પ્રેમની અનુકંપા - ભાગ ૨ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની અનુકંપા - ભાગ ૨

કોલેજ જતી વખતે વીર વિચારવા લાગ્યો કે કાલે અમદાવાદ જઈશ તો હું તે છોકરી ને કેવી રીતે નાં કહી શકીશ. હાલ મારો કોઈ લગ્નનો વિચાર નથી તેવું બહાનું તો નહિ ચાલે. અને પપ્પાએ એમ જ કઈ છોકરી જોવાનું નક્કી કર્યું નહિ હોય તે મારા લાયક અવશ્ય હોવી જોઈએ. આવા અવનવા વિચારો સાથે લઈને વીર કોલેજ તરફ પોતાની સપોર્ટ બાઈક લઈને જઈ રહ્યો હતો. આમ તો સૂર્યા રેસીડેન્સી થી વીર નર્મદ યુનિવર્સિટી નજીક જ થાય એટલે તે પાંચ મિનિટમાં તો કોલેજ પહોચી ગયો અને કોલેજના લેક્ચર એટેન્ડ કરવા લાગ્યો.

ક્લાસ પૂરા થયા એટલે ઘરે જવા કોલેજના ગેટ પાસે બાઇક લઇને વીર પહોંચે છે ત્યાં સ્કુટી લઈને પલ્લવી ઊભી હતી. પલ્લવી ને જોઈને ચહેરા પર થોડી ખુશી આવી અને તેમની પાસે પહોંચ્યો ત્યાં પલ્લવી બોલી.
"ચાલ ને આપણે કોફી પીવા જઈએ.?"

ગઈ કાલે તમે કહેનારી પલ્લવી આજે તુકારે બોલાવી રહી હતી. એક તો સામેથી રાહ જોઈ રહી હતી અને ઉપરથી કોફી પીવાનું આમંત્રણ આપ્યું એટલે વીર ને પલ્લવી સાથે દોસ્તી પાકી થઈ ગઈ હોય એવું લાગ્યું.

શું વિચારે છે હેન્ડસમ.?
કોફી પીવી હોય તો ચાલ નહિ તો હું ઘરે ચાલી.

મો હલાવી ને વીરે પોતાની બાઇક સ્ટાર્ટ કરી અને કોલેજ બહાર નીકળ્યો પાછળ પલ્લવી પણ નીકળી.

બાઇક થોડી આગળ ચલાવી ને થોડી ધીમી પાડી. ત્યાં પલ્લવી તેની સાથે સ્કુટી ચલાવવા લાગી.
"આપણે ક્યાં કોફી પીવા જઇશું.?"
ચાલુ બાઇકે વીરે પૂછ્યું.

જ્યા તું લઈ જાય ત્યાં મે તો નથી જોયું.! એમ કહીને પલ્લવી હસવા લાગી.

અત્યાર સુધી વીર ક્યારેય કોફીશોપ ગયો હતો નહિ એટલે તેને ખબર પણ હતી નહિ કે કોલેજની નજીક કોઈ કોફી શોપ છે કે નહિ. પણ તે ડુમ્મસ રોડ પર બાઈક હંકારવા લાગ્યો.
"ઓય મિસ્ટર આમ ડુમ્મસ તરફ કેમ લઈ જાય છે શું દરિયા કિનારે મારો રેપ કરવાનો ઇરાદો તો નથી ને..? મારે કોફી પીવી છે નહિ કે દારૂ..!"

એક તો વીર અપસેટ હતો તેને થયું હું પલ્લવી સાથે થોડી વાતો કરીશ તો મારો મૂડ સરખો થઈ જશે પણ તે તો મઝાક કરી રહી હતી. તે મજાક અત્યારે વીર ને પસંદ આવી રહી ન હતી એટલે ચૂપચાપ બાઈક ચલાવતો રહ્યો ને આગળ "દ્રીફ્ટ કાફે" હતી ત્યાં બાઈક ને ઉભી રાખી.

આજ પહેલી વાર કોઈ છોકરી સાથે કોફીશોપ આવ્યો હતો એટલે વીર નર્વસ હતો. આ જોઈને પલ્લવી બોલી.
"એલા વીર હું તને જે કાલે જોઈ રહી હતી તે વીર તો મને દેખાતો નથી. તારું ધ્યાન બીજે છે કે મારી સાથે આવવું પસંદ હતું નહિ.?"

