ભાવઅહિંસા Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ભાવઅહિંસા

જગતની વાસ્તવિકતા શું છે ? આપણે કોણ છીએ ? ભગવાન શું છે ? ભગવાન ક્યાં છે ? આખું જગત ભગવાને ખોળ ખોળ કરે છે. પણ તે જડતા નથી કેમ? તો કહે કે એમનું સાચું સરનામું ખબર નથી. તેથી ઉપરવાળા, મંદિરવાળા એમ કહીને પૂજાય છે. ખરેખર વાસ્તવિકમાં ઉપરવાળા નથી પણ અંદરવાળા છે. ભગવાન દરેક જીવ માત્રમાં છે. ગોડ ઈઝ ઈન એવરી ક્રીચર, વેધર વિઝીબલ ઓર ઇનવિઝીબલ કબીર સાહેબે પણ ભગવાન ખોળતા ખોળતા કહ્યું, 

‘મેં જાનુ હરિ દૂર હૈ, હરિ હૃદય માંહિ

આડી ત્રાટી કપટકી, તાસે દિવસ નાહી .’

 

“આત્મવત સર્વ ભૂતેષુ” – ગીતા 

આત્મા એ જ પરમાત્મા અને એ દરેક જીવમાત્રમાં બિરાજમાન છે ! આટલું જ દ્રઢીકરણ કરવાનું છે. પછી કોઈ જીવને મારવાનું કઈ રીતે મન થાય ? દરેક જીવ માત્રમાં પરમાત્મા બીરાજમાન છે તો કોઈ પણ જીવને દુઃખ આપીએ તો તેમાં બેઠેલા પરમાત્માને દુઃખ પહોંચાડાય છે આપણાથી. પરમાત્મા તો પરમાત્મા જ છે, તેમને નહીં પણ જીવમાં રહેલા અહંકારને ખુબ ભોગવટો આપે છે. તેથી દરરોજ સવારે ઊઠતાં જ આખા બ્રહ્માંડના જીવ માત્રમાં બિરાજેલા પરમાત્માને નમસ્કાર કરી હૃદયપૂર્વક આટલી પ્રાર્થના કરવી કે ‘મારા મન-વચન-કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો !’ દરરોજ બોલવાથી આપના રોમે રોમમાં ભાવ વ્યાપી જાય છે કે મારે કોઈને પણ દુઃખ નથી જ દેવું આને ભગવાને મોટામાં મોટી અહિંસા કહી. ભાવ અહિંસા ! પહેલા ભાવથી અહિંસક થાય પછી દ્રવ્યમાં પરિણમે ! પછી તેનાથી કોઈને ય દુઃખ ના થાય. કોઈ જીવને મારી તો ના શકાય પણ દુઃખ પણ ના અપાય એવું પરિણામ આવીને ઊભું રહે ! આનાથી કારણમાં હિંસા મુક્ત થાય છે. જે કાર્યમાં અંતે આડે છે.  

 દરેક જીવમાં ભગવાન જુએ તો કોઈને મારવાનો ભાવ પણ ઉત્પન્ન નહીં થાય અને એમ ભાવહિંસાથી બચાશે. આ કાળના મનુષ્યો નિરંતર ભાવહિંસા જ કરી રહ્યા છે. ક્રોધ-મન-માયા-લોભ એટલે શું ? એ ભાવહિંસા જ છે. ભગવાને ભાવઅહિંસક થવાનું કહ્યું છે. કોઇએ મોઢેથી એમ ના કેહવું જોઇએ કે ‘હું આ માકણોને કે મચ્છરોને મારીશ’ માકણ તો મરવાનો હશે ત્યારે મરશે, પણ જ્યાં આ ભાવ થયો કે ‘ હું મારીશ’ ત્યાં તમારા પોતાના આત્મભાવની જ હિંસા તમે કરી રહ્યા છો ! અને મારવો અધિકાર કોને છે ? જે એક માકણ બનાવી શકે તેને.માટે કોઈને ય મારવાનો અધિકાર નથી.

 આ ભવમાં તો ભાવ કરવા સિવાય કશું નવું બનતું નથી. પણ ભવોભવ ભાવ કરવાથી હવે જે જીવાત મરવાની હોય છે ને, તે આ મારવાના ભાવ કરવાવાળાને ભાગે આવે છે ! જીવાતનો મરવાનો ટાઈમ થાય, ત્યારે એ આ મારવાનો ભાવ કર્યો હોય તેને ભાગે ‘આવે ! કારણ કે આણે નક્કી કરેલું હોય કે મારે મારવો જ છે, એટલે એના ભાગે મારવાનું આવીને ઊભું રહે. જેણે મારવાની દુકાન ખોલી તેને ત્યાં મરવાવાળા ઘરાક આવી પડે જ ! મારવાનો એં નિમિત બને છે ! જેણે કોઈ જીવને મારવું જ નથી એવું નક્કી કર્યું હોય એના  ભાગે મારવાનું ના આવે. જીવને મારવાનો ભાવ થાય છે તેનાથી પોતાના આત્મભાવનું મરણ થાય છે. માટે પોતે પોતાના ભાવમરણની દયા રાખવાની છે. એને મૂળ ભાવદયા કહી એને એના પરિણામ રુપે દ્રવ્યદયા આવે ! જીવ પોતાનું આયુષ્યકર્મ બાંધીને જ આવેલો છે, એના આધારે મરણ થાય છે. પણ એમાં મારવાનો ભાવ કરીને આવ્યો મરણ થાય છે. પણ એમાં મારવાનો ભાવ કરીને આવ્યો છે તે તેના મરણનું નિમિત બને છે. 

જે જીવોને તમે બચાવ્યા તે તમારી ઉપર ઉપકાર કરીને વાળી આપશે અને જે જીવો મર્યા છે તે તમને દુઃખ દેશે ! આમાં મોક્ષની વાત તો વેગળી જ રહે છે ! માટે ભાવમરણ ના થવા દો. ભાવહિંસાથી બચો. એમ જ્ઞાની કહેવા માગે છે !