પ્રેમ કે આકર્ષણ - ભાગ 8 Dhaval Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે આકર્ષણ - ભાગ 8

(પાછળ ના ભાગ માં આપણે જોયું કે રોઝ અને ધ્રુવલ બંને હવે એક બીજા થી જુદા થઇ રહ્યા છે....
એના ગયા પછી મારા આંસુ સુકાયા નથી....આજ હાલત એની પણ હતી અને લોકો કે છે આ પ્રેમ નથી એક પ્રકાર નું આકર્ષણ છે.)
(અમદાવાદ આવ્યા પછી મારુ મન માનવા તૈયાર જ ન હતું કે હવે અમે બંને એક નથી રહ્યા...બે થી ત્રણ દિવસ મારી અને એની કોઈ વાત જ ના થઇ....અને પછી એનો એક દિવસ ફોન આવ્યો.)

રોઝ : હેલો....ધ્રુવલ ?
ધ્રુવલ : મને હતું જ કે તું મને આજે નહિ તો કાલે ફોન કરીશ જ. મને પણ ખબર છે કે તું મારા વગર નથી રહી શકતી.
રોઝ : એવું કઈ જ નથી બકા હવે મે તારા વગર રહેવાની ટેવ પાડી દીધી છે. હા ! થોડી તકલીફ પડે છે પણ મને એમ લાગે છે કે હું તને ભૂલી જઈશ.
ધ્રુવલ : તું મને ભૂલી જઈશ...? તો પછી અત્યારે કેમ ફોન કર્યો તે મને...?
રોઝ : મેં તને ફોન એટલે કર્યો કે મારા ટ્રેનિંગ ના ક્લાસ ચાલુ થાય છે અને મારે અમદાવાદ રોજ આવાનું થશે...મને ખાલી હું તને મોકલું એ સરનામું મને બતાવી દે જે એટલે જ તને ફોન કર્યો.
ધ્રુવલ : એટલે તું અહીંયા ક્લાસ કરવા આવીશ ?
રોઝ : હા છેલ્લું સેમેસ્ટર છે એટલે એ અગત્ય નું છે કરવું. તો જ ડિગ્રી પુરી થશે.
ધ્રુવલ : વાંધો નહિ...તને સરનામું તો હું બતાવી દઈશ...પણ એ બહાને આપણે બંને એક બીજા ને મળી તો શકીએ ને...ભગવાન નો ઈશારો પણ એ જ છે કે આપણે દૂર ના થઈએ.
રોઝ : ના હો....મારે નથી મળવું...! જો તું બૌ જીદ કરીશ તો હું ક્લાસ જ નહીં ચાલુ કરું...(મન મા રોઝ : તારી વગર નથી ગમતું એટલે તો મેં મોડાસા ની જગ્યા એ અમદાવાદ ક્લાસ ચાલુ કર્યા છે. પણ હું ધ્રુવલ ને કહીશ તો એ મને ભૂલી જ નહિ શકે.)
ધ્રુવલ : આમ કેમ કરે છે...? મને તારા વગર નથી ગમતું પણ...!
રોઝ : હા તો મારા વિષે વિચારવાનું બંધ કરી દે ને...
ધ્રુવલ : શું બંધ કરી દે....તને જેવું લાગે છે એટલું આસાન નથી એ.....યાર.
રોઝ : જીવન માં કોઈ કામ મુશ્કિલ નથી...
ધ્રુવલ : વાત જયારે પ્રેમ ની આવે તો એ કામ લગભગ અશક્ય થઇ જાય છે આકર્ષણ નથી આ...
રોઝ : બસ...! મારે બઉ વાત નથી કરવી નહીં તો પછી હું રહી નહિ શકું તારી વગર....માંડ માંડ હું તને ભૂલવાની કોશિશ કરી રહી છુ. તું ખાલી કાલે મને એક વાર આ સરનામું બતાવી દે જે પછી આપડા બંને ના રસ્તા અલગ.
ધ્રુવલ : સારું. ઠીક છે.

(મન ઓ મન મને હતું જ કે એને ક્લાસ મારી માટે જ અહીંયા ચાલુ કર્યા છે...એ મારી વગર રહી શકે તેમ નથી. પણ હું એને ભૂલી જવું એટલા માટે જ એ આ પ્રકાર નો વ્યવહાર મારી સાથે કરે છે.)

(બીજે દિવસે અમારા બંને ની મુલાકાત થઇ....હું એના પ્રેમ માં બૌ જ ઊંડો ઉતરી ગયો હતો...અને એ મને ભૂલવા માંગે છે એ રીતે નો વ્યવહાર મારી જોડે કરી રહી હતી.)
(એ દિવસ પછી એના રોજ ના સમય માં હું એને છુપાઈ છુપાઈ ને ક્લાસ માં જતી જોતો હતો...હું એને મળી નથી શકતો ના વાત કરી શકતો હતો. બસ એને જોઈ ને ખુશ રહેતો હતો...એવું ઘણા દિવસ ચાલ્યું પછી મેં એને ફોન કર્યો કે....)

