ક્રિમિનલ કેસ - ભાગ 12 Urvi Bambhaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સીમાંકન - 6

    ડૉરબેલનાં રણકારે ત્રિજ્યા વિચારોમાંથી બહાર આવી, ઉભી થઇ દરવાજ...

  • અગ્નિસંસ્કાર - 89

    અંશે પિસ્તોલ આર્યન પર નહિ પરંતુ થોડેક દૂર દીવાલ પર ચલાવી હતી...

  • લાશ નું રહસ્ય - 6

    લાશ નું રહસ્ય પ્રકરણ_૬આખા રૂમમાં અનિલની જિસ ગુંજી અને પડઘા પ...

  • શ્રાપિત પ્રેમ - 9

    તે જેલ ખૂબ મોટી હતી એટલે રાધા ને તેની બાકીની ચાર સખીઓ સાથે મ...

  • વિષ રમત - 25

    વાચક મિત્રો , CHALLANGE ..!!!CHALLANGE ..!!!CHALLANGE ..!!!મ...

શ્રેણી
શેયર કરો

ક્રિમિનલ કેસ - ભાગ 12

“સર! આ જુઓ એક જોકરનું માસ્ક પણ મળ્યું છે” કોન્સ્ટેબલ એ એક પ્લાસ્ટિકની પારદર્શક થેલીમાં માસ્ક બતાવતા કહ્યું.

“આતો... આતો પહેલાં જેવું જ માસ્ક છે. ”પીહુએ કહ્યું

“હા! એટલે જ આ સત્યવાનનું કામ લાગી રહ્યું છે.

“પણ સર કોઈપણ પૂરાવા વગર સત્યવાન જ ગુનેગાર છે એ કેવી રીતે કહી શકાય?” વિવાનએ તર્કસંગત પૂછયું

“હા! તમારી વાત બરાબર છે. પણ આ એક પાસાને નકારી પણ ના શકાય કારણકે મર્ડર કરવાની રીત એજ છે. અને અત્યારે તે જેલ તોડી ફરાર છે અને વાનીને મારવાનું કારણ પણ એની પાસે છે. વાનીએ તેને પકડાવવામાં મદદ કરી હતી. એટલે હોય શકે કે હવે તમારામાંથી કોઇ એક નો વારો હોય.”

“સર તો હવે અમે શું કરીએ?‌ શું અમે મુંબઈ પરત જઇ શકીએ?” વિવાનએ પૂછ્યું

“કેવી વાત કરે છે તુ વિવાન? આપણે વાની વગર કેવી રીતે જશું? હજી એની બોડી મુંબઈ લઈ જવી પડશે.”આચલ એ કહ્યું

“બરાબર છે તારી વાત પણ તુ મારી વાત સમજ.અહીંયા તમને બધાને ખતરો છે. એટલે કહું છું તમે લોકો મુંબઈ જાઓ”

“તમે લોકો એટલે?”

“એટલે એમ કે હું અને અભય અહીંયા રહીશું.તમે લોકો મુંબઈ પહોંચો અને ત્યાંની પોલીસ પાસેથી પ્રોટેકશન લ્યો.હું અને અભય અહીંયા વાની નું બધું સંભાળી લઈશું.ત્યાં સુધી તો એના પરેન્ટ્સ પણ આવી જશે”

“ના! તમે લોકો પણ અમારી સાથે આવશો”

“આચલ સમજ.બધા જશું તો વાની નું બધું કામ કોણ સંભાળશે?”

ખબર નહીં કેમ પણ આજે આચલ વિવાન માટે ખૂબ જ લાગણીશીલ બની હતી.તેને બસ વિવાન તેની સાથે જોતો હતો.પણ કમને સમજાવ્યા બાદ તે માની અને ઇન્સ્પેક્ટરની પરવાનગી લઈ વિવાન અને અભય સિવાય બધા મુંબઈ જવા નીકળી ગયા. રસ્તામાં પણ આચલને વિવાનના જ વિચારો આવતા હતાં.અંતે વધારે વિચાર ના કરતા તે સૂઈ ગઈ.

અહીં વિવાન અને અભય ઇન્સ્પેક્ટર સાથે મળીને વાની ની બોડી નું પોસ્ટમોર્ટમ કરાવ્યું.ત્યાર બાદ વાની ના માતા-પિતા સાથે મળી તેને મુંબઈ એમબ્યુલેન્સમાં લાવવામાં આવી.તે જ સાંજે તેને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે બધાની આંખોમાં આંસુ હતાં.

