નવ્વાણુંનો ધક્કો… Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

નવ્વાણુંનો ધક્કો…

‘નવ્વાણુંનો ધક્કો વાગ્યો’ એવી કહેવત તમે સાંભળેલી? આને નવ્વાણુંનો ધક્કો વાગ્યો નથી. આને વાગ્યો એમ કહે છે ને? એ શું હશે? તો કે…

એક વણિક શેઠ હતા. બાજુના ઘરમાં એક સુલેમાન ઘાંચી રહેતો હતો! એ ઘાંચીનો ધંધો તેલનો, તે એણે એ કાઢી નાખ્યો, એ ધંધો ના ચાલ્યો એટલે પછી શાકભાજી વેચી ખાતો હતો. માર્કેટમાંથી શાકભાજી લઈ આવે ને પછી વેચી ખાય. એટલે શાકભાજીનો ધંધો સારો ચાલ્યો. લત્તો સારો હતો ને! તે રોજ પાંચ-સાત રૂપિયાની કમાણી થાય. અને જ્યારે ઓછામાં ઓછા પગાર હતા, પચાસ રૂપિયાના, તે જમાનામાં, તેમાં આ આટલા કમાય એટલે પછી એ રાજા જ કહેવાય ને? તે પછી શું કરે? બીબી સારું સારું જમવાનું બનાવે. તે પાછળ વાડીમાં નીકળે, તે એક બાજુ શેઠાણી કપડાં સૂકવતા હોય. શેઠાણી પૂછે, ‘શું કર્યું આજે જમવાનું?’ ત્યારે બીબી જે એનું વર્ણન કરે! ‘આજે બિરયાની બનાયા, યે બનાયા, તે બનાયા!’ ‘બિરયાનીમાં શું શું નાખો?’ ત્યારે બીબી કહે, ‘ઘીની જ બનાવીએ, તેલ-બેલ નહીં.’ એટલે આ શેઠાણીને મનમાં એવું થાય કે બળ્યું આ થોડુંઘણું સારું કરું છું ત્યારે હોરો આ શેઠ બૂમ પડે છે, પછી કહેશે, ‘શાકેય લાવવું નથી, બાકરા મૂકો પેલા ચણાના ને તુવેરના! રોજ શાક ના હોય. અઠવાડિયામાં બે દહાડા હોય. શેઠ લાખ્ખોધિપતિ, પણ પહેલા આવો રિવાજ હતો આપણો. એમાં એમનો દોષ નહીં, બધા શેઠિયાઓને ત્યાં આવો જ રિવાજ હતો એટલે પછી શેઠે જાણ્યું, કે આ તો ઘરમાં આવો સડો પેઠો!’ શેઠે પૂછ્યું કે, ‘કેમ તમે આવું ખાવાનું પૂછ પૂછ કર્યા કરો છો? પહેલાં નહોતા કરતા.’ ત્યારે શેઠાણી કહે, ‘આ ગરીબ છે જોડે, પણ કેવું સરસ સરસ ખાય છે?! શેઠને થયું, ‘આ મારું હારું ટી.બી. કંઈથી પેઠું! આ ટી.બી.ના જંતુઓ!’ હવે આ શેઠિયા તો બહુ પાકા હોય. સડે ત્યાંથી ડામ ક્યાં દેવાનો! મારી દે ડામ! બહુ પાકા! હું જ ફરેલો એ આખી નાત જોડે. મને આખી નાત ઓળખે. પછી શેઠે કળા કરી. શેઠ જાણે કે આ રોગ જો પેસશે તો પછી આ શેઠાણી જોડે રોજ ઝઘડા ચાલ્યા કરશે. એટલે પછી શેઠે બીજો ઊંધો રસ્તો ના લીધો. ઊંધો કરીને એણે ઘર ખાલી કરાવવાનું કરે, એ બધા ઊંધા કહેવાય. આમ તો એ વણિક ખરો ને? સંસ્કાર ખરા ને! મહીં દોષ બેસે ને એને, ખોટો. પણ એને કંઈક એવો રસ્તામાં લાવવો. એટલે શેઠ એક થેલી પાતળા લૂગડાની લીધી. તેની મહીં નવ્વાણું રૂપિયા ભર્યા. પછી ઉપર મોઢું બાંધી દીધું. બાંધીને પછી ગજવામાં લઈને ગયા, ‘અલ્યા સુલેમાન, આ તાંદળજાની ભાજી શું ભાવથી આપે છે? અને આ છે તે મેથીની ભાજી?’ તે મેથીની ભાજીનો ઢગલો હતો એની નીચે આ થેલી ઘાલી દીધી! અને થોડીક તાંદળજાની ભાજી વેચાતી લઈને ગયા.

