The Author वात्सल्य અનુસરો Current Read આદિત્ય L1 By वात्सल्य ગુજરાતી વિજ્ઞાન Share Facebook Twitter Whatsapp Featured Books જીવન એ કોઈ પરીકથા નથી - 5 "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ-૫)સમીરના ફોન પર અજાણ્યો કોલ આવે... શ્યામ રંગ....લગ્ન ભંગ....5 ભાગ-5કોલેજ ના દિવસો એટલે કોલેજીયન માટે તો ગોલ્ડન ડેઈઝ.અનંત ત... ક્ષમા વીરસ્ય ભુશણમ क्षमा बलमशक्तानाम् शक्तानाम् भूषणम् क्षमा। क्षमा वशीकृते... ભીતરમન - 56 હું કોઈ બહુ જ મોટા પ્રસંગની મજા લેતો હોઉ એવો મારો આજનો જન્મદ... તારી પીડાનો હું અનુભવી - ભાગ 20 આટલું બોલતા જ મિરાજ ભાંગી પડ્યો. એના ગળે ડૂમો ભરાઈ ગયો હતો.... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો આદિત્ય L1 (4) 1.8k 4.4k 2 "आदि देवो नमस्तुभ्यम् प्रसिद मम भास्कर llदीवाकरौ नमस्तुभ्यम् प्रभाकर नमस्तुते ll"આજ સુધી સુરજ સામે કોઈએ જોયું નથી.સૂર્ય સ્વયં તેજસ્વી છે. સૂર્યમાં એવી કઈ શક્તિ કામ કરે છે જે લખોકિલોમીટર દૂર હોવા છતાં બાળી નાંખે છે.આજે આદિત્યને સવારમાં છોડ્યા પછી એ ઉપગ્રહ ૧૫ લાખ કરતાં પણ કિલોમીટર પણ વધારે કિલોમીટર સતત 16 દિવસ ચક્કર લગાવશે પછી 110દિવસમાં 15 લાખ કિ.મી.દૂર L1 પોઈન્ટ પર પહોંચશે.હાલ આ ઉપગ્રહ લઇને અવકાશયાન 235 x 19500 કિમીની ભ્રમણકક્ષામાં પહોંચ્યું છે.આદિત્ય અવકાશયાન લગભગ 4 મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ-1 (L1) પર પહોંચશે.આ બિંદુ ગ્રહણથી પ્રભાવિત નથી,જેના કારણે અહીંથી સૂર્યનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે.આ મિશનનો અંદાજિત ખર્ચ 378 કરોડ રૂપિયા છે.આદિત્ય L1 ની સફર 4 પોઈન્ટમાં જાણો.આદિત્ય 16 દિવસ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે અને 5 વખત ફાયરિંગ થ્રસ્ટર્સ દ્વારા તેની ભ્રમણકક્ષા વધારશે.આ પછી આદિત્યના થ્રસ્ટર્સ ફરીથી ફાયર કરવામાં આવશે અને તે L1 પોઇન્ટ તરફ આગળ વધશે.L1 પોઈન્ટની નજીક પહોંચવા માટે આદિત્ય વેધશાળા 110 સુધી આ માર્ગ પર ચાલુ રહેશે.થ્રસ્ટર દ્વારા આદિત્યને L1 બિંદુની ભ્રમણકક્ષામાં દાખલ કરવામાં આવશે અને તે પ્રયોગ કરવાનું શરૂ કરશ.આદિત્ય L1 અવકાશયાન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.અવકાશયાનને સૂર્યની નજીક સ્થિત લેગ્રેન્જ પોઈન્ટ (L1)ની પ્રભામંડળ ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે.L1 બિંદુ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે.અવકાશયાનને સૂર્યની નજીક સ્થિત લેગ્રેન્જ પોઈન્ટ (L1)ની પ્રભામંડળ ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે.L1 બિંદુ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે.લેગ્રેન્જ પોઈન્ટ-1 (L1) શું છે?લેગ્રેન્જ પોઈન્ટનું નામ ઈટાલિયન-ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જોસેફ-લુઈસ લેગ્રેન્જના નામ પરથી રાખવામાં આવ્યું છે.એ બોલચાલની ભાષામાં L1 તરીકે ઓળખાય છે.પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા પાંચ બિંદુઓ છે.જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત થાય છે.અને કેન્દ્રત્યાગી બળનું નિર્માણ થાય છે.આવી સ્થિતિમાં જો કોઈ વસ્તુ આ સ્થાન પર રાખવામાં આવે છે તો એ સરળતાથી બંને વચ્ચે સ્થિર રહે છે.અને ઓછી ઊર્જાની પણ જરૂર પડે છે.પ્રથમ લેગ્રેન્જ પોઈન્ટ પૃથ્વી અને સૂર્ય વચ્ચે 1.5 મિલિયન કિલોમીટરના અંતરે છે.આદિત્ય L1ને તસવીરમાં બતાવેલા L1 પોઈન્ટ પર મૂકવામાં આવશે.આદિત્ય L-1 પૃથ્વીથી L-1 બિંદુ સુધી પહોંચવા માટે આ માર્ગને અનુસરશે.L1 બિંદુ પર ગ્રહણ બિનઅસરકારક છે.તેથી અહીં મોકલવામાં આવી રહ્યું છે.આદિત્ય યાનને સૂર્ય અને પૃથ્વીની વચ્ચે હેલો કક્ષામાં મૂકવામાં આવશે.ISROનું કહેવું છે કે L1 પોઈન્ટની આસપાસ હેલો ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલો ઉપગ્રહ કોઈપણ ગ્રહણ વિના સૂર્યને સતત જોઈ શકે છે.