ઝંખના - પ્રકરણ - 36 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 36

ઝંખના @ પ્રકરણ 36

મીતા વંશ ના ઘરે થી પાછી ફરી ત્યાર થી થોડી ખુશ દેખાતી હતી, એ જોઈ ને મીનાબેન અને પરેશભાઈ પણ ખુશ હતાં.....ને કમલેશભાઈ નુ ઘરબાર જોઈ ને સંતોષ પણ થયો કે બરાબરી નુ ઘર મડયુ છે સુખી પરિવાર છે ને માણસો તો બહુ જ સારા છે , મીતા એ પણ હવે મન મનાવી લીધું હતુ એને ખબર જ હતી કે કોઈ છુટકો જ નહોતો એની પાસે બીજો કોઈ વિકલ્પ જ ન્હોતો....
આ બાજુ વડાલી મા પણ કમલેશભાઈ નુ ફેમીલી ખુશ હતુ ,....કે એક જ ઘર ની સરસ મજા ની બે વહુ ઓ મડી ગયી ,નકકી થયી ગયુ એ વાત નો આનંદ હતો,....ને એટલા માં શોભના ફોઈ આવ્યા......
ને સીધા કમલેશભાઈ પર ગુસ્સે થયા ને ઝગડવા લાગ્યા....કમલા તે મારા થી આટલી મોટી વાત છુપાવી કેમ ? મને અંધારામાં રાખી આતો કાલે પેલા મનસુખ ની બાયડી મારા ઘેર આયી તી એણે મન કહ્યુ.....જો મંજી આ તારા દીકરા વંશ ન સમજાઈ દેજે કે અવ એ ધંધા બંધ કરી દે,નહીતર મારા જેવી કોઈ ભૂંડી નહી..
મીતા ને સુનિતા મારી સગી ભત્રીજી ઓ થાય છે એ ભૂલતા નહી.....બડયુ મન ખબર હોત ક તારો દિકરો આવો તો મુ હાથે કરી ન આ
ઘેર મારી ભત્રીજી ઓ નુ નકકી ના કરત......
શોભના બા ચુપ થવાનુ નામ જ નહોતા લેતા .....કમલેશભાઈ અને મંજુલા બેન બોલ્યા શોભના બા તમે લગીરેય ચિંતા ના કરો ,તમારી બે ય ભત્રીજી ઓ મારા ઘરે લગીરેય દુખી નયી થાય.... ને વંશ પણ સુધરી ગયો છે....ગામમાં બધા દુશમનો છે એટલે જ મારા ઘરની ને મારા દિકરા ની વાતો કરે છે ,.....ને હવે એ કામીની પણ આપણા ઘરે આવતી નથી ,એની મા ગીતા ને પણ સમજાવી દીધી છે ,.....એ જે પણ હોય કમલા પણ હવે જો મને વંશનુ કોઈ કાડં સાભડયુ છે તો તારી ખેર નથી ને હા ,આ
સગાઈ પણ ફોક કરાવી નાખીશ , મંજી તારા દીકરા કરતાં તો મારી મીતા સારી છે
શહેરમાં રહી કોલેજ કરી ,હોસ્ટેલ માં રહી તો ય આજ સુધી અમારી મીતા ની વાત એ કયાંય ઊડી નથી,...
બસ એને તો બસ ભણવા મા જ રસ....મને તો એમ કે આ તારુ ઘરબાર સુખી ને રૂપાળા દિકરા ને તમારો સ્વભાવ જોઈ મારી ભત્રીજી ઓ ને તારા ઘેર પરણાવાનુ વિચાર્યું....હા શોભના બા તમારો બહુ આભાર પણ ,હવે તમે ચિંતા ના કરશો વંશ હવે ખરેખર સુધરી ગયો છે ને હુ જવાબદારી લવ છુ કે તમારી ભત્રીજી ઓ મારા ઘેર દુખી નહી થાય,એવી સાંત્વના
આપે છે ને મંજુલા બેન ઉભા થયી રસોડામાં ગયા ને બધા માટે ચા બનાવે છે ,
શોભના બા ને ચા પીવડાવી અને ઠંડા પાડ્યા....ને શોભના બા ને કમલેશભાઈ ની વાતો સાંભળી ને થોડી શાંતિ થયી ને મનમાં વિચારી રહ્યા, બડયુ આ વંશ ને કામીની સાથે લફડુ હોત તો મને કેમ ખબર ના પડી , એક જ મહોલ્લા મા રહીએ છીએ તોય કશી ખબર જ નથી મને , ને પેલી ગીતા ને કામીની તો રોજ મંજુલા ના ઘરમાં જ હોય , પણ કદાચ એવુ પણ બની શકે કે આ લોકો દાઝે બડે છે એટલે સગાઈ તોડાવવા માટે પણ મનસુખ ની બાયડી આવી હશે મારા ઘેરને બધી ફાલતુ ની ચડામણી કરતી ગયી ને મારી કાનભંભેરણી કરતી ગયી, એવુ જ હશે , હુ ખોટી કમલા ને મંજી ને ઝગડી આવી , બડયુ મને ચિંતા તો થાય જ ને મારી ફુલ જેવી ભત્રીજી ઓ ની જીંદગી નો સવાલ છે...એટલે ચોખવટ કરી લેવી સારી........
