આભ માં ગરજતા વાદળ ને સાથે તે જ હોય
પ્રીત થકી વાતો માં મજા અલગ જ હોય.
સાથે બેસ્યા છત નીચે ને અમે જોયો વરસાદ
ચા ની ચૂસકી માંડતા ને હાથો માં હાથ હોય.
ના કોઈ ભવિષ્ય ની ચિતાં હતી કે ના કોઈ ભૂતકાળ ની વાત.
વર્તમાન ને માણતા માણતા કેવો ભીંજાયો આભ.
જીવ એ મારો ને હું એની પ્રીત
આસમાન ની કેવી પ્રીત ની રીત.
આભ માં ગરજતા વાદળ ને સાથે તે જ હોય
પ્રેમ ભર્યા એ ક્ષણ માં મજા જ અલગ હોય.
સાથ હતો એનો ને એની પ્રેમ ભરી વાત
જોત જોતા માં ક્યાંક છલકાઈ ગઈ મારી આંખ.
જીજ્ઞાશા મારા મન ની કે હંમેશા આમ જ થાય
એ સાથે હોય ને મારા દિવસ ખુશી માં જાય.
વરસાદ ની મીઠી ભીની માટી માં સુગંધ કેવી આવે
એવો મને એના પ્રેમ ની સુગંધ મહેકાવે.
વરસાદ માં ભીંજાવા ની મન ની અનહદ ઈચ્છા
પણ સાથે હતો તેથી નથી જવાની ઈચ્છા.
કોઈ પાછળ થી બોલાવે પણ અવાજ પણ ના સંભળાય
લાગ્યું એને કે વરસાદ બહુ કરે અવાજ
વરસાદ નો બહુ અવાજ આવે ને વગાડે એ ગીત
વીજળી ના ચમકારા સાથે મીઠા લાગે ગીત.
શબ્દો મળે નહિ કે શું કરું એની સાથે વાત
પાછળ થી એ બોલ્યો કે મસ્ત લાગે આજે આભ.
સુંદર આજે કુદરત છે ને લાગે સુંદર પ્રીત
આજે તો અનહદ વાત સાથે કરીએ અલગ પ્રીત.
જોવું છું હું ઝૂલો ખાતા ખાતા કે કેટલું ગરજે આભ
એ ઊભો થયો ને ક્યારે ઝુલાવી એ ના પડી ખબર આમ.
પ્રીત અલગ રીત થી ને વરસાદ નો માહોલ
ચા ની ચૂસકી સાથે હતી ને સુમંધુર સંગીત.
લાગ્યું આજે ફાટ્યું આભ
તૂટી પડેલો વરસાદ આમ.
જીવન ના એ દિન ને
કેવી અનોખી યાદ.
સાથ છોડવાનો આવ્યો સમય ને થઇ ભીની મારી આંખ
એની પણ છલકાઈ થોડી સાથે છલકાયો થોડો પ્યાર.
સમય ક્યાં દોડે છે એ સાથે હોય ત્યારે સમજાય
અલગ અલગ હોય ત્યારે સમય થંભી જાય.
વરસાદ તો છે ચાલુ પણ
વાતો કોને કરું
હળી મળીને ને બેસેલા અમે
સમય ને ગમ્યું નહિ
હવે આ સમય પાછો ક્યારે આવે એ કોને છે જાણ
સ્વપ્ન હતું કે શું હતું સમજાયું નહિ માને કઈ
એક અજાણ વાતો માં ખોવાઈ ગયેલી હું કઈક
પાછળ થી પછી એક આવી બૂમ
જપકી ને પછી આવી હું
ત્યારે અચાનક થઇ ગયું કે આતો
મન નો મારો વેમ હતો.
એકલી પડી હું તો આમ
વરસાદ, ચા ને સંગીત સાથ
આભ ની વીજળી બોલે જાણે
એ પણ તને બોલાવે આજ
આભ માં રહેલા વાદળ જાણે
કહી રહ્યા છે મને
કે એ બોલાવે છે તને
કે જા એની પાસ
મન નો માણીગર છે એ
સાથે જીવવું છે એના
દૂર છીએ તેથી તો
વાદળ રડે છે આજ
મારા સાથે એની યાદો
એના જોડે મારી
જીવ હોવા છતાં એકબીજા ના
કિલોમીટર દૂર અમારી પ્રીત
વરસાદ ની ભીની માટી થી
સુગંધ કેવી આવે
આંખ બંધ કરતા મને સાથ એનો લાગે
આંખ બંધ કરતા મને ચહેરો એનો દેખાય
આંખ બંધ કરતા મને સાથે એ લાગે
વરસાદ થી ભરાયું તળાવ અહી તો
વીજળી બહુ ગાજે
આજ અજવાસ ઓછું થયું જતા
મન માં ડર પણ સતાવે
સાથે એ નથી તો ડર આજે એટલો લાગે
સાથે ક્યારે આવશે એ પ્રેમ કરવા લાગે
વિચાર ભર્યા તળાવ માં
જીવન માં એના સાથ માં
વરસાદ ની માટી ને વરસાદ નો આનંદ સારો લાગે
વીજળી ના ચમકારા અંધારું પણ અજવાસ લાગે