ગતાંકથી...
જુલીના આ ભેદભર્યા અને મર્મ ભેદી મૃત્યુને લીધે બધા થોડીવાર તો દિગ્મુઢ બની ઉભા રહ્યા .ત્યારબાદ અચાનક બાજુના રૂમમાંથી કોઈનો ધીમો અવાજ સંભળાયો તરત જ બધા ચમક્યા . વ્યોમકેશ બક્ષી સાથે દિવાકર તે રૂમ પાસે આવ્યો.તરડ માંથી તેણે આદિત્ય વેંગડું ને જોયેલ એ તેને યાદ આવ્યું.
હવે આગળ...
બારણું તોડી આદિત્ય વેંગેડુંને બહાર કઢાયા . બહાર કાઢ્યા પછી પણ તેઓ ઘણીવાર સુધી બેભાન રહ્યા .
છેવટે ભાનમાં આવતા તેઓ બોલી ઉઠ્યા : " ત્યારે શું હું ખરેખર જીવું છું !?હું મુક્ત થયો છું ?!"
"હા ,તદન સાચી વાત છે."
વ્યોમકેશ બક્ષી અને દિવાકર આદિત્ય વેંગડું ના ચહેરાને જોઈ આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા : "ખરેખર ,આબેહૂબ એ જ ચહેરો છે."
આદિત્ય વેંગડું ધીરે ધીરે ઊઠી ઊભા થયા ને પોતાની દુર્ભાગ્ય કથા વ્યોમકેશ બક્ષી અને દિવાકરને કહેવા લાગ્યા : "હું જ્યારે બર્લિંન માં હતો ત્યારે મારા રિસર્ચ ની વાત સાંભળી અનેક લોકો મારી પાસે આવ જા કરતા હતા. તેમાંના એક માણસ પર મને ભારે સંદેહ પેદા થયો હતો.તે માણસને મારા રિસર્ચ માં બહુ રસ હતો .તેમણે મારી સાથે ગાઢ સંબંધ કેળવ્યા. ત્યારબાદ હું કલકત્તા આવ્યો.મારા પિતાજી મુળ ભારતીયને તેમની ઈચ્છા પણ એવી હતી કે હું મારી શોધ ભારત સરકાર ને ભેટ કરું.આ માટે અગત્યની શોધ ના સંબંધે હું ભારત આવ્યો. જેવો મેં કલકત્તામાં પગ મુક્યો કે પહેલા જ દિવસે આ બદમાશો ના પંજામાં હું સપડાયો. મને લાગે છે કે તેઓ મને પકડવાની તૈયારી અગાઉથી જ કરી બેઠા હશે .જે ગાડીમાં હું મારા મકાન પર જતો હતો તે જ ગાડીમાં મને બેભાન કરવામાં આવ્યો. ભાનમાં આવતા જ મેં જોયું કે હું એક અંધારી ઓરડીમાં કેદ છું .થોડા દિવસ પછી મારું જ આબેહૂબ રૂપ ધારણ કરી એક માણસ મારી પાસે આવ્યો. તે વારંવાર મારી પાસે આવતો મને ધમકાવી હેરાન કરતો અને મારા અનેક પ્રકારના રિસર્ચ ના ખરડા પોતાના નામે પાસ કરાવી વિદેશી લોકોને મોટી રકમ થી વેચી દેતો.જો હું એમ કરવાની મનાઈ કરું તો એ મને અંત્યત પીડાકારક ઈન્જેકશન આપતો. જેની અસહ્ય પીડાથી હું પીડાતો રિબાતો અંતે તેને તાબે થતો.તેણે અનેક રિસર્ચ મારી સહીથી ગેરકાયદેસર પોતાને નામે ચડાવી વિદેશી લોકોને વેચી નાખ્યા છે.આ ઉપરાંત તેના અસંખ્ય ગેરકાનૂની કામ આખા દેશમાં ચાલે છે .એ બહુ જ ખતરનાક માણસ છે જો તેને પકડવામાં ન આવ્યો તો તે આ દુનિયાને એના રાક્ષસી પંજામાં કેદ કરી એના પર રાજ કરશે.અનેક વિજ્ઞાનની શોધો નો ખોટો ઉપયોગ કરી તે દેશ ને અંધકાર તરફ ધકેલી દેશે . શું એ પકડાઈ ગયો કે પોલીસે તેને ઠાર કર્યો !?
