ઝંખના - પ્રકરણ - 61 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 61

ઝંખના @ પ્રકરણ 61

વડાલી આવતા આવતા તો બપોર પડી ગયી ,સવારે મીતા અને સુનિતા એ ઘરમાં કમલેશભાઈ ને મંજુલા બેન, ગીતા કોઈ ને ના જોતા ,દાદી ને પુછયુ તો દાદી એ બહાર ગામ માસી ની ખબર કાઢવા ગયા છે એમ કહી દીધુ ,....વંશ વિચારી રહ્યો હતો કે આજ સુધી મમ્મી, પપ્પા સાથે ગીતા માસી પણ ગયા છે એનો મતલબ એ કે કામીની ની ડીલીવરી થયી ગયી હશે અને એનુ બાળક આવી ગયુ હશે .....એ જાણતો હતો કે કામીની ના પેટમાં એનો અંશ એનો બાબો હતો ,એટલે વંશ એ એનુ નામ અંશ પાડીશ એવુ વિચારી રાખ્યુ હતુ ,ને પપ્પા હાલ તો બાબા ને નહી લયી આવે પણ એકાદ અઠવાડિયામાં ગમે તે બહાને, પ્લાન બનાવ્યો હશે ને મારુ ને કામીની નુ બાડક મારા ઘરમાં મારી નજર સામે જ હશે ,....મારો અંશ એટલે એનુ નામ પણ અંશ .
વંશ મનમાં જ ખુશ થતો હતો ને આજે પ્લાનટ જવા માટે તૈયાર પણ ના થયો ,મીતા એ ચા નાસ્તો આપી સવાર માં પુછ્યુ પણ ખરુ કે પ્લાનટ પર નથી જવાનુ ?? ના આજે મન નથી જવાનુ ,....એ ઓશરી મા દાદા ,દાદી ની પાસે જ સીડીઓ મા બેસી રાહ જોઈ રહ્યો હતો ,...દાદા ,દાદી નો મુડ ખરાબ જણાતો હતો ,એટલે એને એમ લાગ્યુ કે મારા કારણે કામીની ને તકલીફ થયી ને ઘર થી દુર જવુ પડયુ એ વાત નો ગુસ્સો હજી ય ઉતર્યો નથી લાગતો.....કમલેશભાઈ એ ઘરે આવી ગયા ,ને મંજુલા બેન ને ગીતા નુ ઉતરેલો ચહેરો ,ને રડેલી લાલ આંખો કયીક અણબનાવ બની ગયા નો ચાડી ખાતો હતો ,...
કમલેશભાઈ નો મુડ પણ ખરાબ હતો ,..... મંજુલા બેન સીધા બાથરૂમમાં ન્હાવા ગયા ને ગીતા પાછળ એના ઘરે વાડા મા ગયી ,દાદા ,દાદી તો આ વાત જાણતા જ હતાં, એટલે ચુપચાપ બેઠા હતા ,ઘરમાં મોટેરા બધા દુખી હતાં, એ વાત મીતા અને સુનિતા થી છાની ના રહી ,.....મંજુલા બેન ન્હાઈ ને નીકળ્યા એટલે મીતા એ પુછ્યુ મમ્મી જી માસી ને કેવુ છે ખબર જોવા ગયા હતાં એમને ? એ તમારા સગા બેન થાય ?.....
ના ,દાદી ના બેન થાય ,નથી સારુ એમનેવ,બસ એટલે મુડ ખરાબ છે એમનો ,.....
બિચારા સાવ એકલા છે કોઈ નથી એમનુ ,આપણાં સિવાય, એમ કહી મંજુલા બેન એ મીતા ને સમજાવી દીધી ,.....વંશ કયાર નો આધોપાછો થતો હતો
,.... કયીક તો ના બનવા નુ બની ગયુ લાગે છે ....કામીની ને તો કયી નહી થયુ હોય ને ? હુ પપ્પા ને કયા મોઢે પૂછું ? આ મીતા ને સુનિતા પણ ઘરમાં છે ,શુ કરુ ?.....એ રઘવાયો થયો ને ના રહેવાણુ એટલે એ દોડતો પાછળ વાડા મા ગયો
ગીતા નાહી ને ખાટલી મા ઉદાશ બેઠી હતી ,....વંશ ને એકદમ આવેલો જોઈને બોલી , કયી કામ હતુ ?...