રાતે બધા જ ઘરે પહોંચ્યાં ત્યારે લગભગ 3 વાગ્યા હતાં. નયન કાતીલ વિષે વિચારતા જ પલંગમાં લંબાયો. ત્યાજ તેના બારણે ટકોર થાય છે.અત્યારે કોણ હશે એ જ વિચારતા તેણે દરવાજો ખોલ્યો.દરવાજો ખોલતા જ ત્યાં કોઈ ના દેખાતા તે થોડો ઘબરાઈ છે.કારણ તેને સપષ્ટ અવાજ સાંભળ્યો હતો.જ્યાં એક તરફ નયન વિચારો માં હતો કે દરવાજો કોણ ઠોક્યો હશે ત્યાજ બીજી તરફ નયન ના બેડરૂમની બારીમાંથી એક વ્યક્તિ અંદર આવી.
આ વાતથી અજાણ નયન વધારે ના વિચારતા પાછો દરવાજો બંધ કરી પોતાના બેડરૂમમાં આવ્યો અને સૂઈ ગયો.

***

(સવાર નો સમય)

બ્રેકિંગ ન્યૂઝ!! આજ ના મુખ્ય સમાચાર, એક કોલેજ સ્ટુડન્ટની મળી લાશ એ પણ તેના જ ઘર માં,તેના જ બેડરૂમ માંથી.જી હા તમે સાચું સાંભળ્યું.તેનું નામ નયન વર્મા છે.ચોંકાવનારી વાત એ છે કે નયન કાલે જ તેમની મિત્ર વાની ને અંતિમ વિદાય આપી આવ્યા હતા જેનું મૃત્યુ અમદાવાદ શહેરમાં થયું હતું.બંને ના મર્ડરની પેટર્ન સરખી છે. હા! આ એક મર્ડર છે. પોલીસ પ્રશાસન એ હવે જલ્દી જ આ કાતીલ ને પકડવા ની જરૂર છે. બે-બે મર્ડર થયા છે.એક અમદાવાદ અને એક મુંબઈ શહેરમાં.

રોય એ ન્યૂઝ ચેનલ બંધ કરી અને વિચારવા લાગ્યો. તેના મગજ માં હાલ ઘણા પ્રશ્નો ફરી રહ્યા હોય છે.“શું આ ખરેખર સત્યવાન કર છે? અને જો એજ છે તો શું કામ તે આ કરે છે? તેને જેલ માં નાખવા પાછળ મોટો હાથ મારો અને અચલ નો હતો.બાકી બધા એ તો ફક્ત મદદ કરી હતી તો તેને પહેલા મને અને અચલ ને ટાર્ગેટ કેમ ન કર્યા?અને આ ચિઠ્ઠી નો શું મતલબ છે?”

રોય એ ફરી તે ચિઠ્ઠી તરફ નજર કરી અને વાંચી. આ એજ ચિઠ્ઠી હતી જે તેને કુરિયર માં મળી હતી જોકરના મુખોટા સાથે.
“હું પાછો આવ્યો છું.ફક્ત મારા બદલ માટે.બધા ને મળીશ.અને તને પણ રોય....યાદ રાખજે”

આ ચિઠ્ઠી વાચતા જ રોયને થોડો શોક લાગ્યો હતો. કારણ તે નક્કી નહોતો કરી શકતો કે આ સત્યવાન જ છે કે કોઈ બીજું. આગળ તેને કોઈ કડી નહોતી મળતી કારણ તેને મર્ડર કરવાનું કારણ નહોતું સમજાતું.એમાં પણ તેનું મગજ પેલી હિંટ તરફ જતું હતું જે કાળું એ આપી હતી.

***

શું રોય આ ગુત્થી સુલજાવશે? પોતાનું ડિટેક્ટવનું કામ શું તે ફરી શરૂ કરશે? સત્યવાન નો આગળ નો ટાર્ગેટ કોણ હશે?
જાણવા માટે વાચતાં રહો...

***

તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. તેમજ સ્ટીકર દ્વારા પ્રોત્સાહન આપવા વિનંતી. માને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Insta ID - urvi_ misty_