ટ્રેઈન કોલકોત્તા સ્ટેશન પર ઉભી ના રહી... એ યાર્ડ ઉભી રહી થોડીવાર પછી ટ્રેઈનની ગતિ ઝડપી બની સ્ટેશન આવી ગયું છતાં ઉભી ના રહી... ઝડપથી આગળ વધી રહી હતી બધાં ઉતરનારાં મુસાફરો બૂમો પાડી રહેલાં... ટ્રેઇનનાં અવાજમાં બૂમો દબાઈ ગઈ... ત્યાં મોટી ચીસ પડી...અગ્નિનો મોટો ભડકો થયો..પછી અચાનક અંધારું છવાયું.
સાવીએ ધારણ કરેલું વાસંતીનું શરીર અલોપ થઇ ગયું... સાવી પ્રેતઅવસ્થામાં આવી ગઈ... એણે જોયું સોહમ ચીસ પાડીને ટ્રેઈનનાં બર્થ પર આડો પડી ગયો છે એને બેભાન અવસ્થામાં જોઈ સાવીનું પ્રેત ગભરાઈ ગયું...સાવીનું પ્રેત શરીર કોઈના કાબુમાં આવી ગયું.
સાવી હવે શરીર વિનાની સાવ સૂક્ષ્મ બની ગઈ એ એટલી અસહાય બની ગઈ કે હવે શું કરવું ના સમજાયું ટ્રેઈનની ગતિ આગળ વધી રહી હતી...
સાવીએ સૂક્ષ્મ સ્વરૂપે આદેશગીરીજીનું સ્તવન કરવાં માંડ્યું એનાં ગુરુ સદાનંદજીને યાદ કર્યા. એની પોતાની સિધ્ધી શક્તિ કામે લગાડી... પણ બધું વ્યર્થ એ એટલી વિવશ બની ગઈ કે હવે સોહમ પણ એને જોઈ નહીં શકે માત્ર એહસાસનો સંવાદજ બાકી રહેલો...
સાવી સતત મંત્ર ભણ્યાં કરતી હતી... એણે જોયું ટ્રેઈનની ગતિ ધીમી પડી...ટ્રેઈનમાં ભયાવહ અવાજો આવી રહેલાં...લાઈટો ચાલુબંધ થઇ રહેલી... ટ્રેઈન આંચકા સાથે ઉભી રહી ગઈ. સોહમ બેભાન અવસ્થામાં પડેલો ત્યાં એનાં કમ્પાર્ટમેન્ટમાં એક ઓળો પ્રવેશ્યો આવીને સોહમને પલકારામાં ઊંચકી લીધો અને સડસડાટ ટ્રેઇનમાંથી નીચે ઉતરી ગયો.
સાવી એની પાછળ પાછળ જઈ રહી એને ખબર પડી ગઈ પેલો શેતાન જ છે ભેરુનાથનીજ ચાલ છે એ પાછળ પાછળ જઈને મોટેથી સ્લોક બોલી રહી હતી ભેરુનાથને પણ અંદેશો આવી ગયો બલ્કે એને ખબરજ હતી સાવીનું પ્રેત એની પાછળજ છે એ શ્લોક સાથે અષ્ટમ પષ્ટમ ગંદી ભાષામાં સાવીને ભાંડી રહેલો એ તીવ્ર ગતિથી આગળ વધી રહેલો. સાવી સાવ વિવશ અને ભેરુનાથની પકડમાં હતી.
સાવીનું સૂક્ષ્મ પ્રેત શરીર ગુરુજીને કરગરી રહેલું મારાં સોહમને બચાવો આ પિશાચ એને નહીં છોડે એનો બલી આપી પોતાનું હીત સિદ્ધ કરશે.
******
ગુરુ સદાનંદ મહાકાળી માંનાં મંદિર પાછળ સમાધિવસ્થ બેઠાં હતાં. એમની પાસે નૈનતારાનું પ્રેત આશરો લઈને બેઠું હતું નૈનતારાનું પ્રેત અચાનક ધુણવાં માંડ્યું એણે ચીસો પાડી ગુરુ સદાનંદને સમાધિમાંથી કાઢવાં પ્રયત્ન કર્યો એણે કહ્યું “ગુરુજી મારો પિશાચી બાપ સાવી અને સોહમને....”
ત્યાં સદાનંદજીની આંખો ખુલી એમણે નૈનતારાને કહ્યું “તને ડર છે એજ મને હતો અને પેલા પિશાચે એજ કર્યું મેં ગુરુ આદેશગીરીનું ધ્યાન ધર્યું છે તું ચિંતા ના કર એ સોહમને લઈને તારાં ઘરે પહોંચી ગયો છે સાવી એની સાથેજ છે એ રાક્ષસની કાળી શક્તિઓ એ વાસંતીનું શરીર એ ચાંડાળને આપી દીધું છે એનાં શબ પર એ તાંત્રિક વિધિનો પ્રયોગ કરશે.”
