₹૧૧૧૧૧....
🫀🫁🫀
હાય!! હેલ્લોથી પ્રારંભ થયેલો આપણો ફાસ્ટ ટ્રેક પર દોડતી બુલેટ ટ્રેન માફક દોડતો પ્રેમ! રાજધાની એક્સપ્રેસ જેમ નાનાં કે મોટાં ભાગ્યેજ સ્ટોપેજ પર થોભતો હતો,આપણો પ્રેમ ! સડસડાટ પાટા પર દોડતી અમરપ્રેમ નામની તેજ ગતિની ટ્રેનને ભયંકર ધડાકા સાથે અકસ્માત થતાં એક ડબ્બો અલગ થઈને એક બોગી હવામાં ફંગોડાઈ ગઈ.!!અને બાકીના બે હિસ્સામાં વહેંચાઈ ગઈ એ ટ્રેન..!! ટ્રેનથી અલગ થઈ જતાં ડબ્બામાં જે કંઈ અગત્યનું મહા મહેનતે ભેગું કરેલું તે પલભરમાં વેરવિખેર થઇ ગયું.મારા ખોળામાં રમતું શ્વસતું એક દિલ પણ ચિરાઈ ગયું.
ઘડીના છઠ્ઠા ભાગમાં ટુકડે ટુકડા થતાં માનવરૂપી ટોળા એ રીતસરની લૂંટ ચલાવી.બાપડા ચામડાના દિલમાં લોહીનાં ટસિયાં ફૂટયાં.ઉછળીને જમીન પર પટકાયેલું દિલ કણસતું પડ્યું હતું.લોહી નીતરતા એ જીવંત દિલને કોણ ઉઠાવે?
"એક છોકરી અને એક છોકરા વચ્ચેના પરસ્પર વાર્તાલાપને અંતે મોબાઈલની દુનિયામાં પાંગરેલા પ્રેમનો આ સંવાદ છે."
એક વરસ સુધીનો વિશ્વાસ,વાતો,સ્વભાવ,એકમેક માં ઓતપ્રોત થવાનું રસાયણ ઘૂંટ્યા પછી પરસ્પર એવો દોર ના તૂટવો જોઈએ એ વાતની મેં પુરેપુરી કાળજી રાખી છે.. વાની!અને તેં હસતે મુખડે ઘણી વાતો સહન કરી છે... વાની!! છતાં હું તને એક વાત ખાસ વારંવાર કહેતો કે મારી પાસે તું રૂબરૂ હશે તો પણ તારા પ્યારની હંમેશા કદર કરીશ.મને સ્ત્રીની ઘણી અકળ વાતો સમજતાં આવડી છે.એટલે જ એવી સ્ત્રીઓથી માંડ છૂટ્યો છું.મને શરીર નહીં પ્રેમ જોઈએ છે.તે વાત હંમેશા વાતવતમાં અનેક વખત દોહરાવી છે.શરીરનું આકર્ષણ મારે માટે માત્ર સ્નેહ તંતુ પૂરતું છે.અને એ તારામાં ભરપૂર માણ્યું છે.કદાચ ઉત્સાહમાં આવી કોઈ એવા શબ્દો બોલાઈ ગયા હોય તો તે મઝાક સમજવા પૂરતા જ હશે.મને નથી ખબર કે આવુ કંઈ બોલાયું હોય!અને છતાં એવા શબ્દોના ઘા વાગી ગયા હોય તો ક્ષમા યાચના છે.
