The Author वात्सल्य અનુસરો Current Read રમત રત્ન નિરમા ઠાકોર By वात्सल्य ગુજરાતી પ્રેરક કથા Share Facebook Twitter Whatsapp Featured Books ગામડા નો શિયાળો કેમ છો મિત્રો મજા માં ને , હું લય ને આવી છું નવી વાર્તા કે ગ... પ્રેમતૃષ્ણા - ભાગ 9 અહી અરવિંદ ભાઈ અને પ્રિન્સિપાલ સર પોતાની વાતો કરી રહ્યા .અવન... શંકા ના વમળો ની વચ્ચે - 6 ઉત્તરાયણ પતાવીને પાછી પોતાના ઘરે આવેલી સોનાલી હળવી ફ... નિતુ - પ્રકરણ 52 નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ... ભીતરમન - 57 પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો રમત રત્ન નિરમા ઠાકોર (2) 722 1.8k 1 🌹નિરમા ઠાકોર🌹રમતવીર રત્ના "નિરમા ઠાકોર" ને મુલાકાતે જવુ હોય ત્યારે તેના કોચ શ્રી રમેશ દેસાઈની મંજૂરી લેવી પડે છે.આ એનું અભિમાન નથી.પરંતુ તેને મળેલી સફળતા છે. આજે સવારે HNGU ના મેદાનમાં આજે એ વહેલી સવારે પ્રેક્ટિસ કરતી હતી ત્યારે હજારો યુવક યુવતીઓ તેને જોઈ આશ્ચર્ય અનુભવતાં હતાં. તેની દોડવાની ગતિ સમાંતર અને અવિરામ હતી. સફળતા પામવા સતત મહેનત કરવી પડે તો જ સફળતા પ્રાપ્ત થાય.ઇન્ટરનેશનલમાં ટકાવી રાખવા માટે તેની પળેપળ નકામી વેડફાય નહીં તે માટે ખુદ જાગૃત્ત છે.અને અન્ય રમતવીરોની પ્રેરણાસ્ત્રોત છે.એટલે જ એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લક્ષ હાંસલ કરી શકે.પાટણ સિટી નજીક હાજીપુર ગામની આ "નિરમા ઠાકોર" ૫૦૦ ખેલાડીઓને હરાવી ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં પ્રથમ નંબરે આવી."કહ્યું- દેશ માટે દોડવાનું સ્વપ્ન એજ એક મારુ લક્ષ્ય "નિરમા ઠાકોરે વર્ષ ૨૦૧૯ નો પોતાનો રેકોર્ડ તોડી ૨૦૨૧માં સતત બીજીવાર ઇન્ટરનેશનલ મેરેથોન જીતી ૪૨.૧૯૫ કી.મીની દોડપોણા ત્રણ કલાકમાં પૂરી કરી દેશભરમાં ડંકો વગાડ્યોપાટણના હાજીપુર ગામની દોડની ખેલાડી નિરમા ઠાકોર ઉત્તર પ્રદેશમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ઇન્દિરા ફૂલ મેરેથોન દોડમાં ૪૨.૧૯૫ કિ.મીની દોડ ફક્ત ૨ કલાક અને 50 મિનિટમાં દોડીને ભારતભરમાં પ્રથમ સ્થાન મેળવી ૨ લાખનો રોકડ પુરસ્કાર મેળવ્યો છે.ભારતભરના ખેલાડીઓમાં સૌ પ્રથમ નંબર મેળવી પાટણનું નામ રોશન કરતાં રાજ્ય સહિત જિલ્લા વાસીઓમાં આનંદ સાથે ગૌરવની લાગણી જોવા મળી હતી.૪૨.૧૯૫ કિ.મીની દોડ પોણા ત્રણ કલાકમાં પૂરી કરીઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે શુક્રવારે ૩૬ મી ઇન્દિરા ફૂલ મેરેથોન દોડ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્યમાંથી પાટણના હાજીપુરની દોડની ખેલાડી નિરમા ભરતજી ઠાકોર સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ ૫૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં લાંબી દોડની સ્પર્ધામાં સૌથી વધુ ૪૨.