Prem ke Aakarshan - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે આકર્ષણ - ભાગ 4

(પાછળ ભાગ માં આપણે જોયું કે હવે રોઝ ના ઘરે ધ્રુવલ અને રોઝ ની વાત કરવાની હતી. જેથી બંને ને રેડ સિગ્નલ મળી જાય.)

(ઘણા દિવસો થઇ ગયા કોઈ વાત એના ઘરે પહુંચી નહિ. છેવટે રોઝે એના પપ્પા ને વાત કરી કે....)


રોઝ : પપ્પા....એક છોકરો છે આપણી જ્ઞાતિ નો જ છે. અને આપણા ફેમિલી રિલેશન માં જ છે.
રોઝ ના પપ્પા : છોકરો આપણી જ્ઞાતિ નો છે...એતો બરોબર છે. પણ ફેમિલી બેકગ્રાઉન્ડ કેમનું છે એ બધું જાણવું બૌ જ જરૂરી છે.
રોઝ : હા.....તો તમે એના માટે આપણે ભાભી ના બહેન છે ને એમની સાસરી માં પૂછી શકો છો. એ લોકો એમના સબંધી છે.
રોઝ ના પપ્પા : સારું હું મારી રીતે વાત કરી લઈશ. છોકરો તને ગમે છે ને ?
રોઝ : હા...પપ્પા મને એ ગમે છે.
રોઝ ના પપ્પા : સારું...મને જેવો સમય મળશે. એ રીતે હું એમની સાથે વાત કરી લઈશ. તું અત્યારે આ બધા માં ના પડીશ ભણવા માં ધ્યાન આપ.


(રોઝ ના પપ્પા એ મારા માસા ને ફોન કર્યો....)


રોઝ ના પપ્પા : કેમ છો....???
માસા : બસ મજા માં...તમે કેમ છો અને ઘર ના લોકો બધા મજા માં ?
રોઝ ના પપ્પા : બસ અમે પણ અહીંયા બધા મજા માં છીએ.
માસા : બોલો બોલો કેમ અમારી યાદ આવી ?
રોઝ ના પપ્પા : હવે વાત એમ છે...કે તમારા એક સબંધી છે. મારી છોકરી એ મને વાત કરી...તમે કદાચ જાણતા હોવ તો....આપણે એ છોકરા માટે વાત કરીએ એ પેહલા મેં કીધું તમને એક વાર ઘર પરિવાર કેવું છે એ જાણવા માટે ફોન કર્યો.
માસા : હા...એ લોકો મારા સબંધી જ છે...પણ તમે મને પેહલા પૂછવા આવ્યા છો એમના વિષે તો હું એની કોઈ ગેરંટી લેવા નથી માંગતો. તમે તમારી જવાબદારી પર કરતા હોવ તો અમને સમસ્યા નથી પણ કાલે ના કરે નારાયણ તમારી છોકરી હેરાન થાય તો પછી તમે મને કેવા આવો એના પેહલા જ મેં આ તમને કહી દીધું.
રોઝ ના પપ્પા : અચ્છા...એવું છે એમ ને...
માસા : એ લોકો મને પણ ફોર્સ કરે છે એની માટે...પણ મારુ મન નથી માનતું એટલે મેં તમને કોઈ વાત જ નથી કરી.
રોઝ ના પપ્પા : સારું...હવે તમે જ એમની જવાબદારી લેવા તૈયાર નથી તો પછી આગળ કોઈ ચર્ચા કરવાનો વિષય જ નથી.

(રોઝ ના પપ્પા એ રોઝ ને આ વાત ની જાણ કરી રોઝ એ મને જાણ કરી...એ પછી મારા ઘર ના લોકો એ મારા માસા માસી જોડે વાત કરી એમની જોડે અમારા સબંધ ત્યારે જ પુરા થઇ ગયા.)
(આ પછી રોઝ અને હું બંને નિરાશ થઇ ગયા. પછી મે એને ઘર ના બીજા સદસ્ય સાથે વાત કરવાની સલાહ આપી. તો રોઝ એ એના ભાઈ અને ભાભી સાથે આ વાત શેર કરી.)

