Premni Anukampa - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમની અનુકંપા - ભાગ ૪

આજનો દિવસ મારા માટે ખાસ બની રહેશે તેવું વીર વિચાર કરી રહ્યો હતો. તે આજે પલ્લવીને મળીને પોતાના દિલની વાત કહેવા માંગતો હતો. જેથી તેને ખ્યાલ આવી જાય કે જો પલ્લવી મારા પ્રેમને સ્વીકારશે તો હું પ્રકૃતિ સાથે ની સગાઈ તોડી નાખીશ અને પલ્લવીને જ મારી જીવનસાથી બનાવી લઈશ કેમકે પલ્લવી મારી પહેલી પસંદ છે. અને મારી સમોવડી પણ.

તૈયાર થઈને વીર આજે પોતાની સ્પોર્ટ બાઈક નહિ પણ પપ્પાની કાર લઈને કોલેજ જવા નીકળ્યો. આમ તો ઘણી વખત કાર લઈને વીર જતો એટલે પપ્પાએ તેને કઈ પૂછ્યું નહિ અને કાર ની ચાવી તરત આપી દીધી. વીર તો કાર લઈને કોલેજ પહોંચ્યો. કોલેજના પાર્કિગમાં કાર પાર્ક કરીને કોલેજના ગેટ પાસે પલ્લવી ની રાહ જોવા લાગ્યો.

થોડા સમય સુધી રાહ જોયા પછી પણ પલ્લવી આવી નહિ એટલે થોડો નિરાશ થઈને વીર ક્લાસમાં જતો રહ્યો. પણ હજુ તેને આશા હતી કે ક્લાસ પૂરા કર્યા પછી હું પલ્લવીને જરૂરથી મળીશ.

ક્લાસ પૂરા થતા જ વીર ફરી કોલેજના ગેટ પાસે ઊભો રહ્યો. વીર જ્યારે કોલેજ આવ્યો તે પહેલાં પલ્લવી કોલેજ આવી ચૂકી હતી અને તે ક્લાસમાં લખવા બેસી ગઈ હતી. ક્લાસ પૂરા થયા એટલે પલ્લવી ઘરે જવા નીકળી. કોલેજના ગેટ પાસે પહોંચી કે તરત તે વીર ને જુએ છે અને તેની પાસે પહોંચે છે. હજુ પલ્લવી કઈ બોલે તે પહેલાં વીર બોલ્યો.

તારી સ્કુટી કોલેજ બહાર પાર્ક કરી દે આપણે આજે બહાર ફરવા જવાનું છે. પલ્લવી ને પણ ફરવા જવા નો મૂડ હતો એટલે તરત તેણે સ્કુટી ને કોલેજ બહાર પાર્ક કરી ત્યાં વીર પોતાની કાર લઈને કોલેજ બહાર નીકળ્યો.

એકદમ નવું મોડેલ ની કાર જોઇને પલ્લવીને તે કાર ખુબ જ પસંદ આવી ગઈ. કારમાં બેસતાં જ કાર નાં વખાણ કરવા લાગી.
પલ્લવી પાસે કાર છે કે નહિ તે વીર ને ખબર હતી નહિ. એટલે કાર નાં વખાણ સાંભળીને વીર એમ સમજ્યો કે પલ્લવી પાસે કોઈ કાર હશે નહિ અને જો હશે તો કોઈ સસ્તી કાર હશે એટલે જ તો તે કાર નાં વખાણ કરે છે.

કાર થોડી આગળ ચાલી એટલે પલ્લવી બોલી.
"ઓય.. ડિયર વીર...
આપણે ક્યાં જઈ રહ્યા છીએ.?"

લોગ ડ્રાઇવ પર...હસીને વીરે કહ્યું.

ફરી પલ્લવી એ કહ્યું.
"કહીશ કે નહિ.? આપણે ક્યાં જઈ રહ્યા છીએ."

થોડી શાંતિ રાખ બધું સમજી જઈશ. પણ એટલું કહું તને કે જે જગ્યાએ લઈ જઈ રહ્યો છું તે જગ્યા તને ખુબ પસંદ આવશે.

પલ્લવી પછી કોઈ સવાલ કર્યો નહિ. પણ વીર નો હસતો ચહેરો જોઈને એટલું જરૂરથી પૂછ્યું.
કેમ આજે આટલો બધો ખુશ છે.?

થોડી દિલની વાત વીરે કહેવાની શરૂ કરી.
તને ખબર છે ને મને તારી સાથે વાતો કરવી અને તારી સાથે રહેવું પસંદ છે. હવે તું જ વિચાર જે ગમતું પાત્ર સાથે હોય તો ખુશી થાય કે ન થાય.

વાત તારી બરોબર છે વીર. પણ આજે વધુ પડતો તું ખુશ દેખાય છે એટલે કહ્યું.

બન્ને વાતો કરી રહ્યા હતા ત્યાં તો ડુમ્મસ બીચ આવી ગયો. જ્યા વીર લઈ જવા માંગતો હતો.

પલ્લવી ને દરિયો ખૂબ જ ગમતો હતો. તે જ્યારે જ્યારે ફરવા જતી ત્યારે ત્યારે એક સ્થળ તો દરિયા કિનારે હોય તે પસંદ કરતી.

બીચ પર પહોંચતા ની સાથે જ કાર માંથી નીચે ઉતરીને પલ્લવી નાચવા લાગી. તે દરિયા મોજા તરફ ભાગવા લાગી. પાછળ પાછળ વીર પણ દોડવા લાગ્યો.

