The Author Aarti Garval અનુસરો Current Read સંભાવના - ભાગ 1 By Aarti Garval ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books શંકા ના વમળો ની વચ્ચે - 6 ઉત્તરાયણ પતાવીને પાછી પોતાના ઘરે આવેલી સોનાલી હળવી ફ... નિતુ - પ્રકરણ 52 નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ... ભીતરમન - 57 પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ... વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક... ઈર્ષા ईर्ष्यी घृणि न संतुष्टः क्रोधिनो नित्यशङ्कितः | परभाग... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Aarti Garval દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 16 શેયર કરો સંભાવના - ભાગ 1 (15) 4.5k 7.3k 2 શિયાળાની સુંદર સવાર છે.પક્ષીઓનો ચારે તરફથી આવતો મધુર અવાજ અને આ ભીની ભીની માટીની સુગંધ વલસાડ શહેરના વાતાવરણને વધુ આહલાદક બનાવી રહ્યા છે. વલસાડ શહેરની મધ્યમાં જ એક નાનકડું પણ અતિ સુંદર ઘર છે. તે ઘરમાં મોટાભાગની વસ્તુઓ એન્ટિક હતી. મેઈન દરવાજાથી અંદર પ્રવેશ કરતા જ ઘરના છ સભ્યોની તસવીર લગાવેલી છે. દરેક સભ્યની તસવીર જોઈને અંદાજો લગાવી શકાય એવું હતું કે આ ઘરના બધા સભ્યો ખૂબ જ ખુશ અને સંપન્ન છે. ઘરના સૌથી વડીલ એવા યશવર્ધન પટેલ એક રિટાયર્ડ પોલીસ ઓફિસર છે. જે પોતાના નિત્યક્રમ મુજબ ઘરના બગીચામાં બેઠા ચા ની મજા માણતા સમાચાર પત્ર વાંચી રહ્યા છે અને હંમેશ ની જેમ તેમના પત્ની જશોદાબેન તેમના માટે બ્રેડ બટર બનાવી રહ્યા છે. એટલામાં હસતી રમતી પતંગિયા જેવી નાનકડી કાવ્યા તેમની પાસે દોડતા આવી અને બોલી- " દાદુ ચલો જલ્દી આપણે નીકળવાનું છે મામાના ઘરે જામનગર જવામાં મોડું થઈ જશે" તેની વાત સાંભળીને જશોદાબેન અને યશવર્ધનભાઈ બંને હસી પડ્યા. "પણ દીકરી આપણે તો બપોરે જવાનું છે હજી તો વાર છે"- દાદીએ તેને ખોળામાં લેતા કહ્યું "અરે ભાઈ મારી ઢીંગલીએ કહ્યું છે એની વાતને આમ થોડી ટાળી દેવાય.ચાલો દીકરા આપણે ફટાફટ પેકિંગ કરી દઈએ"- કહેતા યશવર્ધનભાઈ નાનકડી કાવ્યા ને ઊંચકી ઘરમાં પ્રવેશ કરે છે. "મમ્મી પપ્પા તમે હજી તૈયાર નથી થયા ચાલો જલ્દી તૈયાર થાવ આપણને મોડું થઈ જશે"- રાધિકા નો હરખ તો જાણે માએ નહોતો માતો. રાધિકા પટેલ....આમ તો યશવર્ધન ભાઈ અને જશોદાબેન ની પુત્ર વધુ હતી પરંતુ તેમણે રાધિકાને પોતાની પુત્રીની જેમ જ રાખી હતી. રાધિકાએ પણ તેમના વહાલના બદલે પોતાના સાસુ-સસરાને માતા-પિતાનો દરજજો આપ્યો હતો. તેમની સાર સંભાળ કદાચ રાધિકા કરતા સારી રીતે બીજું કોઈ રાખી શકે તેમ પણ ન હતું. તેઓ શું જમે છે શું નથી જમતા તેમની પસંદ ના પસંદ તેમની દવાઓ સમયસર તેમને આપવી આ દરેક વાતનું ધ્યાન રાધિકા રાખતી હતી.