સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-109 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-109


સોહમ સુનિતાનાં ગયાં પછી સાવીને પલંગ ઉપર આમંત્રી એને વ્હાલ કરી એનાં હોઠ પર હોઠ મૂકવા ગયો અને સાવીએ એને અટકાવ્યો.... બોલી.... "સોહમ હવે આ તનનું સુખ આપણાં નસીબમાં નથી... સોરી હું તને કડવી સચ્ચાઇ બતાવી રહી છું આપણો પવિત્ર પ્રેમ છે અને આ કોઇનું ઉધાર લીધેલું શરીર ખૂબ અભડાયેલું છે.. પવિત્ર નથી.. જેનું હતું એ પણ એને છોડીને જતી રહી... આ ભ્રષ્ટ વ્યભીચાર અને ગંદકીથી ભરેલું શરીર તારાં માટે નથી... આપણાં માટે નથી.. હવે પ્રેમ જીવનો જ રહ્યો છે આત્માથી આત્માનો.... આપણી પાત્રતા અને પ્રેમની પરાકાષ્ઠા હવે શરીર સંબંધ સુધી નથી આત્માથી આત્મા અને પરમાત્માને વિલીન થવાની છે.”
સોહમની આંખમાં ઝળઝળીયા આવી ગયાં એણે કહ્યું "સાવી હું કબૂલ કરુ છું કે મને પ્રેમની ઝંખના થઇ મને પ્રેમનાં આવેશમાં પ્રેમ કરવા મન થયું હજી હું ઝંખી રહ્યો છું જીવઆત્માની પ્રખર પરાકાષ્ઠા જાણું છું પણ મારાં અંતરમનમાં આવી કામનાં પણ છે મારે તનથી તનનો પ્રેમ ભોગવવો છે આવી અધૂરી વાસના સાથે હું વિરકતી નહીં લઇ શકું હું માણસ છું હાડમાંસની આ કૃતિને પણ સમજાવવા માંગુ છું ભોગવવા માંગુ છું આ અતૃપ્તિ મને ગતિ નહીં આપી શકે.”
“સાવી તારી સાથે હજી મેં એવાં ભોગ નથી ભોગવ્યાં હાં શરીર સ્પર્શ પ્રેમ બધુ કર્યું છે પણ હજી મને તનનાં અભરખાં છે એની તૃપ્તિ વિના હું અગમ નિગમમાં નહીં જઇ શકું આ મારી સાચી કબૂલાત છે.”
સાવી સજળ નેત્રે સોહમને સાંભળી રહી એણે કહ્યું “તારી કામના, તારો પ્રેમ આવેગને હું માન આપું છું સન્માન કરુ છું પણ મારી પાસે તારાં માટે યોગ્ય શરીર નથી તારી આ કામનાં ગુરુને ખબરજ હશે તેઓજ આનું નિવારણ લાવશે એમને સમર્પિત થતાં પહેલાં તેઓજ આનો રસ્તો કાઢશે.”
સોહમ હમણાં સુનિતાનાં લગ્ન વિશે વિચારીએ.
સોહમે કહ્યું “તારી વાત સાચી છે તારી વાતો સાંબળીને મારું ઉત્તેજીત થયેલું શરીર પણ શાંત થઇ ગયું છે હવે તો આદેશગીરીનાં હાથમાં છે બધુ પણ હું કઈ દંભ નથી કરી શક્તો જે મને ઇચ્છા આવેગ આવ્યો એ કીધો”.
સાવીએ કહ્યું “ તું સાચોજ છે મારાં સોહમ... કાશ હું જીવીત હોત મારું શરીર હોત તો તને બધીજ રીતે સંપૂર્ણ સંતૃપ્ત કરત.... પણ મારું શરીર પણ પેલાં નરાધમે અભડાવી દીધું હતું મારે મારાં શરીરનેજ આગ લગાવી ત્યજવું પડ્યું...”
સોહમે કહ્યું “પાપ-પુણ્યની વ્યાખ્યાઓ અત્યારે મારી સમજની બહાર છે મને અત્યારે એટલુજ સમજાય છે કે જ્યારે મને મારી પ્રિયતામાંની એનાં પ્રેમની તરસ છે ત્યારે મને કશુ નથી મળી રહ્યું અતૃપ્તજ રહી ગયો.”
સાવીએ કહ્યું “તારી ઇચ્છા પણ પુરી થશે જો ગુરુ આશીર્વાદ હશે તો શ્રધ્ધા રાખ. અધૂરી ઇચ્છા કે અધૂરી વાસના સાથે તારો ત્યાં સ્વીકાર પણ નહીં થાય”.