રોઝ : ભાઈ....એક છોકરો છે જે મને ગમે છે.
(રોઝ એ એના ભાઈ અને ભાભી ને બધી જ વાત જણાવી દીધી.)
રોઝ નો ભાઈ : એ ભણેલો શું છે ?
રોઝ : એને ડિપ્લોમા એન્જિનિરીંગ કરેલું છે.
રોઝ નો ભાઈ : અને તે શું કરેલું છે ???
રોઝ : ભાઈ હું અત્યારે B.E કરું છું.
રોઝ નો ભાઈ : તો ભવિષ્ય માં તું એને ખવડાઈશ કે એ તને ખવડાવશે ? 
રોઝ : પણ એને ભણવાનું પતે એક વર્ષ જ થયું છે. અને અત્યારે એ સારી પોસ્ટ પર જોબ કરે છે. અને ખુબ મહેનતી છે.
રોઝ નો ભાઈ : કેટલું કમાય છે ? અને એને કેમ ડાયરેક્ટ જોબ ચાલુ કરી ડિગ્રી કેમ ના કરી ડિપ્લોમા પછી ?
રોઝ : એ મને નથી ખબર...મેં એને ક્યારે પૂછ્યું નથી.
રોઝ નો ભાઈ : તો પછી...તે પૂછ્યું શું ? તને ખબર છે ને અમે લોકો એ તારી માટે ઊંચા સપના જોયા છે. હજુ તારા ને એના ૫ મહિના જ થયા છે. અને અમારી ૨૦ વરસ ની મેહનત એની પાછળ બગાડીશ. તને ખબર છે તને એના થી પણ સારા ડિગ્રી એન્જીનીઅર મળે એમ છે. જેમનો પગાર ૫૦ હાજર થી લાખ સુધી ના હોય છે. અને તું એક ડિપ્લોમેટિક માણસ જોડે તારું જીવન પસાર કરીશ ? 
રોઝ : પણ ભાઈ સમય જતા એ પણ ત્યાં સુધી પહુંચી જશે...ડિપ્લોમા કર્યું છે એટલે કદાચ શરૂઆત માં પગાર ઓછો હોય. પણ અનુભવ થશે એમ એને પ્રમોશન મળશે જ ને અને ભાઈ મને એ ગમે છે. ગમતા માણસ પાછળ જીવન આરામ થી જ નીકળી જાય છે.
રોઝ નો ભાઈ : તું જેને પ્રેમ કહે છે ને એ તારો પ્રેમ નથી એ એક પ્રકાર નું આકર્ષણ છે.
રોઝ : આકર્ષણ ??
રોઝ નો ભાઈ : હા ! આકર્ષણ. ૫ મહિના માં તને પ્રેમ કેમનો થઇ જાય ? તારી ભાભી અને મને જો અમારા બંને ના ૩ વર્ષ થયા. હજુ અમે સાથે છીએ બંને એક બીજા માટે સક્ષમ છીએ.
રોઝ : તો અમે બંને શું કરીએ...? ૩ વરસ તમારા લોકો ની મંજૂરી વગર એક બીજા સાથે સમય કાઢીયે ને પછી તમને લોકો ને કહીએ...મેં તમને પાંચ મહિના માં કીધું એટલે અમારા બંને નું આકર્ષણ એમ ? અને તમારા ૩ વર્ષ એટલે પ્રેમ ? વાહ.. કમાલ છે.
રોઝ નો ભાઈ : જો આ બધું મને તું ના શીખવાડ...તારા કરતા અમે બંને એ આ બધી દુનિયા વધારે જોયી છે. ભલે એ આપણી જ્ઞાતિ નો રહ્યો પણ. જીવન માં બધું જોઉં પડે છે. અને તને વધારે તકલીફ થતી હોય ને તો અત્યારે જ એને ના પાડી દે કે હું વાત નહિ કરું ૨૧ દિવસ માં ભૂલી જઈશ તું એને. અને જો એને તું ભૂલી ગયી તો મારી વાત માની લે જે કે આ એક પ્રકાર નું આકર્ષણ છે. તમારા બંને નું પ્રેમ નહિ.
રોઝ : એની વગર રહી જ નહિ શકું..હું.
રોઝ નો ભાઈ : (ગુસ્સા માં) જો અત્યાર સુધી મેં તને પ્રેમ થી સમજાઈ...હવે કડક થઇ ને તને કહું છું. તને મારા અને પપ્પા ના સમ છે. જો તે હવે એની જોડે વાત કરી છે તો !
રોઝ : (રડતા) ભાઈ આવા સમ ના આપશો....મહેરબાની કરી ને.

