ઝંખના - પ્રકરણ - 62 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 62

ઝંખના @ પ્રકરણ...62....જયા બેન કામીની ને દીકરી ની જેમ સાચવતા હતાં, પહેલા કરતા પણ વધારે ,....સંસ્થા મા બધા પણ એને બહુ લાડ પ્રેમ થી રાખવા લાગ્યા હતાં, સંસ્થા મા સોથી નાની કામીની હતી ને કામીની ના જીવનમાં જે બની ગયુ એ બધાને જાણ હતી ,એટલે હંમેશા કામીની ને ખુશ રાખવાની કોશિશ કરતાં ને કામીની એ પણ પોતાનુ મન મનાવી લીધું હતું
અંદર દિલ મા તો ઘણુ દુખ ભર્યુ હતુ ,પણ ઉપર થી કાયમ હસતી રહેતી........
આ બાજુ અંહી શહેરમાં જ મયંક પાછો આવી ગયો હતો
એ શહેરમાં રહી ભણ્યો હતો ને જલસા કર્યા હતાં એટલે એને ત્યા વતન બિહાર મા ફાવતુ નહોતુ ,...
મીતા ને ટ્રેન મા એકલી મુકી જે મુદ્દામાલ લયી ભાગી છુટ્યો હતો એ ઘરેણાં ને વેચી નાખ્યા, પચીસ તોલા સોનુ ને હીરા નો એક નેકલેશ બધુ થયી કરોડ રૂપિયા એની પાસે હતાં,એને
જાણ હતી કે શહેરમાં કોલેજ મા થી ને કદાચ મીતા એ પણ પોલીસ કેશ કર્યો જ હશે એટલે એણે પોતાનો લુક આખો ચેન્જ કરી નાખ્યો, મોમેડીયન જેવો દાઢી મુછ જેવો લુક કરાવી નાખ્યો, ને ત્યા યુ.પી.મા મા ,બાપ ને પાંચ લાખ રોકડા પકડાવી એ શહેરમાં સિફટ થયી ગયો ,....એના ઘરે મા ,બાપ આ ઘટના થી બિલકુલ અજાણ હતાં એટલે મયંક ના પપ્પા એ પાંચ લાખ કયાં થી લાવ્યો એ પૂછયું તો એણે ટ્રેન મા થી મડયા હતાં એવો જવાબ આપી દીધો ,....આ વખતે એ કોલેજ અને હોસટેલ થી ના બીજા ખુણે વસવા નુ નકકી કર્યુ હતું, ટુ બી,એચ,કે ફરનીશડ ફલેટ ખરીદી લીધો ,એક ગાડી પણ લયી લીધી ,ને કોમ્યુટર એનંજીરીગ નુ ભણેલો હતો એટલે એક પ્રાઈવેટ લિમિટેડ કંપની મા સારી જોબ પણ મળી ગયી હતી ,ને હવે પાસે પૈસો આવી ગયા પછી એ એકદમ સુધરી ગયો હતો ....
