ઝંખના @ પ્રકરણ 35
એક કલાક ના સફર બાદ બધા વડાલી પહોંચી ગયા
સોથી પહેલા તો શોભના ફોઈ બધા ની આતુરતાથી રાહ જોતા હતાં..... વરસો પછી પોતાનો ભાઈ આત્મા રામ ને ,ભાભી , પરેસભાઈ ,બે ભત્રીજા વહુઓ ને નાનો પુનમ ચાર ઢીગંલી ઓ ,પોતાના પિયર ના આટલા મહેમાન વરસો પછી ઘરે આવ્યા હતા, શોભના ફોઈ ના મનમ હરખ નહોતો માતો.....શોભના ફોઈ ની સામે જ કમલેશભાઈ નુ ઘર હતુ , કમલેશભાઈ અને એમના પત્ની હરખ થી પરેશભાઈ ને પોતાના ઘરે બોલાવતા આવ્યા બન્ને વેવાઈ એક બીજા ને પ્રેમ થી ભેટી પડયાને ખબર અંતર પુછ્યા
મીતા સાસુ સસરા ને પગે લાગી ....ને સાડી નો છેડો માથે ઓઢી લીધો, બધા પરેશભાઈ ના ઘરે આવ્યા, કમલેશભાઈ નુ ઘર પરેશભાઈ જેવુ મોટી હવેલી તો નહોતુ પણ ખરાબ એ નહોતુ બે માડ નુ સારુ એવો બંગલો કહી શકાય એવુ મકાન હતુ , મંજુલા બેન હરખથી કંકુ પલાડેલી થાડી લયી આવ્યા ને દરવાજા ના ઉમરોઠ પર મુકી , ઉમરોઠ થો લયી ઘરમાં છેક દુર સુધી ગુલાબ ની પાખંડીઓ પાથરેલી હતી ,ઘર ને સરસ
સજાવયુ હતુ ,વહુ ની આવવા ની ખુશી મા......
મીતા આ થાડી મા પગ મુકી ઘરમાં પ્રવેશ કર....ને મીતા એ શરમાતા શરમાતા કુમ કુમ પગલા લયી ઘરમાં પ્રવેશી ......બધા વડીલો ને પગે લાગી .....મંજુલા બેન બોલ્યા બેટા મીતા અમારુ ઘર તારા પપ્પા જેવુ નથી બસ આવુ છે ,જોઈ લે હવે આ તારુ જ ઘર છે ,વંશ જા મીતા ને એનુ ઘર બતાવ ને ઉપર લયી જા.....મીતા વંશ ની પાછળ પાછળ ચાલી ...
સુનીતા પણ આજે બહુ સુંદર લાગી રહી હતી ,આશમાની કલર ના ડ્રેસ મા મેચીંગ બંગડી ઓ અને લાંબો ચોટલો ,મંજુલા બેન સુનિતા ને માથે હાથ દયી બોલ્યા લ્યો કરો વાત ,અમારી નાની વહુ ના કંકુ પગલા કરવાના તો રહી ગયાં.... સુનિતા શરમાઈ ગયી, રૂખી બા બોલ્યા એ તમે કહ્યુ હોત તો અમે તો એને પણ તૈયાર કરી લયી આવત ,એક મોટુ કામ પતી જાત ,જોઈએ છે હવે જો થાય તો એક માડંવે બેય દીકરીઓ મીતા ને સુનિતા બન્ને ના ઉકેલી નાખીએ.....
