સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 112 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 112

સોહમની ઓફીસમાં સન્નાટો છે. બે દિવસથી સોહમ કે નૈનતારા કોઈ ઓફીસમાં નથી આવી રહ્યું... નથી એલોકોના ફોન લાગી રહ્યાં કોઈ રીતે સંપર્ક નથી થઇ રહ્યો. શાનવીએ દિલ્લી મેઈન ઓફીસમાં ફોન કર્યો. વધવાને પૂછ્યું “સર અહીં સોહમ કે નૈનતારા કોઈ ઓફીસમાં નથી બે દિવસથી કોઈ એમનો સંપર્ક નથી..”. વાધવા થોડીવાર સાંભળી રહ્યો પછી કહ્યું “શાનવી આ બધી કોની ચાલ છે સમજણ નથી પડતી એલોકોએ કંપનીને મોટો ફાયદો કરાવી આપ્યો... કરોડોનું ડીલ થયું હું ત્યાં... અહીં મીટીંગ પછી..”. પછી મનમાં વિચાર્યું આ સ્ટાફને કંઈ જણાવવું નથી એણે કહ્યું “શાનવી તું સીનીયર છે હમણાં ઓફીસનો ચાર્જ તું લઇ લે હું સાંજની ફ્લાઈટમાં આવું છું પછી વાત કરીએ.” શાનવીએ કહ્યું “ઓકે સર...”
શાનવી વિચારમાં પડી ગઈ... બોસે એ લોકો માટે ના કશું કહ્યું ના પૂછ્યું... તેઓ આવે છે આમેય સોહમ... ત્યાં ઓફીસમાં પ્યુન શાનવી પાસે આવીને કહે છે "મેડમ કોઈ દિવાકર આવ્યા છે દિવાકર મ્હાત્રે સોહમ સર માટે પૂછે છે.”
શાનવીએ કહ્યું “એમને અંદર લઈ આવ...” એમ કહી એ સોહમની ચેમ્બરમાં સોહમની ચેર પર બેસી ગઈ. ચેર પર બેસતાં વિચાર્યું હું વરસોથી અહીં બેસવા તરસતી હતી... સોહમ -નૈનતારા આવે ત્યારની વાત ત્યારે ત્યાં પ્યુન દિવાકર ને લઈને અંદર આવ્યો. શાનવીને સોહમની ચેર પર બેસતાં જોઈ આશ્ચર્ય પામ્યો પણ કંઈ બોલ્યા વિના જોતો રહ્યો.
શાનવીએ દિવાકરને પૂછ્યું " તમે.. મી... " દિવાકરે કહ્યું “હું દિવાકર મ્હાત્રે સોહમનો મિત્ર છું અમે ટ્રેનમાં સાથે જોબ પર આવતાં. પછી તો એ મોટો માણસ થઇ ગયો કારમાં આવતો જતો થયો. ઘણાં સમયથી મળ્યો નથી એટલે અહીં રૂબરૂ આવ્યો છું એને મળવા”.
શાનવીએ કહ્યું “સોહમ પ્રોજેક્ટ માટે બહાર છે તમારે શું કામ હતું ?” દિવાકરને બેસવાં કહ્યું દિવાકરે કહ્યું “મારે ખાસ અંગત કામ છે એની સાથેજ વાત કરવી છે.”
શાનવીએ થોડું વિચારીને કહ્યું “સોહમની વાત તમે મને કહી શકો છો. એ મને એની બધીજ વાત કરતો હતો તમે નિઃસંકોચ મને કહી શકો છો.” પછી પ્યુનને બોલાવીને ચા લાવવા સૂચના આપી. દિવાકર શાનવીની સામે જોઈ રહેલો. શાનવીએ કહ્યું “સોહમે જ્યારથી અહીં જોબ લીધી ત્યારથી એની સીનીયર છું... પછી દુઃખતી નસ દબાઈ બોલી પણ એનાં કોઈ ગુરુને કારણે એને સફળતા મળી એની કોઈ... બધું જાણે તંત્રમંત્ર જાદુ જેવું થયું છે એની જિંદગીમાં... એક સ્ત્રી...”
દિવાકરને હવે શાનવીમાં વિશ્વાસ પડ્યો એ બોલ્યો “હાં હાં એને અઘોરીજી સાથે મુલાકાત મેંજ કરાવી હતી પણ... પછી એનો કોઈ સંપર્ક નથી હું થોડી મુશ્કેલીમાં હતો... સોહમની મદદ લેવાનું વિચારી અહીં આવેલો”.
શાનવીએ કહ્યું “એનો સંપર્ક નથી થઇ રહ્યો હવે ઓફિસમાં ચાર્જ પણ મારી પાસે છે તમે કઈ કહો તો હું કદાચ તમારી મદદ કરી શકું સોહમ અંગે કોઈ ખાસ વાત છે ? એની આટલી જલ્દી પ્રગતિ કેવી રીતે થઇ ?”
દિવાકરે કહ્યું “એની પાત્રતા અને એનું નસીબ... હું વધુ કઈ જાણતો નથી હું પછી આવીશ હમણાં આપની રજા લઉં” એણે ચા ને હાથ ના લગાડ્યો ઉભો થઇ ગયો એને મનમાં શંકા કુશંકા થવા લાગી એને થયું મને અકળામણ થઇ રહી છે અહીં એ ઝડપથી ચેમ્બર છોડી બહાર નીકળી ગયો.
ત્યાં તિવારી ચેમ્બરમાં આવ્યો બોલ્યો “શાનું તું તો બોસની જગ્યાએ બેસી ગઈ વાહ તું શોભે છે પણ બોસ જાણશે તો ?” શાનવી ઉભી થઇ તિવારીની પાસે ગઈ બોલી " હવે હુંજ બોસ... વાધવા સરે મને જવાબદારી સોંપી છે” એમ કહી તિવારીને પોતાની તરફ ખેંચ્યો. તિવારી શાનવીનું નવું રૂપ જોઈ ડઘાયો... એણે કહ્યું “ભલે હું મારાં ટેબલ પર જઉં એક મેઈલ આવ્યો છે એ જણાવવાજ આવેલો.”
શાનવીએ પૂછ્યું “શેનો મેઈલ ?” તિવારીએ કહ્યું “સોહમ સરનો એમણે રિઝાઈન કર્યું છે... સી. સી. વધવા સરને પણ મોકલી છે..”. શાનવી આષ્ચર્ય બોલી “વાહ કાંટો જાતેજ દૂર થયો.”

