ક્રિમિનલ કેસ - ભાગ 15 Urvi Bambhaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્રિમિનલ કેસ - ભાગ 15

એક અંધારા ઓરડામાં એક વ્યક્તિ ઘાયલ હાલતમાં જમીન પર પડ્યો હતો.બીજો વ્યક્તિ તેની બાજુ માં બેઠી હતો. તેના હસ્તનો અવાજ સંપૂર્ણ ઘરમાં ગૂંજી રહ્યો હતો.
નીચે પડેલી ઘાયલ વ્યક્તિ “પાણી..પાણી...”માંગી રહી હતી.પરંતુ પેલા વ્યક્તિને કોઈ જ ફરક નહોતો પડી રહ્યો.

“શું જોવે છે તારે? કોણ છે તું? મારી સાથે તારી શું દુશ્મની છે?”પેલા ઘાયલ વ્યક્તિ એ પૂછ્યું.

“અરે...આવી હાલતમાં પણ આટલા પ્રશ્નો પૂછે છે.હું કોણ છું એ તારે જાણવાની જરૂર નથી.અને મારે કે જોવે છે એ તો હું લઈ ને જ રહીશ. બદલો!!”

“કેવો બદલો?”

“કારણ તો એ લોકો ને પણ નથી ખબર જેની સાથે મારો બદલો છે તો તું જાણી ને શું કરીશ?તું તો હમણાં જ મરવાનો છે.તારે તો ફક્ત એક સમાચાર જોવાના છે પછી તને આરામથી નર્કમાં મોકલીશ”કહી તે ફરી હસવા લાગ્યો.
તે ઘાયલ વ્યક્તિ હજી વિચારોમાં જ મગ્ન હતો. ત્યાંજ તેને ટીવી પર સમાચાર સંભળાયા.

“આજના મુખ્ય સમાચાર! હાલમાં જ બે લોકોનું મર્ડર થયું હતું.એક અમદાવાદ માં અને એક મુંબઈમાં.તે બંને મિત્રો હતાં.વાની નામની જે છોકરી નું મર્ડર થયું હતું તે રતનગઢ નામના એક ગામ માં એજ બંગલામાં થયું હતું જે બંગલો ફરાર કેદી સત્યવાનનો માનવામાં આવે છે.તો શું આ બંને મર્ડર સત્યવાન એ કર્યા છે? શું આ મર્ડર પાછળ સત્યવનનો હાથ છે?શું પોલીસ સત્યવાનને પકડવામાં થશે કામિયાબ? જાણવા માટે જોડાઈ રહો....”

આ સમાચાર જોતાં જ તે વ્યક્તિના હોશ ઉડી ગયા.

“આ શું બતાવે છે આ લોકો? મેં કોઈને નથી માર્યા.”કહેતા જ સત્યવાન એ પેલી વ્યક્તિ તરફ નજર કરી.“એ તો ફક્ત મને ખબર છે કે તે કોઈને નથી માર્યા.પણ આ લોકો તો તારા પર જ શક કરે છે.”તેણે એક વ્યંગાત્મક હાસ્ય વેર્યું.

“પણ આ બધું તું શું કામ કરે છે? અને મારી સાથે તારી શું દુશ્મની છે?”

“અરે...આપડી દુશ્મની ક્યાં છે?આપડે તો દોસ્ત કહેવાય.તે ઓલી કહેવત નથી સાંભળી, દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હે. એ હિસાબે આપડે દોસ્ત થયા.”

“તો મારી આ હાલત કેમ કરી છે.અને મને મારવા નું કેમ વિચારે છે તું?”

“અરે...દોસ્ત થઈ ને એક જાન ના આપી શકે મારી માટે તો એ દોસ્તી થોડી કહેવાય.”

“તું કેમ કરે છે આ બધું એ તો નથી ખબર પણ એક વખત મોકો મળવા દે ,હું છોડીશ નહીં તને.અને આ માસ્ક માં કેમ ફરે છે. હિમ્મત હોય તો ચહેરો બતાવ કાયર.”

“ચૂપ....એક દમ ચૂપ! મરતા વખતે આટલું બોલવું સારું નથી.મારો ચહેરો જોઈ તને કોઈ ફાયદો નહીં થાય.”

હા! તે વ્યક્તિ જેણે સત્યવાન ને ઘાયલ કર્યો હતો તેણે પોતાના ચહેરા પર મુખોટો પહેર્યો હતો.માટે સત્યવાન કંઈ જોઈ શક્યો નહોતો.ત્યાં જ તેની નજર તે વ્યક્તિ ના હાથ પર ગઈ.જ્યાં તેને એક ઘડિયાળ પહેરી હતી અને તેમાં ક્રોસ(x) આવું નિશાન દોરેલું હતું.

“તો તું મારી મર્ડર કરવાની પેટર્ન વાપરે છે.”આ જોઈ સત્યવાન હસવા લાગ્યો. તેને હસતા જોઈ પેલો વ્યક્તિ થોડો વિચલિત થયો.

“એમાં હસવું શું આવ્યું? તારી પેટર્ન વાપરીશ ત્યારે જ તો લોકો તને કાતીલ માનશે.”

“કરીલે મારી રીતે મર્ડર પણ તો પણ હું નઈ ફસાઉં આમાં.યાદ રાખજે આ વાત.”

“કેમ? કેમ તને એવું લાગે છે? બોલ..”પેલો વ્યક્તિ ચિલ્લાયો.

“અવાજ નીચે રાખ.તને શું લાગે છે તું પૂછીશ અને હું કહી દઈશ”સત્યવાન ના ચહેરા પર દર્દ હોવા છતાં એક હાસ્ય આવ્યું.

“તને તો હું.....”કહી પેલો વ્યક્તિ ફરી સત્યવાનને લોખંડના પાઇપથી મારે છે.છતાં પણ તેના ના બોલતા તેણે સત્યવાન ને ગોળી મારી દીધી.ગોળી માર્યા બાદ તે ત્યાંથી નીકળી ગયો.એ વાતથી અજાણ હોય કે સત્યવાન માં હજી થોડો જીવ બાકી હતો.સત્યવાન એ પોતાના ના જ લોહી થી ત્યાં જમીન પર “ઘડી” આ શબ્દ લખ્યો.અને થોડી જ વારમાં પોતાનો દમ તોડ્યો.

***

બીજી તરફ કાળું હજી વિચારમાં હતો કે કેવી રીતે આ કેદમાંથી બહાર નીકળી શકાય.તેના ઘણા પ્રયત્નો છતાં પણ તે પોતાને છોડવવામાં કામિયાબ નથી થઈ શકતો.અચાનક જ દરવાજો ખુલવા નો અવાજ આવ્યો. તેણે જોયું તો સામે ડિટેક્ટિવ રોય ઊભા હતાં.જેમના ચહેરા પર એક અલગ જ ચમક હતી.આ જોઈ કાળું ને થોડું વિચિત્ર લાગ્યું.તેની સાથે કંઈ થવાનું હતું એવો આભાસ તેને થવા લાગ્યો.

***

શું અસલી કાતીલ પકડશે? કાતીલ સત્યવાન નથી તો કોણ છે? કાળું સાથે શું થશે?

***

તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. તેમજ સ્ટીકર દ્વારા પ્રોત્સાહન આપવા વિનંતી. માને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Insta ID - urvi_ misty_