પ્રેમ કે આકર્ષણ - ભાગ 7 Dhaval Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે આકર્ષણ - ભાગ 7

(રોઝ નો જન્મદિવસ આવ્યો....એને એના પરિવાર સાથે ધામધૂમ થી એની ઉજવણી કરી.)

"આજ નો દિવસ શું કયામત લાવશે,
મારો પ્રેમ મારો થાશે કે એકાંત ની સુનામી લાવશે"
"ભગવાન પણ પેહલા થી જ લખી ને બેઠો હશે,
એ આવશે કે એના વગર આ જીવન મારુ કોરું જાશે"
"આવી તો ઠોકર ના આપે એ ઠાકર મને આ જીવન માં,
કોઈ મને મળ્યું છે પ્રેમ કરવા વાળું થોડી પરીક્ષા તો જરૂર થાશે"

 

(જીવન માં એટલી પરીક્ષા મેં આપી હશે...પણ ક્યારે નિષ્ફળ નથી ગયો...આજે મારા પ્રેમ ની પરીક્ષા છે. ભગવાન નું નામ લઇ ને મેં એ કામ ભગવાન પર છોડ્યું છે.)

(રોઝ એના મમ્મી પપ્પા સાથે વાત કરવા જાય છે.)


રોઝ : મારે તમને આજે એક મહત્વ ની વાત કરવી છે.
રોઝ ના પપ્પા : બોલ ને બેટા ! શું વાત કરવી છે ?
રોઝ : આજે મારો જન્મદિવસ છે તો હું જે પણ માંગીશ શું એ તમે મને ઉપહાર તરીકે આપશો ?
રોઝ ના પપ્પા : મારા હાથ માં હશે અને તારા સારા માટે હશે તો એ તને જરૂર મળશે.
રોઝ : આભાર પપ્પા ! બસ મારે તમારા મોઢે આજ સાંભળવું હતું.
રોઝ ના પપ્પા : હા ! પણ મને જણાવ તો ખરી તારે શું જોઈએ છે ?
રોઝ : (હિમ્મત કરી ને) પપ્પા....હું એક ધ્રુવલ નામ ના છોકરા ને પ્રેમ કરું છું અને એ પણ મને કરે છે. મેં તમને પેહલા પણ આ છોકરા માટે વાત કરી હતી.
રોઝ ના પપ્પા : એ જ ધ્રુવલ ને કે પેલા આપણા જે સગા છે એમને એમની ગેરંટી લેવાની ના પાડી હતી.
રોઝ : હા પપ્પા...!
રોઝ ના પપ્પા : તો પછી એ આગળ આપણે એ વાત તો પુરી જ થયી ગયી. બીજી કોઈ વાત જાણવા નો મતલબ નથી.
રોઝ : તો જાણો ને પપ્પા તમને પુરે પૂરો હક છે...હું તમને એના વિષે થોડું જણાવું છું. એ હાલ એક સારી જગ્યા એ નોકરી કરે છે એને ડિપ્લોમા એન્જિનિરીંગ કરેલું છે. છોકરા નો સ્વભાવ અને એના ઘર ના લોકો નો સ્વભાવ બૌ જ સારો છે. એની બધી જ જવાબદારી હું લેવા તૈયાર છું. તમે ચાહો તો એ છોકરા ને વાત કરી શકો છો. એમના ઘર ના લોકો ને આપણા ઘરે બોલાઈ ને વાત પણ કરી શકો છો.
રોઝ ના પપ્પા : તને અને એને મને કેટલો સમય થયો બેટા ?
રોઝ : ૮ મહિના જેવું થયું છે.
રોઝ ના પપ્પા : હજુ તમારા બંને ના આઠ જ મહિના થયા છે અને અત્યારે તું એમ કે છે હું એની જવાબદારી લઉ છુ. એમના સગા સબંધી તો ઘણા એ વર્ષો થી એમને ઓળખતા હશે તો એ એમની જવાબદારી કેમ લેવા માંગતા નથી ?

રોઝ : દરેક માણસ પોતાનું પેહલા વિચારે છે. તો એ લોકો એ જવાબદારી એટલે પણ ના લીધી હોય કે એમાં એમનું કોઈ નુકસાન થતું હોય.

રોઝ ના પપ્પા : એમનું શું નુકસાન હોય એમાં ?

