ક્રિમિનલ કેસ - ભાગ 13 Urvi Bambhaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્રિમિનલ કેસ - ભાગ 13

નયનના ઘર પાસે મીડિયા અને પોલીસ નો જમાવડો થયો હતો. નયનના આમ અચાનક મૃત્યુ પાછળ બધા દુઃખી હતા. એક જ ભય તેમના મનમાં હતો, કે હવે કોણ મૃત્યુ પામશે.બધા એ જ પોલીસ પ્રોટેક્શન માટે અરજી આપી હતી અને બધા ના જ ઘરે પોલીસ પ્રોટેક્શન માટે પોલીસ મોકલી આપવા માં આવ્યા હતાં.

આચલ, પીહુ, કામ્યા અને પર્વ બધા ટેન્શનમાં હતાં.કારણ નયનનું મર્ડર પણ એવી જ રીતે થયું હતું કેવી રીતે વાનીનું. તેની બાજુ માં પણ જોકરનું માસ્ક મળ્યું હતું અને હાથ પર ક્રોસ(x) નું નિશાન કરેલું હતું. ઘણી તપાસ કરતાં પણ પોલીસ ને કોઈ સાબૂત મળ્યાં નહોતા. ઇન્સ્પેક્ટર અજય જ આ કેસ હેન્ડલ કરી રહ્યાં હતાં. તેમણે અમદાવાદ માં થયેલા વાની મર્ડર કેસ ની પૂરી માહિતી મંગાવી પણ તેમાં પણ કોઈ સાબૂત હાથ નહોતો લાગી રહ્યો.

અજય ને કમિશ્નર તરફથી પ્રેશર આપવામાં આવી રહ્યું હતું કારણ હાલ જનતામાં પોલીસ પ્રશાસન પ્રત્યે ખૂબ અસંતોષ ફેલાયેલો હતો.મીડિયા ઘણાં સવાલો કરી જનતા સુધી ખબર પહોંચાડી રહી હતી અને પોલીસ પ્રશાસન પર આંગળી ઉઠાવી રહી હતી.

કેબિન માં ટકોર થાયી એટલે ઇન્સ્પેક્ટર અજય એ આંખો ખોલી.અને વિચારો ની હારમાળા ને હાલ પૂરતો વિરામ આપ્યો.

“કમ ઈન” ઇન્સ્પેક્ટર અજય બોલ્યા.

“સર આ નયન અને વાની ની કોલ ડિટેલ્સ છે.”મોરે એ અંદર આવતા જ એક ફાઈલ અજય ના હાથ માં આપી જે થોડા સમય પહેલા અજય એ મંગાવી હતી.

“મોરે કંઈ મળ્યું આમાં?”

“ના સર! મે ચેક કર્યું પણ કોઈ ખાસ માહિતી નથી આમાં”

“કોઈ પણ શંકા થાય એવો નંબર નથી?”

“ના સર મે બધું જોઈ લીધું. કંઈ એવું નથી”

“હમમ..ઠીક છે તું એક કામ કર; અચલ,વાની,કામ્યા અને પર્વ ને બોલાવી લાવ.”

“ઠીક છે સર. ત્યાંના એક ઓફિસર ને કોલ કરી દઉં એટલે તેમને મોકલી આપે” કહી મોરે બહાર જવા પાછળ વળ્યો ત્યાજ પાછળ થી અજય નો અવાજ આવ્યો એટલે મોરે રૂકી ગયો.

“સાંભળ વિવાન અને અભય ને પણ બોલાવી લેજે. એ લોકો પણ વાની મર્ડર સ્પોટ પાસે હતાં એટલે.”

“જી સર”

મોરે કેબિન ની બહાર નીકળી બધા ને કોલ કરી બોલાવે બોલાવ્યા.બધા બીજા દિવસે પોલીસ સ્ટેશન પર હાજર હતાં.અચલ થોડી સ્વસ્થ હતું પણ બાકી બધા તો મન માં એક ડર સાથે જ આવ્યા હતાં. બધા ને એક જ સવાલ હતો કે, કેમ બધા ને એક સાથે બોલાવ્યા છે? મર્ડરર મળ્યો હશે કે નહીં?

બધા જ પોલીસ સ્ટેશનની બહાર ઊભા હતા ત્યાં એક બાઈક આવી ને ઉભી રહી. બધા જ જોવે છે તો તે અભય અને વિવાન હતાં.આ જોતાં જ અચલ અને પીહુ ખુશ થઈ ગયા.બંને તેમની હાજરીથી એક અલગ જ પ્રકારની સુરક્ષિતતા મહેસૂસ કરી રહી હતી.વિવાન અચલ સામે એક સ્માઈલ આપી.આ જોઈ અચલ ના ચહેરા પર આપોઆપ હાસ્ય આવી ગયું.