" llक्षमा विरस्य भूषणम् ll "
સમજી માફ કરવામાં ભલાઈ છે.મને કોઈ વ્યસન નથી પણ તારી બધી સારી ટેવોનું વ્યસન મને છે અને રહેશે.તું ઘણી નાની હોવા છતાં ખુબ સમજુ છો.આટલા દિવસ તારા વગર કેમ કાઢ્યા તે અવર્ણનિય છે.કાશ! મને દૂર જવુ નથી ગમતું તારાથી! છતાં તને હું જેટલે સુધી સારો લાગ્યો કે હું સમજાયો છું,તેટલા સુધી મને યાદ કરજે.બાકી મને ત્યાંથી કાપી નાખજે.મારી ક્યાંક ખરાબ વાતો થઇ હશે પણ હું એટલો ખરાબ નથી.હું સ્ત્રી સન્માન કરું છું.ચાહે તું મારી સાથે ભીડમાં હોય કે એકલી હોય.મારું ચરિત્ર અને ચારિત્ર્ય હું જ સમજી શકું છું.એટલે આટલું આકરું પગલું ના લે તેવી વિનંતી.તને ગુમાવવી મને જરાય નહીં ગમતું.ગમશે પણ નહીં.છતાં તારા જીવનમાં હું અવરોધ બન્યો હોઉં તો ભગવાન પાસે ક્ષમા માંગુ છું.હું એવુ તો નહીં જ કહું કે સ્ત્રીઓ બધી એવી જ છે.તું અલગ માટીની છે.મને બિલકુલ નહીં ગમતું જુદું થવું.તારો અભ્યાસ મારે કારણે બગડતો હોય તો મારે માટે પાપ છે.અને મે કીધેલું કે તું મેરેજ કરે અને મને ખબર પડશે ભલે કંકોત્રી નહિ હોય તો..પણ !! રૂપિયા ૧૧૧૧૧ નો ચાંદલો મળી જશે..તને મારે આટલું ન્હોતું કહેવું.પરંતુ મને પૂછ્યા કે ચર્ચા કર્યાં વગર તારા આ એક પક્ષીય નિર્ણય માટે મને અત્યંત દુઃખ છે.ચર્ચા થઇ હોત તો આટલી વેદના ના હોત.આવી રીતે ઝડપી આવવું અને એનાથી ઝડપી જવુ એટલે પહેલેથી ભય નો સિગ્નલ મને દેખાતો હતો... વાની ! પરંતુ જે થવાનું હોય તે થાય જ છે.મારી નારાજગી તને મનાવવા પૂરતી જ હતી,વાની !મારી જીદ તારી પાસે બેસીને વાતોનો જથ્થો બાંટવા પૂરતી હતી વાની..તું વારંવાર બીમાર પડી જાય ત્યારે કોણ હોસલો વધારશે વાની! તું સમયસર નહીં જમે તો કોણ સોગંદ ખવડાવીને જમાડશે વાની ! તારી વાતો તારી પાસે રૂબરૂ બેસી સાંભળવી હતી.તારો ઉન્માદ અને એહસાસ માણવો હતો.તારા હાસ્યના ફુવારે સ્નાન કરવું હતું.આ બધું શમણું પલભરમાં ભાગીને ભુક્કો થઇ ગયું...વાની !!!! મારા શરીર કરતાં હંમેશા તારા શરીરની વધુ ફિકર હતી મને..વાની! તને મારી સાથે લાબું ના ફાવ્યું તારામાં ભળી જવા માટે ઘણાં ગમતાં નો ત્યાગ કર્યો છે. તેં પણ મારા દુર્ગુણોને દૂર કરવા ભરપૂર કોશિશ કરી છે વાની ! તને મારી સાથે ન ફાવે તો તું આઝાદ છે.મારી કોઈ જ ફરિયાદ નથી.ખાલી સમયસર જમી લેજે.સમયસર ઉંધી જજે.
મારો વિશ્વાસ અકબંધ છે,અભંગ છે.એજ રહેશે.વાની! અને હવે તો તું મારી સાથે લાઈવ નહીં હોય તો પણ શબ્દરૂપી હયાતીમાં અજરા અમર છે,વાની ! અને રહેશે.ખુબ આગળ વધો તેવી મારા અંતરમનની સાચી પ્રાર્થના છે..
"ભૂલી જાઓ કે કોઈ હતું..વાની!"
- વાત્ત્સલ્ય