પ્રકૃતિ ના પપ્પા વિશ્ર્વાસભાઈ નાં કહેવાથી વીર તેમની પાસે બેસી ગયો. ત્યાં પ્રકૃતિ તૈયાર થઈને બહાર આવી એટલે વિશ્વાસભાઈ અને તેમની પત્ની પીનાબેન બન્ને કહેવા લાગ્યા.
બેટી.. આજે પણ તું અને વીર સાથે બહાર ફરી આવો. જેથી એકબીજાને જલ્દી સમજી જશો તો અમારે લગ્નની તારીખ લેવામાં ખબર પડે.
વીર હજુ પોતાના દિલની વાત કહેવા જાય છે ત્યાં પ્રકૃતિ બોલી. પપ્પા લગ્નની ઉતાવળ ન કરો. સમય આવે બધું થઈ જશે. અમને હજુ સમય જોઈએ છે એકબીજાને સમજવા.
પીનાબેન બોલ્યા. બેટી બહુ સમય સારો નહિ. સગાઈ પછી જલ્દી લગ્ન કરી નાખવા સારા.
પ્રકૃતિ સમજી ગઈ કે જો વધુ વાર હું અને વીર અહી ઊભા રહીશું તો લગ્નની વાતો કરવા લાગશે અને મારે હમણાં લગ્ન કરવા નથી એ પણ વીર સાથે તો નહિ જ. એટલે વીર ને સાથે લઈને પ્રકૃતિ ઘરની બહાર નીકળી ગઈ.
પ્રકૃતિ ને ખબર પણ હતી નહિ કે વીર આજે પલ્લવીને મળવા વડોદરા જવાનું વિચારે છે. એતો એમ સમજી કે આજે પણ મારા દોસ્ત વીર ને મારે ફરવા લઈ જવો પડશે.
અડાજણ ની વાવ ઘણી દૂર હતી એટલે પ્રકૃતિએ સ્કુટી લેવાને બદલે બસમાં જવાનું પસંદ કર્યું ને વીર ને સાથે લઈને તેઓ બસ સ્ટોપ પર પહોંચ્યા.
વીર હજુ ચૂપ હતો તે વિચાર કરી રહ્યો હતો કે હવે હું પલ્લવી ને મળવા વડોદરા કઈ રીતે જઈ શકીશ. પણ મનમાં વિચાર આવ્યો કે જો પ્રકૃતિ સાથ આપે તો હું જઈ શકું છું. એટલે પ્રકૃતિ ને કહ્યું.
આજે મારે પલ્લવી ને મળવા વડોદરા જવું છે. મે પલ્લવીને વાયદો કર્યો છે કે હું તને મળવા વડોદરા આવીશ. શું તું મારી મદદ કરી શકીશ.?
"કેમ નહિ વીર... હું તારી દોસ્ત છું. દોસ્ત દોસ્ત ને કામ ન આવે તો કોણ આવે.! તું કહે તો આપણે અડાજણ ની વાવ નાં બદલે વડોદરા જઈ આવીએ. અને ઘરે ખોટું કહી દેશું કે અડાજણ ની વાવ જોવા ગયા હતા."
પણ...! આટલું કહીને વીર અટકી ગયો...
પણ.. વળી શું..? આપણે વડોદરા સાથે જઇશું જરૂર પણ પલ્લવી ને તો તું એકલો જ મળજે હું દૂર ઊભી રહીશ. હવે તો બરોબર ને. વિશ્વાસ આપતા પ્રકૃતિ બોલી. પ્રકૃતિ એક દોસ્ત બનીને વીર ની મદદ કરવા માંગતી હતી.
તો ઠીક.. તો ચાલ પ્રકૃતિ આપણે બસ પકડીને વડોદરા જઈએ. મોડું કરીશું તો સાંજે પાછા ફરવામાં મોડું થશે.
બાપુનગર થી તેઓ બંને બીઆરટીએસ બસમાં સિટીએમ આવ્યા અને ત્યાંથી પ્રાઇવેટ બસ મળતાની સાથે તેઓ વડોદરા જવા નીકળ્યા.