ના ,ગીતા માસી હુ કામીની ની ખબર પૂછવા આવ્યો, ત્યા ઘરે તો કોઈ ની સાથે વાત થાય એવી હતી નહી એટલે તમારી પાસે આવ્યો
કામુ ની ડીલીવરી થયી ગયી
? બાબો આવ્યો ને ? મને પપ્પા એ કહયુ હતુ ,પહેલા
જ...... બોલો ને માસી કેવો છે મારો ને કામીની નો બાબો
? ગીતા બેન વંશ ના સવાલો નો કોક જવાબ આપી ના શક્યા ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા ને બોલ્યા, કામીની એ
દીકરા ને જન્મ તો આપ્યો પણ એ મરેલો જ અવતર્યો
છે ,ને કામુ ની તબિયત હજી પણ ખરાબ છે ,બે દિવશે તો એ ભાનમાં આવી ,.......
વંશ ની આખં મા આશુ આવી ગયા ને એ પણ ત્યા નીચે ફસડાઈ પડ્યો ને ખુબ રડ્યો ..... ગીતા ને પણ અહેસાસ થયો કે વંશ ને ખરેખર કામીની ની ચિંતા છે ને એ સાચો પ્રેમ કરે છે ,ત્યારે તો આટલુ બધુ રડે છે ,.....ગીતા એ પાણિયારે થી પાણી નો ગ્લાસ ભરીને વંશ ને આપ્યો ને બોલ્યા, હવે જે થવાનુ હતુ એ થયી ગયુ ,....પણ તમે હવે હિમંત રાખજો ,ઘરમાં મીતા વહુ ને શક ના પડે .....ને હા તમારા દીકરા નો ફોટો કમલેશભાઈ
ના ફોન મા છે ,સરસ મજા નો ઢીગંલો લાગતો હતો ,
વંશ એ પાણી પીધુ ને મોઢું ધોઈ નાખ્યુ, જેથી કરી મીતા ને શક ના જાય ,....કામીની ની ખબર અંતર પુછી ને વંશ ઘરે આવ્યો, કમલેશભાઈ ઓશરી મા હિચંકે બેઠા હતા
મીતા એ બધા માટે ચા બનાવી ,મંજુલા બેન એ ગીતા ને બુમ પાડી ને બોલાવી ,....જાણે કશુ જ ના બન્યુ ના હોય એમ બધા ,ચા પીતા હતા ,વંશ એ કમલેશભાઈ પાસે ફોન માગ્યો, પપ્પા તમારો ફોનભ
આપો ને બે મીનીટ ,...ને કમલેશભાઈ સમજી ગયા કે વંશ ને ગીતા પાસે થી બાબા ના ફોટા ની ખબર પડી લાગે છે ,એમણે ચુપચાપ વંશ ને ફોન આપ્યો ને વંશ ફોન લયી ઉપર એના રુમમાં ગયો ને ફટાફટ ફોન ની ગેલેરી ઓપન કરી ને એના અંશ ના ફોટા જોયા ,....આટલો સુંદર,ને હેલધી, રમકડાં જેવો ને ગોળમટોળ ચહેરો બિલ્કુલ પોતાના જેવો જ...
એ ફરીથી ફોટા જોઈ રડી પડ્યો, એની હાલત ના કહેવાય કે ના સહેવાય એવી થયી ગયી હતી, પોતાનુ દુખ કોની આગળ રડવુ ?....પપ્પા કે મમ્મી સામે આ વિષયમાં કયી બોલી શકાય એવુ નહોતુ ,ઉપરથી ઠપકો સાંભળવો પડે ને પપ્પા ના બે લાફા એ ખાવા પડે ,....ઘરમાં મીતા ને સુનિતા ,ઓમ આ ત્રણ વ્યકિત જ એવા હતા કે જેને ગંધ સુદ્ધાં એ નહોતિ..