ને એક સારી જીંદગી વિતાવતો હતો ,ને હવે એને પણ લગ્ન કરી ને સેટ થવુ હતુ ,....મીતા ને એ ક્યારેક ક્યારેક યાદ કરી લેતો હતો
સાવ એવું પણ નહોતું કે મીતા એને પસંદ નહોતી કૈ પ્રેમ નહોતો કરતો , મીતા સિવાય કેટલીય છોકરીયો સાથે કોલેજમાં લફડા કરી ચુક્યો હતો પણ પ્રેમ તો એ મીતા ને કરતો હતો, પણ એ જાણતો હતો કે મીતા જો પોતા ની ગરીબી જાણી જશે તો લગ્ન નહી કરે અને ઉપર થી સારા એવા પૈસાદાર ઘર ની છોકરી હાથમાં થી જતી રહેશે ,મીતા એના માટે સોનાના ઈંડા આપતી મુરધી હતી , અને એનાથી પ્રેમ પણ હતો ,એનો એક ખાશ મિત્ર બિહાર નો જ હતો ,ને એ પણ શહેરમાં જ રહેતો હતો
કૉલેજ દરમિયાન એ મિત્ર એ બહુ જ સહકાર આપ્યો હતો ,એ મીતા ની ને મયંક ની બધી જ વાત જાણતો હતો એનુ નામ વિવેક હતુ એણે જ મયંકને પોલિશ કેશ થયો ,કૉલેજ મા હોસટેલ મા શુ થયુ એ બધા સમાચાર વિવેક જ આપતો હતો ,ને સમય સાથે બધુ ઠંડુ પડી ગયુ એટલે એણે જ મયંક ને પાછો શહેરમાં બોલાવી લીધો, મયંક કે એક પણ કડી કે સબુત છોડયું જ નહોતુ કે જેનાથી પોલીશ મયંક ને શોધી શકે ,...આ બધી વાતો ને વરસ જેવુ વીતી ગયુ હતુ ,ને મયંક પણ હવે લગ્ન માટે શહેરની જ કોઈ સારી છોકરી શોધતો હતો .... યુ.પી.બાજુ ના ગામડાં મા એને લગ્ન કરવા નહોતાં....આ બાજુ કમલેશભાઈ ના ઘરે પણ બધુ થાડે પડી ગયુ હતુ .....
વંશ અને ઓમ એ પ્લાનટ, આર,ઓ પાણી ની ફૈકટરી એક મા થી બે કરી .....ભગવાન ની દયા થી મીતા પણ પ્રેગનન્ટ હતી ,એ આનંદ ના સમાચાર સાંભળી ને ઘરમાં બધા ખુશ હતા ,દાદ દાદી પણ બહુ ખુશ હતાં, ગીતા ને મંજુલા બેન મીતા નુ બહુ ધ્યાન રાખતાં હતાં....ને નાની સુનિતા પણ હવે ઘરના ,રસોડાના કામ મા પારવધી બની ગયી હતી,...
મીતા ની પ્રેગનન્સી ના સમાચાર સરથાણા મા પરેશભાઈ ને મીના બેન મડયા ત્યારે એ પણ બહુ ખુશ થયા હતા ને રુખી બા ને આત્મા રામ ને પણ શાંતિ થયી કે ,હાશ ,ચલો ધી ના ઠામ માં ધી ઠરી ગયુ ,, બન્ને દીકરીયો પોતાના ઘરે સુખી છે ને સેટ પણ થયી ગયી છે એ વાત થી બહુ ખુશ હતાં..
હવે પાયલ પણ ઘરમાં બરાબર સેટ થયી ગયી હતી
પુનમ પણ બે વરસ નો થયી ગયો હતો ,મીના બેન આને પાયલ બન્ને બહેનો ની જેમ જ રહેતી હતી ,બીજી બે નાની દીકરીયો સકુલે જતી હતી ,પરેશભાઈ નો તબેલા નો ધંધો ને ખેતીવાડી પણ ફસકલાશ ચાલતા હતાં...