રોઝ નો ભાઈ : છેલ્લી વાર આજ ની રાત એની જોડે વાત કરી લે. કાલ થી એની જોડે તું વાત નહિ કરું.


(રોઝ ના ભાઈ એ એનો નિર્ણય કહી દીધો...હવે રોઝ એ મને બધી જ વાત કરી દીધી જે વાત એને એના ભાઈ સાથે કરી)

ધ્રુવલ : શું ? આકર્ષણ ?
રોઝ : હા...એનું કેવું એમ છે કે આપણા બંને નો આ પ્રેમ નથી આકર્ષણ છે.
ધ્રુવલ : તને પ્રેમ અને આકર્ષણ ની વ્યાખ્યા ખબર છે. પ્રેમ એટલે તમે જેને પણ પ્રેમ કરતા હોવ એને ખુશ રાખવા કે એની જોડે સંપૂર્ણ જીવન એને જ સાથે જોવા માંગતા હોવ એને પ્રેમ કહેવાય છે જયારે આકર્ષણ એ તમારી જાત ને સંતોષ આપવા તમારી પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે તમે સામે વાળા વ્યક્તિ જોડે સમય કાઢતા હોય એને કહેવાય છે. તમે એક બીજા સાથે વધારે સમય કાઢો તો જ પ્રેમ નહિ તો આકર્ષણ ? એ વ્યાખ્યા સૌ ખોટી છે.
રોઝ : તું મૂક ને આ બધી વાત આપણી જોડે આ છેલ્લી રાત છે...કાલ થી હું તારી જોડે વાત નહિ કરું.
ધ્રુવલ : પણ કેમ તે તો તારા ભાઈ ને આજે જ વાત કરી ને...અત્યાર સુધી તો આપણે બંને વાત કરતા જ હતા.
રોઝ : હા...પણ હવે એને મને સમ આપી દીધા છે. તો હવે હું એ સમ નહિ તોડી શકું.
ધ્રુવલ : એટલે આપણા બંને નો પ્રેમ એ આપણા બંને માટે એનું કોઈ મહત્વ જ નથી ? તને કોઈ સમ આપી ને કુવા માં પડવાનું કઈ દેશે તો તું પડી જઈશ ?
રોઝ : કોઈ એવા સમ થોડી આપશે ધ્રુવલ ?
ધ્રુવલ : તો તું કેવી વાત કરે છે યાર. આપણે બંને કેવી રીતે રહી શકીશુ વાત કર્યા વગર ?
રોઝ : આપણે બંને ને એક બીજા ને ભૂલવા જ પડશે..મે તને પેહલા જ કીધું હતું ત્યારે જ તે માની લીધું હોત તો આપણે બંને એક બીજા ને ભૂલી પણ ગયા હોત.
ધ્રુવલ : હું તને પ્રેમ કરું છું...કોઈ આકર્ષણ નથી ! ના હું તને ત્યારે ભૂલતો ના હવે ભૂલી શકું છું. 
રોઝ : કટાક્ષ કરવાની જરૂર નથી હો.
ધ્રુવલ : તો હું બીજું શું કહું....આપણા પ્રેમ નો મજાક બનાવી ને મૂકી દીધો છે બધા એ...ના કોઈ ગેરંટી લે છે..ના કોઈ ને વિશ્વાસ આવે છે. સારા માણસ ની જેમ આપણે તો બધા ની આજ્ઞા જ લઈએ છીએ ને હા તો પાડતા નથી બસ જ્ઞાન આપે છે.
રોઝ : આ બધું તારા પેલા તારા માસા એ જ બગાડ્યું છે...એમના લીધે જ આપણે બંને હવે એક નહિ થઇ શકીએ.
ધ્રુવલ : હવે એમની જોડે તો અમે સબંધ પૂરો કરી નાખ્યો...હવે આગળ શું કરીશુ એના પર ધ્યાન આપીએ.
રોઝ :(રડતા રડતા) મને સમ આપી દીધા છે તો હું તો વાત નહિ કરું કાલ થી તારી જોડે !............

(ભાગ ૪ સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED