ઝંખના - પ્રકરણ - 47 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 47

ઝંખના @ પ્રકરણ 47

પરેશભાઇ ના ઘરે લગ્ન ની તૈયારીઓ ચાલુ થયી ગયી હતી , આખી હવેલી નુ રંગોરંગાન પુરુ થયી ગયુ હતુ ને હવે ડેકોરેશન ચાલુ હતુ ,
હવે લી ના પાછડ ના ખુલ્લા મોટા ખેતર માં લગ્ન નો મંડપ બંધાઈ રહ્યો હતો , ડેકોરેશન ને સાજ સજાવટ માટે શહેરમાં થી માણસો બોલાવ્યા હતાં ને લગ્ન ના જમણવાર માટે ઉતમ કેટરસ
બત્રીસ જાત ના પકવાનો નો ઓડર આપ્યો હતો , આખી હવેલી ને રોશની થી ઝગમગાટ કરી હતી ,વરસો પછી રુખી બા ની હવેલી એ અવસર આવ્યો હતો, મીના બેન ને તો એક ઘડી ની નવરાશ નહોતી , બસ દીકરીયો ના લગ્ન મા કોઈ કમી ના રહી જાય ,દાયજા મા આપવાની વસ્તુ ઓ વારે વાર ચેક કરી લેતાં હતાં, સુનિતા તો લગ્ન થી બહુ ખુશ હતી .... હજી હમણાં અઢાર પૂરા કરી ઓગણીસ મુ બેઠુ હતુ ને ઓમ એની જીંદગી નો પહેલો જ છોકરો હતો , બારમું ધોરણ પાસ કરી ને હજી હમણાં જ ફ્રી થયી હતી , ને ઘરનુ વાર્તાવરણ નાનપણથી જ બહુ કડક હતુ ,એટલે બહાર હરવા ફરવાનો કે મોજશોખ કરવાનો મોકો મડયો જ નહોતો ,રૂખી બા નો આકરો સ્વભાવ ને દિકરી ઓ ની અવગણવા, આવા મા ઉછેર થયો હતો એટલે સ્વાભાવિક છે કે સુનિતા ને પણ બહાર ની દુનિયા નુ આકર્ષણ થાય જ, એટલે સુનિતા તો લગ્ન થી ખુશ ખુશાલ હતી , ને આ બાજું મીતા ની માનસિક હાલત ખરાબ હતી , લગ્ન ની કોઈ જાત ની તૈયારીઓ મીતા એ કરી જ નહોતી ,સુનિતા રોજ રોજ બ્યુટીપાર્લર મા જતી ને ખરીદી કર્યા કરતી ને મીતા ને તો કોઈ રસ જ નહોતો ,
ઉપર થી મયંક એ કરેલા દગા પછી તો એનુ શરીર ઘણુ ઉતરી ગયુ હતુ ,ને ચહેરો મુરજાયી ગયો હતો ,
મીતા શરીર ની કેર જ નહોતી રાખતી , એનુ વર્તન વ્યવહાર જોઈ ને મીના બેન મનોમન દુખી થતા ,એ સમજતા હતા કે મીતા ને આ લગ્ન થી જરાકે ખુશ નથી , એટલે મીના બેન મીતા એકલી હોય ત્યારે ઘણી વાર સમજાવવા ની કોશિશ કરતાં ને કહેતા લગ્ન એ જીવન મા એક જ વાર થાય છે ,છોકરીયો માટે આ અમુલ્ય અવસર હોય છે એના માટે કેટલા બધા અરમાનો હોય છે ,...બેટા તુ આગળ જે બન્યુ એ બધુ ભુલી જા ,ને હવે જીવન ને માણવાની ,લગ્ન ના પ્રસંગ ને માણવાની કોશીશ કર બેટા ,
જો આ સુનિતા તારા થી કેટલી નાની છે તોય લગ્ન માટે કેટલી ખુશ છે ,... ને પાયલ સાથે રોજ બ્યુટી પાર્લરમાં જાય છે ને હરખ થી શોપીંગ કરે છે ,ને એક તુ
તને તો કયી અસર જ નથી
તારી આવડી મોટી ભુલ ને આમે છુપાવી ,તારા પપ્પા એ દિલ પર પથ્થર મુકી ને તારા દાદા દાદી સામે ખોટુ પણ બોલ્યા, તો પણ તને કયી અસર નથી ? થોડો અમારો તો વિચાર કર બેટા, ને લગ્ન કરી ને સાસરે ગયા પછી જો તુ આવુ ને આવુ કરીશ ને વંશ ને તારી પર વહેમ જશે તો ??? અંહી તો તારુ ઘર છે ચાલી ગયુ પણ ત્યા પારકાં ઘરે લગ્ન કરી ને જવાનુ છે ત્યા આવુ વર્તન રાખીશ તો અમારી તો આબરુ જશે ,....કેટલો સારો પતિ મડયો છે ને એના ઘરમાં બધા કેટલા સારા છે .