સોહમે કહ્યું “ભલે ચાલ બહાર જઇએ મારું આ અતૃપ્ત તન જ્યાં સુધી સંતૃપ્ત નહીં થાય ત્યાં સુધી એની ઝંખના રહેશે”. બંન્ને બહાર ગયાં.
*****************
નૈનતારા એનાં ચાંડાલ અઘોરી બાપ ભેરૂનાથની ગંદી અને ભયાનક ચાલ સમજી ગઇ એને મહાઅઘોરી થવા પોતાનું પ્રેતજીવના સાવીનું પ્રેત જીવન અને સોહમનું માનવ જીવન તંત્રમંત્રમાં હોમવાનું આહુત કરવાનું નક્કી કરેલું એમાં એનું અને સાવીનું પ્રેતજીવન કાયમ માટે એની કેદમાં અને સોહમનો ભોગ આપી તાંત્રિક સિધ્ધિઓ મેળવવી હતી.
એ પણ તંત્રમંત્રની પાક્કી જાણકાર હતી એણે પ્રેતજીવનમાં રહી એનાં મંત્રો ગણગણવા શરૂ કર્યા એનો તાંત્રિક બાપ એની તાંત્રિક વિધીમાં મગ્ન હતો અને નૈનતારાએ મહાઅમાસનાં દિવસની ગણત્રી કરી લીધી એ સૂક્ષ્મ રીતે ત્યાંથી એની કેદમાંથી પલાયન થઇ ગઇ.”
નૈનતારાં સૂક્ષ્મ સ્વરૂપે સીધી કાલીમંદિર પહોંચી ત્યાં ગર્ભગૃહમાં પ્રવેશ મળે એવો નહોતો એણે ત્યાંનાં અઘોરી સદાનંદનું ધ્યાન ધર્યું. સદાનંદજી મંદિર પાછળ ગંગાકિનારે હતાં એમને એહસાસ થઇ ગયો કે કોઇ તંત્રમંત્રથી એમની આરાધના કરી રહ્યું છે મળવા માંગે છે તેઓ નદી કિનારે ધ્યાન્સ્થ થયાં અને મનચક્ષુથી જોયુ કે કોઇ છોકરી એમનું ધ્યાન ખેંચાવી રહી છે.
એમણે મંત્રોચ્ચાર કરી હવામાં રહેલાં ઓળા ઉપર પાણીનો છંટકાવ કર્યો. સામે નૈનતારા હાજર થઇ નૈનતારા એમનાં ચરણોમાં પડી ગઇ એણે હાથ જોડી પોતાની ઓળખ આપી એ સિધ્ધ અઘોરી ભેરૂનાથની દીકરી છે અને પોતાની આખી આપવીતી કીધી એનાં બાપે એનો કેવો પ્રયોગ કર્યો એની પાસે કઇ કઇ સિધ્ધીઓ છે.
એ સોહમને કેવી રીતે કેમ મળી ? સાવીની વાત બધીજ કીધી.. સદાનંદ અઘોરીજીએ આંખો બંધ કરી બધીજ વાત જાણી લીધી...
સદાનંદજીનાં ચહેરાં પર હાસ્ય આવ્યું પછી એકદમ ક્રોધીત થઇ બોલ્યા ”તારો બાપ તારું સાવી અને પેલાં સોહમનું કાસળ કાઢવા બેઠો છે એની સિધ્ધી પ્રાપ્ત કરવા ત્રણ જીવોને હોમવા બેઠો છે.”
નૈનતારાએ કહ્યું “એટલેજ હું આપનાં શરણમાં આવી છું મને સુરક્ષા કવચ મારાં બાપથી આપો. સાવી સોહમને બચાવી લો.. સોહમ માટે મને ખાસ આકર્ષણ હતું પણ સાવી -સોહમનો સાચો પ્રેમ અને આત્માઓનાં મિલન સામે મારી મલીનતા મારી નજરોમાંજ ઊતરી ગઇ. હવે એ લોકોને બચાવો એમનું મિલન....”.
સદાનંદજીએ કહ્યું “હવે તને કોઇ કશું નહીં કરી શકે... નહીં સાવી સોહમનો વાળ વાંકો થાય. તું મારાં શરણમાં આવી છો સુરક્ષિત છે ચિંતા ના કર”.
એમણે ધ્યાનસ્થ થયાં પછી મંત્રોચ્ચાર ચાલુ કર્યા... એમની કડી બીજી કડી સાથે સંધિ અને.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-110