ઝંખના - પ્રકરણ - 33 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 33

ઝંખના @ પ્રકરણ 33

મીતા ના લગ્ન ની વાત સાંભળી ને બા ,બાપુજી તો ખુશ ખુશાલ થયી ગયાં....ને લગ્ન મા શુ કરવુ ને શુ શુ આપવુ એ બધુ નકકી કરવા લાગ્યા......મીના બેન ત્યા થી ઉભા થયી મીતા ના રુમમાં ગયા, મીતા બેઠી બેઠી રડી રહી હતી....એ સમજી ગયી હતી કે એનુ ભણવાનુ હવે બંધ થયી જવાનુ છે.... કેટલા બધા, સપના જોયા હતાં....નાનપણ થી જ ઈરછા હતી કે ભણી ને કયીક સરકારી નોકરી મડે તએવુ કરીશ ને પગભર થયીશ....જીવનમાં કદી કોઈના પર નિર્ભર નહી રહેવુ પડે .....ને ખબર નહી શુ થયુ ભાન ભુલી ગયી ને મયંક ની પ્રેમ જાડ મા ફસાઈ ગયી...
ને આજે હાલત ધોબી ના કુતરા જેવી થયી ગયી....ના ઘર ની કે ના ધાટ ની....ને સમય કરતાં વહેલા લગ્ન કરી આ ઘર છોડવુ પડશે, અજાણ્યું ગામ, અજાણ્યા લોકો સાથે જયીને રહેવુ પડશે ....લગ્ન ના વિચારો માત્ર થી મીતા ગભરાઈ ગયી હતી ને એટલે જ અત્યારે રુમમાં બેઠી આશુ સારી રહી
હતી....મીના બેન રુમમાં આવ્યા એની પણ એને ખબર નહોતી...મીના બેન એ મીતા ને રડવા દીધી... કેમ કે આ ઘટના બની ત્યાર ની એ ગુમસુમ હતી , પછી મીતા ની પાસે જયી પલંગમાં બેઠા અને ને મીતા ના આશુ લૂછતાં બોલ્યા, રડી લે બેટા જેટલુ રડવુ હોય એટલુ તારા મનમાં જે પણ હોય એ બધુ આ આશુ મા વહી જવા દે
શહેરમાં થી આવ્યા એ પછી મીના બેન પણ મીતા પર બહુ ગુસ્સે હતા એટલે એક વાર પણ મીતા ના રુમમાં આવ્યા નહોતા ....પણ આજે એના લગ્ન ની વાત સાંભળી એટલે એક મા નુ દિલ પીગળી ગયુ ને એમની મમતા એમને દીકરી પાસે ખેંચી લાવી.....મીના બેન મીતા ના વાસે હાથ પસવારતા રહ્યા ને મીતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી ને બોલી મમ્મી મને માફ કરી દો
એમ કહી મીના બેન ના ગડે વળગી પડી....હુ માનુ છુ મે બહુ મોટી ભુલ કરી છે ....ને
મારી ભુલ માફી ને લાયક નથી ....પણ મમ્મી હુ શું કરુ
? આ બધુ પેલા નાલાયક ના કારણે થયુ છે....મને પોતાને ખબર ના રહી કે હૂ કયારે એના પ્રેમ માં પડી ? ને કયારે
એની સાથે સબંધો બનાવી બેઠી...એની વાતો મા આવી ગયી....મા હુ પ્રેમ ને હૂંફ ની લ્હાય મા મારુ સર્વસવ ગુમાવી બેઠી... મીતા બસ એક ધાર્યુ રડી રહી હતી...ચુપ થવાનુ નામ જ ન્હોતી લેતી....મીના બેન એ પાણી પીવડાવ્યું, ને બોલ્યા હશે દીકરી જે થવાનુ હતુ એ
થયી ગયુ , હવે રડવાથી કે પછતાવા થી પહેલા જેવુ કયી પાછુ બનવાનુ નથી....
આ તો સારુ છે આ વાત હજી તારા દાદા દાદી કે પાયલ ને ખબર નથી પડી ,
નહીતર તારુ તો ઠીક મારુ જીવવુ હરામ થયી જાત ,તને બા ,બાપુજી નો સવભાવ તો ખબર જ છે ને.... ને ઘરમાં થી ગયેલા પૈસા ને ઘરેણા ની ચોરી નો આરોપ બા એ પાયલ ના ભાઈ જનક પર લગાવ્યો છે....એટલે ત્યાર નો જનક રાત્રે તબેલે જ રોકાય છે ,.... ને જો એમ ખબર પડે કે આ બધુ તે કર્યુ છે તો ખબર નહી બા ,બાપુજી શુ કરશે ? મને તો બીક લાગે છે....મમ્મી મારા લીધે તમને બહુ તકલીફ પડી મને માફ કરી દો , હા દીકરી હુ સમજુ છું તે નાદાનીયત મા પેલા લફંગા ની વાતો મા આવી ને આ બધુ કર્યુ....પણ હવે ચુપચાપ તારા પપ્પા એ લગ્ન નુ નકકી કર્યુ છે તો કરી જ લેવા પડશે ,એક શબ્દ પણ
બોલતી નહી ,ને હા પાયલ બહુ ચાલાક ને ચતુર છે એ