******
બેશુદ્ધ થયેલો ભેરુનાથ ભાનમાં આવ્યો... એ બેઠો થયો. એની આસપાસ કાળા ધુમાડા ફરી રહેલાં એમાંથી કાળી રીંગ જેવું નીકળી એનાં ગળામાં ફરી રહેલું. એની આંખો લાલ થઇ ગઈ એણે ચીસ જેવા અવાજે કહ્યું “હજી શું છે મારી પાસે ? બધું તો લૂંટી લીધું હવે મને શક્તિ વિનાનો કરી મારી પાસેથી શું ઈચ્છો છો ?”
ત્યાં પેલાં ધુમાડા જેવી રીંગમાં ઓળો દેખાયો એણે કર્કશ અવાજે હસતાં કહ્યું “આમ કેમ કેદ થાય છે ? ચાલુ કર હવન પેલી સાવીનો જીવ અને સોહમ અહીં આવવાં નીકળ્યાં છે તાંત્રિક પ્રયોગ શરૂ કર સ્ટેશને ઉતરતાંજ એલોકોને કેદ કરી તારી પાસે લાવી હાજર કરીશું. આજે અમાસ ઘોર અમાસ છે આજે તને સફળતા મળશેજ રાત્રીનાં પ્રહરમાં તારી બધી સિદ્ધિ શક્તિ એ તાંત્રિક પ્રયોગમાં હોમી દે તું મહાઅઘોરી બની જઈશ.. ચાલુ કર વિધિ...”
ભેરુનાથ બાવલાની જેમ જોઈ રહ્યો એની આંખોનાં ડોળા ચકળવકળ થવા લાગ્યાં એનાં ચહેરાં પર પિશાચી હાસ્ય આવી ગયું એણે કહ્યું “ગંગા તરથી એક શબ લઇ આવો હું આખરી પ્રયોગ એ શબ પર બેસીને કરીશ... હું મહાઅઘોરી બનીશ” એમ કહી અટ્ટહાસ્ય કરવા લાગ્યો. એમાં હસવાનાં અવાજનાં પડઘા આખા રૂમમાં પડવા લાગ્યાં.
પેલી કાળી શક્તિઓ કર્કશ અવાજે હસતી બહાર નીકળી ગઈ... ભેરુનાથે એનો પ્રયોગ ચાલુ કર્યો અને આખા રૂમમાં અંધારું છવાઈ ગયું... થોડીવારમાં જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો અને એક શબ રૂમમાં આવી પડ્યું...
ભેરુનાથે એ શબ શરીર જોયું... પછી ચીસ પાડીને કહ્યું “આ તો ક્યારની મરી ચુકી છે એનું શબ ક્યાં હતું ? ક્યાંથી લઇ આવ્યાં ? હું આનાં પર બેસી પ્રયોગ કરું ?”

*******


વાંચો આગળ પ્રકરણ - 113