Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 83

પરી પોતાના મોબાઈલમાં વોટ્સએપ મેસેજ અને ટેક્સટ મેસેજ ચેક કરવા લાગી કે સમીરનો કોઈ મેસેજ આવ્યો છે..?? અને તે જોતાં જોતાં તે બોલી, "હા યાર એનો ફોન આવવાનો હતો પણ ફોન પણ નથી આવ્યો અને કોઈ મેસેજ પણ નથી આવ્યો એટલે જરા જોતી હતી."
"હવે પોલીસવાળાને ક્યાં એવો બધો ટાઈમ હોય તું પણ ક્યાં એની આશા રાખે છે અને રાહ જૂએ છે ચાલ હવે એનાં વિચારો કર્યા વગર શાંતિથી જમી લે."
બંનેનું જમવાનું પણ પૂરું થયું અને તેમની બ્રેક પણ પૂરી થવા આવી એટલામાં પરીના મોબાઈલમાં રીંગ વાગી અને જોયું તો સમીરનો ફોન.. હાં શ.. તેનાં જીવમાં જીવ આવ્યો અને ભૂમી બોલી કે, "લે આવી ગયો તારો પોલીસવાળો જલ્દીથી વાત કરી લે એની સાથે કારણ કે આપણે ફટાફટ ક્લાસમાં જવું પડશે."
"હા યાર.."
અને પરીએ ફોન ઉપાડ્યો...
"ક્યારની રાહ જોતી હતી તારા ફોનની શું કરતો હતો કેમ આટલી બધી વાર લગાડી?" પરી એકજ શ્વાસે બધું જ બોલી ગઈ.
"અરે યાર, પોલીસ સ્ટેશનમાં શું હોય? જોને આ એક નવો કેસ આવ્યો છે તો એની ઈન્કવાયરી ચાલી રહી છે અને સાંભળને મારે આવવામાં થોડું મોડું થશે તો ચાલશે ને?"
પરી જરા અકળાઈ ગઈ, "ના નહીં ચાલે, કેમ મોડું થશે?"
"અરે યાર આ કેસ જ એવો આવી ગયો છે ને..!"
"તો તું નહીં આવે?"
"એક કામ કર કેટલા વાગ્યા સુધીમાં મારે પહોંચવાનું છે તે કહી દે. આઈ વીલ ટ્રાય માય બેસ્ટ"
"એક્ઝેટ ચાર વાગ્યે તું મારી કોલેજ ઉપર આવી જજે પછી આપણે અહીંથી જ્યાં જવું હશે ત્યાં જઈશું."
"ઓકે આઈ વીલ ટ્રાય માય બેસ્ટ."
"ઓકે હું તને ચાર વાગ્યે ફોન કરીશ. બાય સી યુ."
"ઓકે બાય સી યુ."
પરીની વાતોથી ક્યારની અકળાયેલી ભૂમી પરીનો હાથ ખેંચીને તેને ક્લાસમાં લઈ જઈ રહી હતી અને પરીને કહી રહી હતી કે, "કંઈ કીસ બીસ આપવાની હજુ બાકી રહી ગઈ હોય તો આપી દે, ફોન જ નથી છોડતી..."
ભૂમીની વાતથી પરી પાછી અકળાઈ અને બોલી, "એય, ખાલી ફ્રેન્ડ છે મારો યાર શું તું પણ કંઈ પણ બોલે રાખે છે."
"ફ્રેન્ડ માંથી જ પછી બધું થાય છે મને બધી ખબર છે ઓકે."
"તું જા ને યાર તું નહીં સમજી શકે?"
ભૂમી થોડી ગુસ્સામાં હતી. "મારે સમજવું પણ નથી."
"સારું બસ હવે ચૂપ રહીશ આપણે ક્લાસમાં આવી ગયા છીએ."
અને બંને ક્લાસરૂમમાં પોત પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા.