વીર ને હવે જવાબ આપવો રહ્યો. તેણે ટેબલ પર બેસીને પલ્લવીને સામે બેસવા કહ્યું.
પલ્લવી ખુરશી પર બેઠી કે તરત પોતાના મનની વાત કહેવાની શરૂ કરી.

"અરે યાર... હું અત્યારે મારા કરિયર કર ધ્યાન આપવા માંગુ છું ને મારા મમ્મી પપ્પા મારા મેરેજ ની ઉતાવળ કરી રહ્યા છે."

"આતો ખુશી ની વાત કહેવાય પાગલ.. આજે નહિ કાલે મેરેજ તો તારે કરવાના જ છે તો પછી...!"

અરે પલ્લવી એમ નહિ..
લગ્ન તો હું કરીશ પણ મારી પસંદગી ની છોકરી સાથે અને મારા સમયે જ કરીશ. દિલની વાત કરીને થોડો હાશકારો વીરે અનુભવ્યો.

એક રસ્તો આપુ વીર..?

હા.. તું મારી ફ્રેન્ડ છે તું નહિ આપે તો કોણ આપશે. વીરે થોડી ચહેરા પર સ્માઇલ વેરતો બોલ્યો.

તો સાંભળ ... જો તને છોકરી પસંદ આવે તો તો બે, ત્રણ વર્ષ નો ગાળો માંગી લેજે અને ન પસંદ આવે તો નાં કહી દેજે. સિમ્પલ...

સારું.... છોડ એ બધી વાતો એ આગળ જોવાય જશે. તું કહે તારી લાઇફ કેમ ચાલે.

પલ્લવી તો પોતાના વિશે કોફી પીતા પીતા વાત કરવા લાગી ને વીર તેની વાતોમાં ખોવાય ગયો. પલ્લવી ને હસતો ચહેરો અને બોલવાની છટ્ટા થી વીર પ્રભાવિત થઈ રહ્યો હતો. તે વિચારમાં ખોવાઈ ગયો કે હું લગ્ન કરીશ તો પલ્લવી સાથે જ. પણ હજુ સુધી વીર ને ક્યાં પલ્લવી નાં પાસ્ટ વિશે ખબર હતી. બસ પલ્લવી તો વર્તમાન ની વાતો કરી રહી હતી. કોફી પતાવી ને બન્ને ઘર તરફ નીકળી ગયા.

અમદાવાદ જવા માટે વીર તૈયાર તો થયો નહિ બસ રોજિંદા તેના કપડા હતા તે પહેરીને પપ્પા ની ગાડીમાં બેસી ગયો. અને મમ્મી પપ્પા સાથે વીર અમદાવાદ છોકરી જોવા નીકળી ગયો.

વીર જે છોકરી જોવાનો હતો તેનું નામ પ્રકૃતિ હતું. સ્વભાવે એકદમ શાંત અને સુશીલ હતી. સાથે દેખાવમાં એટલી સુંદર હતી કે પહેલી જ નજરમાં કોઈ પસંદ કરી લે. પ્રકૃતિ અમદાવાદમાં જ બીએસસી કરી રહી હતી.

અમદાવાદ નાં બાપુનગરમાં રહેતી પ્રકૃતિ ના ઘરે વીર અને તેના મમ્મી પપ્પા પહોચી ગયા. ત્યાં પ્રકૃતિ નાં મમ્મી પપ્પા એટલે કે વિશ્વાસભાઈ અને પીનાબેને સારી રીતે સ્વાગત કર્યું. વીર ચૂપચાપ પપ્પા ની બાજુમાં બેસી ગયો. તે એ વિચારી રહ્યો હતો કાશ મને અને મારા ફેમિલી ને છોકરી પસંદ ન આવે તો સારું કેમકે મારે હજુ પલ્લવી સાથે સારી મૈત્રી અને ડિગ્રી પ્રાપ્ત કરીને ઉચી પોસ્ટ પર નોકરી કરવી છે. જો છોકરી પસંદ આવશે તો મહદઅંશે મારી કારકિર્દી અને પલ્લવી સાથે ની મૈત્રી પર થોડી અસર પડી શકે તેમ છે.

