ગતાંકથી...
એક ક્ષણમાં દિવાકર અદ્રશ્ય થઈ ગયો. ડેન્સી વિસ્મય થી અવાક્ બની ઘણીવાર સુધી બારી પાસે ઊભી રહી.
હવે આગળ...
આ તરફ ...
કલકત્તા ગયા બાદ વ્યોમકેશ બક્ષીએ રાજશેખર સાહેબને પોતાની બધી આપવીતી કહી સંભળાવી .
મિ. રાજશેખર આ બધું સાંભળી નવાઈ પામ્યા. દિવાકર બદમાશાના સંઘમાં પડી તેમને કામે અમદાવાદ ગયો છે છતાં તેને કંઈ ખબર નથી !જાપાની સિમ્બાનું નામ સાંભળતા જ રાજશેખર સાહેબ બોલી ઉઠ્યા : "એક જાપાની સિમ્બાને અમે ઓળખીએ છીએ તે જબરો શયતાન છે. આ કદાચ તે જ હશે !પરંતુ તે ગમે તે હોય પરંતુ તમારે દિવાકરના ઇશારા મુજબ કામ કરવાનું છે."
"દિવાકર મને ઓળખતા નથી .માટે બધી વાત ખુલ્લા દિલથી કરી નથી. આપની સમક્ષ તેમના તરફથી કોઈ પણ જાતની બાતમી ન આવે ત્યાં સુધી આપણે ચૂપ રહેવું એમ મને લાગે છે."
રાજશેખર સાહેબે પ્રશ્ન પૂછ્યો : " તો પછી દિવાકરને પકડીને છોડી કેમ દીધો. અને ન્યૂઝ પેપરમાં તેના નાસી જવાની કલ્પિત કથા કેમ પ્રગટ કરી ?"
વ્યોમકેશ બક્ષી એ કહ્યું : "મિ. રાજશેખર એમ કરવામાં મારો ખાસ ઉદ્દેશ્ય હતો. કાદર મહંમદની ગલીના મથક પર મેં જે દ્રશ્ય જોયું તે પરથી હું સમજી ગયો કે દિવાકર એ સંઘ સાથે ભળ્યા છે .તેઓમાં એટલા બધા ભળી ગયા છે કે તે લોકો તેમના પર વિશ્વાસ રાખતા થયા છે. એટલું જ નહીં અમદાવાદ જવાનું ખાસ જવાબદારી વાળું કામ તેને સોંપવામાં આવ્યું છે. આ પરથી મેં ધાર્યું કે જો આ કાર્યમાં તેઓ નિષ્ફળ નીકળે તો કવચિત્ તેનો પક્ષ તેમના પર શક કરે.આથી તેમના પર તેમના પક્ષને જરા પણ વહેમ ન આવે તે ખાતર મેં ન્યૂઝ પેપરમાં આ સમાચાર છપાવ્યા હતા. તેમનો પક્ષ જ્યારે આ વિગત વાંચે ત્યારે તેમને ખાતરી થાય કે અમારો સાથી ખરેખર જ પોલીસના હાથમાં કેદમાં સપડાયો હતો."
રાજશેખર સાહેબે વિચાર કરી કહ્યું :" વ્યોમકેશ બક્ષી, તમારી યુક્તિમાં કંઈક સાર છે ખરો ,તો પણ મારું મન માનતું નથી .તમે તેને પોલીસ મારફત મારી પાસે મોકલાવ્યો હોત તો ઠીક હતું !"
વ્યોમકેશ બક્ષી એ કહ્યું : "કદાચ એ ઠીક થાત ખરું. પરંતુ એની વિરુદ્ધમાં બે દલીલો મારા મગજમાં ઘૂમતી હતી. પહેલી દલીલ એ કે જો તેના પક્ષને એવી બાતમી મળત કે પોતાનો જોડીદાર પોલીસના પંજામાં સપડાયો છે. તો તેઓ સાવચેત બની જાત અને તેથી કદાચ દિવાકર નો પ્લાન નિષ્ફળ થઈ જાત. બીજી દલીલ એ હતી કે જો તેઓ દિવાકારનું ખરું સ્વરૂપ જાણી તેઓ તેમને કોઈ પણ રીતે મોતને ઘાટ ઉતારી જ દેત. જો કે હું જાણું છું કે તેઓ પોતે તો એવા બદમાશોને ઠેકાણે પાડવા માટે મરવા પણ તૈયાર છે."
વ્યોમકેશ નું કહેવું સાંભળી રાજશેખર સાહેબ વિચારમાં પડ્યા થોડીવાર સુધી કંઈ જ ન બોલ્યા.
થોડી મિનિટ બાદ વ્યોમકેશ બક્ષીએ પ્રશ્ન પૂછ્યો :"સારુ,મિ. રાજશેખર, કાદર મહંમદની ગલી પર દરોડા પાડતા જે માણસ પકડાયો હતો તે ક્યાં છે?
તે માણસ તો હોસ્પિટલમાં છે તે કોણ છે એ જાણો છો તે દીવાકરનો નોકર રામલાલ છે."
વ્યોમકેશ બક્ષીના આશ્વર્ય નો પાર ન રહ્યો. તે વિસ્મિત થઈ બોલ્યા : " દિવાકર નો નોકર રામલાલ !તે ત્યાં શું કરતો હતો?"
રાજશેખર સાહેબે કહ્યું :"એ તો પ્રભુ જાણે !કદાચ એ ત્યાં દિવાકરને શોધવા ગયો હોય."
વ્યોમકેશ બક્ષીએ પ્રશ્ન પૂછ્યો : દિવાકર ત્યાં છે એ બાતમી તેને ક્યાંથી મળી હશે?"
રાજશેખર સાહેબ નિરાશ અવાજે બોલ્યા :"મને જે કંઈ પૂછશો તે નકામું છે .હું આમાં કંઈ જ સમજતો નથી.
*******************************
વ્યોમકેશ બક્ષી જ્યારે રાજશેખર સાહેબ સાથે ઉપલી વાતચીત કરતા હતો. ત્યારે મેડિકલ કોલેજની હોસ્પિટલમાં એક મુસલમાન માણસ રામલાલની સાથે કોઈક પ્રકારની વાતે વળગ્યો હતો.
એ માણસને આપણે ઓળખીએ છીએ એનું નામ હતું નવાબ અલ્લી ડોક્ટર મિશ્રાનો જમણો હાથ હતો.
નવાબઅલ્લી રામલાલને મળવા શા માટે આવ્યો હશે ? નક્કી એમાં તેનો ખાસ હેતુ હોવો જોઈએ!
હા, આપણું અનુમાન ખોટું નથી ,એક ખાસ હેતુ પાર પાડવા માટે જ તે અહીં આવ્યો છે.
નવાબ અલ્લીની અગાઉની પ્રિયતામાં જુલી દિવાકર પર મરી ફીટતી હતી .તે જોઈ તે મનમાં ને મનમાં બળી મરતો હતો; તે ઉપરાંત શરૂઆતથી તેને શંકા હતી કે ઋષિકેશ પોલીસનો શત્રુ નહીં પણ મિત્ર છે કદાચ તેનો છૂપો જાસૂસ પણ હોય. ઈર્ષા અને ક્રોધ થી હવે તે દિવાકરને પોતાનો દુશ્મન માનતો હતો. પરંતુ તેની વિરુદ્ધ કોઈથી નાકબૂલ થઈ શકે તેવી સાબિતી વિના અત્યાર સુધી તે કંઈ કરી શકતો નહોતો.
આજે તો તે એક જ ઉદ્દેશ્ય હૃદયમાં દ્રઢતા પૂર્વક રાખી કલકત્તા આવ્યો હતો કે ગમે તે રીતે ઋષિકેશ વિરુદ્ધ એવી સાબિતી મેળવવી કે ડૉ.મિશ્રા તેને મૃત્યુ દંડ કરે.