જોકે તે એમ જલ્દી હાથ લાગે તેવો નથી ખુબ જ ચાલાક ને લુચ્ચો માણસ છે.જો એ ન પકડાયો હોય તો ખતરો હજુ ટળ્યો નથી.
દિવાકરે કહ્યું : "એનું નામ ડૉ. મિશ્રા છે તે એક નામચીન બદમાશ છે."
આદિત્ય વેંગડું કહેવા લાગ્યા : " મારો વેશ ધારણ કરી તેણે ઘણાને છેતર્યા હશે !"
"હા ,એમના કારનામાની કહાની તો બહુ લાંબી છે પણ એનો અંત બહુ જ જલ્દી આવશે જ ,ચાલો હું તમને રાજશેખર પાસે લઈ જાઉં. ત્યાં આ વાત તેમના મોઢે સાંભળશો તો ઠીક પડશે."
ઈન્સ્પેકટરે મકાન ને સીલ કરી ગિરફતાર કરેલ ને પોલીસ પોતાના તાબા હેઠળ લઈ પોલીસ સ્ટેશન તરફ રવાના થયા.
ડેન્સી ,વ્યોમકેશ બક્ષી, દિવાકર, આદિત્ય વેંગડું બધા જ રાજશેખર સાહેબના ઘર તરફ રવાના થયા. રસ્તો એકદમ સડસડાટ પસાર થતો હતો.દિવાકરના મગજમાં અનેક સવાલો એક સાથે ઉદ્દભવતા હતા.તેમને આ અંતથી સંતોષ ન હતો.જેને પકડવા માટે તેમને આ જહેમત ખેડી એ વ્યક્તિને જ આખરે તે પકડી ન શક્યો. આ કેસ માટે તેને ફરીથી એકડો ઘુંટવાનો વારો આવ્યો. દિવાકર નું મગજ ચકરાવે ચડ્યું.વિચારોના ગડમથલ માં ક્યારે મિ.રાજશેખર નું ઘર આવ્યું તે માલુમ ન પડ્યું.
મિ.રાજશેખર ને સાથે વાતચીત કરી વ્યોમકેશ બક્ષી અને દિવાકર છુટા પડ્યા .ડેન્સી પણ પોતાના ઘર તરફ આગળ વધી.
મિસ્ટર રાજશેખર નું ઘર છોડી દિવાકર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યો ત્યાં પ્લેટફોર્મ પર ફરી તેની મુલાકાત ડેન્સી સાથે થઈ. વાત વાતમાં ડેન્સી એ કહ્યું : "આપ અંદરથી પરેશાન લાગી રહ્યા છો. કોઈ તો વાત છે કે જેની તમને હજુ ચિંતા સતાવતી હોય એવું જણાય છે. "
દિવાકરે વાતને ટાળતા કહ્યું :" ના,ના, એવું કંઈ નથી."
ડેન્સી મંદ સ્મિત કરતા બોલી : "મને તમે કહી શકો છો.કદાચ હું તમારી કોઈ મદદ કરી શકુ."
દિવાકર જવાબમાં નિરુતર રહ્યો ને આ વાતને ટાળવા એ બોલ્યો : "આપ હવે ક્યાં જશો અત્યારે?"
ડેન્સી બોલી : "આમ તો કંઈ નક્કી નથી હવે જોબ તો છે નહીં એટલે વિચારું છું એક દિવસ મોનિકા જોડે રોકાય ને બોમ્બે જતી રહીશ ત્યાં કદાચ કોઈ જોબ મળી જાય!
