ઝંખના - પ્રકરણ - 46 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 46

ઝંખના @ પ્રકરણ 46

કમલેશભાઈ ચુપચાપ ગાડી ચલાવી રહ્યા હતાં ને મન જાણે ભારે થયી ગયુ હતુ ,પોતાનુ કોઈક ખાશ જાણે એમનાથી દુર થયી ગયુ હતુ એવો અહેસાસ થયી રહ્યો હતો, વરસોથી નજર સામે મોટી થયેલી ને દીકરી જેવી જ માનેલી કામીની ને આમ શહેરમાં અજાણી જગ્યાએ એ મુકતા એમનો જીવ બડી રહ્યો હતો,પણ શુ થાય ? બીજો કોઈ જ રસ્તો નહોતો
કમલેશભાઈ ને સતત ટેન્શન મા જોઈ ને મંજુલા બેન એ એમના ખભે હાથ મુક્યો, ને
બોલ્યા મને ખબર છે તમને કામીની ની ચિંતા થાય છે ,...
હા મંજુ જાણે કોઈક મોટો ગુનો કરી નાખ્યો હોય એવુ લાગે છે ,બાપ વિનાની નોંધારી દીકરી એ આટલા વરસ આપણાં ઘર ને પોતાનુ ઘર સમજી ને કામ કર્યુ
બા ,બાપુજી ની સેવા કરી ને આખો દિવશ કયી ને કયી કામ કરતી રહેતી ,.....ને અતયારે એ ઉંમર ના એવા પડાવે છે જયાં એને આપણાં સાથ સહકાર ની ખાશ જરૂર છે ને આપણે એને પારકાં ના સહારે મુકી આવ્યા, ખરેખર મંજુ દિલ થી બહુ દુખ થાય છે , એ બાપ વિના ની તો છે જ ને આજે એની મા થી પણ દુર કરી આપણે ,....આપણી ઈજજત માટે થયી એને અન્યાય કર્યો છે, ભલે એની મા ગીતા કયી બોલે નહી પણ એના મનમાં એ બહુ દુખી થયી ગયી છે ,........
ડિલીવરી સમયે સોથી વધારે મા ની જરુર પડે ,પોતાના પરિવાર ની જરુર પડે પે કામુ તો સાવ એકલી થયી ગયી ,.....હા હુ સમજું છુ ,વંશ ના પપ્પા...પણ શુ થાય ? આપણાં દિકરા એ કરેલી ભુલ ની સજા કોક ની દીકરી ને ભોગવવી પડશે ,...
કમલેશભાઈ ગુસ્સે થયિ બોલ્યા, મારુ ચાલે તો એ નાલાયક ને ઘરમાં થી કાઢી મૂકુ ,પણ બા ,બાપુજી ની ઈજજત ના કારણે ચુપ છું
ને પાછા લગ્ન જોવડાવી ને બેઠા છીએ ,આટલા ધામધૂમથી સગાઈ કરી છે ને
હવે આપણાં દીકરા ના કરતુતો બહાર પડે તો આપણે તો સમાજ મા કોઈ ને મોઢું બતાવવા લાયક ના રહીએ મંજુ ,....હા સાચી વાત છે તમારી..મને પણ વંશ પર જ ગુસ્સો આવ્યો છે ,કામીની તો સાવ નાદાન ને અબુધ છે ,આપણાં છોકરા એ જ એને પ્રેમ ના પાઠ ભણાવ્યા હશે ,બાકી મને નથી લાગતુ કે કામુ ના મા હજી આવી બધી સમજણ હોય ....ને વંશ ના પપ્પા હવે આગળ નુ શુ વિચાર્યું છે ?? શુ કરશુ ? બડયુ ગમે તે પણ કામીની ના પેટમાં લોહી તો આપણું જ ને ,...ને એય પાછો દિકરો છે ઉદર મા....બિચારા એ અણજનમયા બાડક નો શું વાકં ? ...હા મંજુ એટલે જ તો મે વિચારી લીધુ છે કે એ અંશ તો આપણો છે તો આપણાં ઘરે જ લયી આવીશ ,....ડિલીવરી થશે ત્યા સુધી તો વંશ અને મીતા ના લગ્ન ને સાત ,આઠ મહીના જેટલો સમય થયી જશે ,ને મીતા ઘરમાં હડી મડી પણ ગયી હશે ,....હા એને આ વાત ની ગંધ પણ ના આવવી જોઈએ, કેમકે ગમે એમ કરીને એ બાળક ને
