પ્રેમની અનુકંપા - ભાગ ૯ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની અનુકંપા - ભાગ ૯

અચાનક કોઈ આવીને જતું રહ્યું હતું પણ તેની મદદ મારા દીલમાં હજુ એકબંધ હતી. જ્યારે જ્યારે હું ગૌરવ ને જોતી હતી ત્યારે ત્યારે તેમણે કરેલી મદદ મારા માંનસપટલ પર છવાઈ રહેતી.

નિયતિ શું કરે તે કોઈ કહી શકતું નથી. જેમને આપણે ભૂલવાની કોશિશ કરી રહ્યા હોય તે ક્યારેય ભૂલાતો નથી અને જો સતત તેને યાદ કરતા રહીએ તો એકદિવસ આપણી નજીક આવવાનો જ. બસ એવું જ બન્યું.

હું લાઈબ્રેરી માંથી બુક લઈને બહાર આવી રહી હતી ત્યારે બહાર ઉભેલ ગૌરવ મને બોલાવે છે. હું તેમની નજીક જઈને બોલી.
હાય...
કેમ છો તમે..?

હું બસ મઝામાં છું. તું કેમ છે.?
આજે પહેલી વાર ગૌરવે મને તુંકારે બોલાવી હતી. તેથી હું થોડી ખુશ થઈ.

મારે એક કામ હતું પ્રકૃતિ.
શું તું મારી મદદ કરીશ.?

બોલ ને ગૌરવ શું કામ છે. ?

કામ તો કઈ ખાસ નથી બસ મારે એસાઈમેન્ટ બનાવવો છે પણ મને કંઈ ખબર પડતી નથી. મારા મિત્રો આ બાબતથી મદદ કરવા તૈયાર નથી. તો થયું હું તારી મદદ લવ. ગૌરવે જાણે એક આશાથી પ્રકૃતિ પાસે મદદ માંગવાનો પ્રયાસ કર્યો.

મે હા પાડી એટલે ગૌરવે કહ્યું તો આપણે ક્યાં બનાવીશું.?

હું ગૌરવ ને ઘરે બોલાવી શકું તેમ હતી નહિ અને કોલેજમાં તૈયાર કરવું યોગ્ય લાગ્યું નહિ. એટલે હું વિચારે ચડી કે આખરે એસાઈમેન્ટ ક્યાં બનાવીશું. ત્યાં ગૌરવ બોલ્યો.
"તારી મરજી હોય તો મારા ઘર પર જ બનાવીએ."

હું ગૌરવ નો નેચર સારી રીતે જાણતી હતી એટલે હું તેમના ઘરે આવવા તૈયાર થઈ પણ મે તેને મારા સમય પર કહ્યું. તો તેને કોઈ પ્રોબ્લેમ લાગ્યો નહિ. અમે બંનેએ કોલેજના બે કલાક પહેલા મળવાનું નક્કી કર્યું. મે તેનું એડ્રેસ લીધું અને હું બીજા દિવસે તેના ઘરે પહોંચી.

તેનું ઘર વિશાળ હતું. પણ તે રેન્ટ પર રહેતો હતો. ઘર મોટું હોવાના કારણે તેમાં ઘણાં રૂમ હતા એટલે ખ્યાલ આવ્યો નહિ કે તેના મમ્મી પપ્પા કે ભાઈ બહેન છે કે નહિ. હું ઘરમાં દાખલ થઈ એટલે ગૌરવ મને તેના રૂમમાં લઈ ગયો. ત્યાં એક ટેબલની સામે ખુરશી હતી ત્યાં મને બેસવા કહ્યું અને તે પણ મારી નજીક બેસીને એસાઈમેન્ટ વિશે અમે બંને વાતો કરવા લાગ્યા. હું તેનું એસાઈમેન્ટ તૈયાર કરી રહી હતી ત્યારે તેની નજર મારા પર ટકી રહી હતી. તે મને નિર્દોષ ભાવે જોઈ રહ્યો હતો. હું પણ ક્યારેક તેની સામે જોઇને મીઠી સ્માઈલ કરી લેતી.

મારું ધ્યાન એસાઈમેન્ટ બનાવવામાં હતું ત્યાં તેણે મારા ચહેરા પર આવતી લટ ને થોડી દૂર કરી. હું કઈ સમજી શકી નહિ. મને એમ લાગ્યું કે મને લખવામાં મારી લટ આડી આવી રહી હશે તે મને ખબર નથી એટલે તેણે દૂર કરી પણ જ્યારે તે મારી વધુ નજીક આવ્યો એટલે મારા શરીર પર કંપન શરૂ થઈ ગયું. મને અલગ ફીલ થવા લાગ્યું. હું ગૌરવ પાસે સેફ હતી તે મને વિશ્વાસ હતો પણ જે રીતે તે મારી નજીક આવી રહ્યો હતો તેમ તેમ મને થોડો ડર લાગવા લાગ્યો હતો.

એસાઈમેન્ટ પૂરું કર્યા પછી હું કોલેજ જવા નીકળી ત્યાં મને ગૌરવે રોકીને કહ્યું.
હજુ થોડી વાર બેસ ને.

મે ઉતાવળ કરીને ત્યાંથી નીકળી ગઈ. મારા જવાથી તેના ચહેરા પર થોડી ઉદાચી દેખાઈ પણ મે અવગણના કરી કેમકે મારે કોલેજ જવાનું મોડું થઈ રહ્યું હતું.

હું કોલેજ પહોચી અને પાછળ ગૌરવ પણ આવ્યો. હું થોડી નર્વસ થઈ હતી. કેમકે જે રીતે મને ગૌરવ જોઈ રહ્યો હતો. તે મને પસંદ આવ્યું ન હતું. કેમકે આજ સુધી હું કોઈ છોકરાની આટલી નજીક ક્યારેય બેસી ન હતી.