જાણે કે એક હિરોઈન પાછળ એક હીરો દોડતો હોય એવું રોમેન્ટિક સીન સર્જાઈ ગયું હતું. પલ્લવી દરિયાના મોજા પાસે પહોંચીને મોજા ને હાથ અને પગ વડે પાણીને ઉછાળીને આનંદ લેવા લાગી. પલ્લવીને આટલી ખુશ જોઈને વીર પણ બહુ ખુશ થઈ રહ્યો હતો. બસ તે હવે એક એવા ક્ષણની રાહ જોઈ રહ્યો હતો કે પલ્લવી મારી પાસે ખુદ આવી ને કહે.
વીર... આઇ.લવ.યુ.

દરિયા સાથે મોજ મસ્તી કરીને પલ્લવી કિનારે આવીને બેસી ગઈ. વીર પણ તેની પાસે બેસીને હસવા લાગ્યો. બંનેના ચહેરા પર ખુશી નો કોઈ પાર હતો નહિ.

વીર ને આ ક્ષણ યોગ્ય લાગી એટલે પલ્લવી નો હાથ પકડી ને તેની નજર સામે નજર મેળવીને કહી દીધું.

પલ્લવી.... આઈ.લવ.યું.
"હું તને ખુબ જ લાઈક કરું છું."

જાણે કે ભારે વરસાદ ની વચ્ચે એક વીજળી નો ચમકારો થયો હોય તેમ પલ્લવી આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તે એકદમ શાંત થઈને વીર ને જોવા લાગી.

પલ્લવી કઈ બોલી નહિ એટલે વીરે તેના ગાલ પર હળવેથી હાથ ફેરવતો બોલ્યો.
ક્યાં ખોવાઈ ગઈ પલ્લવી....?
હું તને કહું છું.
ડુ યુ લાઈક મી..?

પલ્લવી હોશમાં આવીને વીર નો હાથ પકડીને બોલી.
વીર હું પણ તને પ્રેમ કરું છું.
મને કલ્પના પણ હતી નહિ કે તું મને આવી રીતે પ્રોપોઝ કરીશ.
મારી ખુશી નું કારણ તો તું છે અને હું તને કેમ નાખુશ કરી શકું.

લવ યુ ટુ... કહીને પલ્લવી વીર ને ગળે વળગી ગઈ.

સાંજ સુધી બન્ને એકસાથે બેસીને ખુબ વાતો કરી બન્ને ઘણી વાર ગળે વળગી રહ્યા. પણ એકબીજા એ કિસ કરી રહી. કેમકે વીર ની હિમ્મત ચાલી નહિ અને પલ્લવી રાહ જોતી રહી કે વીર મને કિસ કરે છે કે નહિ. સાંજ પડી એટલે બન્ને ઘરે પાછા ફર્યા

મોડી રાત સુધી વીર ને ઊંઘ આવી રહી ન હતી તે હજુ પલ્લવીનાં વિચારોમાં ખોવાઈ રહ્યો હતો. મલક મલક મનમાં હસીને ખુશ થઈ રહ્યો હતો. જાણે તેને બધું સુખ મળી ગયું હોય. પણ વચ્ચે વચ્ચે તે એ વિચાર આવતો હતો અને તે નાખુશ થઈ જતો હતો. તે હતો પ્રકૃતિ સાથે ની હું સગાઈ કેવી રીતે તોડી શકીશ.?
ભલે જે થવું હોય તે થાય હું પ્રકૃતિ સાથે સગાઈ નહિ કરું એવું મન મક્કમ બનાવીને વીર સૂઈ ગયો.

સવાર થયું એટલે વીર કોલેજ જવા નીકળે છે ત્યાં તેના પપ્પા ધીરજલાલ બોલ્યા.
બેટા કાલે પ્રકૃતિનાં મમ્મી પપ્પા નો ફોન હતો. કે વીર અને પ્રકૃતિ ની સગાઈ આપણે જલ્દી કરી નાખીએ. અને મે તેમને કહ્યું છે કે ચાર દિવસ પછી એટલે કે આવતા રવિવારે અમે સગાઈ કરવા આવી રહ્યા છીએ તો બેટા સગાઈ માટે ની જે ખરીદી કરવાની હોય તે આજે અને કાલે કરી નાખજે.

પપ્પાની વાત સાંભળીને વીર સ્તબ્ધ થઈ ગયો. જેની સાથે સગાઈ નથી કરવાની એવો વિચાર મનમાં બનાવી લીધો હતો તે વિચાર પર પપ્પાની આ વાતથી પાણી ફરી ગયું. વીર ક્યારેય પપ્પાની વિરુદ્ધ ગયો હતો નહિ એટલે નાં તો કહી શકે તેમ હતો નહિ એટલે સારું પપ્પા. કહીને વીર કોલેજ જવા નીકળી ગયો.

આઠ દિવસનો વાયદો પપ્પોને કર્યો હતો અને હજુ ત્રણ દિવસ થયા હતા તો પપ્પાએ કેમ મને પૂછ્યા વિના સગાઈ નું નક્કી કરી નાખ્યું. આવું કહેતા વીર ની જીભ ચાલી નહિ.

જાણે પોતાના બધા અરમાન બળીને ખાખ થઈ રહ્યા હોય તેવું લાગવા લાગ્યું. પલ્લવી સપનું બની ને રહી જશે એવા વિચાર આવવા લાગ્યા. જેને પામવા માંગતો હતો તે હવે હાથ માંથી રેતી સરકતી હોય તેવું લાગવા લાગ્યું.

શું વીર અને પ્રકૃતિ ની સગાઈ થશે.? શું વીર અને પલ્લવી નો પ્રેમ બરકરાર રહેશે. ? વીર કોને પસંદ કરશે પલ્લવી ને કે પ્રકૃતિ ને.? જોઇશું આપણે આગળના ભાગમાં...

ક્રમશ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED