ઝંખના - પ્રકરણ - 34 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 34

ઝંખના @ પ્રકરણ 34

કેમ મીના વહુ આટલા વરસ મા નથી બન્યુ કે તમે સમયસર ચા ના આપી હોય ? આજે શુ થયુ ? કોઈ એ કયી કહ્યુ તમને ,તારે ને પાયલ ની વચ્ચે કયી થયુ ? ના ના બા એવુ કશુ જ નથી
થયુ ,એ તો ઉપર મીતા ના રુમમાં બેઠી હતી ને વાતે વડગયા એમાં સમય નુ ભાન ના રહ્યુ, હા મીના વહુ મીતા હવે આપણાં ઘેર એક મહીના ની મહેમાન , લગ્ન કરી સાસરે જતી રહેશે , દીકરી ઓ તો પારકાં ઘર ની થાપણ .... એમા દુખી ના થવાનુ હોય બધી દીકરી ઓ ને વહેલા ને મોડા લગ્ન કરી સાસરે જવુ જ પડે , હા બા
પણ દીકરી ઓ ની માયા જ એટલી હોય છે કે એના લગ્ન નુ વિચારી એ ને આખં મા આશુ આવી જ જાય......
થોડા હરખ ના ને થોડા દુખ ના આશુ.....પાયલ નાના પુનમ ને લયી નીચે આવી ને રુખી બા ના ખોડા મા આપ્યો ને એ પણ બા, ને મીના બેન સાથે નીચે બેઠી...
મીતા ના લગ્ન ની વાતો ચાલી રહી હતી , દીકરી ને દહેજ મા શું આપીશુ ને એવી બધી , પાયલ બોલી જુઓ બા હુ તો તમને પહેલે થી જ કહી દવ છુ હો આ વખતે મીતા ના લગ્ન મા જવેલર્સ ઘરે આવે ત્યારે હુ પણ મને ગમતાં બધા ઘરેણાં લયીશ ,
મારે પણ જડતર નો સેટ ,ને સોનાની પાયલ ,બાજુબંધ ,
કંદોરો બધુ જ જોઈશે , આ વખતે હુ તમારી એક વાત નહી સાભંડુ .....પાયલ વહુ તને લગન વખતે બધા દાગીના કરાવી આપ્યા છે,
અત્યારે લગ્ન દિકરી ના છે તો બધુ મીતા માટે જ લેવાનુ છે
ના બા મને પણ નવા ઘરેણા જોઈશે જ..... આમ સાસુ વહુ ઝગડી રહ્યા હતાં ને એટલા મા વાંચો પરેશભાઈ ને બાપુજી ન લયી ને આવ્યા, ને ઓશરી મા સાસુ વહુ ને ઝગડતા જોઈ ને પરેશભાઈ બોલ્યા શુ થયુ પાછુ ? કેમ પાયલ આમ જોર જોરથી બુમો પાડે છે ?
શાંતિ થી વાત કરને , શુ ઔઙછે
કશુ નહી ,હુ તો એટલુ જ કવ છુ કે મારે મીતા ના લગ્ન વખતે નવા ઘરેણાં જોઈશે,
ને રુખી બા વધારે ઉકડયા ને બોલ્યા, બાપ જીંદગી માઉ, કયી જોયુ નથી ને અંહી જોયુ એટલે આ પાવર આયો છે ,ના ના નવા ઘરેણાં લેવા છે તે તારો ભયી પુરા પચીસ તોલા ને વીસ લાખ રોકડા નુ કરી ગયો ઘરમાં થી
ને હજી ધરાતી નથી......
રુખી બા ની વાત સાંભળી ને પાયલ ગુસ્સે થયી ગયી ને રુખી બા ના હાથમાં થી પુનમ ને છીનવી લીધો ને બોલી ,બા આજે બોલ્યા એ બોલ્યા જો આજ પછી મારા ભાઈ એ ચોરી કરી છે એવુ બોલ્યા તો હુ મારા દીકરા ને લયી ને આ ઘર છોડી દયીશ....લાખ વાર કહ્યુ કે મારો ભાઈ નિર્દોષ છે
તો ય આમ મને મહેણાં મારો છો ,પરેશભાઈ ને મીના બેન બન્ને ગભરાઈ ગયાં કે આ ચોરી ની વાત પાછી નીકળી ,
ને જો મીતા નીચે આવી ના જાય ને જો એ સ્વીકારી લેશે કે ચોરી એણે કરી છે તો વાત વધી જશે , હે ભગવાન શુ કરવુ આ બા નુ , જ્યારે હોય ત્યારે પાયલ ને ચોરી ની વાત નુ મહેણું મારતા રહે છે,
પરેશભાઈ એ મીના બેન ને ઈસારો કર્યો કે પાયલ ને અંહી થી લયી જા ,એટલે મીનાબેન પાયલ ને પરાણે સમજાવી ઘરમાં અંદર લયી ગયા ને પરેશભાઈ બોલ્યા બા તમે પણ ખરા છો ,ઘરમાં દીકરી ના લગ્ન છે ભલે ને પાયલ ને મીના બેય ઘરેણાં ખરીદે શુ વાંધો છે ? ને અંદર પાયલ એ આ સાભડયુ એટલે એ રાજી થયી ગયી ને મીના બેન પાયલ ને સમજાવતાં બોલ્યા ,જો પાયલ તુ બિલકુલ ચિંતા ના
કર મીતા ના લગ્ન મા તારે જે લેવુ હોય એ છુટ છે ,તુ બધુ જ લેજે .....ને મારા ઘરેણાં છે એ પણ તારા જ છે ને તુ એ ગમે તો એ પણ લયી લેજે બસ.....મીના બેન ની વાત સાંભળી ને પાયલ ખુશ થયી ને બોલી સાચુ મોટી બેન?.હા પાયલ તુ મારી બહેન જ છે ....આમ પરાણે
માડં માડં ચોરી વાડી વાત ને
પાછી વાડી લીધી.... પરેશભાઈ હિચંકે બેઠા ને બોલ્યા, બા કમલેશભાઈ નો ફોન હતો વડાલી થી , ઓહહ કેમ ભાઈ ? શુ કહેતા હતાં? એ લોકો લગ્ન પહેલા એમના ઘરે મીતા ના કંકુ પગલા ની વિધી કરવા માંગે છે .....એટલે આપણાં આખા ફેમીલી ને મીતા ને લયી એમનાં ઘરે તેડાવ્યા છે
હમમ આ તો સરસ , આમ પણ ઘરનાં બધા એ એ લોકો નુ ઘરબાર કયાં જોયુ છે , ખાલી શોભના ફોઈ એ કહયુ ને આપણે માન્યુ,
ને મીતા પણ એનુ સાસરુ એનુ ઘર જોઈ લેશે ......
મીનાબેન એ મીતા ને કાલે તારા સાસરે જવાનુ છે એ વાત સાંભળી મનમાં દુખી થયી , માનસિક તણાવ મા થી હજી બહાર આવી નહોતી ને સગાઈ ને હવે કંકુ પગલા .... મન ને મનાવવુ
કયી રીતે ,પોતે જોયેલા સપનાં ચુર ચુર થયી ગયા હતાં ને ઘરમાં બધા ખુશ થયી એના લગ્ન ની તૈયારીઓ પણ કરવા લાગ્યા હતાં, મીતા ને એના મન ને હજી ઠંડક નહોતી વડી ...