રુખી બા ની વાત સાંભળી ને મીના બેન ને પાયલ એક બીજાની સામે જુએ છે ,મોટાં વાતો કરતાં હોય તયારે ઘરની વહુઓ ને વચ્ચે બોલવાની છુટ હતી નહી....પછી ભલે ને જરુરી વાત હોય કે પોતાની દીકરી ની વાત હોય , મીનાબેન ને ખબર હતી કે જયારે રુખી બા વાત કરતા હોય તો એમની કોઈ વાત મા બોલાય નહી , ને હવે વરસો થી આદત પડી ગયી હતી આવી રીતે જ જીવવા ની .....એમના ગામડાં મા ઘર માં સ્તરી ઓ માટે કોઈ છુટછાટ નહી ,બસ જાણે ઘરમાં એક કામવાળી હોય એવી રીતે જ રહેવાનુ ,ને આ વડાલી ગામ પણ એવુ જ હતુ .....નાનકડુ ગામ ને કણબી સમાજ....મીતા ની હાલત પણ એવી જ થવાની હતી ....એમના સમાજ ની દીકરીયો ભણેલી ગણેલી હોય તો પણ નોકરી કરી શકતી નહી,....મીના બેન મનમાં દુખી થયી રહ્યા હતાં કે આ બા ,બાપુજી ને પરેશભાઈ બન્ને દીકરીયો ના લગ્ન નક્કી કરી ના નાખે ,, હે ભગવાન મારી સુનિતા તો હજી હમણા અઢાર પુરા કર્યા છે ને કેટલી માસુમ ,નાદાન છે એને આટલા જલદીથી પરણાવશે આ લોકો તો મારી ઢીંગલી જેવી દીકરી આ ઘરનું કામ કેમની કરશે ? ...... મંજુલા બેન એ બધા ને ચા નાસ્તો આપ્યો ને નાનો દીકરા ઓમ એ બહાર જેન્સ ને ચા નાસ્તો આપ્યો.....ઓમ ઓગણીસ વરસ નો જ હતો
પણ હાઈટ બોડી મા વંશ કરતા એ વધારે હતો ,ને દેખાવે પણ હેન્ડસમ હતો
કમલેશભાઈ કહ્યુ બેટા ઓમ આ દાદા અને પરેશભાઈ ને પગે લાગ....ને ઓમ બધા વડીલો ને પગે લાગ્યો,....પરેશભાઈ એ જોયુ કે ઓમ તો વંશ થી પણ સરસ લાગે છે ,....ને ઉમરં પણ લાગે છે ,દીકરી સુનિતા એ હવે મોટી થયી જ ગયી છે ને એટલે એકી માડંવે બે લગ્નો ઊકેલી નાખીશુ ,..... મંજુલા બેન ની દીકરી રચના સોથી મોટી હતી , એ પણ આજે સાસરે થી જમાઈ સાથે પોતાના પિયર આવી હતી ,.....મંજુલા બેન કહ્યુ રચના આપણાં ઓમ ને સુનિતા સાથે વાત કરાવ ,તો ખબર પડે એ બન્ને ની મરજી છે કે નહી ? સુનિતા શરમાઈ ગયી પણ રચના હાથ પકડી ને બાજૂ ના રુમમાં લયી ગયી......
ઉપર ના રુમમાં મીતા અને વંશ બેઠા હતા ,રચના ઉપર જયી ભાઈ ભાભી ને ચા નાસ્તો આપી આવી.....