કમલેશભાઈ ના બંગલા ની પાછળ જ ગીતા અને કામીની નુ એક નાનુ એક રૂમ રસોડા નુ ઘર હતુ.....ગીતા રાવડ સમાજ ની હતી ને નાનપણમાં વિધવા થયી ત્યારે કામીની પેટ મા હતી ને એ સાસરી મા દુખ પડવાથી ગીતા સાસરી છોડી ને કાયમ માટે વડાલી આવી ગયી હતી
એ વાત ને વરસો વીતી ગયા ,એ પછી ગીતા એ દીકરી ને જન્મ આપ્યો ...એ સમયે ગીતા નુ કોઈ સગુ વહાલુ હતુ નહી અને એની આર્થિક સ્થિતિ પણ સારી ન્હોતી એટલે કામીની સાસરે થી પાછી આવી પછી કમલેશભાઈ ના ઘરે કામ માંગવા આવી હતી ને કમલેશભાઈ ના બા ,બાપુજી બહુ ઉદાર ને ભકિતભાવ વાડા હતાં એટલે એમણે ગર્ભવતી ગીતા ને ઘરમાં આશરો આપ્યો ને પછી ઘરની પાછળ ના વાડા મા નાનુ ઘર પણ બાંધી આપ્યુ, ને બદલામા ગીતા કમલેશભાઈ ના ઘર નુ અને બહાર નુ બધુ કામ કરતી ,ભેંસો દોહવાનુ ,છાણ વાસીદુ બધુ ગીતા જ કરતી ,
આમ ગીતા ઘરનાં એક સભ્ય જેવી બની ગયી હતી
મંજુલા બેન ને પણ રાહત હતી ,ગીતા ની ડીલીવરી સમયે મંજુલા બેન એ એને બે ,મહીના સાચવી લીધી હતી ,ગીતા એ દીકરી ને જન્મ આપ્યો હતો ,એ સમયે વંશ બે વરસ નો હતો
કમલેશભાઈ ના બા બાપુજી બહુ જ સારા હતાં, ગામમાં કોઈ ને તકલીફ હોય ,પૈસા ની જરુર હોય તો સીધા જમના બા ને કાનજી કાકા પાસે આવતાં.....ને એ બન્ને દંપતી બધા ને હોશે હોંશે મદદ કરતા અને ખુશ થતા ,
ને અંહી બીજી બાજુ પરેશભાઈ ના મમ્મી પપ્પા સાવ અલગ જ હતાં, આટલો બધો રુપિયો હતો પણ કદી ભિખારી ને એક રુપિયો ય ના આપતા કે ના મીના બેન ને વાટકી લોટ આપવા દે ,....એક નંબર ના કંજુસ મારવાડી હતાં...... ને કમલેશભાઈ ને મીના બેન નુ તો કયી ચાલતું જ નહી ,....તે દિવશે ઘરમાં થી ચોરી થયી તો રુખી બા ને આત્મા રામ બે દિવશ જમ્યા નહી ને હજી પણ જનક ને ગાડો દેતા હતાં ને પાયલ ને મહેણાં મારતાં હતાં.....આવા હતા બન્ને, ઘરડાં થયી ગયા પણ સંપતિ નો મોહ હજી છુટતો જ નહોતો ,ના કદી મંદિર મહાદેવ જતાં કે ના કોઈ તીર્થયાત્રા એ જતાં, સરથાણા ની બહાર કદી ગયાં જ નહોતા ....એક રુપિયો વાપરતાં એ એમનો જીવ બડી જતો ,....ને મીનાબેન એ ચાર દીકરીયો ને જન્મ આપ્યો ત્યારે એમને પહેલી ગણત્રી એ જ કરી કે ચારે દીકરીયો ના લગ્ન મા ખર્ચો કેટલો બધો થશે ,દહેજ કેટલુ બધુ આપવુ પડશે ..... બસ એટલે જ દીકરીયો ગમતી નહોતી ......હવે શોભના બા એ મીતા ને સુનિતા ની સગાઈ તો કમલેશભાઈ ના ઘરે નકકી કરાવી દીધી , પણ
એમણે વંશ અને કામીની ની વાતો સાંભળી ને ટેનશન મા આવી ગયા , આજ સુધી શોભના બા કશુ જાણતાં નહોતા એટલે જ પોતાની ભત્રીજી ઓ ને પોતાના ગામમાં જ લાવવી, ....પણ કાને ઉડતી આવેલી વાતો થી શોભના બા ચિંતા મા પડી ગયા હતાં, જો કે કમલેશભાઈ એ ખાત્રી તો આપી કે એવુ કયી નથી.....ને તમારી ભત્રીજી ઓ મારા ઘેર દુખી નહી થાય
હવે મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 37...
ઝંખના.........

લેખક @ નયના બા વાઘેલા