બસ સોફા વાળી હતી પણ તેમને તો એક સિંગલ સોફો મળ્યો હતો. તો પણ તેઓ જલ્દી વડોદરા જવાની ઉતાવળમાં તે બસના બન્ને બેસી ગયા.
બસમાં સિંગલ સોફામાં માંડ એક વ્યક્તિ આરામથી બેસી શકે તેમાં આ બન્ને બેઠા એટલે થોડીક તો સંકડાઈ પડે તે સ્વાભાવિક છે. તો પણ બન્ને સામ સામે બેસી ગયા. વીરે મેસેજ કરીને પલ્લવીને કહ્યું.
હું અમદાવાદ થી નીકળી ગયો છું અને બે અઢી કલાકમાં વડોદરા પહોચી જઈશ.
તરત જવાબ આવ્યો તું વડોદરામાં દાખલ થાય એટલે ફરી મેસેજ કરી દેજે. હું ઘરે જ છું. હું બસ સ્ટોપ પર તને લેવા આવીશ.
પલ્લવી ને મળવાનો હરખ વીર ને સમાતો ન હતો. વીર ને આટલો ખુશ જોઈને પ્રકૃતિ પણ ખુશ થઈ કેમકે જો વીર અને પલ્લવી નો પ્રેમ મજબૂત રહેશે તો વીર મારી સાથે ક્યારેય લગ્ન કરશે નહિ અને હું અને ગૌરવ બન્ને લગ્ન કરી શકીશું.
શું વિચારે છે પ્રકૃતિ.?
વીર જે તું વિચારે છે એજ હું વિચારું છું. તું પલ્લવીનાં વિચારમાં છે અને હું ગૌરવ નાં. પણ આપણી મુસાફરી થોડી લાંબી છે તો વિચારો માંથી બહાર આવીને થોડી વાતો કરીએ.
વિચારો માંથી બહાર આવીને બન્ને વાતો કરવા લાગ્યા. બસ પૂરપાટ ઝડપે જઈ રહી હતી. બારી માંથી ઠંડો પવન બન્નેનાં મનને ખુશનુમા બનાવી રહ્યો હતો. વાતો પોત પોતાના બાળપણ ની થઈ રહી હતી ત્યારે બસ ની આગળ એક વાહન આવી જતા બસે બ્રેક મારી અને વીર થોડો ઉછળીને પ્રકૃતિ પર પડ્યો. વીર તેમની પર પડ્યો એટલે પ્રકૃતિ એ વીર ને પકડી લીધો. અને બંને એકબીજાની ખુબ નજીક આવી ગયા. બંનેના શરીર એક થઈ ગયા.
પ્રકૃતિ ની ઉપર પડતાની સાથે વીર નાં હૃદય ની કંપારી છૂટી. ઉંમર લાયક થતાં ની સાથે જેમ સેક્સ ની ઉતેજના વધવા લાગે છે તેમ વીર ને પણ હોર્મોન વધી ગયા. તેને પ્રકૃતિ તરફ આકર્ષણ જાગ્યું અને તે પ્રકૃતિ ઉપર પડ્યો રહ્યો.
વીરે તો એકવાર પલ્લવીને ગળે લગાડી હતી એટલે પ્રેમ અને વુફ શું હોય તે ખ્યાલ હતો. પણ પ્રકૃતિ તો પહેલી વાર કોઈ પુરુષ ની આટલી નજીક આવી હતી. તે ગૌરવ નાં પ્રમમાં જરૂર હતી પણ અત્યાર સુધી તેઓ બંને એકબીજાને ભેટ્યા પણ હતા નહિ.