રોઝ : સીધે સીધી વાત છે...કે એમના છોકરા નું પણ હજુ સગું થયું છે. લગ્ન નથી થયા એટલે એ લોકો ને એવો ડર હોય કે એમની ઈજ્જત ઓછી થઇ જશે. અને આ લોકો ની વધી જશે.

રોઝ ની મમ્મી : બતાય તો એનો કોઈ ફોટો હોય તો કેવો લાગે છે ?
રોઝ : હા જો...
રોઝ ની મમ્મી : આ છોકરા ના માં એવું તે શું છે. તો તને એ ગમી ગયો ?
રોઝ : એટલે કોઈ ને જોઈ ને જ પ્રેમ કરવાનો સારો લાગે તો જ એમ !
રોઝ ની મમ્મી : મને આ છોકરા ની સકલ જ ના ગમી પેહલા તો બીજું બધું તો દૂર ની વાત છે.

રોઝ : પણ ! મમ્મી...
રોઝ ના પપ્પા : જો...હું તને પેહલા જ કહી દઉં છું. તારો જન્મદિવસ છે એટલે મારે તને વધારે નથી કેવું પણ આજ થી એ છોકરા નું નામ મારા મોઢે આવું જોઈએ નહિ અને બીજી વાત એની જોડે હવે તું આગળ કોઈ સબંધ નહિ રાખું..હું આશા રાખું છું કે તું મારી વાત માનીશ અને એની માટે મારે તને કોઈ કસમ માં પણ બાંધવી નથી.
રોઝ : (રડતા રડતા) મમ્મી પપ્પા તમે બંને કેમ આમ કરો છો...હું એની વગર નહિ રહી શકું !
રોઝ ના પપ્પા : બધું જ શક્ય છે જયારે એને ભૂલી જઈશ ત્યારે તને એમ લાગશે કે અમે લોકો ખરેખર સાચા હતા....મારે તને દુઃખી નથી જોવી અને તારી માટે પણ અમે લોકો એ ઘણા સપના જોયા છે. તારી હજુ ઉંમર નથી પ્રેમ માં પાડવાની અત્યારે ભણવા માં ધ્યાન આપ. તારા માં બાપ છીએ ખોટી સલાહ નહિ આપીએ.
રોઝ : ધ્રુવલ નો તો વિચાર કરો... એ શું કરશે મારી વગર ?
રોઝ ના પપ્પા : એ પણ તને થોડા સમય માં ભૂલી જ જશે....તું એની જોડે વાત બંધ કરી દઈશ તો! એટલે તારી અને એની ભલાઈ એમાં જ છે કે તું એની જોડે વાત કરવાની અને મળવાનું બંધ કરી દે.

(રડતા રડતા રોઝ ત્યાં થી એના રૂમ માં ચાલી જાય છે....ઘણું રડ્યા બાદ એનો ફોન મારી પર આવે છે.)


રોઝ : ધ્રુવલ....!
ધ્રુવલ : હા ! બોલ....શું થયું ? કેમ રડે છે તું ? માની ગયા તારા મમ્મી પપ્પા ?
રોઝ : અત્યારે હું બૌ જ થાકી ગયી છું. આપણે કાલે મળી ને વાત કરીએ. મેહરબાની કરી ને બીજું કઈ પૂછતો નહિ.
ધ્રુવલ : હા ! સારું તું થાકી ગયી છે તો આપણે કાલે વાત કરીએ....તું નીકળે એટલે મને ફોન કરજે આપણે બહાર ક્યાંક મળી લઈશુ.

(મને એ તો ખબર પડી ગયી કે એના મમ્મી પપ્પા અમારા બંને માટે માન્યા નથી. કેમ કે રોઝ આ રીતે રડી ને મારી જોડે વાત કરે જ નહિ. મારા શરીર ના દરેક અંગ ઢીલા પડી રહ્યા હતા. મને એ દિવસે રાત્રે નીંદર જ ના આવી. મન માં એ જ વિચારો ચાલતા હતા કે આખરે એવું તો શું બન્યું હશે ?)

(બીજે દિવસે હું અને રોઝ બંને મળ્યા...રોઝ ની આંખો જોઈને મને લાગતું હતું કે એ આખી રાત બૌ જ રડેલી છે. આ સમય એને મારે મજબૂત રાખવાનો હતો...એટલે હું એક દમ નોર્મલ હતો.)