કોલેજના લેક્ચર પૂરા કરીને હું બસ સ્ટોપ પર જઈ રહી હતી ત્યાં ગૌરવ આવ્યો ને મને કહ્યું.
ચાલ ... હું તને ઘરે ડ્રોપ કરી જાવ.
મે નાં કહી અને તે નીકળી ગયો.

ત્યાર પછી કોલેજમાં ગૌરવ ને જોતી હતી ત્યારે ત્યારે તે મને જોઈને દૂર ભાગતો હતો. આ મારાથી જોવાતું ન હતું. કેમકે એક સારો છોકરો જ આવું જ કરે બાકી તો હંમેશા નજીક આવવાની કોશિશ કરતા હોય છે. ગૌરવ નું આવું વર્તન મને કઈક ફીલ કરાવતું હતું. જાણે મારા દિલમાં તે વસી ગયો હોય. મારે તેને મળવું હતું પણ મારામાં હિંમત આવી રહી ન હતી કેમકે જ્યારે જ્યારે હું હિંમત કરીને તેને મળવા આગળ વધતી ત્યારે ત્યારે તેના ઘરે તે નજીક આવ્યો હતો અને મને પસંદ આવ્યું ન હતું તે દ્રશ્ય મારી સમક્ષ આવીને ઉભુ રહેતું અને હું અટકી જતી. ધીરે ધીરે તેનું આવુ વર્તન મને દુઃખ આપી રહ્યું હતું પણ હું કઈજ કરી શકતી ન હતી.

ઘણા દિવસો વીતી ગયાં હતાં પણ હું ગૌરવ ને ભૂલી શકી હતી નહિ. મને ગૌરવ ને મળવાનું ઘણું મન થતું હતું કેમકે કોલેજમાં આ એક જ યુવાન હતો જેની સાથે મારી થોડી ઓળખાણ અને વાતચીત થઈ હતી. એક દિવસ હું બસ માંથી ઉતરીને કોલેજ તરફ ચાલીને જઈ રહી હતી ત્યાં રસ્તા પણ ભીડ જોઈ. કોઈક નું એક્સિડન્ટ થયું હોય તેમ એક બાઈક નાં ફરતે માણસો ઊભા હતા. હું ત્યાંથી નીકળીને આગળ વધવા લાગી કેમ્કે રોડ પર મે આવા ઘણાં એક્સિડન્ટ થતાં જોયા હતા. ત્યાં પાછળ ફરીને મે જોયુ તો બાઈકની નંબર પ્લેટ જોઈ. મને ગૌરવનાં બાઈકની નંબર પ્લેટ યાદ હતી. નંબર પ્લેટ જોઈને ખ્યાલ આવ્યો કે આતો ગૌરવની બાઈક છે હું દોડીને બધાને થોડા દૂર કરીને જોવ છું તો ગૌરવ પડ્યો હોય છે. ગૌરવ નો પગ બાઈક માં દબાયેલો હતો અને થોડું લોહી પણ વહી રહ્યું હતું.

ગૌરવ...ગૌરવ કહીને તેને ઊભો કરવા કોશિશ કરી પણ તે ઊભો થઈ શકે તેમ હતો નહિ કેમકે તેના પગના ઘણું વાગ્યું હોય છે. આખરે ત્યાં ઉભેલ માણસોએ ગૌરવ માથે પડેલી બાઈક ને દૂર કરી. તેણે મારી પર નજર કરી પણ તે કઈ કહી શક્યો નહિ. મે બીજા માણસો નાં સહારે ઊભો કર્યો ત્યાં કોઈએ પહેલેથી એમ્બ્યુલન્સ ને ફોન કરી દીધો હશે એટલે એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી. હું અને બે માણસો એ તેને એમ્બ્યુલન્સ માં લઈને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ પહોંચતાંની સાથે મારી સાથે આવેલા બન્ને માણસો ત્યાંથી નીકળી ગયા.

ગૌરવ ને પગમાં સિવાય ક્યાંય વાગ્યું હતું નહિ પણ તેના પગમાં થતાં દુખાવાના કારણે તે ઘણી પીડા અનુભવી રહ્યો હતો જેના કારણે તે અવાજ કરી રહ્યો. ડોકટરે જોઈને તેની સારવાર શરૂ કરી. તેના એક પગમાં ફેક્ચર થયું હતું. તરત ડોકટરે ગૌરવને ફેક્ચર નો પાટો બાંધ્યો.

કોલેજનો દિવસ મે ગૌરવની સારવારમાં કાઢ્યો. અને હવે ઘરે જવાનો સમયે થઈ ગયો હતો. ઘરે પહોચવું જરૂરી હતું પણ ગૌરવને આમજ એકલો મૂકવો મને યોગ્ય લાગી રહ્યું ન હતું. હું મૂંઝવણમાં મુકાય. ઘરે જવું કે ગૌરવ પાસે રહેવું. કઈ સમજાતું ન હતું. જો ઘરે જઈશ તો ગૌરવ ની કાળજી કોણ લેશે અને ગૌરવ પાસે રહીશ તો ઘરે હું શું જવાબ આપીશ.

શું પ્રકૃતિ ઘરે જશે કે ગૌરવ પાસે રહેશે.? ગૌરવ નું કેમ એક્સિડન્ટ થયું હતું.? શું ગૌરવ હવે ક્યારે ચાલવા લાગશે.? પ્રકૃતિ નું મદદથી ગૌરવમાં પરિવર્તન આવશે ? જોઇશું આપણે આગળના ભાગમાં..

ક્રમશ...