થોડી વારમાં પ્રકૃતિ તૈયાર થઈને ચા આપવા હોલમાં આવી. તેણે સિમ્પલ વાઇટ ડ્રેસ પહેર્યો હતો. ધીમે પગલે શરમાતી પ્રકૃતિ એ પહેલા વીર નાં મમ્મી પપ્પા ને ચા આપી પછી થોડી નજર ઉચી કરીને વીર ને નિહાળતા નિહાળતા વીર ને ચા આપી. ચા આપતી વખતે વીર તેને જોઈ રહ્યો. તેની કલ્પના બહાર પ્રકૃતિ એટલી સુંદર હતી કે પહેલી નજરમાં પસંદ આવી ગઈ જાણે પલ્લવી તેની આગળ ફિક્કી લાગતી હોય. અચાનક રૂપસુંદરી ને જોઈને તેના મનમાં અનુકંપા જાગી અને જાણે દિલ પર પ્રકૃતિ છવાઈ ગઈ હોય તેવો અહેસાસ વીર નાં દિલમાં થવા લાગ્યો.

વડીલોએ વાતો કરતા રહ્યા અને વીર સામે બેઠેલી પ્રકૃતિ ને ત્રાસી નજર કરતો જોઇ રહ્યો. તે થોડો અસંબસમાં પડી ગયો કે પ્રકૃતિ તો મને પસંદ આવી છે પણ જો હા કહીશ તો મારી કરિયર નું શું..? ત્યાં પ્રકૃતિ નાં મમ્મી પીનાબેન બોલ્યા. બેટા વીર તારે પ્રકૃતિ સાથે વાત કરવી હોય તો બાજુના રૂમમાં જઈને થોડી વાતો કરી લો.

વીર ની પ્રકૃતિ સાથે વાત કરવી કે ન કરવી તે વિચાર કરી રહ્યો હતો ત્યાં ધીરજલાલ બોલ્યા.
"બેટા વીર અમને પ્રકૃતિ પસંદ આવી ગઈ છે. જો તને પ્રકૃતિ પસંદ હોય તો થોડી વાતો કરી લે."

ધીરજલાલ પહેલા પણ પ્રકૃતિ ને જોઈ હતી. જ્યારે પહેલી વાર કોઈ ફંકશનમાં જોઈ હતી ત્યારે જ પ્રકૃતિ પસંદ આવી ગઈ હતી અને તે ઈચ્છતા હતા કે પ્રકૃતિ જ મારા ઘરની વહુ બને એટલે તેઓ તો આ સગાઈ થાય તેમાં રાજી હતા.

હવે તો પપ્પાની આજ્ઞા માનવી રહી કેમકે મને છોકરી પસંદ નથી એવું કહીશ તો પપ્પા કહેશે પ્રકૃતિ માં શું ખામી છે અને મારી પાસે તેનો કોઈ જવાબ નહિ હોય. જો નાં કહીશ તો પપ્પાને ખોટું લાગશે અને કદાચ મારી લાઇફમાં આવી છોકરી નહિ મળે તો મારે પસ્તાવવું પડશે તે કરતા પ્રકૃતિ સાથે થોડી વાતો કરવા વીર તૈયાર થઈ ગયો.

પ્રકૃતિ અને વીર બાજુના રૂમમાં જઈને વાતો કરવા લાગ્યા. એકદમ સહજતાથી પ્રકૃતિ વાતો કરી રહી હતી. પ્રકૃતિ ની સાદગી વીર ને પસંદ આવી ગઈ તો વીરે પણ વાતવાતમાં કહી દીધું. તું મને પસંદ છે.?

શરમાઈ ને પ્રકૃતિ એ હા કહી અને બન્ને પરિવારોએ વીર અને પ્રકૃતિ ની સગાઈ કરવાનું નક્કી કરી નાખ્યું.

શું પ્રકૃત્તિ સાથે વીર ની સગાઈ થશે.? જો સગાઈ થશે તો વીર નાં કરિયર પર શું અસર થશે.? પલ્લવી સાથે મૈત્રી માં આ સગાઈ અડચણ પેદા કરશે કે બન્ને વચ્ચે શરૂ થયેલી દોસ્તીમાં પૂર્ણવિરામ લાગી જશે.? જોઇશું આપણે આગળના ભાગમાં...

ક્રમશ...