પછી મિયાભાઈ તે સાંજે ધંધો પૂરો થઈ ગયા પછી મેથી ઉથામવા માંડ્યા. ઘેર લઈ જવા માંડ્યા, થોડી થોડી વધી હતી ને! ત્યાંથી ચમક્યાં. અલ્લાને કુછ દિયા! આમ રૂપિયા જેવું લાગ્યું!! અને અંગર ગોળ ગોળ લાગ્યું! આમ માપી જોયું, આમ આમ દાબી જોયું, છે જ પૈસા એને લાગ્યું, કોઈ તો કંઈ આપી જાય? અલ્લા સિવાય બીજો કોઈ નવરો ના હોય અત્યારે અને આપી જાય તો આવું? મોઢે કહીને આપી જાય કે, ‘જા સલિયા આપું છું તને, વ્યાજ આપજે આટલું.’ હવે આ શેઠને કેમ પહોંચી વળાય? શી રીતે પહોંચી વળાય? એમ ને એમ કોયડો કાઢી નાખ્યો!

તે પછી સલિયો મહીં ઘરમાં લઈ ગયો. બીબીને કહે છે, ‘તું અહીં આવ, અહીં આવ.’ બીબી કહે, ‘અરે, મને રસોઈ બનાવવા દો ને! તમે શું કકળાટ કર્યા કરો છો?’ ત્યારે સલિયો કહે, ‘બારણાં બંધ કરી દે અને લાઈટ કરજે.’ ‘બીબી કહે શું છે તે?’ ‘આ છે!’ સલિયાએ કહ્યું. જોતાં જ બીબીની આંખો ચાર થઈ ગઈ! ‘ આ શું પૈસા ક્યાંથી આવ્યા?!!! કોઈના લાવ્યા તો નથી ને ?’ અરે, ના, ના, ખુદાને દિયા! શાકભાજીની મહીંથી નીકળ્યા. ખુદાને દિયા આજ તો.’ પછી એણે ધીમે રહીને ગણ્યા. ખખડે, અવાજ થાય નહીં એવી રીતે, તે નવ્વાણું થયા.

પછી એણે વિચાર કર્યો કે કાલે જે વકરો આવે એમાંથી બે ખાવા પેટે રાખી બીજા બધાય આમાં નાખવા. બેન્કમાં મૂકીએ એવું. આ નવ્વાણુંનો ધક્કો વાગ્યો એને! એ લોભિયો બનાવ્યો વાણિયાએ! તે પછી રોજ પાંચ, છ ઉમેરે હંકે !

પછી શેઠાણીને શેઠે કહ્યું, ‘કેમ પેલી બીબીજીની વાત તમે હવે નથી કરતા? વઢવાડ થઈ તમારે? વઢવાડ થઈ હોય તો હું એને કહી આવું કે નહીં અમારે ઘેર.’ ત્યારે શેઠાણી કહે, ‘ના હવે તો એ કહે છે કે આજે તો રોટલા ને કઢી કરી ને એવું તેવું બધું કરે છે.’ એટલે શેઠે જાણ્યું કે ગોળી વાગી ખરેખરી. આ વાણીયાને શી રીતે પહોંચી વળાય? પેલો સલિયો લોભિયો બનાવ્યો. એટલે આપણાય કેટલાક લોકો લોભિયા ન હતા, તે અહીં અમેરિકામાં નાણું દેખ્યું ને તે નવ્વાણું નો ધક્કો વાગી ગયો. વાગી જાય કે ના વાગી જાય?

પણ આ જે કહેવત કહેલી ને તે બહુ સારી કહેવત, અક્કલવાળી કહેવત છે. હં, મેં તપાસ કરેલી કે નવ્વાણુંનો ધક્કો એટલે શું હશે? આ વાત કહે છે તે આપણા ઘૈડિયાઓની અનુભવની વાત હોય છે. અનુભવસિધ્ધ પ્રમાણો સાથે. જુઓને પેલો મુસલમાન ફરી ગયો ને! બીબી રોટલા-કઢી કરતી ને ખાતી થઈ ગઈ ને! જો વઢવા જવું પડ્યું? લાકડાની તલવાર! એમ ને એમ ધીકી નાખે! વાણીયાની કળા! કેવો ધક્કો માર્યો. શાકની નીચે ઘાલી દીધું. એટલે મિયાં સમજી ગયો કે અલ્લાને દિયા.

હવે આનું કારણ શું? તો કે, લોભ, પ્રકૃતિ જ વણિક. વણિક એટલે નિરંતર વિચાર કરી કરીને જ કં કરે. પગલાં ભારે. વિચાર કરનારો હંમેશા લોભી થાય. દરેકમાંથી ખોળી કાઢે. શામાં નફો છે ને શેમાં ખોટ છે.! તારણ કાઢે એટલે પછી એ લોભ શી રીતે છૂટે? ભગવાન ભુલાય. એણે તો એમાં જ મજા આવે. ઈન્ટરેસ્ટ જ એમાં આવે. અને પછી વાગે નવ્વાણુંનો ધક્કો…