જવાબદારી
कहां तक पहुंची है आपकी जांच? રાજ ઠાકોર પેલા ઓફિસરો પાસે પહોંચ્યો અને તેમની તપાસ વિશે પૂછવા લાગ્યો. જો કે તેને તો માત્ર આ કામ જલ્દી થાય અને સકારાત્મક થાય એટલું જ જોઈતું હતું, બાકી દુનિયામાં શું થઈ રહ્યું છે તેની સાથે કંઈ લેવાદેવા નહોતી.
अभी तो हमने आधा जहाज भी नही जांचा। कुछ दिन तो लग जायेंगे। और फिर ये लकड़ा किसका है ये समझने में ही हमे दो दिन लगे थे। ये लकड़ा कितना टिकाव है ये भी तो जानना पड़ेगा। हमारी लैब में हमने इसकी जांच की तो पता चला की ये अभी भी कमसे कम नब्बे साल तक पानीमें या जमीन पर रह सकता है। એક ઓફિસરે જવાબ આપ્યો.
राज ठाकोर: वाह, चलो कमसे कम एक तो पॉजिटिव बात है इसमें। लेकिन फिरभी आप थोड़ा जल्दी कीजिए प्लीज। यहां हमे आए चार दिन हो चुके है। जितने दिन आप लोग देर करेंगे उतना ही हमे नुकसान भुगतना पड़ेगा।
अफसर१: हां हां क्यों नहीं। हम जल्दी ही रिपोर्ट तैयार कर के भेज देंगे।
राज ठाकोर: जी सर जी, प्लीज।
વળી પાછા પેલા ઓફિસરો જહાંજની તપાસ કરવા લાગ્યા..
मैने तुमसे बात किए बगैर ही एक बहुत ही बड़ा फैसला लिया है, आई हॉप की तुम मेरी बात मानोगी। દિવાન અત્યારે સીરત સાથે વાત કરી રહ્યો હતો. તેઓ લૂણી નદી પાસે જ્યાં હતા ત્યાં નેટવર્ક ન્હોતું આવતું એટલે વાત કરવા માટે બલી તેને લઈને પોતાના ઘરે આવ્યો હતો. દિવાન, સિરત સાથે વાત કરવા માટે અને કામની અપડેટ આપવા માટે રોજ બલી સાથે તેના ઘરે આવતો.
સિરતને અત્યાર સુધી ફિરોજ ને પોતાની સાથે લઈને આવ્યો હતો તે વાત દિવાને ન્હોતી કરી. અત્યાર સુધી તેની હિંમત જ ન્હોતી થતી આ વાત સિરતને કરવાની. પણ આજે બધી જ હિંમત એકઠી કરીને દિવાન વાત કરવા જઈ રહ્યો હતો.
सीरत: अरे दिवान साहब, आप ने आजतक जो भी कहा मैने वही तो किया है। और आपको कोई भी फैसला लेने केलिए इस तरह मुझसे मंजूरी लेने की जरूरत कहां है। आपने जो भी किया होगा वो हमारे और हमारे लोगो केलिए अच्छा ही किया होगा।
दिवान: नही, लेकिन इस बार जो किया है वो हमारे लोगों को पसंद नही आया। और मुझे नहीं लगता की तुम भी इस बात को पसंद करोगी। દિવાન અત્યારે પોતાની ભૂલનો સ્વીકાર કરતા બોલ્યો.
सीरत: अच्छा, ऐसा क्या फैसला किया है आपने दिवान साहब?
दिवान: मैने एक ऐसे आदमी को हमारे साथ लिया है जिसको हमारी बहुत जरूरत थी। अपने सरदार की बहुत जरूरत थी। अपने सरदार पर यकीन करने की बहुत जरूरत थी।
सीरत: दिवान साहब..! इस तरह पहलिया मत बुजाइए। साफ साफ बताइए की किसको आपने हमारे साथ लिया है? સિરતને સમજાતું નહિ એટલે તેણે ચોખવટ કરવા માટે કહ્યું.
दिवान: फिरोज को।
सीरत: और कोन है ये फिरोज?
दिवान: यहां सुमंत और बाकी सब कह रहे है की उसके बाप की वजह से हमने बहुत ही कीमती चीज गवांई है। मुझे नहीं पता की उसके बापकी वजह से हमने क्या खोया है, लेकिन वो कोई डफेर है, जिसको अपने सरदार पे या सरदार की कोई भी कहानी पे यकीन नही है।
सीरत: दिवान साहब, मुझे भी लगता है आपने इस बार गलत फैसला किया है। सुलेमान डफेर वो इंसान था जिसका नाम मैं अपनी जिंदगी में दोबारा नहीं सुनना चाहती थी। लेकिन आपकी वजह से मेरी आंखो के सामने वो मंजर आ गया है जिसे मैं हमेशा केलिए भूलना चाहती थी। સિરત તરત જ દિવાનની વાત સમજી ગઈ હતી, એટલે તે ફિરોજનાં પિતાનું નામ લઈને પોતાનો ભૂતકાળ યાદ કરતા બોલી.