પછી અચાનક અટ્ટહાસ્ય કરતાં કહ્યું પણ એ પિશાચ નહીં ફાવે... એ વેશ્યાનું શરીર છે એણે પહેલાં વાસંતી નો જીવ ગતિ કરી એનાં શબને પવિત્ર કરવું પડશે ત્યાં સુધી વિધિ નહીં કરી શકે.વળી સોહમને સાવીને પ્રેમ કરી ભોગવટો કરવાની ઈચ્છા છે એની વાસના સંતૃપ્ત થયા વિના સાવીની ગતિ નહીં થાય.”
પછી થોડીવાર ધ્યાનસ્થ થયાં બોલ્યાં “સોહમનો ઓળખીતો કોઈ પ્રભાકર સોહમની શોધમાં છે એને પણ પોતાનો સ્વાર્થ સાધવા એની જરૂર છે પણ આદેશગીરી એને પણ ફાવવા નહીં દે... સંસારમાં સ્વાર્થ, લાલચ અને ઈર્ષા કેવા કામ કરાવે છે ?”
નૈનતારા આદેશગીરીએ મને સાથ આપવાનાં છે એમની શક્તિનું મારામાં નિરૂપણ થશે આપણે તારાં ઘરે જવાનું છે એ પિશાચ ભેરુનાથની વિધિ અટકાવવી પડશે... ક્યાં એનો જીવ જશે ક્યાં તો ...
નૈનતારાએ કહ્યું “ક્યાંતો ? એટલેકે મારાં એ કાળમુખા બાપને છોડશો નહીં ચાલો ઘરે જઈએ હું મારી જે કંઈ સિધ્ધી શક્તિ છે એ પણ કામે લગાડીશ.” સદાનંદે કહ્યું “ચાલ સીધા તારાં ઘરેજ પહોંચીએ.”
******
ભેરુનાથ સોહમને લઈને ઘરે પહોંચ્યો ત્યાં વાસંતીનું શબ કાળી શક્તિઓએ હાજર કરી દીધું હતું. રૂમમાં અંધારું છવાયું હતું... હવનકુંડમાં અગ્નિ પ્રજ્વલિત હતો. ભેરુનાથ ડરામણું અટ્ટહાસ્ય કરી રહેલો એની આંખમાં વિજયનો મદ હતો એણે હવન કુંડ સામે જોઈ કહ્યું “મને હરાવવા નીકળ્યાં હતાં બધાં અઘોરીઓને હું ધોઈને પી જઈશ. હું મહાઅઘોરી બની જઈશ મને કોઈ નહીં રોકી શકે.”
ભેરુનાથે સોહમને હવનકુંડની બાજુમાં સુવડાવ્યો. એણે વાસંતીનાં મૃત શરીર પર એક નજર નાંખી અને પછી કાળા વલયો તરફ દ્રષ્ટિ કરીને કહ્યું "તમે આ વેશ્યાનાં શરીરને લાવ્યાં પણ એમાં હું સિધ્ધી કેવી રીતે કરીશ ? મારે એનું શરીર પવિત્ર કરવાની વિધી કરવી પડશે કેટલો સમય જશે ? તમે કાળીશક્તિઓ કાળાંજ કામ કરો... વેશ્યા માટે તમને સૂગ નથી પણ વિધીમાં આ રાંડ નહીં ચાલે...”
ભેરુનાથ કાળીશક્તિઓ તરફ એલફેલ બોલી રહેલો એનો ગુસ્સો એને ભાન ભુલાવી રહેલો એણે વાસંતીના શરીર ઉપરથી બધાંજ કપડાં ઉતારી નાંખ્યાં.. ભેરુનાથ એનાં સુંદર સંગેમર્મર જેવાં શરીરનાં મોહમાં પડ્યો... એ બોલી પડ્યો આ મૃત શરીર હજી જાણે જીવંત હોય એટલું તાજું છે કેટલી સુંદર છે આ કન્યા... આ વેશ્યા ના જ હોય એનો ચહેરો... એની ગરદન સુરાહીદાર, એનાં સ્તન જાણે રંભા એનો કટી પ્રદેશ, ડોક કેટલી નાજુક માખણ જેવું શરીર, સુંદર પગ વાહ... આતો જાણે અપ્સરા... મારુ મન સંભોગ કરવાં ઈચ્છે છે આ...”
ભેરુનાથને વાસના સળવળી એ ભાન ભુલ્યો... ભ્રમિત થયો વિધી બાજુમાં મૂકી વાસંતીનાં નિશ્ચેત શરીર પર તૂટી પડ્યો. આટલી તપસ્યા, સિધ્ધી શક્તિઓ હોવા છતાં એક વિલાસી વાસનામાં કેદ થઇ એ વાસંતીનાં શરીરને ચૂંથવા લાગ્યો.
ત્યાં ગુરુ સદાનંદ આદેશગીરીની શક્તિઓ સાથે નૈનતારાનાં પ્રેતને સાથે લઇ ભેરુનાથનાં રૂમમાં પ્રવેશ્યાં એમણે જોયું આ પિશાચ તો...
વધુ આવતા અંકે - પ્રકરણ 115 છેલ્લો