દિવાકર સહેજ અચકાતા બોલ્યો : "મારે હજુ આ કેસ સોલ્વ કરવો બાકી છે.શુ આપ મારી જોડે આસિસ્ટન્ટ તરીકે કામ કરશો?મારી જોડે કામ કરવું ફાવશે?"
દિવાકર ની વાત સાંભળી ડેન્સી એકદમ આશ્ચર્ય વચ્ચે બોલી : " શું!!!"આરે ફાવશે શું દોડશે,આપ જેવા બાહોશ ને કતૅવ્ય નિષ્ઠ માણસ જોડે કામ કરવા મળે તો હું મારી જાતને ધન્ય માનીશ,આમ પણ આપે મારા માટે ઘણું કર્યું છે."
" બસ ,બસ,હવે ખોટા વખાણ રહેવા દો એતો મારી ફરજ હતી.પરંતુ તમે પણ બહુ જ ચતુરાઇ ને બહાદુરીનુ કામ કર્યું આ કેસમાં આપે ખરેખર ઉમદા ફરજ અદા કરીઆપ જેવા આસ્ટિન્ટ જોડે કામ કરવું ખુબ જ ગમશે."
ડેન્સી એ ગદ્દગદ્દિત સ્વરે તેમનો આભાર માન્યો.
" તો પછી સારા કામમાં વિચાર શો કરવાનો કાલે સવારે જ આવીને મને મળો ,આપણે કાર થી જ આપણા મિશન ની તૈયારી શરૂ કરી દઈએ."
ટ્રેનની વ્હીસલ સંભળાવવા લાગી ને ડેન્સીએ મંદ હાસ્ય સાથે વિદાય લીધી.
થોડીવારમાં જ બીજી ટ્રેન આવતા દિવાકર અનેક વિચારો સાથે તેમાં સવાર થયો અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.
સર્વત્ર અંધકાર અંધકાર જ વ્યાપી ગયો હતો .જાણે ધરતીના અસ્તિત્વને ભરખીને અંધકારક જ ચોતરફ મ્હાલતો હોય તેવી કાળી ભમ્મર પાંપણો જેવો મહા અંધકાર.......
ઘરે પહોંચીને દિવાકર જમવાનું પતાવીને પોતાના બેડરૂમમાં જાય છે. આજે ઘણા દિવસે તે ઘરે પરત આવ્યો હોવા છતાં તેના મનમાં ક્યાંય ચેન પડતું ન હતું. ઊંઘ તો કોશો.. દૂર ચાલી ગઈ હતી .અંદરથી તેને જરા પણ સંતોષ થતો ન હતો .
સન..ન..ન.. કરતો પવન વાય રહ્યો હતો. જાણે ધરતી રસાતળ થવા બેઠી ન હોય તેવું મહાકાંડવ ફેલાઈ રહ્યું હતું .રાતના અંધકારમાં વરસાદ ઓગળી ગયો હોય એમ એનો અજંપો ઓછો થયો હતો .પવનના સુસવાટા વાય વાય ને થાક્યા હોય એમ કોક વૃદ્ધાની ધીરી ચાલની જેમ અને અંધકારને વધુ ભેંકાર બનાવતા હતા. તમ....તમ... તમરા નો અવાજ આવતો હતો .મધ્યરાત્રી થવા આવી હતી છતાં દિવાકરની આંખોમાં ઊંઘ આવવાનું નામ લેતી ન હતી. બે ત્રણ કલાકો આમતેમ પથારીમાં આળોટવા પ્રયત્ન કર્યા છતાં ઊંઘ ન આવી.
દિવાકર ઊઠી ને ઊભો થયો ને બાલ્કની માં ગયો. સર્વત્ર શાંતિનો સન્નાટો છવાઈ ગયો હતો - ન વરસાદ વરસતો હતો,ન સૂસવાટ વા'તા હતા,ના વીજળી ચમકતી હતી. બસ જે કંઈ વંટોળ હતું તે દિવાકરના મન અને મગજ પર એક સાથે ત્રાટકી રહ્યું હતું.
દિવાકર ના મનોમંથન ને જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ...
ક્રમશઃ....