ચોરોનો ખજાનો - 35 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 35

વાર્તાલાપ

સિરત પોતાના પિતાની મૃત્યુને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. ઘણીવાર સુધી રડ્યા પછી તે શાંત થઈ. પોતાના રૂમમાં આવીને હાથ-મોં ધોઈને ફ્રેશ થઈ.

સિરતનાં ફોન ઉપર ક્યારના દિવાનના કોલ આવી રહ્યા હતા પણ સિરતનું ધ્યાન હવે તેના ફોન તરફ ન્હોતું.

वैसे मैं कई दिनों से तुम्हे एक बात पूछना चाहता था। अगर तुम बुरा न मानो तो पूछूं? ડેની અને ફિરોજ બંને સાંજના સમયે લૂણી નદીના કિનારે બેઠા હતા ત્યારે ડેનીના દિમાગમાં કોઈ સવાલ ઘૂમતો હતો જેને પૂછવા માટે તેણે ફિરોજની પરવાનગી માગતા કહ્યું. ડેનીના ઘાવ ભરાઈ રહ્યા હતા અને ફિરોજ સાથે તેની દોસ્તી ગહેરી થઈ રહી હતી.

फिरोज: अरे कोई नही, पूछो पूछो। ફિરોજ પણ ખુશી ખુશી ડેનીના પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર હતો.

डेनी: तुम्हारी इस आंख को क्या हुआ है? ફિરોજ ની એક આંખ ઉપર બાંધેલી પટ્ટી તરફ ઈશારો કરીને ડેની બોલ્યો.

फिरोज: और यार! ऐसा कुछ भी नही है। देखो, एकदम ठीक ही तो है। ફિરોજ પોતાની આંખ ઉપર બાંધેલી પટ્ટી હટાવતા બોલ્યો.

डेनी: तो फिर तुम इस पट्टी को अपनी एक आंख पे बांध के क्यों रखते हो? ડેનીને થોડું અજીબ લાગ્યું એટલે પૂછ્યું.

फिरोज: मेरे बाबा की वजह से।

डेनी: तुम्हारे बाबा की वजह से? उन्होंने ऐसा क्या किया था?

फिरोज: उन्होंने मुझे बहुत कुछ सिखाया है दोस्त। और ये आंख पे पट्टी बांधने के पीछे भी उनका एक बहुत ही बड़ा राज है। वो कहते थे की हम लुटेरे है। हम लुंटने का काम रात में ज्यादा करते है। तो अगर हम दिन में एक आंख पे पट्टी बांधकर रखे और रात को उस आंख से देखे तो अंधेरे में भी देख सकते है।

डेनी: तो क्या सच में तुम रात के अंधेरे में भी देख सकते हो?

फिरोज: हां, एकदम साफ दिखाई देता है अंधेरे में भी। और फिर ये पट्टी थोड़ी स्टाइलिश और डरावनी भी लगती है। इससे लोग डरते भी है।

डेनी: हां वो तो है। એટલું કહીને બંને ખડખડાટ હસી પડ્યા.

તેઓ વાતો કરી જ રહ્યા હતા ત્યાં જ ઉદાસ ચેહરે દિવાન તેમના તરફ આવતો દેખાયો. દિવાન દુઃખી હતો. તેના મનમાં ક્યાંય ચેન નહોતું. ફિરોજ અને ડેની પાસે આવીને દિવાન બોલ્યો,

दिवान: मैं कल सुबह सीरत से मिलने और उससे बात करने केलिए हवेली जा रहा हु। जब तक मुझे पता नही चलता की आखिर फिरोज को हमारे साथ लेने में प्रोब्लम क्या है, मुझे चैन नहीं मिलेगा।

डेनी: ठीक है, तो फिर मैं भी आपके साथ चलता हु दिवान साहब। ડેનીને પણ સિરત સાથે વાત કરવી હતી એટલે તેણે પણ દિવાનની સાથે જવાની તૈયારી બતાવી.

दिवान: नही डेनी। मेरे खयाल से तुम्हे यहां पर रुकना चाहिए। यहां पर जो काम चल रहा है उसमे भी ध्यान देना होगा।

डेनी: उस केलिए यहां सुमंतदादा और राज ठाकोर है न, वो देख लेंगे। मुझे भी सीरत से कुछ बात करनी है।

दिवान: ठीक है तो आज रात को हम निकलेंगे, तैयार रहना।

फिरोज: मैं भी चलता हु आपके साथ। તેઓની વચ્ચે જ ફિરોજ બોલી પડ્યો.

दिवान: नही, तुम्हे वहां देख सीरत ज्यादा भड़केगी। मैं पहले उसे मना लू उसके बाद तुम्हे बुला लूंगा।

फिरोज: फिर भी वो भड़केगी तो जरूर। और मुझे नहीं लगता की तुम उसे मना पाओगे। उसके गुस्से को सिर्फ मैं ही शांत कर पाऊंगा। मुझे प्लीज अपने साथ ले चलो।

दिवान: ठीक है तो फिर यह तय रहा। हम तीनो कल सुबह निकलेंगे। દિવાનને પણ ફિરોજની વાત યોગ્ય લાગી એટલે તેને પણ સાથે લેવા માટે તે માની ગયો. તે જાણતો હતો કે આ વખતે કદાચ સાચે જ તે સિરતને મનાવી નહિ શકે. એવા સમયે ફિરોજ સિરત સાથે વાત કરે અને કદાચ તે માની જાય..!

બીજા દિવસે વહેલી સવારમાં જ સુમંતના બે માણસો તેમને લઈને બલિના ઘર સુધી મૂકી ગયા. ત્યાંથી તેઓએ તેમની ગાડીમાં જવાનું હતું.

