ઝંખના - પ્રકરણ - 11 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 11

ઝંખના @ પ્રકરણ 11

રમણ એ પરેશભાઈ ની વાત સાંભળી ને દુખી થયા.....આ વાત ગયા રવિવારે રમણ ની પત્ની રાધા એ કરી હતી પણ રમણ એ હસવા મા કાઢી નાખી હતી ને આજે શેઠજી ના મોઢે હકીકત સાંભળી ને દુખી થયો..... રુખી મા કયાર ના ય જવેલર્સ અને સાડી ઓ વાડા ની રાહ જોઈ ને બેઠા હતા ......મીના બેન સાવ નિરાશ વદને ઘરનુ કામ કાજ કરતાં હતા ને એટલા મા જવેલર્સ ને સાડીઓ વાડા હવેલી એ આવી પહોંચ્યા ...... રુખી બા એ બુમ પાડી ને મીના બેન ને બોલાવ્યા..... જવેલર્સ વાડા શાંતિ લાલે જડતર અને સોના ના નેકલેશ ને ઘણી વેરાયટી જ ના દાગીના બતાવવા નુ ચાલુ કર્યુ.....રુખી બા એ બે ,ત્રણ
નેકલેસ , કંગન ,કંદોરો ,બાજુ બંધ ને ઝુમખા ,પાયલ એવુ ઘણુ બધુ પસંદ કરી લીધુ , મીના વહુ તમે પણ લયી લ્યો જે પસંદ આવે એ .....ના બા મારે હાલ જરુર નથી બહુ ઘરેણાં પડ્યા છે,હા એ તો ખબર છે હવે .....મીતા ના કામ આવશે બીજા જોઈ લો
રુખી મા ના આગ્રહ થી મીના બેન એ દીકરી મીતા માટે થયી ને ઘરેણાં ખરીદ્યા
ને બાપૂજી એ તિજોરીમાં થી
પૈસા કાઢી જવેલર્સ ને ચુકવ્યા......પછી સાડી વાડા
ભાઈ એ અવનવી સાડી ઓ બતાવી ઘરચોડા ,બનારસી સેલા , પાનેતર ,ચણીયા ચોલી ,બાઘંણી ઓ , નો ઢગલો કરી દીધો , રુખી બા એ પાયલ વહુ માટે 21 જોડી સાડીઓ ખરીદી ને
મીના બેન એ પણ ગમતી
સાડીઓ પસંદ કરી લીધી
મનમાં તો કેટલુય દુખ હતુ પણ ....તોય બા નુ માન રાખીને ઘરેણાં ને સાડીઓ મીતા ને કામ આવશે એમ વિચારી ખરીદી કરી.....
આત્મા રામ ને રખી મા તો મન થી ખુશ ખુશાલ હતા,
એમને તો જાણે હાલ જ વારસદાર ના મડી ગયો હોય એટલા આનંદીત હતા.....
લગ્ન ની ખરીદી બધી પતી ગયી ને પછી નોકરો પાસે આખી હવેલી ને સાફ સફાઈ કરાવી ને લાઈટીંગ અને ફુલો થી સજાવટ કરાવી....
ગામ ના ને નજીક ના સગાંવહાલાં ને આમંત્રણ આપી દીધુ ,.....ઘરમાં દોડધામ ને રોશની જોઈ દીકરી સુનિતા ને ને વનિતા એ મીના બેન ને પુછયુ , મમ્મી આપણા ઘરમાં આ કોના લગ્ન ની તૈયારી ઓ ચાલે છે ??? મીના બેન નાદાન બાડકીઓ નો સવાલ સાંભળી ને અવઢવ મા પડ્યા..... ને પછી પોતાની જાત ને સંભાળતા બોલ્યા..
ઘરમાં તારા એક નવા માસી આવે છે ,તારા પપ્પા ના લગ્ન
કરાવવા ના છે ,.....શુ બોલે છે મમ્મી? પપ્પા ના તો લગ્ન તમારી સાથે થયી ગયા છે હવે ફરીથી લગ્ન?......હા બેટા તમારે રાખડી બાધંવા ભાઈ જોઈએ છે ને ?.....બસ એટલા માટે જ
પપ્પા ના બીજા લગ્ન કરવા જરુરી છે તમને એ માસી ભાઈ પશે .....મીના બેન
એ મહાપરાણે દીકરીયો ને
સમજાવી ....... ને ધીરે થી સાડી ના છેડા વડે આખં ના આશુ લુછી નાખ્યા ને બસ એજ ચિંતા મા હતા કે આ નાનકી દીકરીયો ને તો સમજાવી લીધી પણ હવે મીતા ને ખબર પડશે ત્યારે
શુ ? મીતા ને કયી રીતે સમજાવશે ? હાલ તો પરેશભાઈ એ અને બા એ મીતા ને કયી પણ કહેવાની ના પાડી છે એટલે ચુપ હતા.. એ સમજતા હતા કે મોટી દીકરી ના માનસ પર કેટલી ખરાબ અસર થશે....
ને પોતે પણ પોતાની જાત ને કોશી રહ્યા હતા ને મનોમન ભગવાનને પણ ......પ્રભુ બધુ આપ્યુ પણ એક દીકરો કેમ ના આપ્યો.......