એણે ફોન ને છાતી સરસો ચાંપીને એ મન ને સંતોષ આપ્યો, ને કામીની ની ચિંતા કરવા લાગ્યો, આઠ મહિના થી એ એનાથી દુર થયી ગયી હતી પણ જીદ્દી કામીની એ વંશ સાથે એક વાર પણ ફોન મા વાત નહોતી કરી....પોતાની ભુલ ના કારણે કામુ એ કેટલી બધી પીડા સહી ને એની હાલત ખરાબ થયી ,માનસિક સહારો આપવા વાડુ પણ ત્યા એનુ કોણ ?.બીચારી કયી રીતે આ બધુ સહન કર્યુ હશે ,....વંશ એ નીચે આવી પપ્પા ને ફોન આપ્યો ને બાઈક લયી બહાર નીકળી ગયો ,કમલેશભાઈ વંશ નુ દુખ પણ સમજતા હતાં ,બે
પ્રેમી પંખીડા ને અલગ થવુ પડ્યુ, પોતાનુ બાડક પણ ગુમાવવુ પડયું, આ બધા માટે હુ જ જવાબદાર છું, મને બસુ પાપ લાગશે ,કમલેશભાઈ મનોમન પોતા ને જ દોષિત માનતાં હતાં ને દુખી રહેવા લાગ્યા, ગીતા પણ કમલેશભાઈ નુ દુખ નુ કારણ સમજી ગયી હતી ,ને મંજુલા બેન પણ સમજતાં હતાં કે અમારી મજબુરી ને ઈજજત જવાના ડર ના કારણે જ બધુ બની ગયુ ,ને બિચારી કામીની એની સજા ભોગવી રહી છે , ......
બીજા દિવશે સવારે જ કામીની ને હોસ્પિટલ માં થી રજા મડી ગયી ,જયા બેન ને સુમન બેન ગાડી લયી લેવા આવી ગયા હતા ,હોસ્પિટલ ની પ્રોસિજર પુરી કરી ,બીલ તો કમલેશભાઈ પે કરી ને જ ગયા હતાં, હોસ્પિટલ નો સ્ટાફ ને ડોક્ટર કામીની ને હેમખેમ પાછી જતાં જોઈ ખુશ થયા , કામીની ની બચવાની શક્યતા બહુ ઓછી હતી....પણ પેલી કહેવત છે ને ભોડા નો ભગવાન છે ,....કામીની સંસ્થા મા પાછી ફરી એ જોઈ ને બધા આનંદ પામ્યા
જયા બેન એ પહેલે થી જ સંસ્થા મા રહેતી બધી બહેનો ને કહી સમજાવી દીધી હતી કે કામીની ને એના બાળક વિશે કોઈએ પૂછવુ નહી ,એના બાળક વિશે કોઈ વાત કરવી જ નહી ,....એટલે કામીની ને માનસિક તકલીફ ના પડે ,...
આમ પણ કામીની સંસ્થા મા બધા કરતાં નાની હતી ને બધાની વ્હાલી હતી ,...કેમકે એ બધાને કયીક ને કયીક કામ મા આવતી ....થોડા દિવશ કામીની બસ બેડ રેસ્ટ મા જ રહી ,હોસ્પિટલ થી આવી ત્યાર ની બહુ ઓછુ બોલતી હતી ને અપશેટ રહેતી હતીં....ધીરે ધીરે તબિયત મા સુધારો થવા લાગ્યો, જયાબેન જાતે એને રોજ પાસે બેસી જમાડતા,
એટલે એ જલદીથી સવસથ થયી ગયી ,....જયા બેન એ કેટલાય મેરેજ બ્યુરો અને બીજી સંસ્થા ઓ મા કામીની નો ફોટો અને બાયોડેટા મોકલી આપ્યા હતાં, એમનુ બસ એક જ ધ્યેય હતું કે કામીની ને સારો વર ને ઘર મડી જાય ,તો એના લગ્ન કરાવી આ જવાબદારી મા થી મુક્ત થયી જાય ,....કામીની ને લગ્ન કરવા ની બિલકુલ ઈરછા ન્હોતી પણ ગીતા મા એ ચોખ્ખી ધમકી આપી ને ગયા હતાં કે જો લગ્ન કરીશ તો જ હુ તને મારુ મોઢું બતાવીશ,બાકી તુ મને ભુલી જજે ,....