તુ ત્યા સુખી થયીશ....મીના બેન ની વાતો સાંભળી ને મીતા રડી પડી ને બોલી મમ્મી હુ તમારી બધી વાત સમજુ છું, પણ શુ કરુ મારુ મગઝ જ કામ નથી કરતુ ને હા એ વાત ની ચિંતા ના કરીશ લગ્ન પછી સાસરે થી મારી કોઈ કમપલેન નહી આવે ,હુ હવે એવુ એક પણ કામ નહી કરુ કે જેથી તારે ને પપ્પા ને કયી સાભંડવુ પડે
એટલે એ બાબતે નિશ્ચિત રહેજે ,....મીના બેન એ વહાલ થી મીતા ને ગડે વળગાડી ને કહયુ ,હા બેટા એ તો વિશ્વાસ છે કે હવે તુ
કોઈ ભુલ નહી કરે ,....મીતા ને શીખામણ આપી મીના બેન કામે વળગ્યા, મીતા પોતાના દિલ ની વાત મા સાથે કરવા માંગતી હતી ,એ
વંશ ના વ્યવહાર કેવો છે એ જણાવવા માગતી હતી , વંશ ફોન પણ નથી ઉઠાવતો એ કહેવા માંગતી હતી ,પણ
એ પછી કદાચ વાત બગડી જાય તો બધો વાકં પોતાનો જ નીકળશે એ ડર થી ચુપ રહી, ને આમ પણ પોતે કરેલી ભુલ ,મયંક સાથે પ્રેમ, ઘરમાં ચોરી ,મયંક સાથે ભાગી જવાની ભુલ ,કેટલી બધી ભુલો હતી પોતાની ,તો કયા મોઢે મમ્મી ને વાત કરે ?
એના મનમાં દુખી દુખી થયી રહી હતી , ને એટલા મા એના ફોન મા રીટા નો ફોન આવ્યો, મીતા એ તરતજ ફોન ઊઠાવી લીધો , હાઈ ,કેમ છે રીટા ,...બસ મજામાં ,પણ તુ બહુ જબરી છે હો ,....તારા લગ્ન થયી રહયા છે ને તે અમને કોઈ ને કંકોત્રી પણ ના મોકલી? ગ્રુપ ના એક પણ મિત્ર ને તે આમંત્રણ ના આપ્યુ? સોરી યાર રીટા ,તને તો ખબર જ છે ઙમારા પપ્પા પેલી મયંક વાડી વાત ને લયી ને બહુ ચિંતા મા છે ,ને એમણે જ ચોખ્ખી ના પાડી હતી કે કોલેજ ના એક પણ ફરેનડશ ને લગ્ન માલ બોલાવવા નથી ,.....ઓહહહ પણ એવુ કેમ યાર મીતા ? અમેતારા દુશમન થોડા છીએ ,ને
તારી સાથે આ બધુ બન્યુ તો આપણાં ગ્રુપે જ તને સંભાળી લીધી હતી , વિશાલ ,રવિ ,મનન આ બધા એ તને મયંક થી બચાવવા કેટલી સમજાવી હતી ,ને તારા પપપા પણઇ જાણે જ છે ને , હા રીટા તારી વાત સાચી પણ પાપાù ને મનમા ડર પેસી ગયો છે કે કોલેજ મા બધા ને મારી વાત ખબર છે ,અંહી ગામ મા હજી કોઈ નથી જાણતુ ,પણ લગ્ન ના દિવશે ના કરે નારાયણ ને કોઈ મિત્ર ના મોએ થી આ વા નીકળી જાય ને લગ્ન તુટી જવાનો ડર ,એટલે જ મારા
કોઈ જ મિત્ર ને કાર્ડ નથી આપવા દીધુ ને મારી નાની બેન સુનિતા એ સકુલ ની બધી બહેનપણીઓ ને બોલાવી છે ,.....હવે તુ જ કહે કોઈ પણ બાપ હોય ,દીકરી ના લગ્ન તુટવાનો ડર હોય ત્યારે તમને બોલાવવાની ના પાડી ,ને આમ પણ આ લગ્ન મારા માટે કયી મહત્વના ન
થી ,એક જેલ મા થી છુટી બીજી જેલ મા જવાનુ છે ,
ના યાર મીતા આવુ ના વિચારીશ, સારુ
બોલ અંહી ભલે ગમે એ તકલીફ પડી પણ સાસરે તો સુખ મડશે જ એવુ સારુ વિચાર , .....મીતા એ ઉંડો નિસાશો નાખયો ને બોલી શુ વિચારું રીટા ? જેની સાથે લગ્ન કરવાના છે એતો ફોન નો રીપ્લાય પણ નથી આપતો, ઓહહહ,તો એણે તારી સાથે હજી પણ વાત નથી કરી ? ના યાર ,દિવશે આખો દિવશ વયસત ને રાત્રે નો રીપ્લાય, બોલ શુ સમજવું આ છોકરા ને ,અંહી સુનિતા તો લગ્ન થી ખુશ ખુશાલ છે ,તૈયારીઓ કરી રહી છે ,શોપીંગ કરી રહી છે ને હુ મારા રૂમ મા બેઠી રડયા કરુ છું.....હવે તુ જ કહે મારા માટે લગ્ન ની ખુશી જેવુ કયી લાગે છે તને? ઓહહહ, શીટ યાર ખરેખર તારી વાત સાંભળી ને તો મને પણ દુખ થયુ ,તારી કિસ્મત જ ખરાબ કહેવાય ....અમે ગ્રુપ ના બધા મિત્રો એમ વાત કરતાં હતા કે મીતા તો આપણ ને લગ્ન ની ખુશીમાં ભુલી જ ગયી ,આમંત્રણ એ ના આપ્યુ, એટલે જ મે તને ફોન કર્યો હતો પુછવા જ...