૧૯૫ કિ.મી ૨ કલાક ૫૦ મિનિટમાં નિરમા ઠાકોરે દોડ પૂર્ણ કરી સૌપ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.જે બદલ તેમને રોકડ બે લાખ રૂપિયાનું પુરસ્કાર ઇનામ આપવામાં આવ્યું હતું.અત્યારે નિરમા નાસિક ખાટેની સ્પર્ધામાં જવાની તૈયારીઓ કરે છે.સમગ્ર દેશના દોડવીરોને મેદાનમાં પાછળ છોડી સૌપ્રથમ નંબર મેળવી દેશભરમાં પાટણનું નામ રોશન કરતા ગામ સહિત જિલ્લા વાસીઓમાં "નિરમા ઠાકોર" પ્રત્યે ગૌરવની લાગણીઓ છલકાઈ હતી.દેશનું દુનિયામાં નામ રોશન થાય અને દેશનું પ્રતિનિધિત્વ કરી વર્લ્ડ લેવલની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરવાનું તેનું સ્વપ્ન છે.દેશ માટે દોડવાનું સ્વપ્ન એજ એક મારુ લક્ષ છે.વિજેતા ખેલાડી નિરમા ઠાકોરે જણાવ્યું હતું કે, મેરેથોનમાં વિજેતા બની તેની મને ઘણી બધી ખુશી છે,પરંતુ સાથે હજુ મેરેથોન સ્પર્ધામાં ટાઈપિંગ ઘટાડો કરવાનું મારું લક્ષ છે.અને દેશ માટે વર્લ્ડ યુનિવર્સિટીની પરીક્ષામાં ભાગ લઇ દેશનું નામ રોશન કરવાનું મારું સ્વપ્ન છે.જે હું અવશ્ય પૂરું કરીશ અને તેની માટે તૈયારી પણ કરી રહી છું.હું દરેક યુવા મિત્રોને કહેવા માગું છું કે સપના જુઓ અને પૂરા કરવા માટે તનતોડ મહેનત કરવા આગળ આવો.સપનાં અવશ્ય એક દિવસ પૂરા થશે.નિરમા બીજીવાર ઇન્ટરનેશનલ મેરેથોન જીતી.સ્થાનિક કોચ રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પૂના ખાતે ૨૦૧૯ માં યોજાયેલી ઇન્ટરનેશનલ મેરેથોન સ્પર્ધામાં નિરમાએ ૪૧ કિ.મી ૩:૦૯ કલાકમાં પૂર્ણ કરીને પ્રથમ નંબર મેળવ્યો હતો.ત્યારે ફરી બીજીવાર ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં ૪૨ કિ.મી ૨:૫૦ કલાકમાં પૂર્ણ કરી ૧૯ મિનિટનો ઘટાડો કરી સતત બીજીવાર મેરેથોન જીતી જિલ્લાનું નામ રોશન કર્યું છે.નિરમાના માતા-પિતા ખેતી કામ કરે છે. કોચ શ્રી રમેશભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું કે પાટણના હાજીપૂર ગામમાં ભરતજી ઠાકોરનું મધ્યમ વર્ગનું પરિવાર છે.જેમા નિરમાબેન સહિત બે બહેનો અને એક ભાઈ રહે છે.માતા-પિતા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.નિરમાની જેમ બીજી યુવતીઓને પણ રમતગમત ક્ષત્રમાં બહાર આવવું જોઈએ જેથી યુવતીઓ પણ આગળ વધી શકે.સાથે સાથે સાંતલપુર તાલુકાના ઝાંઝણસર ગામના મૂળ અને હાલ પાટણ રહેતા શ્રીજયંતીજી ઠાકોર (સીઆરસી)જેઓ ને "યોગ" ક્ષેત્રે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે પુરસ્કૃત્ત કરેલ છે.સાથે કુ. નિરમા ઠાકોરને પણ બહુમાન આપી આપણા સમાજના બન્ને સંતાનોને અનંત શુભકામના. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) Download Our App