તો હુ આપણા ઘરે કયી રીતે લાવવો એ પ્લાન જ વિચારી રહ્યો છું, પણ મીતા આમ અજાણ્યા બાડક ને નહી સ્વીકારે તો શુ કરીશુ ? એને કદાચ ના પણ ગમે , લગ્ન પછી આપણાં ઘર પર એનો પુરો અધિકાર છે ને એ સહમત નહી થાય તો શુ કરશો ? મંજુ એ બધી ચિંતા તુ મારી પર છોડી દે એ બધી વાત ને હજી ઘણો સમય છે ત્યા સુધી તો કૉઈક રસ્તો મડી જ રહેશે ,....ને કદાચ મીતા રાખવાની ના પાડશે તો આપણે ઉછેરીશુ ,આપણુ ત્રીજુ બાડક સમજી ને ,આપણે કયાં હજી ઘરડાં થયી ગયા છે તે નહી સંભાળી શકીએ ,....પણ મંજુ પરેશભાઈ નો ને મીનાબેન નો સ્વભાવ જોઈ ને તો લાગે છે કે બન્ને દીકરીયો બહુ સંસ્કારી છે ,
આપણે ત્રણ ચાર વાર જયી આવ્યા એટલે એટલુ તો સમજાઈ જ ગયુ છે કે બન્ને વહુ ઓ આપણાં ઘર ને દીકરા માટે સરસ છે ,બન્ને
દીકરા નસીબદાર છે કે આવી પ્રેમાડ પત્ની ઓ મડી છે ,....વાતો વાતો મા રસ્તો એ કપાઈ ગયો ને ઘરે આવતા પાચં વાગી ગયા ,ગીતા ગાયો ભેંસો દોહી ને ડેરીએ દુધ ભરી આવી ને બા ,બાપુજી પાસે બેસીને ને કમલેશભાઈ ને મંજુલા બેન ની રાહ જોતી
હતી....ને એટલાં મા કમલેશભાઈ આવી ગયા ,ગીતા અંદર જયી પાણી ની બોટલ લયી આવી ને બન્ને ને પાણી આપ્યુ, ને મંજુલા બેન પાસે ઓશરી મા બેઠી....ઘર નુ વાતાવરણ ભારેખમ થયી ગયુ હતુ ને ઘર નુ આગણુ સુનુ સુનુ લાગતું હતુ , આખો દિવશ ઘરમાં ઉછળકુદ કરતી કામીની આજે ઘરમાં નહોતી
મંજુલા બેન એ એને દિવાળી મા જ ખન ખન કરતી ઘુઘરી વાડી ઝાંઝર લયી આપી હતી ને કામીની એ તરતજ પહેરી લીધી હતી ને પછી ખુશ થયી મંજુલા બેન ને વળગી પડી હતી, એને ખન ખન ઝાંઝર બહુ પ્રિય હતી ને મંજુલા બેન લાવી આપી ,એટલે ઘરમાં આખો દિવશ કામ કરતી તો આખા ઘરમાં એની ઝાંઝર નો અવાજ છમ છમ કરતો ને ઘર જાણે ભર્યુ ભાદરયુ લાગતુ ,...ને આજે આ ઘર ને ઘર નુ આગણુ સુનુ થયી ગયુ હતુ ,કામીની હાજર હોત અત્યારે તો કમલેશભાઈ ના હાથ માં કયાર નો ચા નો કપ આવી ગયો હોત ,કામુ એટલી હોંશિયાર ને ચપડ હતી કે એને કોઈ વાતે કયી કહેવુ જ ના પડતુ ,કહ્યા વિના જ ઘરનાં દરેક સભ્ય ની પસંદ ના પસંદ સમજી જતી ને બા ,બાપુજી ને પણ બપોરે ત્રણ ના ટકોરે ચા આપી જ દેતી , ને કમલેશભાઈ ને તો જાણે ચા નુ વ્યસન થયી ગયુ હતુ ,ને કામીની ચા પણ સરસ બનાવતી ,ઈલાયચી ,આદુ નાખી ને .... થોડીવાર કોઈ કશુ બોલયુ નહી ,એટલે છેવટે બા એ મોન તોડયું ને પુછ્યુ, બેટા હેમખેમ મુકી આવ્યો ને કામુ ને ? ને ત્યા એનુ ધ્યાન રાખે એવા છે ને બધા ?... હા બા ,મુકી આવ્યા, પણ મન નથી લાગતુ , એ સંસ્થા તો સારી છે ને સંચાલક જયા બેન પણ સારા છે ,પે ત્યા બધો સ્ટાફ સારો છે ,કામુ ને સારી રીતે સાચવશે વાંધો નહી આવે ,....