વંશ જ્યારે મીતા ને પહેલી વાર એના ઘરે જોવા ગયો ત્યારે મીતા એ આખં ઉચી કરી ને બરાબર જોયો પણ નહોતો,એ વખતે તો એના મનમાં બસ મયંક જ વસેલો હતો એને તો બસ એમ જ હતુ કે મારે કયાં આની સાથે લગ્ન કરવા છે ,....ભલે ને આવ્યા હુ તો જયીશ શહેરમાં ને પછી મયંક ના ઘરે ,....પણ એના અરમાન અધુરા રહ્યા....મીતા ને વિચારો મા ખોવાયેલી જોઈ ને વંશ બોલ્યો કયાં ખોવાઈ ગયી મીતા ? આ ચા ઠંડી થયી ગયી.....ને વંશ એ મીતા ને ચા નો કપ હાથમાં આપ્યો.....બન્ને ચુપચાપ ચા પી રહ્યા હતાં ને વંશ મીતા ને નીહાળી રહ્યો હતો... ચા નો ખાલી કપ ટીપોઈ પર મુકતા બોલ્યો, મીતા તુ મને યાદ કરતી હતી કે નહી ? હુ તો તને જોઈને પાછો આવ્યો ત્યાર ની તારી છબી તો મારા દિલ મા ,મગજમાં છપાઈ ગયી છે .....બસ હુ તો કયાર નો ઉતાવળો થયો છુ કે કયારે આપણાં લગ્ન થાય ને
ઘરે વહુ બનીને આવે ! મીતા મનમાં વિચારી રહી કે હે ભગવાન શુ થશે મારૂ ? આ વંશ તો મને પ્રેમ કરવા લાગ્યો છે ,મને પસંદ પણ કરે છે ને થોડા સમય પછી અમારા લગ્ન પણ થયી જશે
ને હુ આ ઘરમાં વહુ બની ને આવી જશે ,....મીતા શહેરમાં ભણી ને બહુ લાબુ વિચારતાં થયી ગયી હતી ,
એણે વિચાર્યું કે હવે આ ઘરે વંશ ની પત્ની બની ને આવવા નુ નકકી જ છે તો એના વિશે બધુ જાણી લેવુ જરુરી છે....ગયી વખતે તો એણે વંશ ને એક સવાલ નહોતો કર્યો પણ આજે તો બધુ પુછી જ લવ , લગ્ન પછી ખબર પડે એના વિશે પછી શુ ફાયદો ? મીતા ને ચુપચાપ જોઈ ને વંશ બોલ્યો શુ વિચારે છે મીતા ?
વાત તો કર તો કયી ખબર પડે તારા મનમાં શુ ચાલી રહયુ છે ? હુ તને ગમુ તો છુ ને ? ને આ સગાઈ ,લગ્ન તારી મરજી થી જ થયી રહ્યા છે ને ? તુ મારા કરતાં ભણવામાં હોશિયાર છે અને
આગળ છે એટલે બહુ લાંબુ વિચારતી હોઈશ, મીતા તને ખોટુ ના લાગે તો એક સવાલ કરુ ? હા પુછો ને જે પુછવૂ હોય એ ,હક છે હવે તો તમને .....ના મીતા એવુ નહી જસક એટલુ જ જાણવુ હતુ કે હુ તને પહેલીવાર જોવા આવ્યો ત્યારે તુ કહેતી હતી કે એરેન્જ મેરેજ મા અમારી દીકરીયો ની મરજી કયાં કોઈ પુછે છે ?
તો આપણાં મામલા મા એવુ તો નથી ને ? તુ કોઈ બીજા ને પસંદ કે પ્રેમ તો નથી કરતી ને ? સૉરી ખોટુ ના લગાડતી, વંશ ના અચાનક આવા સવાલ થી મીતા મનમાં ગભરાઈ ગયી ને એના કપાળે પરસેવો વડી ગયો ને વાત ને સંભાળી લેતા બોલી ,ના ના કેવી વાત કરો છો ,એવુ કયી નથી....