સાંજ થતાં સુધીમાં તો તેઓ હવેલી પહોંચી ગયા હતાં.

દિવાન ત્યાં જઈને સીધો જ સિરતના રૂમમાં ગયો. સિરત પોતાના બેડ ઉપર બેઠી લેપટોપ ઉપર કંઇક ટાઇપ કરી રહી હતી. દિવાને બારણે નોક કર્યું એટલે સિરતે આવીને રૂમનું બારણું ખોલ્યું.

सीरत: दिवान साहब आप, ऐसे अचानक? દિવાનને આમ અચાનક હવેલીએ પાછા આવેલા જોઈને સિરતને અજીબ લાગ્યું એટલે તે પૂછવા લાગી.

दिवान: ये सब क्या है सीरत? तुम मेरा फोन भी नही उठा रही हो बेटी। देखो अगर मैने कोई गलती की है तो मुझे सजा दो, लेकिन इस तरह मुझे इग्नोर मत करो। आज तक कभी भी तुमने मेरी किसी बात का विरोध नही किया। मेरी उम्र का हमेशा तुमने लिहाज किया है। लेकिन तुम हमारी सरदार हो। तुम भले ही उम्र में मुझसे छोटी हो, लेकिन ओहदे में मुझसे बड़ी हो बेटा। अगर तुम चाहो तो मुझे डांटो, मारो, सजा दो। लेकिन इस तरह मुझे इग्नोर मत करो , प्लीज सीरत। એટલું કહેતાં તો દિવાનની આંખો ભરાઈ આવી એટલે તે સિરતના પગ પાસે બેસીને રડવા લાગ્યો.

सीरत: उठिए दिवान साहब। आप ये कैसी बात कर रहे है। मैं भला आपको सजा क्यों दूंगी। हां वो आपने जो किया उससे मुझे बुरा लगा है, बहुत बुरा लगा है। लेकिन आप मेरे लिए पिता के समान है, और आपको सजा देना तो बहुत दूर की बात है मैं ऐसा सोच भी नही सकती। સિરત દિવાનની ખૂબ જ ઈજ્જત કરતી હતી એટલે તે દિવાનને આમ પોતાના પગમાં બેસેલો અને રડતો જોઈ ના શકી.

दिवान: तो क्या तुम मेरी बात से सहमत हो? દિવાન ખુશ થતા અને પોતાની આંખો લૂછતાં બોલ્યો.

सीरत: कोन सी बात? સિરત જાણે સાવ અજાણ હોય તેમ બોલી.

दिवान: फिरोज को हमारे दल में शामिल करने की बात।

सीरत: देखिए दिवान साहब, एकबार केलिए मान लीजिए मैने उसे माफ करके हमारे दल में शामिल कर भी लिया, तो क्या हमारे सभी लोग उसे अपनाएंगे? સિરત ન ઇચ્છવા છતાં પોતાની ચિંતા વ્યક્ત કરતા બોલી.

दिवान: लेकिन क्यों नही अपनाएंगे? अब तक हमारा काम अपने लोगों को ढूंढकर एक करना ही तो था। अब ये एक और साथी मिला है तो उसे हमारे दल में लेने से तुम इनकार क्यों कर रही हो? आखिर उसके बाप ने ऐसी कोन सी गलती की थी? હવે દિવાન પોતાના મનમાં ઘણા દિવસથી ઘૂમી રહેલા પ્રશ્ન ઉપર આવીને અટક્યો.

सीरत: उसके बाप की वजह से मेरे दादा यानी की आपके सरदार की मौत हुई थी। चलो मैं अपना दर्द भूलकर एकबार उसे माफ भी कर दू , लेकिन मेरे दादा की मौत के बाद हमारे कई साथियों ने अपनी जान दी। और उसके बाद सबने वो खोया जिसकी किसीको उम्मीद भी नहीं थी। वो थी हमारी एकता। हमारा पूरा दल बिखर गया। सब अलग अलग हो गए। अब जा के हमने इतनी मेहनत कर के उस एकता को कायम किया है। और अब आप कह रहे है की मैं उसके बेटे को माफ कर दू। उसे हमारे दल मैं शामिल कर लूं? कैसे दिवान साहब कैसे? સિરતનો અવાજ થોડો ઉંચો અને એકદમ રડમસ થઈ ગયો હતો. દિવાન અને સિરત વાત કરી રહ્યા હતા ત્યારે રૂમની બહાર ડેની અને ફિરોજ બંને ઊભા ઊભા તેમનો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. સિરતની વાતો સાંભળીને ફિરોજથી ના રહેવાયું એટલે તે અંદર આવ્યો અને બોલ્યો,

उस दिन जो हुआ उस वारदात को शायद आप पूरी तरह से जानती नही है सरदार।

सीरत: अच्छा, तो बताओ सच क्या है? સિરત સમજી ગઈ હતી કે તેની સામે ઊભેલો માણસ બીજું કોઈ નહિ પણ ફિરોજ જ છે એટલે તે ગુસ્સામાં પોતાનો અવાજ ઊંચો કરીને બોલી. પણ ફિરોજ હજી પણ એકદમ શાંત હતો. તેની આંખોમાં જરા પણ ગુસ્સો ન્હોતો. તે પોતાનું માથું પોતાના સરદાર સામે નમાવીને શાંતિથી ઊભો હતો.

આખરે તેમના ભૂતકાળની સચ્ચાઈ શું હતી..?
શું સિરત ફિરોજ ને માફ કરશે..?
કેવી હશે તેમની આ સફર..?
પેલા બીજ શેના હતા..?

આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'