પણ બા સાચુ કહુ તો મનમાં બહુ લાગી આવ્યુ છે, આપણાં દીકરા ની એ ભુલ તો છે જ ને ? તો સજા એકલી કામીની ને કેમ ? આપણા નવાબજાદા ને તો કયી ભાન જ નથી ,સાલા ને
કેટલુ ધ્યાન રાખ્યુ ને એની બધી માંગણી ઓ પુરી કરી ,તોય એણે ના કરવાનુ કામ કરી નાખ્યુ, .... જેને આશરો આપ્યો હતો ,દીકરી માની હતી એ ને આજ પારકા ના સહારે મૂકી ને આવવી પડી ,....ખરેખર ભગવાન પણ માફ નહી કરે
આપણને ,ગીતા ગડગડી થયી બોલી ના ના શેઠજી તમે આવુ ના બૉલો ,ભગવાન તો જાણે જ છે બધુ , અમારા માટે તો તમે જ ભગવાન છો , જે થવાનુ હતુ એ થયિ ગયુ ,બન્ને છોકરાઓ નાદાન છે ,એમને ની ખબર કે આ ભુલ નુ પરીણામ આવુ આવશે ? એટલુ બોલી ગીતા રસોડામાં ગયી ને કમલેશભાઈ માટે ચા મુકી ,
ને લયી આવી ....મંજુલા બેન ને પણ આપી ....આ બાજુ શહેરમાં અજાણી જગ્યા ને એ પણ સંસ્થા,.કામીની એ તો પહેલી વાર જ જોયુ શહેર..
એક મોટા રુમમાં છ છ છોકરીયો રહેતી હતી ,ખાસ્સો મોટો રૂમ હતો ને પલંગ ની બાજુમાં બધા માટે નુ અલગ થી કબાટ હતુ ને દરેક ના કબાટ ને લોક કરી શકાય એવી સુવિધાઓ પણ
પણ હતી , દરેક રુમમાં બાથરુમ હતા, જે રુમમાં રહેનાર છોકરીઓ એ જ વારાફરતી સાફસફાઈ કરી લેતી ,....સંસ્થા માં જ સિવણકલાશ ના વર્ગો, બ્યુટીપાર્લર ના વર્ગો, ને અથાણાં, પાપડ, ને નમકીન નો બનાવવા ને શીખવવા ના કલાશ પણ હતાં, જેથી અંહી આવનાર દરેક છોકરીયો જે ગમતુ હોય એ શીખી ને પગભર થયી શકે ,
સંસ્થા ચલાવતાં જયા બેન નાની ઉંમરે વિધવા થયા હતાં
ને એમણે નાનપણ મા બહુ દુખ જોયુ હતુ એટલે જ એમણે બીજી સ્ત્રી ઓ ને દુખ સહન ના કરવુ પડે ને આશરો મડી રહે એ હેતુ થી
જ પોતાની તમામ સંપતિ વહેંચી ને આ સંસ્થા ની શરુઆત કરી હતી ,આમ તો નારી નિકેતન ગ્રુહ કહેવાતુ ,પણ જયા બેન એ સંસ્થા ને ,, મા નુ ઘર ,, એવુ નામ આપ્યુ હતુ ,...ધીરે ધીરે
લોકો ની મદદ ને દાન આપનાર દાતા ઓ ના લીધે સંસ્થા બહુ મોટી બની ગયી ને તમામ સુખ સગવડ પણ થયી ગયાં,...કામીની અજાણી જગ્યા હતી એટલે કોઈ ના ભડતી જ નહી, ને કોઈ પુછે એટલો જ જવાબ આપતી, એની રૂમ પાર્ટનર છોકરીયો એને ઉદાસ જોઈ ને સમજી ગયી હતી કે બીચારી સાથે કયીક બહુ ખોટુ થયુ લાગે છે , કેટલી બધી રૂપાળી છે , ને સારા ઘરની લાગે છે ,એના કપડાં પર થી તો ,તો કેમ અંહી મુકી ગયા હશે ? ને કોણ લયિ આવ્યુ હશે ,... બે ચાર દિવશ તો કામીની બિલકુલ ચુપ રહી , જયા બેન જાણતાં હતાં કે એ પ્રેગનન્ટ છે ને પ્રેમ માં દગો ખાધો છે એટલે એનુ ખાશ ધ્યાન રાખતાં ને ના ના કરે તો ય પરાણે સમજાવી ને જમાડતા...