3.45 વાગ્યે પરીની કોલેજ પૂરી થઈ એટલે તેણે પોતાનું બેગ પેક કર્યું અને તે અને ભૂમી બંને કોલેજની બહાર નીકળ્યા.
કોલેજમાંથી બહાર નીકળતાં નીકળતાં પરી સમીરને ફોન કરી રહી હતી પણ સમીરનો ફોન સતત બીઝી જ આવી રહ્યો હતો.
ભૂમી ઘરે જવા ઉતાવળી થઇ રહી હતી અને પરી આમ એકલી ઉભી રહેવા માટે તૈયાર નહોતી અને સમીરનો ફોન લાગતો નહોતો. હવે શું કરવું તેમ પરી વિચારી રહી હતી.
એટલામાં સામેથી જ સમીરનો ફોન આવ્યો, "બોલ શું કહેતી હતી?"
"અરે કેટલા ફોન કર્યા તને, તારો ફોન સતત બીઝી જ આવે છે"
"અરે યાર પોલીસવાળાની નોકરી જ એવી, શું કરું યાર?"
"અરે તું અહીં મારી કોલેજ ઉપર આવે છે કે નહિ?"
"ત્યાં આવવા જ નીકળ્યો છું. ઓન ધ વે જ છું."
"કેટલી વાર લાગશે?"
"પાંચ થી સાત મિનિટમાં પહોંચી જઈશ.."
"ઓકે ચલ આવી જા.."
અને હવે આ પાંચ સાત મિનિટ કઈરીતે પસાર કરવી તે પરી માટે પોતાના એક લેબ પ્રેક્ટિકલ કરતાં પણ અઘરું કામ હતું. હજી સુધી ક્યારેય તેણે આ રીતે આટલી બેસબરીથી કદી કોઈનો ઈંતેજાર કર્યો નહોતો તેથી આજે તેને એક એક મિનિટ જાણે એક કલાક જેવી લાગી રહી હતી. એટલામાં ભૂમી તેનો હાથ છોડીને જરા આગળ ચાલવા લાગી અને તેને બાય કહેવા લાગી એટલે તે સમીરના વિચારોમાંથી ખેંચાઈને જરા બહાર આવી અને તેણે ભૂમીનો હાથ ખેંચ્યો અને તે બોલી કે, "એય, ક્યાં જાય છે પાંચ મિનિટ ઉભી રહી જા ને યાર.."
ભૂમીએ જરા અકળાઈને જ પૂછ્યું, "કેમ શું થયું, પેલો તારો પોલીસવાળો ફ્રેન્ડ આવવાનો છે કે શું?"
પરી જરા ઈમોશનલ થઈ ગઈ અને બોલી, "હા, યાર.."
પરીનો જવાબ સાંભળીને ભૂમી વધારે અકળાઈને બોલી કે, "ભઈ એનું કંઈ નક્કી નહિ, મારે મોડું થાય છે યાર મને જવા દે..."
"એ પાંચ જ મિનિટમાં આવે છે."
"એની પાંચ મિનિટ મને ખબર છે."
"પાંચ મિનિટમાં ન આવે તો જતી રહેજે ઓકે?"
"ઓકે પણ પાંચ જ મિનિટ રોકાઈશ.. હોં ને"
"હા બાબા.. અને પરી સેકન્ડે સેકન્ડે પોતાના મોબાઈલમાં જોઈ રહી હતી.
અને તેના ઈંતેજારનો અંત આવ્યો અને
એક્ઝેટ ચાર વાગ્યેને દશ મિનિટે સમીર પરીની સામે હાજર હતો.
સમીરને જોઈને પરીને હાંશ થઈ અને ભૂમી તેને બાય કહીને નીકળવા જતી હતી ત્યાં સમીરે તેને પણ પૂછ્યું કે, "ચાલો ને કોફી પીવા નથી આવવું અમારી સાથે?"