ધ્રુવલ : શું થયું મેડમ ? 
(રોઝ એકદમ સાઇલેન્ટ હતી...કોઈ જવાબ એની જોડે હતો નહિ.)
ધ્રુવલ : બૌ રડી છું ને...? મારા માટે હે ને ?
રોઝ : પાગલ ! (મને ગળે મળી ને) મારે તારી જોડે જ રેવું છે....
ધ્રુવલ : હા ! તું રડીશ નહિ...હું તારી જોડે તો છું. અને તું પેહલા નોર્મલ થઇ જા. મને બૌ જ ભૂખ લાગી છે. આપણે પાણીપુરી ખાઈ લઈએ પેહલા ?
રોઝ : હા ! 
(અમે બંને જણા એ પાણી પુરી ખાધી અને પછી એ થોડી નોર્મલ થઇ...અને કાલે જે પણ એના મમ્મી પપ્પા સાથે વાત થઇ એ બધી જ એને મને કરી.)


ધ્રુવલ : હમ્મ....મને હતું જ કે એવું જ કૈક થશે....
રોઝ : મને એવું લાગ્યું એમની વાત પર થી કે એ લોકો પેહલા થી જ જાણતા હતા કે હું એમને આ વાત કરવાની છું...અને એ લોકો પહેલા થી જ મન બનાઈ ને બેઠા હતા કે મને ના પાડવાની છે.
ધ્રુવલ : આ ઉપર થી તો એક જ અંદાજો લગાવી શકાય....કે તારા પહેલા તારા ભાઈ એ જ એમની સાથે વાત કરી લીધી હશે અને તને ના પાડવાનું કહી દીધું હશે.
રોઝ : હા ! એવું બની શકે...ભાઈ એ જ ચાવી ફેરવી છે.
ધ્રુવલ : હવે શું કરીશું ? ખબર જ નથી પડતી મને તો...
રોઝ : હવે પપ્પા એ કહી દીધું એટલે હવે તો કઈ જ ના થાય. હું તને આ છેલ્લી વખત જ મળવા આવી છું...
ધ્રુવલ : હમ્મ....એતો મને લાગ્યું જ...મારી તને એક વિનંતી છે શું હું તને અડધે સુધી મુકવા આવી શકું ?
રોઝ : હા...સારું તું મને બાલાસિનોર સુધી મુકવા આવી શકે છે. એ બહાને તારી જોડે એટલો સમય પસાર કરવા મળશે.
ધ્રુવલ : હમ્મ...મને પણ...તારો ખુબ ખુબ આભાર...
રોઝ : (રડવા ના હાવભાવ સાથે) હવે...તું મને ભૂલી જજે....
ધ્રુવલ :(એની આંખો માં હતાશા થી જોઈ ને) અને તું ?
રોઝ : મારે પણ તને ભૂલવો પડશે...મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી.

(અમારી બસ આવી ગયી અને અમે બંને બસ માં બેઠા અને હું ભરેલી આંખો સાથે એના ખોળા માં માથું નાખી ને સૂતો હતો....એના લાંબા વાળ ને સેહલાવી રહ્યો હતો...અને એ મારા કપાળ પર હાથ ફેરવી રહી હતી ને નિઃશબ્દ કોઈ પણ વાત કર્યા વગર એક બીજા ને પોતાનો પ્રેમ ભર્યો છેલ્લો સમય આપી રહ્યા હતા...કેમ કે આ સમય પાછો આવી શકે એમ હતો જ નહિ. બંને ના મન માં હતું કે જલ્દી સ્ટેશન જ ના આવે....કાશ હું આ સમય ને રોકી શકતો...બાલાસિનોર આવ્યું અમે બંને જણા ઉતરી ગયા...હવે એને ત્યાં થી બસ બદલી ને એના ઘર સુધી જવાનું હતું. જમવાનો સમય હતો અમે બંને હોટલ માં જમવા માટે ગયા...એને ગુરુવાર નો ઉપવાસ હતો એટલે એને કઈ જ ના ખાધું અને મને એને પ્રેમ થી દરેક કોળિયા એના હાથ થી જમાડ્યા...બંને જણા જમી ને પાછા બસ સ્ટેશન પર ગયા અને એના બસ ની રાહ જોઈ ને બેઠા હતા...)

