આચલ ઘરે પહોંચી. હજી તો ઘરમાં પગ જ મૂક્યો હતો ત્યાં માલતીબેન એ સવાલો નો મરો શરૂ કર્યો. “શું થયું બેટા?” ,“તમને પોલીસ સ્ટેશન કેમ બોલાવ્યા હતાં?” ,“પેલો ખૂની મળી ગયો?” વગેરે વગેરે....
“મમ્મી શાંત થા.બેસ અહીંયા.”કહી આચલ એ માલતીબહેન ને સોફા પર બેસાડ્યાં.અને પાણી આપ્યું. થોડી વાર શાંત થયા બાદ આચલએ બોલવા નું શરુ કર્યું. મમ્મી અમને ફક્ત અમુક સવાલ જવાબ માટે જ બોલાવ્યા હતાં.બીજું કંઈ નહોતું.
“એટલે કે ઓલો હજી પકડાયો નથી?”
“ના”
“માલતી તું થોડી ધીરજ રાખ .બધું સારું જ થશે.”રમેશભાઈ એ કહ્યું.
“આવા માં ધીરજ કેમ રખાય.જ્યારે દીકરી પર મોત ભમતું હોય.”
“મમ્મી સત્યવાન જલ્દી જ પકડાઈ જશે.તું ચિંતા નહીં કર.”આટલું કહી આચલ પોતાના રૂમ માં ચાલી ગઈ. રૂમમાં પહોંચતાં જ તે રોય વિષે વિચારવા લાગે છે.શહેરના આટલા મોટા ડિટેક્ટિવ અને જેનો સિંહ ફાળો હતો સત્યવાન ને જેલ માં નાખવામાં,શું એમના પર કોઈ ખતરો નહીં હોય? આમ જ ઘણાં વિચારો બાદ જવાબ ના મળતાં આચલ પોતાના બેડ પર આડી પડી. ત્યાંજ તેના ફોન પર એક મેસેજ આવ્યો. તેણે જોયું તો વિવાન નો મેસેજ હતો.જે જોતાં જ તે ખુશ થઈ ગઈ. થોડા સમય વિવાન સાથે વાત કરતાં જ તેનું બધું ટેન્શન દૂર થઈ ગયું.ત્યાર બાદ તે પણ થોડી વાર માટે સૂઈ ગઈ શાંત મનથી.
***
ઇન્સ્પેક્ટર અજય,રોય ને મળવા નીકળી ગયા હતા.રસ્તા માં પણ તેઓ ફક્ત કેસ વિષે જ વિચરતા હતાં.કારણ ખૂની એ કોઈ એવું સાબૂત નહોતું છોડ્યું કે જેના કારણે તેના સુધી પહોંચી શકાય.
કાર રોયની બિલ્ડિંગ નીચે આવી ઉભી રહી. કંઇક વિચાર કરી તે રોય ના ફ્લેટ તરફ આગળ વધ્યાં.હજી એક વાર પોતાના નિર્ણય પર વિચાર કરી તેમને બેલ વગાડી.
ટીન..ટીન...બેલ વાગતા જ રોય એ દરવાજો ખોલ્યો.
“અરે...! ઇન્સ્પેક્ટર અજય! આવો...આવો...” ડિટેક્ટિવ રોય એ તેમને આવકાર્યાં અને અંદર આવવા કહ્યું. અજયએ પણ સ્મિત સાથે ઘરમાં પ્રવેશ કર્યો.
“બોલો અચાનક મારી યાદ કંઈ રીતે આવી?”
“સર ,યાદ તો પહેલાં જ આવવી જોતી હતી પણ કોઈ વાંધો નઈ.હવે આવી તો આવી ગયો મળવા.”એક હાસ્ય સાથે અજય બોલ્યા.
“સારું કર્યું.તો હવે આવવા નું પ્રયોજન કહેશો?”
“જરૂર. તો તમને ખબર જ હશે બે લોકોના મૃત્ય વિષે નયન અને વાની.એક નું મર્ડર અમદાવાદમાં અને એક નું મુંબઈ માં થયું છે.”
“હા મેં ન્યૂઝ જોયા છે. પણ આ વાત તમે મને કેમ કહી રહ્યાં છો ઇન્સ્પેક્ટર?”