સરવાળે બધા ના જીવન મા હવે શાંતિ હતી ,.....મયંક જે ઓફિસ મા કામ કરતો હતો ત્યા એની બાજુ ની કેબિન મા જ માયા બેસતી હતી ,માયા પણ અનાથ છોકરી હતી ,નાનપણ થી એને કોઈ નારી નિકેતન સંસ્થા મા દરવાજે કોઈ છોડી ગયુ હતુ ,....માયા બાર ધોરણ સુધી અભ્યાસ કર્યો ને બાર મા ધોરણ પછી કોલેજ મા એડમિશન મળી ગયું, જયા બેન ના હાથ નીચે આવી કેટલીય છોકરીયો ની જીંદગી સુધરી ગયી હતી ,....માયા ને કોલેજ મા જ અભ્યાસ કરતા ધવલ સાથે પ્રેમ થયી ગયો ને એણે જયા બેન ને વાત કરી ,ને ધવલ ના માતા પિતા જયા બેન ને મડવા સંસ્થા મા આવ્યા ને પોતાના દીકરા ધવલ માટે માયા નો હાથ માગ્યો ને ટુંક સમયમાં જ માયા ને ધવલ સાથે પરણાવી દીધી ,ને આજે માયા ને ધવલ બન્ને સૂખી લગ્ન જીવન ગુજારતા હતાં
માયા મયંક ને ભાઈ કહી બોલાવતી હતી ,એટલે એક દિવન મયંક એ માયા ને કહ્યુ, માયા બેન મારા લાયક કોઈ સારી છોકરી હોય તો બતાવજો ,લગ્ન માટે...મારે અંહી શહેરમાં ઘર નુ ઘર છે ,ગાડી છે સારો ફલેટ છે ને જોબ પણ છે ,સ્વતંત્ર જીદંગી છે ,મા,બાપ ને ભાઈ બેન બધા છેક યુ.પી.મા ગામડે છે ,....અંહી એક મિત્ર વિવેક સિવાય કોઈ છે જ નહી ,.....એવુ ના બોલો મયંક ભાઈ હુ તમારી બહેન જેવી જ છું, આજ થી તમારા માટે સારી છોકરી શોધવાનુ ને લગ્ન કરાવી આપવાનુ કામ મારુ ,......
હુ જે સંસ્થા મા મોટી થયી
નારી નિકેતન સંસ્થા મા ત્યા થી જ તમને સારી કન્યા મડી રહેશે ,....હુ કાલે સન્ડે છે તો જયા બા ને વાત કરવા જયીશ, જયા બા અમારા જેવી બધી અનાથ છોકરી ઓ ના મા બરોબર છે ,બહુ સાચવ્યા છે અમને ,ભણાવ્યા, પરણાવ્યા પછી પણ જાણે એ સંસ્થા જ અમારુ પિયર છે,વાર તહેવાર ને દર સન્ડે એ એક આંટો તો ત્યા હોય જ,બહુ બધી છોકરી હોય છે ,પણ હાલ લગ્ન ને લાયક કોઈ છે કે નહી એ પણ જોતી આવીશ...તમે ચિંતા ના કરો મયંક ભાઈ....માયા તો બિચારી સાવ ગરીબ ગાય જેવી ભોડી છોકરી હતી ,એને કયાં ખબર હતી કે જેને એ મયંક ભાઈ કહેતી હતી એ નો ભુતકાળ તો બહુ ખરાબ છે ,મંયંક એક ક્રિમિનલ ગુનેગાર છે ,..એક નંબરનો બદમાશ ને લંફંગો છે ,.... આતો અત્યારે મીતા ના રુપિયે આટલો માલામાલ થયો છે ,ને પોતે સુધરી ગયો છે એવો ઢોંગ કરે છે ,.....
મયંક ને દારુ પીવાની આદત પણ હતી, જુગાર પણ રમતો બધી વાતે એ પુરો હતો .... પણ માયા આ બધી વાતો થી અજાણ હતી એતો બસ મયંક ને સીધોસાદો ને ભોડો માણસ.સમજતો હતો.....
મયંક ને તો બસ એમ જ હતુ કે એનો ભુતકાળ હવે બધા ને ભુલાઈ ગયો છે પોલીશ સટેશન મા પણ બધુ ભુલાઈ ગયુ ,હવે મને કયાં કોઈ ઓળખી શકે છે જ?
પૈસા ના પ્રતાપે તો મારો આખો લુક ચેન્જ થયી ગયો ને મારી જીંદગી પણ સુધરી ગયી, એક સમયે બાઈક ના એ સાંસા હતા,હોસ્ટેલ ની ફી પણ નહોતી નીકળતી ને આજે હ
શહેરમાં મારો પોતાનો ફલેટ છે ને ગાડી, બાઈક બધુ જ..
મીતા એ તો મારી જીંદગી બનાવી નાખી .....થેન્કસ મીતા.....એમ મનોમન મીતા નો આભાર માનતો હતો, હવે મયંક ના સાથે કોના લગ્ન થશે , ને કોની જીંદગી ખરાબ
થશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 63....
ઝંખના.........

લેખક @ નયના બા વાઘેલા