ધ્રુવલ : કેમ આમ કરે છે....? તું છેક અહીંયા સુધી આવે છે અને આપણે બંને નથી મળી રહ્યા...
રોઝ : હા તો હું ભણવા આવું છું તને મળવા નહીં...!
ધ્રુવલ : હું રોજ ક્યાં તને મળવા નું કહું છું...કોઈક દિવસ તો આપણે બંને એક બીજા ને મળી તો શકીએ ને.
રોઝ : ઠીક છે....પરમદિવસે આપણે બંને મળીશુ. પણ પછી ક્યારે નહિ...મેહરબાની કરજે મારી જોડે. તું પણ હેરાન ના થઈશ અને મેહરબાની કરી ને મને પણ હેરાન ના કરીશ.
ધ્રુવલ : મારુ મન હેરાન છે....એટલે તને હેરાન કરું છુ અને હું એ પણ જાણું છુ કે તારું પણ મન હેરાન છે...

રોઝ : મારુ મન કઈ હેરાન નથી...તારા મન ની શાંતિ માટે હું તને મળવાની છું. અને આ છેલ્લી વાર પછી ક્યારે પણ નહિ.

(ગણેશ ચતુર્થી નો સમય ચાલી રહ્યો હતો ભગવાન ગણેશ જી મારા ઘરે પધારી રહ્યા હતા. હું એને લેવા ગયો અને પછી મારા ઘરે લાવ્યો...)
(અમે બંને એ સાથે આરતી કરી...ભગવાન ગણેશ જી પાસે મેં એને દિલ થી માંગી. કે હે ભગવાન મારે તારી જોડે બીજું કહી જ નથી જોઈતું...મને આ જીવન રોઝ સાથે પસાર કરવું છે..એના પછી મારા મમ્મી પપ્પા એ એને બહુ જ સમજાવી કે થોડી રાહ જો આમ અત્યાર થી ધ્રુવલ સાથે સબંધ પૂરો ના કર...સમય સાથે બધા સમજી જશે...પણ એ એક ની બે થવા તૈયાર નથી..એને મન થી વિચારી લીધું હતું કે અમારા બંને નું કઈ ભવિષ્ય નથી..અને હું તો એની સાથે ના ભવિષ્ય ના સપના જોઈ ને બેઠો છું. મારા એ સપના ને શાંત કોણ પાડશે ?)

(હું એને સ્ટેન્ડ પર મુકવા ગયો અમે બંને જણા બસ ની રાહ જોઈ ને બેઠા હતા)

ધ્રુવલ : રોઝ તું મારી આંખો માં જો...શું તું મારી વગર રહી શકીશ.??
રોઝ : (આંખો નીચી રાખી ને) નહિ હું તારી આંખો માં નહિ જોઈ શકું.
ધ્રુવલ : વાંધો નહિ મારો હાથ તો પકડી શકીશ ને....
રોઝ : હા...!
(એને મારો હાથ પકડયો...અમે બંને એક બીજા ના આંસુ સંતાડી રહ્યા હતા.)
ધ્રુવલ : શું આપણે બંને ને એક થવાનો હક નથી....? તું જ કે...! અને રહી વાત તને ભૂલવાની તો તારા વગર નું જીવન જેની હું કલ્પના પણ નથી કરી શકતો.
રોઝ : હું જાણું છુ... પણ હું મજબુર છું. તું કોશિશ કર ભૂલી જઈશ મને...
ધ્રુવલ : વિચારું તો પણ હું એ નથી કરી શકતો. તું કેમ નથી સમજતી.
રોઝ : હું તો ભૂલવાની પુરી કોશિશ કરું છુ પણ તું મને ભૂલવા નથી દેતો. કાશ તે ડિગ્રી કરેલી હોત તો મારા પપ્પા ને મારો ભાઈ તારા માટે માની ગયા હોત.

ધ્રુવલ : સમજી ગયો...તું ડિગ્રી કરું છું અને હું ડિપ્લોમા ભણેલો છુ, એટલે તારા ઘર ના માનતા નથી...તને કદાચ એ લોકો ડિગ્રી વાળો શોધી પણ આપે પણ એની શું ગેરંટી કે એ તને મારી જેમ ખુશ રાખી શકે...?? એવો સવાલ તે એમને કર્યો છે ?

રોઝ : એ લોકો હવે માને એવા નથી...મારા ભવિષ્ય માં જે લખ્યું હશે એ થવાનું જ છે...પણ મને અત્યારે મારા ઘર ના લોકો ની વાત માની ને તને ભૂલી જવો જોઈએ એવું જ દેખાય છે...અને તું પણ કોઈ બીજી શોધી લે તો મને ભૂલી જઈશ.
ધ્રુવલ : તારા સિવાય બીજા ની કલ્પના કેમનો કરું હું....સમજતી જ નથી પ્રેમ છે યારર....આકર્ષણ નથી...!
રોઝ : ચાલ મારી બસ આવી ગયી હું જાઉં છુ.....
(આમ કરી ને રોઝ ત્યાં થી એના ઘરે જાય છે...અને ધ્રુવલ પણ વીલા મોઢે એના ઘર તરફ જાય છે...હવે આગળ શું થવાનું છે એ...આવતા ભાગ માં.)


ભાગ - ૮ સમાપ્ત.