दिवान: लेकिन सीरत, ये गलती उसके बापने की थी, जिसकी सजा ये लोग जीवनभर भुगत रहे थे। अगर इस बार सरदार ने उसकी गलतियों को माफ कर दिया तो हमे एक ऐसा इंसान मिलेगा जो खुद अपने बाप को भी जूठा कह कर उसके खिलाफ खड़ा हो सके। मैं नही जानता की उसके बापने कोन सी गलती की थी, लेकिन मेरे खयाल से अब उसे भूलने का और उसे माफ करने का वक्त आ गया है सीरत।
सीरत: आई एम सॉरी, दिवान साहब। लेकिन मैं उस इंसान को न ही तो माफ करूंगी और न ही तो उसे अपने दल में शामिल करूंगी।
दिवान: लेकिन सीरत...।
એના પહેલા કે દિવાન આગળ કંઈ બોલે, સિરતે ફોન કટ કરી નાખ્યો હતો.
દિવાન થોડી વાર માટે વિચારવા લાગ્યો કે આ વખતે કદાચ તેનાથી કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને..!
સિરત ફોન મુક્યા પછી એકદમ શાંત થઈ ગઈ હતી. તે અત્યારે પોતાની હવેલીના પરિસરમાં એક ખુરશી ઉપર બેઠી હતી.
અચાનક તેને જાણે કંઇક યાદ આવવા લાગ્યું હોય તેમ તેના ચેહરાના હાવભાવ બદલાવા લાગ્યા. તેના મોઢા ઉપર ગુસ્સો ઉતરી આવ્યો.
એવું લાગી રહ્યું હતું જાણે તેના મનમાં તેના ભૂતકાળના એ દૃશ્યો ફરીવાર તાજા થઈ રહ્યા હતા.
૧૫ વરસ પહેલાં...
સાત વરસની સિરતને તેના પિતા ચંદ્રકાંતભાઈ પોતાના આખરી સમયમાં જે કંઈ કહી રહ્યા હતા તે સમજાઈ ન્હોતું રહ્યું.
આઇસીયુના ખાટલામાં છેલ્લા શ્વાસ લઈ રહેલા ચંદ્રકાંતભાઈએ વારસામાં સિરતને અઢળક સંપતિ આપી, પણ સાથે એક જવાબદારી પણ સોંપી.
સામાન્ય રીતે ઉંમરમાં મોટી વ્યક્તિ હોય એને નાના બાળકની જવાબદારી સોંપવામાં આવતી હોય છે પણ અહીં ઉલટું થઈ રહ્યું હતું. સાત વરસની સિરતને એના પિતાએ મોટી ઉંમરના લોકોની જવાબદારી સોંપી હતી.
જ્યારે ચંદ્રકાંતભાઈ મૃત્યુ શય્યાં ઉપર હતા ત્યારે તેમણે સિરતને બોલાવી.
સાત વરસની માસૂમ બાળકી પોતાના હાથમાં એક રમકડું લઈને આઇસીયુનું બારણું ખોલીને અંદર આવી.
તેના પિતાના હાથે સોય લગાવેલી હતી અને બાટલાની નળી વાટે દવા તેમના શરીરમાં દાખલ થઈ રહી હતી. ઉપર મોનીટરમાં તેના પિતાના હૃદયના ધબકારાની ગતિએ માર્કિંગ થઈ રહ્યું હતું.
'बाबा..'
આંખોમાં આંસુ સાથે સિરત ધીમેથી બોલી.
चंद्रकांतभाई: बेटा, इससे पहले की मैं अपनी आखिरी सांस लू, तुम्हे मुझे बहुत कुछ बताना है। तुम्हे इस उम्र मैं भी समझदारी दिखानी होगी। શ્વાસ ચઢતો હતો તેમ છતાં કંઇક અતિશય મહત્વની વાત હોય એવું લાગી રહ્યું હતું, એટલે ચંદ્રકાંતભાઈ બોલી રહ્યા હતા.
सीरत: बाबा, आप बोलिए मत। आपकी सांस फूल रही है। ચિંતાજનક ભાવ સાથે સિરત બોલી.
चंद्रकांत: नही बेटा। तुम्हे एक बहुत ही बड़ी जिम्मेदारी निभानी होगी। हमारे कई लोग है जो तुम्हारा इंतजार कर रहे है। तुम्हे उन सबको संभालना होगा बेटा। मैं जानता हूं की तुम्हारी इस उम्र में ये सब बहुत मुश्किल है लेकिन तुम मेरी बहादुर बेटी हो। તેમની તકલીફ કરતા ચંદ્રકાંતભાઈ ની વાત વધારે જરૂરી લાગી રહી હતી.