તમે મને ગમો છો જ, ને ભલે હુ શહેરમાં ભણવા ગયી, હોસ્ટેલ મા રહી પણ મમ્મી પપ્પા ની ઈજજત ને પહેલા મહત્વ આપ્યુ છે ,ને સમાજ ના રીવાજ પ્રમાણે લગ્ન પછી પતિ ને જ પ્રેમ કરવાનો હોય
મીતા ની વાત સાંભળી ને વંશ ખુશ થયો ને સંતોષ થયોને એના મનનો વહેમ પણ દુર થયો, મીતા સમજી ગયી કે વંશ એની ચુપકીદી ને સમજી ગયો એટલે આવો સવાલ કર્યો .....મીતા બોલી તમે હાલ શુ કરો છો ? પપ્પા એ ખેતર મા મીનરલ વોટર નો પ્લાનટ નાખ્યો છે હમણાં જ તો એ કામળુ છુ ,ગામ મા એક પણ નહોતો એટલે આ આઈડિયા મારો જ છે ,ને પપ્પા માની ગયા, હા મને ભણવા મા રસ નથી પણ પૈસા કમાવામા ઈનટરસ ખરો,....આમ તો ખેતીવાડી ની ઉપજ બહુ સરસ છે ,ભગવાન ની દયા થી સુખી છીએ ને લગ્ન પછી તને આપણાં ઘરમાં કોઈ તકલીફ નહી પડે ,મમ્મી નો સ્વભાવ પણ સારો છે ને દાદા દાદી પણ સરસ છે ,રચના બેન પણ બહુ સારા છે ,એ એમનાં સાસરે , ને હા મમ્મી પપ્પા એ સુનિતા ને પણ પસંદ કરી લીધી છે એટલે ,
સારુ તમે બન્ને બહેનો ને એક ઘરમાં કંપની રહેશે ,...હમમ સાચુ કહુ તો વંશ મને ગામડુ ઓછુ ગમે છે શહેરમાં રહેવાનુ બહુ ગમે છે , પણ વાંધો નહી હુ તમારા ઘરે એકજસ કરી લયીશ, ને ધીરે ધીરે ફાવી જશે...વંશ બોલ્યો હા એ તો ફાવી જશે હુ છુ ને તારી સાથે , ને હા તને જ્યારે બહાર ફરવા જવાનુ મન થાય ત્યારે હુ લયી જયીશ..
મારા ઘરે તમને કોઈ તકલીફ નહી પડવા દવ એ મારુ પ્રોમીસ છે....મીતા ને વંશ નો આવો ફરેનકલી સ્વભાવ જોઈ ખુશી થયી , ને વિચારી રહી કે ચલો સાસરી સારી મડી છે , લગ્ન પછી કમશેકમ આ પોતાનું ઘર તો કહેવાશે .... દાદી ના મહેણા તો નહી સાંભળવા પડે કે પારકી થાપણ ,,પથરા ને એવુ બધુ ,.....ભલે હુ વંશ ને હજી પ્રેમ નથી કરતી પણ એણે તો દિલ મા જગ્યા આપી દીધી છે ને લગ્ન પછી આ ઘર પણ મારુ પોતાનુ જ કહેવાશે ને , બસ વંશ ના દાદી મારી દાદી જેવા બહુ ચુસ્ત ના હોય તો સારુ ,....
મીતા મન ને મનાવી રહી હતી કોઈ છુટકો જ નહોતો હવે વંશ જ પોતાનો પતિ બનશે અને વંશ ને પ્રેમ પણ કરવો પડશે .... ને બન્ને વચ્ચે જાણે મનમેળ થયી ગયો હોય એમ એક બીજા ની પસંદ ના પસંદ ની વાતો કરી ને મીતા નુ મન થોડુ હડવુ થયુ ,.... વાતો વાતો મા સાંજ પડી ગયી ને ઘરે જવાનો સમય થયો , કમલેશભાઈ અને મંજુલા બેન એ બધા ને હસી ખુશી વિદાય કર્યા ને સુનિતા અને મીતા ના હાથ મા ગિફટ પેકેટ આપ્યા, ને નાના પુનમ ને પણ ગિફ્ટ આપી ,બધા એક બીજાને મડી ને ખુશ થયા ને કમલેશભાઈ ની મહેમાન નવાજી થી પણ ખુશ થયાં..
ને બધા ગાડી માં ગોઠવાયાં
મીતા આવી ત્યારે બહુ દુખી અને ચૂપચાપ હતી પણ અત્યારે પાછા વડતી વખતે એ થોડી ખુશ દેખાતી હતી
ને પુનમ ને પોતાના ખોડા મા લયી મસ્તી થી રમાડવા લાગી ,આ જોઈ ને મીનાબેન અને પરેશભાઈ ના મન ને શાંતિ થયી......હવે મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @
36.....ઝંખના.....
લેખક @ નયના બા વાઘેલા