“તમે બંને અહીંયા કેમ?” કામ્યા એ વિવાન અને અભય ને અહી જોઈ પૂછ્યું.

“કારણ કે અમને પણ બોલાવ્યા છે”અભય એ કહ્યું.

“ઠીક છે તો ચાલો અંદર જઇએ એટલે ખબર પડે કે કેમ બોલાવ્યા છે.”પર્વ એ કહ્યું

ત્યાર બાદ બધા સ્ટેશનમાં અંદર ગયા. મોરે બધાને ઇન્સ્પેક્ટર અજયની કેબિન તરફ ઈશારો કરી જવા કહ્યું. બધા જ ત્યાં પહોંચ્યાં ત્યારે અજય તેમની જ વાટ જોઈ રહ્યો હતો. ઇન્સ્પેક્ટર એ બધા ને બેસવા નો ઈશારો કર્યો.એટલે બધા ત્યાં બેસી ગયા.વિવાન,અભય અને પર્વ ઊભા હતા. ત્યાજ ઇન્સ્પેક્ટર અજય એ વાત શરૂ કરી.

“જુઓ મે તમને અહીંયા થોડા પ્રશ્નો ના જવાબ માટે બોલાવ્યા છે.જેથી આ કેસને લગતી કોઈ કડી મળી શકે.”

“જી સર! અમને ખબર હશે એ બધા ના જવાબ આપવા પૂરતા પ્રયત્નો કરશું”

“તો પહેલો સવાલ,તમે પોલીસ પ્રોટેક્શન માંગ્યું એનું કારણ જણાવશો?”

“સર અમને લાગે છે આ મર્ડર પાછળ સત્યવાન નામના વ્યક્તિ નો હાથ છે એટલે અમે પ્રોટેક્શન માંગ્યું હતું”

“એક મિનિટ..તમે ઓલો જે જેલ તોડી ને ભાગ્યો એ સત્યવાન ની વાત કરો છો?”

“જી હા સર! વાની ના મૃત્યુ બાદ અમને ખબર પડી કે સત્યવાન જેલ તોડી ભાગી ગયો છે.એટલે જ એમણે શક છે કે કદાચ એજ હશે.”

“અને તમને એવું લાગવા નું કારણ જણાવશો?”

ત્યાર બાદ આચલ એ બધી વાત કહી.અને આ મર્ડર પાછળ ની પેટર્ન વિષે પણ કહ્યું. “સોરી મને આ બધા વિશે માહિતી હતી તો પણ મે ફક્ત સત્ય જાણવા જ આ પ્રશ્નો કર્યા હતા.આના વિષે મારી પહેલા જ કમિશ્નર સર સાથે વાત થઈ ચૂકી છે.”

“સર તમને ખબર હતી તો આ પ્રશ્નો પૂછવા નું કારણ શું?” કામ્યા એ પૂછ્યું.

“બસ સત્ય જાણવા. હવે એક પ્રશ્ન.એવી કોઈ માહિતી જે તમને ખબર છે અને અમને ખબર નથી તો કહો.એવી કોઈ માહિતી જેની જાણકારી અમને હોવી જોઈએ?”

“સર અમને જેટલું ખબર હતું એટલું તમને કહી ચૂક્યા છીએ.હવે તો તમે એને જલ્દી શોધો.” પર્વ એ કહ્યું

“સર શું હું એક પ્રશ્ન પૂછી શકું?” અચલ એ કહ્યું

“હા કેમ નહીં પૂછો જે પૂછવું હોય.”

“સર આપણે એવું સોચીએ છે કે અમે એને જેલમાં નખાવ્યો હતો એટલે એ આ મર્ડર કરી રહ્યો છે.તો ડિટેક્ટવ રોય એ હજી પોલીસ પ્રોટેકશન કેમ નથી માંગ્યું? કેમ કે સત્યવાન ને જેલ માં તો એમણે જ નખાવ્યો હતો. રોય સર જ એનો પહેલો ટાર્ગેટ હોવા જોવે અમે નહીં.શું તમને આ વાત થોડી અજીબ ના લાગી સર?”

“મિસ આચલ તમે તો મને એક મુખ્ય કડી આપી દીધી. થેંક્યુ!! તમે હવે જઈ શકો છો અને કોઈ પણ માહિતી યાદ આવે તો તરત મને કોલ કરજો.”

બધા લાંબી મુસાફરી કરી પાછા ઘર આવ્યાં અને ઇન્સ્પેક્ટર અજય રોય સાથે મુલાકાત માટે નીકળી પડે છે.

***

શું અજય આ કાતીલ ને શોધી કાઢશે? શું રોય પાસે હસે કોઈ મહત્વપૂર્ણ કડી?

***

તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. તેમજ સ્ટીકર દ્વારા પ્રોત્સાહન આપવા વિનંતી. માને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Insta ID - urvi_ misty_