવયુવાનએ ત્યાં રહેલા બધા સામે જોતા કહ્યું.નવયુવાન તેમના વચ્ચેનો જ હોય એ સ્પષ્ટ જોઈ શકાતું હતું.તેની બોલી એકદમ તેમની વચ્ચે રહેલા બીજા લોકોથી અલગ હતી.તેના પાંપણો નીચે દેખાઈ રહેલી નાની નાની આંખો વચ્ચે દેખાતો ગહન આત્મવિશ્વાસ કોઈને પણ પ્રભાવિત કરવા માટે કાફી હતો.ઊંચો બાંધો,માપસર શરીરને આરામ આપે એવા કંધા તેની અલગ આગવી અદા બતાવી રહ્યા હતાં.સત્યેન તેના સામે જોઈ રહ્યો અને બસ જોઈ જ રહયો. પોતાનો આત્મવિશ્વાસથી ભરપૂર ખુશમિજાજ ચહેરો આ પહેલા કદી બીજા લોકોએ જોયો નહિ હોય એવી પુરેપુરી ખાતરી એને હતી.
"વાત તો તમારી સાચી છે..."ભીનોરદાદાએ જવાબ આપતા કહ્યું અને ઊભા થઈને તેને ભેટી પડ્યા.તેની સામે રહેલા એ માણસે પણ ભીનોરદાદાને પોતના બંને હાથ ફેલાવીને વધાવી લીધા હતા.સત્યેન અને મિત્રા આ રીતે ભીનોરદાદાને જોઈને કંઈ સમજી નહોતા શકતા કે તેમની સામે શું થઈ રહ્યું છે...
"કેમ છે... યશોધન..."ભીનોરદાદાએ તેના કંધા પર હાથ મુકતા કહ્યું.તેના કંધા એટલા કોમળ હતા કે કોઈ કહી ના શકે તે બહારથી આટલો મજબૂત હશે પણ અંદરથી એકદમ કોમળ !
"બસ.. ભીનોરદાદા...તમારા જેવા લોકોની કૃપા છે..."તેણે ભીનોરદાદાને નીચે બેસવા માટે કહેતાં કહ્યું.ભીનોરદાદા યશોધન સામે જોઈ રહ્યા.કેટલા દિવસ પછી આ રીતે તેને જોઇને તેમની આંખો અંજાય ગઈ હતી.એક દિવસ હતો જ્યારે નદીના પૂરમાં વહી રહેલા એક નાના બાળકને નદી પાર કરતાં ભિનોરદાદાએ પોતાની જીંદગી ખતરામાં નાખીને બચાવ્યો હતો અને આજનો દિવસ છે જ્યારે એ બાળક એક યુવાન થઈને તેમની સામે બેઠો હતો.જ્યારે ભીનોરદાદા પાટલીપુત્રની વિશાળ ગાદી પરથી તલવાર લઈને ભાગી નીકળ્યા હતા ત્યારે જ આ નદી પાર કરતા સૈનિકોથી બચવા માટે થઈને કૂદી પડ્યા હતા પણ ભાગ્યે એમને યશોધનનાં પ્રાણ બચાવવા માટે થઈને કદાચ અહી લાવ્યા હતા. તેને બચાવીને નગરની બીજીબાજુ જતા સૈનિકોના પકડવાના ડરથી વીષ્ટ લોકોને યશોધનને આપીને તે ત્યાંથી ભાગી નીકળ્યા હતા.
"જ્યારે તું મને મળ્યો ત્યારે મારી ઈચ્છા હતી કે તને ઘરે લઈ જઈને એક પુત્ર તરીકે મોટો કરું પણ તારી આ દુનિયાએ તને પાછો બોલાવી લીધો...." તેમણે યશોધનના માથે હાથ ફેરવતા કહ્યું.
"એટલે આજે આ બધા માટે થઈને ઊભા રહેવાનું મારા ભાગ્યમાં હતું પણ દાદા તમે છો તો હું છું...તમારા પ્રતાપે જ આજે આ જીંદગી જીવી રહ્યો છું બીજુ કારણ હવે બસ આ લોકો છે જેમણે મને મોટો કર્યો...."યશોધન આટલું બોલીને તેમના સામે જોઈ રહયો.સત્યેન અને મિત્રા કંઇપણ સમજવા માટે થઈને અસમર્થ હતા કે તેમના સામે શું થઈ રહ્યું છે ?આજુબાજુ રહેલા લોકો પણ હવે શાંત થઈને બેસી ગયા હતા.
"તને કઈ રીતે ખબર પડી કે હું અહી છું..."તેમણે યશોધનને પૂછતા કહ્યું.
"મારા દળના લોકો આ રીતે પહેલા કદીપણ ડરીને ભાગી નથી નીકળતા આજે પહેલી વાર જ્યારે આ લોકો આ રીતે ભાગી નીકળ્યા ત્યારે મને લાગ્યું કે કદાચ કોઈ મોટી હસ્તી લાગે છે જેના ડરથી ફફડી ઉઠેલા આ લોકો આવી રીતે ભાગી ગયા પણ જ્યારે મે મારા એક માણસના શરીર પર લાગેલા તીરના એક ઘા ને જોયો ત્યારે મને ખબર પડી ગઈ હતી કે આ બીજુ કોઈ નહિ તમે જ છો કેમકે તીરને આડું કરીને સામે રહેલા માણસને હાનિ ના કરે એમ મારે એ બીજું કોઈ નહિ....દાદા જ હોય... જ્યારે મે આ માણસોને તમારા વિશે પૂછ્યું તો એમણે તમારૂ આલેખન એ રીતે જ કર્યું જે રીતે મે વિચાર્યું હતું..."તેણે પહેલીવાર સત્યેન અને મિત્રા સામે જોતા કહ્યું.સત્યેન તેની સામે આંખ મેળવી ના મેળવી કરીને નીચે જોઈ ગયો.મિત્રા તેની ધૂનમાં સત્યેન સામે જોઈ રહી હતી.
"હજુપણ....મને આટલી સારી રીતે ઓળખે છે...?"દાદાએ તેના સામે જોતા કહ્યું.દાદાની આંખમાં તેના માટે એક અલગ પ્રકારની લાગણી અનુભવાતી હતી.
"દાદા...તમને કઈ રીતે ભૂલી શકાય ?....."તેણે દાદાનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું.તેની આંખ પણ હવે થોડી નમ થઈ રહી હતી.