Prem ke Aakarshan - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે આકર્ષણ - ભાગ 3

(બીજે દિવસે સવારે હું એસ.ટી. બસ સ્ટેન્ડ પર મોડાસા થી અમદાવાદ જવા માટે બસ ની રાહ જોઈ રહ્યો હતો.....મેં રોઝ ને મેસેજ કર્યા પણ એને મને એનો કોઈ જવાબ ના આપ્યો. ફોન પણ કર્યા એને ઉપાડ્યો નહીં. મારુ મન અંદર થી ઘભરાવા લાગ્યું કે એવું તો શું બન્યું હશે કે એ મને કોઈ જવાબ નથી આપતી ? હું બસ માં બેસી ગયો અને થોડી વાર રહી ને એનો રિપ્લાય આવ્યો.)


ધ્રુવલ : કેમ કોઈ જવાબ નતી આપતી તું ?
રોઝ : બસ એમ જ....
ધ્રુવલ : શું એમ જ...તને ખબર છે મને કેટલું ટેન્સન થઇ ગયું હતું.
રોઝ : કાલે જે પણ થયું એ પછી હવે મને ડર લાગે છે.
ધ્રુવલ : શેનો ડર ?
રોઝ : આપણી પેહલી જ મુલાકાત માં આપણે બંને એટલા કલોસ થઇ ગયા....મેં ક્યારે કદી કોઈ જોડે આ રીતે ફરેલી નથી....મારે એવું ના કરવું જોઈએ...મારી ફેમિલી ને પણ ખબર નથી કે હું આ રીતે તને મળવા આવી હતી.
ધ્રુવલ : હા...તારો ડર વ્યાજબી છે....પણ આપણે બંને એક જ જ્ઞાતિ ના છીએ. આપડી ફેમિલી પણ આપડે બંને ને પસંદ કરી જ લેશે. મારી ફેમિલી એ તો તને પસંદ પણ કરી લીધી છે. હવે તારી બાજુ થી જ વાત કરવાની બાકી છે.

રોઝ : તું સમજતો નથી. મે કાલે રાત્રે મે બૌ જ વિચાર્યું કે આપણે બંને હજુ તો એક જ વાર મળ્યા છીએ. એમાં એક બીજા વગર રહી નથી શકતા. તો કાલે ના કરે ને નારાયણ મારા ફેમિલી વાળા ના માન્યા કે કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો તો આપણે બંને એ સમય પર એક બીજા ને નહિ છોડી શકીએ.
ધ્રુવલ : તું શું બોલે છે ? કઈ વાત ને લઇ ને બેસી ગયી છે. આપણે બંને એક બીજા ને પસંદ કરીએ છીએ. તો આખી જિંદગી સાથે રહેવાનો નિર્ણય આપણા બંને નો છે.
રોઝ : પસંદ કરીએ છીએ...પણ મને અંદર થી ડર લાગે છે. કે આગળ કેમનું કરીશુ....?
ધ્રુવલ : તું મને પ્રેમ કરે છે ?
રોઝ : હા !
ધ્રુવલ : તું મારી જોડે ખુશ છે ?
રોઝ : હા !
ધ્રુવલ : તને મારી જોડે રેહવું ગમે છે.?
રોઝ : હા બૌ જ....
ધ્રુવલ : તો બસ અત્યારે બીજું કઈ વિચારીશ નહિ....અત્યારે આપણે બંને એ હવે આ વાત વિચારવાની મૂકી દેવી જોઈએ.
રોઝ : શું કરું બધી બાજુ વિચારવું પડે છે.

 (દરેક વખતે હું રોઝ ને આશ આપતો હતો અને એ મારા સાથે પ્રેમ કરવા માટે ડરી રહી હતી. એને મારા ઘર નો પ્રેમ અને મારો પ્રેમ વધારે પડતો જ લાગતો હતો. એના મન માં એમ જ હતું કે અમારા બંને નું આગળ કઈ નહિ થાય તો ? હું એને મારા પ્રેમ થી એને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો..પણ એ સમજી રહી હતી જ નહિ. ક્યાંક મારા સમજાવવામાં કાંઈક ખૂટી રહ્યું હતું. અને એનો આ ડર જોઈ ને મને પણ એને ખોવાનો ડર લાગવા લાગ્યો હતો. વેલેન્ટાઈન ડે આવી રહ્યો હતો..એ અમદાવાદ મને મળવા આવી હતી.અમે બંને એ દિવસ ને સાથે મળી ને ઉજવ્યો હતો. મેં એને ગુલાબ નું ફૂલ આપી ને વેલેન્ટાઈન વિશ કર્યું હતું.)
(સાંજે એને બસ માં બેસાડવા માટે હું ગયો પણ ચૂંટણી ના લીધે કોઈ નેતા આવી રહ્યો હતો જેથી અમદાવાદ થી મોડાસા ની બસ બંધ હતી...મારા ઘર ના લોકો એ રોઝ ને વિનંતી કરી કે સવારે જતી રે તો સારું અત્યારે તું હેરાન થઈશ. સૌ પ્રથમ વાર અમે બંને સૌથી વધારે સમય હતા. મારા આનંદ નો કોઈ પાર નતો. અમે બંને સાથે બેસી ને બૌ જ બધી વાતો કરી. અને બીજે દિવસે સવારે હું એને બસ સ્ટેન્ડ પર મૂકી આવ્યો.)
(ધીમે ધીમે મારા માસી લોકો ના ઘરે પણ જાણ થઇ ગયી કે હું અને રોઝ એક બીજા ને પસંદ કરીએ છીએ. એ લોકો પણ ખુશ હતા પણ મન થી નહિ. કેમ કે એ લોકો ને ડર હતો કે કદાચ અમારા થવા માં એમના છોકરા નું ને એમના માં પ્રોબ્લેમ ના આવે કેમ કે રિલેશન ખરાબ થાય એ એમને પસંદ નો હતું.)