હોસ્પિટલમાં તપાસ કરતા તેને માલુમ પડ્યું કે પકડાયેલો માણસ ત્યાં જ છે તેનું નામ રામલાલ છે. એ રામલાલ કોણ? તે અચાનક કાંકરેજના નોલેજ હાઉસમાં ક્યાંથી આવી પહોંચ્યો? કદાચ ઋષિકેશ સાથે તેને સંબંધ હોય ખરો. જોઉં તો ખરો તેની પાસેથી કંઈ બાતમી મળે છે કે નહીં
રામલાલના શુભેચ્છક તરીકે હોસ્પિટલના સત્તાવાળાઓ પાસેથી તેણે તેને મળવાની રજા મેળવી. રામલાલ પાસે પણ તેણે પોલીસના શુભેચ્છક મિત્ર તરીકે પોતાની ઓળખાણ આપી.
રામલાલ સાજો થતો જતો હતો.હ ઘણા દિવસથી કોઈની સાથે વાતચીત કરેલી ન હોવાથી અત્યારે તે વાયરે ચડ્યો હતો અને એક શુભેચ્છક મિત્ર મળતા તેણે પોતાના દિલની બધી વાત નવાબ અલ્લીને કહી દીધી.
એકાદ કલાક બાદ જ્યારે નવાબ અલ્લી હોસ્પિટલ બહાર નીકળ્યો ત્યારે તેના મુખમંડળ પર વિજયનો હર્ષોલ્લાસ છવાઈ રહ્યો હતો.
*****************************""
બીજે દિવસે...
નોલેજ હાઉસના એક નાના ઓરડામાં બેસી દિવાકર ચિંતા ના સાગરમાં ડૂબી ગયો હતો. ડૉ. મિશ્રા નોલેજ હાઉસમાં આવ્યો છે. પરંતુ શા માટે ?સાયન્ટિસ્ટ આદિત્ય વેંગડુ સાથે તેને શો સંબંધ હશે ?આ વાતની ખબર તેણે પ્રાપ્ત કરવી જ જોઈએ."
અચાનક ધીમે પગલે એક સુંદર યુવતીએ તેના રૂમમાં પ્રવેશ કર્યો. તેને જોતાં જ દિવાકર વિસ્મય પામી બોલી ઉઠ્યો : " જુલી તમે અહીં !"
જુલીએ વ્યગ્ર અવાજે કહ્યું : "હા, તમારી સાથે જરૂરી કામ છે .ઋષિકેશ, નવાબ અલ્લી તમારા પર ગુસ્સે થયો છે."
"શા માટે ?"
"એ પછી કહું છું. ઋષિકેશ અત્યારે તમારે એક વિશ્વાસુ મિત્રની જરૂર છે .
દિવાકરે કહ્યું : "એ તો સમજયો. પરંતુ તમે અત્યારે શું કરો છો ?"
જુલીએ કહ્યું : " ડોક્ટરે મને અહીં મોકલી છે. અહીં એક છોકરી રહે છે તેના રક્ષણની જવાબદારી _ મૂકવામાં આવી છે
દિવાકર અજાણ્યો બની પૂછવા લાગ્યો : "એકાદ છોકરી અહીં છે ખરી એ તો હું જાણતો નહોતો."
જુલી કહેવા લાગી : હા. છે ખરી ! ભારે રૂપાળી છે. એકદમ પરી જેવી લાગે છે .પરંતુ બિચારીનું નસીબ ખરાબ છે. ડોક્ટર નાના નાના પ્રકારના કારણોને લીધે તેના પર શંકા રાખતો થયો છે .મને લાગે છે કે તે બિચારીનો છૂટકો થવાનો નથી."
દિવાકરે ચમકીને કહ્યું : "એટલે."
"અરે જવા દો એ વાત .એના કરતાં પણ વધારે અગત્યની વાત તો નવાબ અલ્લીની છે. આપણે જે કામ સ્વીકાર્યું છે તે પૂર્ણ થયા બાદ નવાબ અલ્લી મને પોતાના દેશમાં લઈ જવાનો છે."
શું નવાબ અલ્લી ને દિવા કરની સાચી હકીકત ખબર પડશે ?
શું નવાબ અલ્લી ડોક્ટર મિશ્રા ને આ હકીકતની સાબિતી આપી શકશે? જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ...
ક્રમશઃ.....