सीरत: नही बाबा। आप ये सब क्या कह रहे है? मुझे डर लग रहा है। સિરતને તેના પિતાની વાત સમજાઈ ન્હોતી રહી. તે પોતાના પિતાની વાતોથી ડરી રહી હતી.
चंद्रकांत: तुम्हारे दादा बहुत ही महान योद्धा थे। तुम उनकी वंशज हो बेटा। तुम भी बिल्कुल उन्हीं की तरह बहादुर हो। तुम्हारे दादा, जब जिंदा थे तब उन्होंने बहुत लड़ाईयां लड़ी थी। तुम्हे भी आगे कई लड़ाईयां लड़नी है बेटा। ચંદ્રકાંતભાઈ એ વાત આગળ વધારી.
सीरत: कैसी लड़ाई बाबा? હવે સિરતને પણ વાતમાં રસ પડતો હોય એવું લાગ્યું.
चंद्रकांत: तुम्हारे दादा और तुम्हारे ताया ने इस देशकी आजादी केलिए कई कुर्बानियां दी है। लेकिन तुम्हारे दादाजी से बस एक गलती हुई। वो एक सफर में गए थे जहां उन्होंने अपने कई साथियों को खो दिया। लेकिन वहां से जो खजाना लाने वाले थे वो नही ला पाए, इस वजह से हमारे सभी लोगों ने उन्हें धूतकार दिया।
एक दिन सुलेमान नाम के एक डफेर ने उन्हें बहुत ही ज्यादा जलील किया जिस वजह से उन्हें बहुत ही दुख हुआ और उन्होंने खुद को ही मारने के बारे में सोचा। दूसरे दिन ही उन्होंने आत्महत्या कर ली। उस इंसान की वजह से तुम्हारे दादा की जान गई थी बेटा। ચંદ્રકાંતભાઈ ને હવે વધારે શ્વાસ ચડી રહ્યો હતો. તેઓ ઉધરસ ખાઈ ખાઈને થોડી થોડી વારે વાત કરી રહ્યા હતા.
तुम्हारे दादा ने उस सफर के बारे में एक किताब लिखी है और उस जगह जाने का नक्शा भी बनाया हुआ है। उसे उन्होंने हमारी हवेली की एक दीवार में छिपाया है।
उन्होंने जो खजाना वहां पर छोड़ा है वो इतना ज्यादा है की हमारे राज्य के हर इंसान को सदियों तक बैठ कर खिलाओ तो भी खत्म न हो। तुम्हे मेरा एक काम करना है बेटा। मैं तो नही कर सका, लेकिन तुम्हे अपने दादाजी का सपना पूरा करना है। हमारे दिवान साहब के बड़े बेटे को मैं तुम्हारे लिए दिवान नियुक्त कर के तुम्हारे साथ तुम्हारा खयाल रखने केलिए भेज रहा हु।
तुम्हे हमारे सभी लोगों को इकट्ठा करना होगा। उन सभी को राह दिखानी होगी बेटा। वो अपने सरदार केलिए कुछ भी कर सकते है। उनका भरोसा कभी मत तोड़ना। અચાનક ચંદ્રકાંતભાઈ ને એકદમ ઉધરસ ચડી અને શ્વાસ અતિશય ચડવા લાગ્યો. એવું લાગી રહ્યું હતું જાણે હવે તેમનો આખરી સમય આવી ગયો છે. તેમ છતાં તેઓ મહામહેનતે તૂટક શ્વાસે બોલી રહ્યા હતા.
मुझे माफ करना, मैं तुम्हे इस उम्र में अकेला छोड़कर जा रहा हु। और हां वो किताब और नक्शा हमारे घर की...। ચંદ્રકાંતભાઈ એ શ્વાસ લેવાનું અને બોલવાનું એકસાથે બંધ કર્યું. સિરત પણ હવે સમજી ગઈ હતી કે હવે તેના પિતાજી નથી રહ્યા. તે રડતા રડતા જોરથી ચિલ્લાઈ.
सीरत: पिताजी।।
ચંદ્રકાંતભાઈ હવે નહોતા રહ્યા. આઇસીયુનો દરવાજો ખૂલ્યો અને દિવાન સાહેબ અને તેમના દળના બીજા લોકો અંદર આવ્યા.
રડી રહેલી સિરતને એક મોટી ઉમરની સ્ત્રી એ પોતાની પાસે લઈ લીધી અને બાકીના બધા ચંદ્રકાંતભાઈ પાસે ઊભા રહ્યા.
શું સિરત, ફિરોજ ને માફ કરશે..?
શું સિરત અને ડેની વચ્ચે સુલેહ થશે..?
પેલા ઓફિસરો જહાજ માટે રિપોર્ટ કેવો આપશે..?
આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..
Dr Dipak Kamejaliya
'શિલ્પી'