જોકે સમીરે ભૂમીને આ પ્રશ્ન પૂછ્યો તે પરીને જરાપણ નહોતું ગમ્યું.
પરી વિચારીને કંઈ બોલે તે પહેલાં ભૂમીએ જ જવાબ આપ્યો કે, "ના ના બસ મારે તો નીકળવું જ છે લેઈટ થાય છે. આ તો પરી એકલી હતી એટલે તેને કંપની આપવા માટે જ રોકાઈ ગઈ હતી."
સમીરે હસીને જવાબ આપ્યો, "ઓહ એવું છે તો તો થેન્કસ.. તમને પણ મેં હેરાન કર્યા."
"નો પ્રોબ્લેમ, બાય. પરી કાલે મળીએ" એટલું બોલીને ભૂમી ત્યાંથી નીકળી ગઈ અને પરીને પોતાની કારમાં બેસવા આમંત્રણ આપતાં સમીર બોલ્યો કે, "આવો મેડમ બેસી જાવ કારમાં."
અને પરી કારમાં ગોઠવાઈ ગઈ.
સમીર તેને પૂછી રહ્યો હતો કે, "ક્યાં જઈશું આપણે?"
સમીર થોડો લેઈટ પડ્યો વળી તેનો ફોન સતત બીઝી આવતો હતો એટલે પરી થોડી અકળાયેલી તો હતી જ એટલે ગુસ્સામાં બોલી કે, "પહેલા તારી પાસે કેટલો ટાઈમ છે તે કહી દે પછી આગળ આપણે વિચારીએ."
"ઑહ, તો મેડમ થોડા ગુસ્સામાં છે એમ જ ને.. મેડમ મારી પાસે ટાઈમ જ ટાઈમ છે તમે બોલો ને.. તમે કહેશો તેમ કરીશું."
"ઓકે તો જરાક આગળ જઈએ ત્યાં નવું કેફે ખૂલ્યું છે ત્યાં બેસવાની મજા આવશે."
"ઓકે મેડમ, જેવો આપનો હુકમ."
અને સમીરે નવા કેફે તરફ પોતાની કાર હંકારી મૂકી.
કેફે આવ્યું એટલે બંને નીચે ઉતર્યા અને કેફેમાં પ્રવેશ્યા. સમીરે વિચાર્યું હતું તેનાં કરતાં વધારે સુંદર હતું કેફે એટલે તે બોલ્યો કે, "અરે વાહ, સરસ જગ્યા છે."
"હા હમણાં અમારા ગૃપમાં એક નિરવ કરીને છોકરો છે તેણે તેની બર્થડે પાર્ટી અહીંયા જ આપી હતી. ત્યારે જ મેં જોયું."
"અચ્છા એવું છે." અને પરી પોતાને ગમતાં એક કોર્નરવાળા ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ અને તેની સામેની સીટ ઉપર સમીર ગોઠવાઈ ગયો.
સમીરે વાતની શરૂઆત કરતાં ફરીથી પરીને કહ્યું કે, "સોરી હં મારે આવતાં થોડું લેઈટ થઈ ગયું."
પરી હવે બિલકુલ ફ્રેશ મૂડમાં અને સમીર સાથે ખુશીથી વાતો કરવાના મૂડમાં આવી ગઈ હતી એટલે તે બોલી કે, "ઈટ્સ ઓકે યાર, છોડ એ વાત હવે..બોલ તું શું લઈશ કોલ્ડ કોફી કે હોટ કોફી?"
"તું શું લેવાની છે?"
"હું તો મારુ ફેવરીટ ઓરીયો શેક લઈશ."
"હું કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ લઈશ."
"ઓકે" અને પરીએ ઓર્ડર આપ્યો.
અને સમીરની સામે જોયું અને તે બોલી કે, "હં બોલ, હવે તારા મોઢેથી મારે સાંભળવું છે કે તે આકાશને અને તેના સાથીદારોને કેવીરીતે પકડી પાડયા..!!"
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
21/7/23