પ્રેમ કે આકર્ષણ - ભાગ 1 Dhaval Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ કે આકર્ષણ - ભાગ 1

 

       ભણવાની પરીક્ષા માં અવ્વલ ને પ્રેમ પરીક્ષા માં નિષ્ફળ થયેલો હું એક વિદ્યાર્થી હતો, બધું જ ખબર પડતી હતી પણ એક પ્રેમ ની તલાશ હતી. કોઈ પર વિશ્વાસ જલ્દી કરી લેવો બૌ જ મોટી કમજોરી હતી. પ્રેમ નો ભૂખ્યો બીજું કરે પણ શું ?
વાત ડિસેમ્બર ૨૦૧૩ ની છે....એ સમય પર વોટ્સઅપ નો વધારે ક્રેઝ હતો. હું પણ એમાં જોડાયેલો હતો. મારુ નામ ધ્રુવલ છે. મારા માસી ના છોકરા ને એની ફિયોન્સી એ લોકો એ વોટ્સએપ પર એક ગ્રુપ બનાવ્યું હતું જેમાં હું તો હતો જ પણ સાથે સાથે બીજા નવા લોકો પણ હતા જેના થી હું પુરે પૂરો અજાણ હતો..ગ્રુપ માં બધા જોડે વાત થતા થતા ખબર પડતી કે આ કોણ છે. મારી ભાઈ ની ફિયોન્સી સાથે આનો શું રિલેશન છે. વગેરે વગેરે...

ગ્રુપ પર ચેટ કરતા કરતા અમારા બધા માં મિત્રતા બંધાયી....મને પણ વાતો કરવી ગમતી હતી. સમય નીકળી જતો હતો. એક દિવસ ની વાત છે. ગ્રુપ માં એક નવા મેમ્બર તરીકે એનું આગમન થયું. જેનું નામ રોઝ હતું. રોઝ એક એવી છોકરી હતી કે એની વાતો સાંભળવાની મજા જ કૈક અલગ હતી. મારે એની જોડે પર્સનલ માં વાત કરવી હતી. પણ મન માં ડર હતો કે કદાચ કોઈ પ્રોબ્લેમ ના થઈ જાય. આ રીતે ૪ થી ૫ દિવસ નીકળી ગયા....

એક દિવસ હિમ્મત કરી ને મેં એને પર્સનલ માં મેસેજ કરી જ દીધો.

ધ્રુવલ : હેલો.

(એના રિપ્લાય ની રાહ જોઈ ને હું બેઠો હતો.. મન માં વિચિત્ર પ્રમાણે જ કોઈક ડર હતો કે શું વાત કરીશ આમ તેમ).

(સામે થી મેસેજ આવ્યો).

રોઝ : હેલો.
ધ્રુવલ : ઓળખાણ પડી.
રોઝ : હા પડી ને તમે ગ્રુપ માં છો રાઈટ.

(પછી મેં મારી ઓળખાણ આપી એન્ડ એને એની આપી).
આ રીતે વાતો નો સિલસિલો ચાલો થયો...અમને બંને ને એક બીજા સાથે વાત કરવી ગમવા લાગી. થોડા દિવસ થી વાત કરવાનો સમય અમારા બંને નો રેગ્યુલર થઇ ગયો. મને ક્યારે પણ એની જોડે વાત કર્યા પછી એવું ના લાગ્યું કે હું એની જોડે પેહલી વાર વાત કરું છું. જાણે એને મારી ટેવ પડી હોય ને મને એની બસ એવું થઈ ગયું હતું. વાતો ને વાતો માં અમે બંને એક બીજા ના થોડા નજીક થયા.
હવે તો મારી સવાર અને રાત બંને એની જોડે વાત કરી ને જ ચાલુ થતી... સવાર માં બ્રશ ની જગ્યા એ મોબાઈલ માં એની જોડે વાતો હોય. રાત્રે મોડા મોડા સુધી વાતો જ હોય. આંખ લાગી જાય ત્યારે જ અમારી વાતો નો અંત આવતો...

રોઝ એ મોડાસા એન્જિનિરીંગ કોલેજ માં ભણતી હતી અને એક ગર્લ્સ પીજી માં રહેતી હતી. એટલે એને મારી જોડે વાત કરવા માટે કોઈ બંધન નો હતું.
હવે મેસેજ ની સાથે સાથે ફોન માં પણ વાત ચાલુ થઈ ગયી હતી. એને સાંભળવાની મને બૌ જ મજા આવતી હતી. મને એના વગર એક સેકન્ડ પણ ચાલતું નહિ. મને અંદરો અંદર એવું લાગતું હતું કે હું રોઝ ને પ્રેમ કરવા લાગ્યો છું. અને મન એમ પણ કેહ્તું હતું કે એને પણ મારી માટે પ્રેમ છે. 