જયા બેન અનુભવી થયી ગયા હતાં, દુખીયારી છોકરી ને ગમ મા થી બહાર કેવી રીતે કાઢવી એ જાણતાં હતાં, ને જેમ એક મા દીકરી ને સમજાવે એમ સમજાવતા ,દુનિયાદારી ની વાતો સંભળાવતા, કામુ તો સાવ અબુધ હતી ,એને તો દુનિયાદારી નુ કયી ભાન જ નહોતું...પણ જયા બેન એને હિમંત આપી ને સંભાળી લીધી હતી ,....ને એક અઠવાડિયામાં તો કામીની સંસ્થા મા એ બધા ની પ્રિય થયી ગયી , એનો સ્વભાવ બધા ને ગમવા લાગ્યો, દરેક ને કામ મા મદદ કરવા તૈયાર જ હોય , ને એની વાતો બધાને ગમતી ,
જયા બેન એ જોઈ ખુશ થયા ને કમલેશભાઈ ને ફોન પણ કરી દીધો કે હવે ચિંતા બિલકુલ કરતા નહી ,કામુ અંહી સેટ થયી ગયી છે ને એની તબિયત પણ સારી છે
એ સાભડી ને કમલેશભાઈ ને મંજુલા બેન ને હાશ થયી ને ગીતા અને બા બાપુજી ને પણ કહયુ કે કામુ ને ત્યા ફાવી ગયુ છે ને બધા સાથે હડી મડી ગયી છે ,ને તબિયત પણ સારિ છે ,બા ,ગીતા હવે તમે કોઈ કામુ ની ચિંતા ના કરશો....
ગીતા તો રોજ રાત્રે દીકરી નો ફોટો છાતી સરસો ચાંપી ને સુયી જતી ,ઘણી દુખી હતી પણ કોઈને પોતાનુ દુખ દેખાડતી નહી ,....આખો દિવશ કામ મા વયસત રહેતી ,....વંશ પણ રોજ કામીની ને યાદ કરતો ,ને ફોન પણ કરતો ,...પણ કામીની ફોન ઉપાડતી જ નહોતી ,કમલેશભાઈ એ એને જતા જતા વંશ સાથે વાત કરવાની ના પાડી હતી ,
ને હવે આટલી તકલીફ આપ્યા પછી કામુ એ પણ વિચારી લીધુ હતું કે હવે એ ઘરમાં કોઈ ને તકલીફ નહી આપુ ,કે કદી કોઈ ફરીયાદ કરે મારી એવુ કશુ જ નહી કરુ ,...હા એ વંશ ને ખુબ જ પ્રેમ કરતી હતી ને મનમાં વિચારી પણ લીધુ હતુ કે એ લગ્ન તો કોઈ ની સાથે નહી જ કરે ,આખી જીંદગી આમ જ કાઢી નાખશે ,વંશ ને યાદ કરી રોજ રાત્રે રડી લેતી.....વંશ પણ બહુ રધવાયો થયો હતો એને કામીની ની યાદ આવતી હતી ,વાત પણ થતી નહોતી , ને એનો ચહેરો પણ જોવા નોતો મડતો, શુ કરવુ એ મુંઝવણ મા હતો...ને પપ્પા કામીની ને ક્યા મુકી આવ્યા છે એ પણ ખબર નહોતી, એની પાસે સરનામું નહોતુ ,એટલે જવુ હોય મડવા તો જાય પણ કયાં? એવડા મોટા શહેરમાં કયા ખુણે એ સંસ્થા આવી હશે એ પણ જાણતો નહોતો ને હવે લગ્ન ને ચાર દિવશ જ બાકી રહ્યા હતાં એટલે આખો દિવશ કયીને કયી કામ રહ્યા કરતુ ,.....હવે કામીની ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 47
ઝંખના.................

લેખક @ નયના બા વાઘેલા