“આ વાત તમને એટલા માટે કહી રહ્યો છું સર કારણ તેમના મર્ડર ની સ્ટાઈલ સત્યવાન ના કેસ જેવી છે.એજ સત્યવાન જેને તમે જેલ ના સળિયા પાછલ નાખ્યો હતો.ભૂતકાળમાં તેણે જે પદ્ધતિથી મર્ડર કર્યા હતાં એજ રીતે આ બંને મર્ડર થયા છે.અને એ જેલ તોડી ફરાર છે આ વાત તો તમે જાણો જ છો.”
“હા...”આટલું કહી રોય કોઈ વિચારમાં ખોવાઈ ગયા. થોડા જ સમયમાં તેમણે પાછો પ્રશ્ન કર્યો.
“અજય,જો હું ખોટો ના હોઉં તો આ બંને એજ છે ને જેમણે મને સત્યવાનને પકડવવા માટે મદદ કરી હતી?”
“જી હા સર! હવે તમે બરાબર સમજ્યા.”
“હમમ...પણ તમારા અહી આવવા નું કારણ હજી નથી સમજાયું”
“સર જેમણે તમને મદદ કરી હતી એમાંથી બે ના મર્ડર થઈ ચૂક્યાં છે.માટે હું પણ એક મદદ ની આશાથી આવ્યો છું”
“કેવી મદદ?”
“આ કેસ સોલ્વ કરવામાં મદદ જોવે છે. સર વાત સમજવાનો પ્રયત્ન કરો. આ એક ક્રિમિનલ કેસ છે. એક સિરિયલ કિલરનો કેસ. અમે ઘણાં પ્રયત્નો કર્યા છે પણ હજી સુધી એક પણ કડી મળી નથી.” ઈન્સ્પેક્ટર અજય ઉભા થતા બોલ્યા.
“જુઓ ઈન્સ્પેક્ટર મે ડિટેક્ટીવ નું કામ છોડ્યું એને ઘણાં વર્ષો થઈ ગયા છે. તમને પણ ખબર છે હું નિવૃત્ત થઈ ગયો છું અને હવે કોઈપણ કેસ હું હાથમાં નથી લેતો.” ડિટેક્ટીવ રોય કોઈપણ હાવભાવ વગર બોલ્યા.
“પણ સર હું ફક્ત આજ કેસ માટે મદદ માગું છું. સર આ કેસ સોલ્વ થવો ખૂબ જ જરૂરી છે.” અજય એ એક આશા સાથે ફરી પ્રયત્ન કર્યો.
“અજય મને ખબર છે તું એક હોશિયાર અને ઈમાનદાર પોલીસ ઓફિસર છે. તે ખૂબ જ વિચારીને જ મારી પાસે મદદ માંગી હશે. પણ હું આ કેસ નહીં લઈ શકું.” ડિટેક્ટીવ રોયના સ્પષ્ટ ઈનકાર બાદ ઈન્સ્પેક્ટર અજય વિચારમાં પડ્યો. તેને કોઈપણ હિસાબે કિલર ને પકડવો હતો, જેનાં માટે ડિટેક્ટીવ રોયને મનાવવા ખૂબ જરૂરી હતાં. પણ ડિટેક્ટીવ રોયએ મદદ માટે સાફ મનાઈ કરી દીધી હતી.
અજય હવે છેલ્લો પ્રયત્ન કરતાં બોલ્યો.“સર આ ફક્ત તમારી જ જાનનો સવાલ નથી. હજી પણ ચાર લોકો બચ્યા છે જે સત્યવાન નો ટાર્ગેટ બની શકે છે.સર તમે ઓફિશિયલી નહીં પણ અનઓફિશિયલી તો આ કામ કરી શકો છો ને?”
આ સાંભળતા જ ડિટેક્ટિવ રોય થોડા હસ્યા.તેમનું હસ્યા જોઈ અજય ને એક આશા થઈ આવી કે કદાચ રોય હા પાડશે.
***
શું ડિટેક્ટિવ રોય આ કેસમાં મદદ માટે હા પાડશે?શું તેઓ સફળ થશે આ કેસમાં? કોણ હશે એ કાતિલ જેને કોઈ પણ સાબૂત નથી છોડ્યાં? કોણ હશે જેના માટે એક કાબિલ ઇન્સ્પેક્ટરને પણ ડિટેક્ટિવની મદદ લેવી પડે છે?
જાણવા માટે વાંચતાં રહો.....
***
તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. તેમજ સ્ટીકર દ્વારા પ્રોત્સાહન આપવા વિનંતી. માને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Insta ID - urvi_ misty_