તારી પાસે થી બધી હકીકત જાણવા માટે પુરી કોશિષ કરશે પણ તુ એક શબ્દ એ જણાવતી નહી, પાયલ ને થોડો શક તો ગયો જ છે , તારી પર....મમ્મી મે જે કર્યુ એ માફી ના લાયક નથી પણ શુ એવુ ના બને કે મારુ ભણવાનુ પુરુ થાય ,ને પછી લગ્ન કરો??? ના એ તો હવે શક્ય નથી જ..તારા પપ્પા નેઆ તો તુ ઓડખે જ છે એ કેટલા જીદીલા છે ,એકવાર જે બોલે એ પછી એમનો નિર્ણય ના બદલાય....તારા પપ્પા તો તને કદાચ કયારેય માફ નહી કરે જ... એટલે
બેટા ભણવાનુ તો મનમાં થી
કાઢી જ નાખ , હવે આ મા હુ પણ તારી કોઈ મદદ નહી કરી શકુ , આમ પણ ઘરમાં મારુ કયી ચાલતુ તો નહોતુ જ ને હવે શુ ચાલે ?????
આ તારી પાયલ માસી ને એમ હતુ કે એ દીકરો જણી ને આપશે એટલે ઘરમાં એનુ રાજ ચાલશે ,પણ જો ચાલ્યુ? પાયલ એ એકવાર પુનમ ના જન્મ પછી જુની હવેલી એના નામે કરી આપવાની વાત બા ,બાપુજી ને કરી હતી ,તો ઘરમાં મોટો ઝગડો થયો હતો ,પાયલ બહુ બોલી ને રડી પણ ખરી ,અરે ઘર છોડી ને જતી રહીશ એવી ધમકી પણ આપી તો ય એનુ કયી જ ના આવયુ બા આગળ....ને ત્યાર ની એ પણ સમજી ગયી કે આ ઘરમાં વહુ ઓ નુ કયી ચાલતુ નથી...ને મારી જ વાત લે , તારા પપ્પા ના લગ્ન પાયલ સાથે થયા ,હુ એક શબ્દ એ બોલી શકી ?
ના એ સમયે મને ઘણુ દુખ થયુ હતુ, મરી જવાનુ મન થતુ હતુ પણ શુ કરે કયી ના કરી શકી , ને પાયલ ને નાની બેન ની જેમ સ્વીકારી લીધી
તો પછી તું જ બોલ તુ તો આ ઘર ની દીકરી છે ...તારી વાત ને પણ કોઈ નહી સાંભળે કે નહી સમજી પણ નહી શકે ....એટલે હુ તો તને એમ જ સમજાવા આવી છુ કે જે થાય છે એ તારા સારા માટે જ છે એટલેવ ચુપચાપ લગ્ન કરી લે બસ, આમ પણ દીકરી પારકાં ઘર ની થાપણ
વહેલા ને મોડાં સાસરે ,તો જવાનુ જ છે , ને બેટા વંશ નુ ઘર બાર બહુ સરસ છે ,
ને દીકરો પણ સારો છે ,માણસો પણ બહુ સારા છે બેટા તને ત્યા કોઈ તકલીફ નહી પડે ,એટલે માનસિક રીતે મજબુત થયી જા લગ્ન માટે , ને તારી સાથે જે બન્યુ એ ખરાબ સપનુ સમજી ને ભુલી જા ...એમા જ આપણાં બધાનુ હીત છે
ભુલ થી ય ઘરમાં એ વાત ની ખબર કોઈ ને ના પડવી જોઈએ, નહીતર તારુ નામ બગડશે ,ને ના થવાનુ થયી જશે...મીતા ચુપચાપ મમ્મી ની વાતો સાંભળી રહી હતી ને સમજી રહી પણ હતી કે હવે મમ્મી કહે છે એમ કરવા મા જ મજા છે , મારુ હવે કયી ચાલશે નહીં....ભુલ મે કરી છે તો પછી સજા પણ મારે જ ભોગવવી પડશે ને'
નીચે થી બુમ આવી ,મીના વહુ કયાં ગયી ? આજે બપોર ની ચા નહી મડે કે શું?
ને મીના બેન એ ઘડીયાળ મા જોયુ તો ચાર વાગી ગયા હતાં, રોજ ત્રણ વાગે ચા બની જતી ને આજે તો ચાર વાગી ગયાં...મીના બેન દોડતા દાદરા ઉતરી ને નીચે આવી સીધા રસોડામાં ગયા ને ફટાફટ ગેસ પર ચા ચડાવી ને બારી મા થી ડોકીયુ કરી બોલ્યા, બા એતો આજ ઘણાં દિવશે મીતા સાથે વાતો કરવા બેસી ગયી...મીતા આવતા મહીને લગ્ન કરી એના ઘરે જતી રહેશે , હા મીના વહુ એ સાચુ , દીકરી ઓનુ જીવન જ એવુ ,જન્મ લે બીજા ઘરે ને જીંદગી વિતાવવા ની પારકા ઘરે...ભગવાન ની લીલા છે જ આવી....ચા બની ગયી એટલે મીના બેન એ બા ,બાપુજી અને પાયલ ને બધા ને ચા આપી...ને બા સાથે ત્યા નીચે ઓશરી મા બેઠાં....મીતા ને મમ્મી ની વાતો થી સમજાઈ ગયુ કે હવે આપણુ આ ઘરમાં કયી ચાલશે નહી ને પપ્પા તો મારી સાથે વાત જ નહી કરે તો પછી હવે ભણવાનુ તો ભુલી જ જવુ પડશે , હાથે કરી ને પગ પર કુહાડો માર્યો છે ,નહીતર આજે આવો દિવશ જોવો ના પડત , ને આટલા જલદીથી લગ્ન પણ ના કરવા પડત , હશે હવે જેવા મારા નસીબ...છુટકો જ નથી...હવે મગઝ દોડાવાનો કે કોઈ પણ જાત ના વિચાર કરવાનો કોઈ મતલબ નથી...મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @
34.....ઝંખના.......

લેખક @ નયના બા વાઘેલા