એક દિવસ.....
ધ્રુવલ : હું તને પસંદ કરું છું
રોઝ : શું ! તું કેવી વાત કરે છે ધ્રુવલ...તને શું થઇ ગયું છે આજે ?
ધ્રુવલ : મને એમ લાગે છે કે હું તને પસંદ કરવા લાગ્યો છું. અને હું હવે તારો જવાબ સાંભળવા માંગુ છુ. 
રોઝ : હા પણ હું તને અત્યારે કોઈ જવાબ આપવા તૈયાર નથી.
ધ્રુવલ : પણ કેમ
રોઝ : સાચે કહું તો હવે આ બધી વસ્તુ હવે બૌ વધી જાય છે. આપડે બંને ને હવે વાત ના કરવી જોઈએ.
ધ્રુવલ : ના યાર એવું ના બોલ મને તારો જવાબ નથી જોઈતો પણ મેહરબાંની કરી ને એમ ના કહીશ કે મારે તારી જોડે વાત જ નથી કરવી.
રોઝ : મારો ને તારો રસ્તો બૌ જ અલગ છે. હું પ્રેમ ને એમાં પડવા નથી માંગતી ખબર નહિ મેં તારી જોડે વાત જ આટલી બધી કેમ કરી નાખી.
ધ્રુવલ : કેમ કે આપડે બંને ને સાથે વાત કરવી ગમે છે. આપડે એક બીજા ને પસંદ કરીએ છીએ એટલે.
રોઝ : એ મને નથી ખબર પણ હાલ હવે મને એમ લાગે છે. કે આપડે હવે વાત ના કરવી જોઈએ.

(આ વાત પર હું બૌ જ રડ્યો મને ક્યારે પણ એવું રડું નથી આવ્યું. એ દિવસે પોતાની જાત ને મેં બૌ જ એકલો અનુભવ્યો. રડતા રડતા મેં એને ફોન કર્યો.)

ધ્રુવલ : યાર તું આમ ના કર તું ભલે મને કોઈ જ જવાબ ના આપ પણ મારી જોડે વાત કરવાનું બંધ ના કર...
રોઝ : તું મેહરબાની કરી ને રડીશ નહિ તું મારી માટે રડે એ મને પણ નહિ ગમે.
ધ્રુવલ : તો પછી તે કેમ આમ કીધું કે આપડે બંને હવે વાત નહિ કરીએ.
રોઝ : તું રડીશ નહિ હું વાત કરીશ તારી જોડે.

(મારા મન ને પછી શાંતિ મળી. અમે એક બીજા સાથે પેહલા કરતા પણ વધારે નજીક હતા. વાત કરવા માં પણ કઈ બાકી નો હતું. અમે બંને એક બીજા ના પ્રેમ માં પડી ગયા હતા. પણ હું એને I LOVE YOU કે તો હતો. પણ એ સામે મને કહી શકતી નો હતી. જયારે મેં એને પૂછ્યું કે એવું કેમ તો એને મને કીધું કે હું જયારે પણ તને મળીશ ત્યારે જ તને બોલીશ.)

(હવે મારે એને મળવું હતું મારે એને જોવી હતી. પણ એ કોઈ ને કોઈ કારણ થી એ વાત ને ફગાવી દેતી હતી. પછી એક વાર તો મેં એને પૂછી જ લીધું.)

ધ્રુવલ : હું જયારે પણ તને મળવા નું કહું છું. તો તું વાત ને ફેરવી કેમ દે છે.
રોઝ : એવું કઈ છે નહિ પણ મને ડર લાગે છે એટલે...
ધ્રુવલ : શું તું નથી ચાહતી કે આપડે બંને એક બીજા ને મળીયે.
રોઝ : હમ્મ... મળવું તો મારે પણ છે તને.. સારું આ બીજી ફેબ્રુઆરી એ હું તને મળવા અમદાવાદ આવીશ.
ધ્રુવલ : ઓહ્હ સાચ્ચે...હજુ પાંચ દિવસ રાહ જોવી પડશે પણ કઈ નહિ તું આવાની છે. હવે મારા થી રહેવાશે જ નહીં.

(એ પાંચ દિવસ મારા થી રહેવાતું જ નો હતું. મને એમ હતું કેમ નું કરીશ ત્યારે તો મારી જોડે બાઈક પણ ન હતું. લોકલ બસ માં જ જતો આવતો. મન માં વિચારતો હતો કે રોઝ શું વિચારશે ? મારી જોડે વધારે પૈસા પણ નો હતા. કેમ કે હું તો બધા પૈસા કમાઈ ને ઘરે જ આપતો હતો. મારી જોડે વાપરવા જેટલા જ હોય. એ બધા ટેન્સન હતા કે એ આવશે તો હું એને શું કરાવીશ ? કેવી રીતે લઇ જઈશ ? આમ તેમ કરીને પૈસા નો જુગાડ તો મેં કરી નાખ્યો. બસ હવે એની આવાની રાહ જોતો હતો. જે દિવસ આવાની હતી એ સવારે મેં મારી મમ્મી ને વાત કરી કે રોઝ આવે છે. અને એ મને ગમે છે. મારે એને સૌ પ્રથમ ઘરે જ લાવી હતી પછી હું એને ક્યાંક બહાર લઇ જઈશ. રોઝ બીજી છોકરી જેવી હતી જ નહિ...એ સૌ થી અલગ હતી...એ મોડાસા થી અમદાવાદ મને મળવા માટે એસ.ટી. બસ માં આવી. હું એની રાહ જોઈ ને કલાક પેહલા જ આવી ને ઉભો હતો........અંત માં એની બસ આવી અને એ બસ માં થી ઉતરી......

(ભાગ - ૧ સમાપ્ત)