ઘરની સાર સંભાળ રાખવા સાથે સાથે તે એક રિપોર્ટર પણ હતી."ગુડ મોર્નિંગ એવરીવન! મારુ પેકિંગ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે હું બહાર ગાડી નીકાળું છું તમે લોકો ફટાફટ તૈયાર થઈ જાવ ઓકે?- કહેતા શ્રેયસ ગાડીની ચાવી લઈને બહાર તરફ જાય છે. શ્રેયસ પટેલ.....યશવર્ધન ભાઈ અને જશોદાબેન નો એકનો એક પુત્ર. શ્રેયસ એક સફળ બિઝનેસમેન હતો. યશવર્ધનભાઈ ની ઈચ્છા હતી કે તેમનો પુત્ર પણ તેમની જેમ જ પોલીસમાં જોડાય પરંતુ શ્રેયસ ને પોલીસમાં જોડાવા બિલકુલ રસ ન હતો,આખરે તેના પિતાએ પણ તેની ઈચ્છા ને માન આપ્યું અને એને એ કરવા દીધું જે તેની મરજી હતી. તેમને પોતાની આશાઓના ભાર નીચે શ્રેયસ ને ક્યારેય દાબ્યો નહોતો. શ્રેયસ તેમનો એકનો એક પુત્ર હતો એટલે જીવથી પણ વધારે વહાલો હતો. "શેઠાણી રાધિકા ભાભી એ જમીને પછી નીકળવાનું કહ્યું છે તો હું બપોરના જમાનામાં શું બનાવું?"- શંભુ એ ઘરની સાફ-સફાઈ કરતા કરતા કહ્યું. શંભુ તેમનો નોકર હતો.શંભુ માત્ર 14 કે 15 વર્ષનો હતો ત્યારે યશવર્ધનભાઈ ને રસ્તા ઉપર બેભાન અવસ્થામાં મળ્યો હતો. તે રસ્તા ઉપર આવતી જતી ગાડીઓને સાફ કરીને બે ચાર પૈસા કમાઈ ને પોતાનું ગુજરાત કરી રહ્યો હતો. યશવર્ધનભાઈ ને તેના ઉપર દયા આવી અને તેને પોતાના ઘરે લઈ આવ્યા હતા ત્યારથી આજ દિન સુધી શંભુ તેમની સાથે જ રહેતો હતો અને ઘરનું ધ્યાન રાખતો હતો. આમ તો તેના પરિવારમાં અન્ય કોઈ હતું નહીં પરંતુ ગામમાં ક્યારેક ક્યારેક સગા સંબંધીઓને મળવા માટે જતો. તેના રહેવા માટે યશવર્ધનભાઈએ ઘરની પાછળના ભાગમાં એક નાની ઓરડી પણ બનાવડાવી આપી હતી."એ ચાલ દીકરા શંભુ અમે આવીએ છીએ તો ઘરનું ધ્યાન રાખજે અને કંઈ પણ કામકાજ હોય તો ફોન કરી દેજે હા ને દીકરા?"- જશોદાબેન એ ગાડીમાં બેસતા બેસતા કહ્યું "એ હા શેઠાણી તમે જરાય ચિંતા ના કરશો"- ગાડી ની ડીકી બંધ કરતાં શંભુએ કહ્યું. "લેટ્સ ગો......"- નાનકડી કાવ્યા હરખભેર કુદતા કુદતા બોલી. "અરે રાધિકા દિકરી તારા કરતાં વધારે હરખ તો આ તારી ઢીંગલીને છે"- જશોદાબેન એ કહ્યું." એ હા તો હોય જ ને દાદી મારા મામા ના લગ્ન છે, અને પપ્પા હવે તમે જલ્દી જલ્દી ગાડી દોડાઓ મને વહેલા વહેલા મામા ના ઘરે પહોંચવું છે"- કાવ્યા એ કહ્યું "ઓકે મારી માં"- શ્રેયસ એ કાવ્યા ની મજાક ઉડાવતા કહ્યું.તેમની આ નિખાલસ વાતો સાંભળીને ઘરના બધા સભ્યો હસી પડ્યા. શ્રેયસ સે ગાડી સ્ટાર્ટ કરી અને ગેટની બહાર નીકાળી કે તરત જ તેમની નજર સામે ગાડી નો રસ્તો કાપીને સામેથી પસાર થઈ એક કાળી બિલાડી...... › આગળનું પ્રકરણ સંભાવના - ભાગ 2 Download Our App