પ્રકૃતિ પણ સારું ફીલ કરવા લાગી હતી એટલે વીર ને પોતાની ઉપરથી હટાવવાની કોશિશ પણ કરી નહિ અને આમ બંને એકબીજાની ઉપર પડ્યા રહ્યા. ત્યાં ફરી બસે જોરદાર બ્રેક મારી ત્યાં તો બંનેના ચહેરા એકબીજાને ટકરાયા ને બન્નેનાં હોઠ એકબીજાને સ્પર્શ કરવાની સાથે ગાઢ ચુંબન નું દૃશ્ય સર્જાય ગયું. બન્ને હવે મિત્રો ભૂલીને પ્રેમમાં પડ્યા હોય તેમ એકબીજાને ચીપકી રહ્યા.
બસ વડોદરા પહોચી ગઈ પણ વીર એ ખ્યાલ રહ્યો નહિ કે મારે પલ્લવી ને મેસેજ કરવાનો છે. એ પ્રકૃતિનાં વિચારમાં ખોવાઈ રહ્યો. બસવાળા ભાઈએ અવાજ કર્યો. ચાલો... વડોદરા આવી ગયું...
હાફળા ફાંફળા થઈને વીર અને પ્રકૃતિ બસ માંથી નીચે ઉતર્યા. તેમને ખબર હતી કે વડોદરા આવ્યું પણ એ જાણવાનો સમય રહ્યો નહિ કે તેઓ ક્યાં ઉતર્યા છે. બસ બાયપાસ થઈને મુંબઈ જઈ રહી હતી એટલે બંનેને વાઘોડિયા પાસે ઉતારી દેવાયા.
બસ ની નીચે ઉતરતાની સાથે વીરે પલ્લવીને મેસેજ કર્યો.
"હું વડોદરા પહોચી ગયો છું. તું ક્યાં છે"
પલ્લવીને મેસેજ મળતાની સાથે જ વીર ને કોલ કરીને પૂછ્યું.
અત્યારે કઈ જગ્યાએ છે.?
હું વાઘોડિયા રોડ પાસે ઊભો છું.
"સારું તું ત્યાં જ ઊભો રહે હું તને ત્રીસ મિનિટમાં લેવા આવું છું." આટલું કહીને પલ્લવીએ ફોન કટ કરીને પોતાની સ્કુટી સ્ટાર્ટ કરી.
હજુ પલ્લવીને આવવામાં ત્રીસ મીનીટનો સમય લાગી શકે તેમ હતો. સવારમાં વીરે નાસ્તો કર્યો ન હતો એટલે ભૂખ પણ લાગી હતી. તે આજુબાજુ નજર કરીને એ જોવાની કોશિશ કરી કે ક્યાંય નાસ્તા હાઉસ છે કે નહિ ત્યાં સામે નાસ્તા ની કેન્ટીન દેખાઈ. પ્રકૃતિ નો હાથ પકડીને વીર કેન્ટીનમાં દાખલ થયા. હાથ પકડવાની સાથે પ્રકૃતિએ મહેસૂસ કરવા લાગી કે વીર મને પ્રેમ કરવા લાગ્યો છે.
તારે શું ખાવું છે. પ્રકૃતિ..?
તને પસંદ હોય તે લઈ લે. મને બધું ચાલશે.
ઓર્ડર કરીને બન્ને એક ટેબલ પર બેઠા પણ બસમાં જે ઘટના બની તેનાથી બન્ને નર્વસ થઈ ગયા હતા. વાત કરવાના બદલે એકબીજા સામે જોઇને સ્માઈલ કરતા રહ્યા પણ કોઈ એક શબ્દ બોલ્યું નહિ ત્યાં નાસ્તો ટેબલ પર આવી ગયો. બન્ને નાસ્તો કરવા લાગ્યા.
શું પલ્લવી જ્યારે વીર ને લેવા આવશે ત્યારે પ્રકૃતિ તેમની સાથે જશે કે ત્યાં જ તે બન્નેનાં પાછા ફરવાની રાહ જોશે.? બસમાં જે ઘટના બની તેનાથી વીર નાં દિલમાં કોઈ ફેરફાર થશે કે નહિ.? વીર અને પ્રકૃતિ ની દોસ્તી ક્યાક પ્રેમમાં પરણમી તો નથી ને..? જોઇશું આપણે આગળના ભાગમાં....
ક્રમશ...