આવા કડક શબ્દો કયી મા બોલે ? પણ બીચારી ગીતા પણ મજબુર મા હતી ,એને પોતાની નહી પણ કમલેશભાઈ ની ઈજજત અને વંશ અને મીતા ના લગ્ન જીવન ની ચિંતા હતી ,એ જાણતી હતી કે જો કામીની ને એમ જ અંહી પાછી બોલાવી લયીશુ તો ,વંશ એને ચોકકસ મડવાની કોશિશ કરશે જ,ને આ બન્ને નો નાનપણ નો પ્રેમ છે એટલે એક બીજા ને હજી ભૂલ્યા એ નથી....ને ખોટુ અંહી ફરીથી બધા ડખા થાય ,ને મીતા નુ ઘર ભાંગે એવુ તો હુ હરગીઝ ના થવા દવ ,એટલે જ ગીતા એ કામીની ને એવા કડવા વેણ કહેવા પડ્યા હતાં,...કામીની એ જીંદગી મા એક જ વાર પ્રેમ કર્યો હતો ,વંશ ને સમજણ આવી ત્યાર થી એના સપના જોતી હતી ,પણ એ અબુધ ને એવી નહોતી ખબર કે આ પ્રેમ ના સપનાં કદી સાચા પડવાના નથી ,એતો સમાજ ના આ રીત ,રીવાજો ને માન્યતાઓ થી અજાણ હતી ,....વંશ સાથે ગળાડુબ પ્રેમ મા ડૂબ્યા પછી ને પોતે પ્રેગનન્ટ થયા પછી વંશ એ એવી ચોખવટ કરી હતી કે ,કામુ આપણાં બન્ને ના લગ્ન તો કયારેય શક્ય નથી,
સમાજમાં ને મમ્મી, પપ્પા કે દાદા દાદી કોઈ આપણા લગ્ન થવા જ નહી દે ,....ત્યારે જ કામીની ના સપના ની દિવાલ તો કડડભૂસ થયી ગયી હતી
એ બહુ સમજુ છોકરી હતી ,એને પણ સમજાઈ ગયુ કે કમલેશકાકા ની ઈજજત જાય એવુ પગલુ તો હુ પણ ભરવા નથી માંગતી, જે માણસ અમારા માટે ભગવાન જેવો છે ,જેણે વીસ વરસ થી માને ,મને આશરો આપ્યો છે ,ભણાવી પણ ખરી ને નાની મોટી બધી ઈરછાઓ પુરી કરી છે ,કદી કોક વાત નુ ઓછુ નથી આવવા દીધુ ,....એમના અહેસાન નો બોજ એટલો મોટો હતો કે એમા થી નીકળવુ અશક્ય હતુ ,....ત્યારે જ કામીની એ નક્કી કરી લીધુ હતુ કે હવે એ વંશ ના જીવન મા ફરી ક્યારેય પાછી નહી ફરે ,ને પોતાના આવનાર બાળક સાથે આખુ જીવન વંશ ની યાદો ના સહારે કાઢી નાખશે
પોતાની મા એ પણ દીકરી ને મોટી કરી એકલા જ જીવન કાઢયું હતુ એમ હુ પણ કાઢી નાખીશ....એટલે કામીની ને હવે વંશ ની જુદાઈ નો કોઈ હરખ શોક નહોતો જ,પણ
પોતાનુ બાડક ગુમાવ્યું એનુ એને બહુ જ દુખ થયુ હતુ ,
એને બીજા લગ્ન નુ કયારેય વિચાર્યું જ નહોતુ ,...પણ બાળક ગુમાવ્યું ને એ પછી મા ની અને કમલેશકાકા ના
મન ની શાંતિ માટે પણ લગ્ન
તો કરવા જ પડશે ,બસ એ વાત થી જ એ અપશેટ રહેતી હતી ,....જયા બેન અઠવાડિયે એકાદ મુરતીયા ને તો જોવાનુ ગોઠવતા જ
પણ એકેય મા સાર નહોતો આવતો ,કોઈ બીજવર હોય ,તો કોઈ છુટાછેડા વાડો હોય ,તો કોઈ સંતાનો વાડો પણ હોય,....ને ઉંમર મા પણ બધા મોટા જ હતાં એટલે જયાબેન જ ના પાડી દેતાં,....એકવાર કામીની ની જવાબદારી બરાબર નીભાવી શક્યા નહોતા એટલે હવે એના લગ્ન જીવન મા કયાય કોઈ પ્રોબલેમ થાય એનુ ધ્યાન રાખતાં,.....
હવે કામીની ના નસીબ કોની સાથે જોડાયા હશે ,શુ કામીની ના લગ્ન થશે કે કેમ ?
એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 62....ઝંખના.........
લેખક @ નયના બા વાઘેલા