પણ મીતા તારી સાથે આટલુ ખોટુ થયી રહયુ છે એ અમને કયાં ખબર હતી ?
પણ તુ આ વંશ ફોન નથી ઉપાડતો વાત નથી કરતો એ વાત તારી મમ્મી ને કર ને ,...
ના રીટા હવે કોઈ ને દુખી નથી કરવા , ઓલરેડી મે પહેલા બહુ મોટી ભુલ કરી
મમ્મી પપ્પા ને બહુ દુખી કર્યા છે, હવે તો ભગવાન જે કરે એ ખરુ ,બસ ચુપચાપ લગ્ન કરી ને સાસરે જવાનુ નકકી છે ,ત્યા જયી વંશ મારી સાથે કેવુ વર્તન કરશે, મને કેવુ રાખશે એ જ જોવાનુ છે ...
જે માણસ પોતાની થનાર પત્ની સાથે ફોન મા પાંચ મીનીટ ના આપી શકતો હોય એની શુ આશા રાખવાની ?
પણ એ તને જોવા આવ્યો હતો ત્યારે તો એ બહુ સારી રીતે વર્તતો હતો ,એવુ તે જ
કહયુ હતુ ,...હા એ વખતે તો બહુ સારી સારી વાતો કરી હતી , ઉપર થી મે એની સાથે સારુ વર્તન નહોતુ કર્યુ, મને એ વખતે મગજમાં મયંક નુ ભુત વડગયુ હતુ ,ને એની સાથે લગ્ન ના સપના જોયા હતાં, પણ મને શુ ખબર કે એ વખતે મેં ભાવ ના આપ્યો તો હવે એ મનેઙઆવઙા છોકરા સાથે લગ્ન કરી એના ઘરે જવાનુ છે ,પછી મને આ લગ્ન નો ઉમળકો કયાંથી હોય ? હા
યાર ,સાચી વાત છે, હશે યાર હવે જે થાય એ ,તારી
એક ભુલ ની સજા તને આવી મડશે એ તને ભગવાને કયાં ખબર હતી ? ચલ ફોન મુકુ ,તને આ પરિસ્થિતિ મા જોઈ લગ્ન માટે અભિનંદન
આપવાનું મન એ નથી થતુ
,બાય...કહી રીટા એ ફોન મુક્યો ને મીતા ફોન મૂકી પાછી રડી પડી ને પોતાની કિસ્મત ને કોશવા લાગી ,
ને વિચારી રહી હતી કે જીંદગી હવે બરબાદ જ થયી ગયી છે ,......ત્યા વડાલી મા કમલેશભાઈ ના ઘરે પણ લગ્ન ની તૈયારીઓ ઓ પૂરજોશમાં ચાલુ હતી,
ઘરમાં ખુશી નો માહોલ હતો
બસ એક જ વંશ કામીની ને યાદ કરી ને દુખી હતો ,......
કામીની પણ સંસ્થા મા દિવશો ઘણી રહી હતી ,કે વંશ ના લગ્ન નજીક મા જ છે ને પછી વંશ કાયમ માટે મીતા નો થયી જશે ,ને પોતે આખી જીંદગી કોઈની સાથે લગ્ન નહી જ કરે ,જો મા કે કમલેશ કાકા લગ્ન ની જીદ કરશે તો હુ આત્મહત્યા કરી લયીશ, પણ વંશ સિવાય બીજા કોઈ ની તો નહી જ થવ , પછી ભલે ને મારે એ ઘરમાં આખી જીંદગી નોકરાણી થયી ને જ કેમ ના રહેવુ પડે ? બસ વંશ મારી નજર સામે હશે તો હુ જીંદગી એને જોઈ ને કાઢી નાખીશ,....વંશ નો પ્રેમ કામીની ,ને મીતા નો પ્રેમ મયંક, ટુકં મા બન્ને છોકરીયો ના તો નસીબ જ ખરાબ કહેવાય, કામીની એ પ્રેમ મા સમર્પણ કર્યુ તોય વંશ ને પરણી ના શકી ,હા એનો પ્રેમ જરુર મડયો,ને મીતા બીચારી એ મયંક ને દિલ થી ચાહયો ,ને પોતાના ઘરમાં મોટી ચોરી કરી તો પણ એ મયંક ને પામી ના શકી, ....
બન્ને ના કિસ્મત નો વાકં બીજુ શું? હવે કામીની ,વંશ ,અને મીતા આ ત્રણેય ને પ્રણય ત્રિકોણ નો અંત કેવો આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 48 ઝંખના....

લેખક @ નયના બા વાઘેલા