બીજા દિવશે સવારે મીનાબેન વહેલા ઉઠી ગયાં ને બધા ને ઉઠાડી દીધા ,રસોડામાં જયી બધા માટે ચા નાસ્તો કર્યો, ને ઉપર જયી મીતા ને ઉઠાડી ને કહ્યુ
બેટા જલદીથી નાહી ધોઈને તૈયાર થઈ જા , ને લે આ તારા સગાઈ ની ચુદંડી વાડી સાડી પહેરવાની છે ,ને આ ના મેચીંગ ગ્રીન બંગડી ને આ ત્યા થી આવેલા દાગીના
પાયલ આવે છે તને તૈયાર કરી દેશે , પણ મમ્મી આમ અચાનક એ લોકો ના ઘરે જવાનુ કેમ ગોઠવ્યું? બેટા તારા સસરા નો ફોન આવ્યો હતો એ લોકો હરખ થી તને ત્યા કંકુ પગલાં કરવા બોલાવે છે તો આપડાં થી ના થોડુ પડાય ,જવુ પડે ને સમાજ ના રીતિરીવાજો ને નિભાવવા પણ પડે, ચલ જલદીથી તૈયાર થયી જા હુ નીચે જવ ઘણુ કામ છે ,
પાયલ ઓ પાયલ ? કયાં ગયી ? જલદી કર તારુ પતયુ હોય તો જા મીતા ને સાડી પહેરાવી તૈયાર કરી દે
ને સરસ તૈયાર કરજે મીતા પહેલી વાર એના સાસરે જયી રહી છે ,....હા મોટી બેન ,હુ તૈયાર થયી ગયી હવે મીતા ને રેડી કરુ છું, તમે તૈયાર થાઓ ,.....પાયલ એ મીતા ને સાડી પહેરાવી તૈયાર કરી ને મેકઅપ કર્યો, ઘરેણાં પહેરાવ્યા....મીતા ચુપચાપ પાયલ કહે એમ તૈયાર થયી ....મીતા ગ્રીન સાડી મા ખુબ જ સુંદર લાગી રહી હતી ,પાયલ મીતા ને લયી નીચે આવી ,
પરેશભાઈ એ ગાડી કાઢી ,
પરેશભાઈ પણ સુટ બુટ પહેરી રેડી થયી ગયાં......
મીના બેન પણ લાલ સાડી મા સુંદર લાગી રહ્યા હતા ,વનિતા એ પુનમ ને તૈયાર કરી દીધો , ....આત્મા રામ કયાર ના ઉતાવળા થયી
રહયા હતાં ને ગાડી માં બેસી ગયા ને બુમ પાડી અરે ,કેટલી વાર બધા ને હવે
ઝટ ઝાપે તાડુ મારો ને નીકળો , છેલ્લે મીના બેન એ નીકળતા ઘર ને લોક માર્યુ ને
બધા સાથે ગાડી મા ગોઠવાયા ને બધા વડાલી જવા નીકડયા .... રુખી બા મીતા ને શિખામણ આપવા લાગ્યા, જો મીતા ત્યા જયી ને માથે ઓઢી લેજે ,ને હા ત્યા હાજર બધા વડીલો ને પગે લાગજે , કોઈ બે વાર પુછે તો ધીરેથી એક વાર જ બોલવાનુ , મીતા ચુપચાપ રુખી બા ની વાતો સાંભળી રહી હતી ......ના મન નુ તૈયાર થયી હતી ... એ જાણતી હતી કે એના લગ્ન ગામડાં મા થવાના છે ,
એના જોયેલા સપના તો ચકનાચુર થયી ગયા હતા ,પોતે ભલે ગામડાં મા જન્મી હતી પણ ,ભણી ગણી ,એન્જિનિયર બની શહેર મા રહેતા કોઈ મોટા બિઝનેસ મેન સાથે લગ્ન થશે આવુ બધુ વિચાર્યું હતુ , ને એમા નુ કયી જ ના બન્યુ..
પોતાની એક ભુલ ને ઉતાવળુ પગલુ એને ભારે પડી ગયુ ,....લાંબુ વિચાર્યા વિના અજાણ્યા યુવક પર ભરોસો કરી પ્રેમ મા પડી ને બરબાદ થયી ,પોતાના હાથે જ પોતાની જીંદગી બરબાદ કરી નાંખી......ને હવે જીંદગી એક નાનકડા ગામમાં કાઢવી પડશે ,મનમાં ઘણી દુખી થયી રહી હતી પણ શુ થાય ,હવે એની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો
મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 35 ઝંખના...

લેખક @ નયના બા વાઘેલા