ધ્રુવલ : બીજો કોઈ રસ્તો નથી...આપણે બંને એક બીજા જોડે કેટલા ખુશ છીએ.
રોઝ : હું શું કરું ધ્રુવલ...મારા છેલ્લા શ્વાસ સુધી હું તારી જ બનવા માંગુ છુ પણ હું મજબુર છુ...

ધ્રુવલ : તું મને કે હું શું કરું તું કહે એમ કરવા માટે હું તૈયાર છુ. તારા પપ્પા ને ભાઈ ને હાથ જોડી ને તને માંગવા તૈયાર છુ.
રોઝ : પપ્પા જોડે તો હવે કોઈ વાત કરવાનો મતલબ નથી..પણ હા તું મારા ભાઈ સાથે એક વાર વાત કર...
ધ્રુવલ : સારું હું અત્યારે જ એને ફોન કરું છુ.
(રિંગ વાગે છે)
રોઝ નો ભાઈ : હેલ્લો...કોણ ?
ધ્રુવલ : હું ધ્રુવલ વાત કરું છુ....આપણા બંને ની પેહલી વાર વાત થાય છે...
રોઝ નો ભાઈ : હા ! બોલો ને...
ધ્રુવલ : તમને તો ખબર જ છે...કે હું અને રોઝ બંને એક બીજા ને બૌ જ પ્રેમ કરીએ છીએ...હું તમને વિનંતી કરું છું....હું તમારી જોડે થી રોઝ ને માંગી રહ્યો છુ...મારે બીજું કઈ જ નથી જોઈતું. તમે સમજો મારી સેલરી મારુ ભણતર ભલે અત્યારે તમને ઓછું લાગતું હોય પણ હું તમને વિશ્વાસ અપાવું છુ...આગળ જતા આવું નહિ હોય....તમારી બહેન મારી જોડે છેલ્લા શ્વાસ સુધી ખુશ રહેશે.
રોઝ નો ભાઈ : મને ખબર છે તમારી જોડે ખુશ રહેશે....હું તો ચાહું જ છુ કે તમે બંને એક થઇ જાઓ...પણ પપ્પા માને એમ નથી...કાલે રોઝ એ વાત કરી પછી મેં પણ પપ્પા ને બૌ જ સમજાવ્યા પણ એ ના જ પાડે છે. હું તો તમને એક જ સલાહ આપીશ તમે એને ભૂલી જાઓ અને એને પણ સમજાવો...કેમ કે એને અમારી વાતો ની અસર થતી જ નથી.
ધ્રુવલ : હું તમને બીજું કહી નથી શકતો...મારી જોડે જે પણ શબ્દો હતા...મારા મન માં જે પણ હતું એ મેં તમને કહી દીધું...અમે બંને એમ જ ચાહિયે છીએ કે અમારા બંને ના લગ્ન બંન્ને પરિવાર ની મંજૂરી થી જ થાય...
(ફોન બંધ થઇ જાય છે.)
રોઝ : શું કીધું ભાઈ એ ?
ધ્રુવલ : ના....પાડે છે. એ તો એમ કે છે હું તો તૈયાર છુ...તારા પપ્પા ના પાડે છે એટલે નહિ થાય.
રોઝ : સાવ ખોટી વાત છે...એની...એજ નથી ચાહતો આપણે એક થઈએ. ચલ મારી બસ આવી ગયી હું જાઉં છુ...

(એને બસ માં બેસાડી હું મારા આંસુ છુપાવી રહ્યો હતો...અને એ મને આ રીતે છેલ્લી વખત જોઈ ને રડી રહી હતી...એને એમ હતું હું એની સામે છેલ્લી વખત જોઇશ પણ હું એની સામે જોઈ શકતો ન હતો. કેમ કે હું એની સામે રડી શકું એમ ન હતો. એની બસ ગયી...મારુ મન રડી રહ્યું હતું...દુખી રહ્યું હતું. આંખ પણ ભરાઈ ગયી હતી...આંસુ બહાર આવી રહ્યા ન હતા....જેના ખભા પર હું આંસુ ઠાલવા માંગતો હતો...એના સામે હું ઠાલવી શકું એમ ન હતો....)

ભાગ ૭ સમાપ્ત