આખરે લગ્ન નો દિવશ આવી
જ ગયો .....કંચનબેન ને બટુકલાલ ,ભાણીયા ,પાયલ ,ભાઈ જનક બધા ગામને પાદર આવેલા રામજી મંદિર ના આરામગૃહ મા આવી ગયા .....કંચનબેન ની મદદ થી પાયલ સરસ શણગાર સજી તૈયાર થયી ગયા....લાલ કલર ના લગ્ન ના પાનેતર મા પાયલ ખુબ જ સુંદર લાગી રહી હતી....
એના ભુરા વાંકડિયા વાળ ની લટો એની સુંદરતા મા ઓર વધારો કરી રહી હતી......આ બાજુ રુખી બા ને આત્મા રામ બધા ને ઝટ તૈયાર થવા નુ કહી રહયા હતા , પરેશભાઈ એ તો પ્રથમ લગ્ન વખત ની શેરવાણી પહેરી માથે સાફો બાંધી લીધો ......રુખી મા એ પરેશભાઈ ના કપાળે ચાંલ્લો કરી ઓવારણા લીધા
મીના બેન એ નવી સાડી પહેરી ત્રણે ય દીકરીયો ને તૈયાર કરી ને ઘરે આવેલા મહેમાન સાથે બધા પરેશભાઈ ની જાન લયી મંદિરે આવી પહોંચ્યા.....
ગામ આખા મા પરેશભાઈ ના બીજા લગ્ન ની વાત વાયુ વેગે ફેલાયી ગયી એટલે ગામ આખુ મંદિરે નવી વહુ ને જોવા ટોડે ચઢયું......
મીતા ની કોલેજમાં સાથે ભણતો નરેન નામનો એક છોકરો એ દિવશે કયીક કામ
અંગે ગામડે આવ્યો હતો....
ને પરત શહેરમાં પાછો ફરતો હતો ત્યારે એને પણ ગામના લોકો દ્વારા જાણવા મળ્યું ને
એને નવાઈ લાગી ને વિચારી
રહ્યો હતો કે તો એના પપ્પા ના લગ્ન મા મીતા કેમ નયી આવી હોય ? ને હા એણે આ વાત પણ કોઈ ને કેમ ના
કરી આમ તો બધા સાથે જ હોઈએ છે આખો દિવશ ને મીતા એ આ વાત કેમ છુપાવી હશે ????.....
પરેશભાઈ ગાડી લયી ફેમીલી સાથે મંદિર મા આવી ગયા ને ત્યા પુજારી એ લગ્ન ની બધી તૈયારી ઓ કરી રાખી હતી એટલે તરતજ લગ્ન ની વિધી ચાલુ થયી......પરેશભાઈ ની નવી દુલહન પાયલ નુ રુપ જોઈ લોકો જોતા જ રહી ગયા ,
ને અમુક તો બોલ્યા પણ ખરા ,હાહરુ નસીબ હોય તો પરીયા જેવુ .....બાકી કેવુ પડે હો.....શુ વહુ શોધી લાવ્યા છે......મીના બેન પણ પાયલ ને જોઈ ને મનમાં સહજ ભાવે ઈર્ષા જાગી.....પાયલ ની સુંદરતા જોઈ .....ને મનમાં થોડી બીક પણ પેઠી કે આટલી રૂપાળી પત્ની મડી એટલે પરેશ મને ભુલી તો નહી જાય ને ?......
રુખી બા ને આત્મા રામ પણ ફુલયા સમાતા નહોતા ,
ને છેવટે પાયલ અને પરેશભાઈ ના લગ્ન ની વિધી પુરી થયી ને બન્ને પતિ પત્ની બની ગયા , .......મીના બેન ના જીવન મા કેવો આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 12
ઝંખના.......

લેખક @ નયના બા વાઘેલા