એની મદદથી રિયલ ટાઈમ સોલર એક્ટિવિટીઝ અને સ્પેસ વેધર પર પણ નજર રાખી શકાય છે.આદિત્ય L1ના 7 પેલોડ સૂર્યને સમજશે.આદિત્ય યાન L1 એટલે કે સૂર્ય-પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ પર રહીને સૂર્ય પર ઉદભવતાં તોફાનોને સમજી શકશે.એ લેગ્રેન્જિયન બિંદુની આસપાસ ભ્રમણ કરશે, વિવિધ વેબ બેન્ડ્સમાંથી સાત પેલોડ દ્વારા ફોટોસ્ફિયર,ક્રોમોસ્ફિયર અને કોરોનાના સૌથી બહારના સ્તરનું પરીક્ષણ કરશે.આદિત્ય L1ના સાત પેલોડ કોરોનલ હીટિંગ, કોરોનલ માસ ઇજેક્શન,પ્રી-ફ્લેર અને ફ્લેર એક્ટિવિટીઝની વિશેષતાઓ,પાર્ટિકલ્સના મૂવમેન્ટ અને સ્પેસ વેધરને સમજવાની જાણકારી આપશે.આદિત્ય L1 સોલર કોરોના અને એની હીટિંગ મિકેનિઝમનો અભ્યાસ કરશે.એમાં વિઝિબલ એમિશન લાઈન કોરોનાગ્રાફ (VELC), સોલર અલ્ટ્રા-વાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT),આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ (ASPEX), પ્લાઝમા એનાલાઈઝર પેકેજ ફોર આદિત્ય (PAPA) છે.સોલર લો એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (SoLEXS), હાઈ એનર્જી L1 ઓર્બિટીંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (HEL1OS) અને મેગ્નેટોમીટર પેલોડ્સ.વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VELC) પેલોડ સૌર કોરોના અને કોરોનલ માસ ઇજેક્શનના ડાયનેમિકનો અભ્યાસ કરશે.સોલર અલ્ટ્રા-વાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) પેલોડ અલ્ટ્રાવાયોલેટ વેવલેન્થની નજીક સોલર ફોટોસ્ફિયર ક્રોમોસ્ફિયરની તસવીર લેશે અને સોલર ઇરેડિએન્ટ (સૂર્યથી પૃથ્વી પર આવતી પ્રકાશ ઊર્જા)માં થતા ફેરફારોનો અભ્યાસ કરશે.આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ (ASPEX) અને આદિત્ય (PAPA) પેલોડ્સ માટે પ્લાઝમા એનાલાઈઝર પેકેજ સૌર પવન અને ઊર્જા કણોનો અભ્યાસ કરશે.આ પેલોડ આ કણોના ઊર્જા ડિસ્ટ્રિબ્યુશનનો પણ અભ્યાસ કરશે.સોલર લો એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (SoLEXS) અને હાઈ એનર્જી L1 ઓર્બિટિંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (HEL1OS) વિશાળ એક્સ-રે ઊર્જા શ્રેણીમાં સૂર્યના એક્સ-રે ફ્લેયર્સનો અભ્યાસ કરશે.મેગ્નેટોમીટર પેલોડ L1 બિંદુ પર આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે.ઈસરોના એક અધિકારીના જણાવ્યા અનુસાર આદિત્ય L1 એ ભારત દેશની સંસ્થાઓની ભાગીદારી સાથેનો સંપૂર્ણ સ્વદેશી પ્રયાસ છે.એનું પેલોડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ (IIA),બેંગલુરુ ખાતે વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ દ્વારા બનાવવામાં આવ્યું હતું.જ્યારે ઈન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ પુણેએ મિશન માટે સોલર અલ્ટ્રાવાયોલેટ ઈમેજર પેલોડ બનાવ્યું છે.સૂર્યનો અભ્યાસ શા માટે મહત્ત્વપૂર્ણ છે?સૂર્ય એ સૌરમંડળનું કેન્દ્ર છે.જેમાં આપણી પૃથ્વી અસ્તિત્વ ધરાવે છે.તમામ આઠ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે.સૂર્યના કારણે જ પૃથ્વી પર જીવન છે.સૂર્યમાંથી ઊર્જા સતત વહે છે,જેને આપણે ચાર્જ્ડ પાર્ટિકલ્સ કહીએ છીએ.સૂર્યના અભ્યાસ પરથી એ સમજી શકાય છે કે સૂર્યમાં થતા ફેરફાર અંતરિક્ષને અને પૃથ્વી પર જીવનને પ્રભાવિત કરી શકે છે.આમ સૂર્ય એ ભલે દૂર છે છતાં તેની ઉપયોગીતા પૃથ્વી માટે અનેક ગણી છે.સૂર્ય એક દિવસ ના ઉગે તો શું દશા થાય?ચોમાસે વાદળમાં સતત છુપાયેલો સૂર્ય ક્યારે નીકળશે કેમકે આપણે આપણા કપડાં સૂકવવા પૂરતી જ જરૂરિયાત સમજીએ છીએ.પણ સૂર્ય ન ઉગે તો આ પૃથ્વી ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ જેમ અંધકારમય દશામાં બ્રહ્માંડનું ચક્કર લગાવતો માત્ર આકાશી ગ્રહ જ સમજી લો.એટલે જ એની ગેરમોજુદગી આપણને અને પૃથ્વીના તમામ જીવ વનસ્પતિ પ્રાણી શ્રુષ્ટિ ને અકળાવી નાખે છે.(संदर्भ माहिती गूगल) - सवदानजी मकवाणा(वात्सल्य) Download Our App