મારા માસી ના ઘરે એમના શૉરૂમ નું ઉદ્ઘાટન અને પૂજા રાખી હતી. એમાં બધા ને બોલાવ્યા હતા.
મેં રોઝ ને વિનંતી કરી કે તું પણ આવ તો એ બહાને બંને એક બીજા ને મળી પણ લઇએ. રોઝ એ મારા ભાઈ ની પત્ની ની બેન ની નણંદ હતી...આગલા દિવસે જવાનું હતું એનો સાંજે ફોન આવ્યો..


રોઝ : હું કાલે નહિ આવી શકું.
ધ્રુવલ : કેમ ??
રોઝ : મારે પ્રોજેક્ટ છે કોલેજ જવું પડે એમ છે.
ધ્રુવલ : યાર...કેમ આમ કરે છે કાલે આપડે મળી શકતા હતા. પછી ક્યારે મળતા આપણે ?
રોઝ : મારુ પણ બૌ જ મન છે પણ શું કરું આવી શકું એમ નથી. સોરી.તું મન પર ના લેતો.

ધ્રુવલ : શું યાર... તો મારે પણ નથી જવું....
રોઝ : ના તું જા નહિ તો એમ થશે કે હું ના આવી એટલે તું ના આવ્યો.
ધ્રુવલ : જોઉં છું.
રોઝ : ના પ્લીઝ મારી માટે જજે ને.
ધ્રુવલ : સારું....

(બીજે દિવસે સવારે અમે નીકળ્યા મને મનો મન હતું જ કે રોઝ આવશે....અમે લોકો ત્યાં પહોંચ્યા. સૌ પ્રથમ મારી માસી ને મળ્યો.)


માસી : તને મળવા માટે રોઝ આવેલી છે....હો.
ધ્રુવલ : ના હોય...સાચ્ચે...?
માશી : હા !....તું આવાનો હતો એટલે જ આવી છે.

માસા : તને પ્રેમ તો સાચો કરે છે...હો એ છોકરી...
ધ્રુવલ : હા...! એ તો મને ખબર છે એ મને પ્રેમ તો કરે જ છે..પણ મારી ચિંતા પણ બૌ કરે છે...મારી ખુશી માટે એ ગમે તે કરવા તૈયાર હોય છે.


(મમ્મી પપ્પા ને ખબર હતી કે રોઝ આવાની છે. મને સપ્રાઇઝ આપવા માટે એવું કરેલું. મારી ખુશી નો પાર ન રહ્યો....બધા હતા એટલે અમે મળી શક્યા નહિ પણ આંખો થી અમે બંને એક બીજા ને નિહારી રહ્યા હતા...અમને બંને ને એમાં પણ ખુશી મળતી હતી. અમે બંને એક બીજા ને ઈશારા માં વાત કરી રહ્યા હતા. કેમ કે બધા ને અમારા બંને ની જાણ હતી નહિ..)

(બસ જે પણ હતું એ મારા માટે ખુશી ના પળ આ જ હતા...હવે મારા બધી ખુશીઓ ને નજર લાગવાની હતી. હવે મારા ઘર ના લોકો ને એવું હતું કે હવે રોઝ ના ઘરે ખબર પડી જાય ને બંને પરિવારો ની મંજૂરી મળી જાય. તો વાત આગળ ચાલે. એની માટે હવે રોઝ ના મમ્મી પપ્પા અને ભાઈ ની મંજૂરી લેવાની હતી. રોઝ ને ઉતાવળ હતી કે એના ઘર ના લોકો માની જાય તો અમારા બંને નો ડર દૂર થઇ જાય. અને અમારા બંને ના પ્રેમ ને છેલ્લા ક્ષણ સુધી ની દિશા મળી જાય.)
( રોઝ ને ડાઇરેક્ટ વાત કરતા બીક લાગતી હતી...એને મને એમ કીધું કે તમારા કુટુંબ માં કોઈ એવું હોય જે તારી વાત મારા ઘર સુધી લઇ જાય તો આપણે લવ મેરેજ ને અરેન્જ માં ફેરવી શકીએ. અમને ત્યારે એક જ રસ્તો દેખાતો હતો મારા માસા જે વાત કરી શકે એમ હતા. મારા મમ્મી પપ્પા એ એમને આખી વાત કરી એમને જયારે પણ અમે પૂછતાં હતા ત્યારે કાલે કરીશ..મળી ને કરીશ આ રીતે વાત ને ઇગ્નોર કરતા હતા. આ બાજુ હું ટેન્સન માં હતો કે એ ક્યારે વાત કરશે. પેલી બાજુ રોઝ ટેન્સન માં હતી કે કોણ મારા મમ્મી પપ્પા ના કાન માં મારી ને ધ્રુવલ ની પહેલ કરે. પણ મારા માસી માસા ને સામે સબંધ નવો હતો એટલે એમને પણ બીક લાગતી હતી કે અમે લોકો રોઝ ના મમ્મી પપ્પા ને વાત કેમના કરીએ...?)

ભાગ - ૩ સમાપ્ત....

 

 

 

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED