The story of love - Season 2 - Part 10 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The story of love - Season 2 - Part 10

ૐ નમઃ શિવાયઃ

The Story of Love Part 10


અત્યાર સુધી આપડે જોયું કે માહી એક રૂમ માં હોય છે જ્યાં તેને ખુરશી થી બાંધી હોય છે અને બધા તેને ત્યાં થી એક રૂમ માં લઈને જાય છે અને હજુ એની હાલાત માં થોડો સુધાર આવ્યો હતો, પણ જોસના બેન અને ભાવિક ભાઈ વિશે તેમને કોઈ ખબર મળતી નથી...


"હું માહી સાથે જ રઉ છું તમે બધા આરામ કરો..."
પ્રિયા બોલે છે...

તે બધા પોત પોતાના રૂમ માં જતા હોય છે ત્યારે પ્રિયા ની નજર બસ આકાશ પર જ હોય છે અને આકાશ ના ચહેરા પર રહેલી સ્માઈલ તેને બઉ જ અજીબ લગતી હોય છે પણ તે વધારે ના વિચારતા ત્યાં માહી ની બાજુ માં જ સુઈ જાય છે...

માનવ રોહિત અને નીતિન એક જ રૂમ મ હોય છે તે બન્ને નીતિન ને સમજાવતા હોય છે...

"તું ચિંતા ના કરીશ બધું ઠીક થઇ જશે..."

માનવ બોલે છે...

નીતિન ને એ નથી સમજાતું કે તે એના પરિવાર ને આ મુસીબત માં થી કઈ રીતે નીકળશે...

આ બાજુ નવ્યા અને રોઝી ને અહીંયા મન નથી લાગતું હોતું...

"મારા પપ્પા ક્યાં હશે ..."

નવ્યા બોલે છે અને એના આંખ માં આંશુ આવી જાય છે...

રોઝી તેની જોડે આવી ને બેસે છે...

"જો બધા ત્યાં છે ને એ બધા મળીને તારા પાપા ને ગોતી લેશે..."

રોઝી નવ્યા ને શાંત કરતા બોલે છે...

"માહી સાથે પણ હજુ વાત નથી થઇ એ ઠીક તો હશે ને...

નવ્યા બોલે છે...

"અરે એને શું થવાનું હવે...

તું આરામ કર હમણાં અને પછી આપડે વાંચવા બેસીએ..."

રોઝી બોલે છે અને મુશ્કેલ થી નવ્યા ને સુવડાવે છે...

રોઝી રૂમ ની બારે નીકળે છે અને માનવ ને ફોન કરે છે...

માનવ જયારે જોવે છે કે તેને રોઝી નો ફોન આવે છે તો તે બધા થી દૂર જાય છે અને તેની સાથે વાત કરે છે...

"ત્યાં બધી ઠીક છે ને...?"

રોઝી બોલે છે...

"અરે બોલ માનવ..."

માનવ નો કોઈ પણ જવાબ ના આવતા રોઝી ફરી બોલે છે...

માનવ બધું કઈ દે છે કે માહી સાથે શું થયું...

"હું આવું છું ત્યાં..."

રોઝી બોલે છે...

"ના તું ત્યાં જ નવ્યા સાથે જ રે અને તું એને હમણાં કાય ના કેતી..."

માનવ બોલે છે...

રોઝી તેને જેવી માહી સાથે વાત થાય તરત તેને ફોન કરવા નું કઈ ને ફોન મૂકી દે છે...

માનવ આવી ને તે બન્ને સાથે બેસી જાય છે...

"હજુ સુધી તો વિક્રમ કાકા વિશે જાણવા નતું મળ્યું અને હવે..."

નીતિન નિરાશા સાથે બોલે છે...

તે બધા ને હવે એવું લાગતું હોય છે કે તે હવે અહીંયા પણ સુરક્ષિત નથી...

સાંજે તે બધા માહી ના બેડ ની આજુ બાજુ ઉભા હોય છે...

માહી જેન પહેલા કરતા હવે સારું લાગે છે અને એન થોડી વાર પેલા જ હોશ આવ્યો હોય છે...

"મમ્મી પપ્પા ક્યાં છે...?"

માહી બોલે છે...

નીતિન તેની પાસે આવીને બેસે છે...

"એ લોકો ઠીક છે પેલા મને તું એમ કે તું એ રૂમ માં કઈ રીત ગઈ અને તને કોને બાંધ્યું...?"

નીતિન બોલે છે...

"હું જયારે મમ્મી પપ્પા ના રૂમ માં ગઈ ત્યારે ત્યાં ૩ કે ૪ લોકો હતા જે મમ્મી પપ્પા ને લઇ જતા હતા અને એવું લાગતું હતું કે તેમને બેહોશ કરી દીધા છે, જયારે મેં આ જોયું તો હું કાય બોલું તે પેલા કોઈ એ આવી ને મારા મોઢા પર હાથ મૂકી દીધો અને મને જયારે હોશ આવ્યો ત્યારે હું એ રૂમ માં હતી જ્યાં મને બાંધી ને રાખી હતી..."

માહી બોલે છે...

"તું પેલા દવા લઈલે અને આરામ કર..."

નીતિન બોલે છે અને તેને સુવડાવી ને બધા બારે જાય છે...

"મને તો એ નથી સમજાતું કે મારા ઘર માં આ રીતે કોણ આવી શકે..."

પ્રિયા બોલ છે અને ત્યારે જ ઘર ની ડોર બેલ વાગે છે...

"આ સમય પર કોણ આવ્યું..."
પ્રિયા બોલે છે...

"રોઝી અને નવ્યા ને મેં અહીંયા બોલાવ્યા છે..."

માનવ બોલ છે...

"તને સમજાય પણ છે કે તે બન્ને ને તે કઈ રીત એકલા બોલાવ્યા..."

પ્રિયા બોલે છે...

"તેમની સાથે રોહિત છે અને તેજ એમને લેવા ગયો તો..."

માનવ બોલે છે...

પ્રિયા જઈને દરવાજો ખોલે છે અને તે ત્રણે અંદર આવે છે...

નવ્યા ને અહીંયા બોલાવા નું કારણ બસ એક જ હતું કે તે સવાર ની કાય ખાતી નતી અને એની બસ એક જ જીદ હતી કે તે માહી પાસે જવા માંગે છે એના માટે થઇ ને છેલ્લે તે બધા ને નવ્યા ને ત્યાં લઈને આવું જ પડ્યું...

"માહી ક્યાં છે....?"

નવ્યા બોલે છે...

"એ હમણાં સૂતી છે અને તું ચિંતા ના કર એને હવે સારું છે..."

નીતિન બોલે છે...

નવ્યા સીધી માહી પાસે જવા નું જ કે છે પણ બધા તેને સમજાવે છે અને પોતાની પાસે જ બેસવાનું કે છે...

"મને લાગે છે અહીંયા આપડે વધારે સમય માટે નઈ રઈ શકીએ..."

જયદીપ બોલે છે આ અને બધા ને પણ આ વાત યોગ્ય લાગે છે...

હવે સવાલ એ હતો કે અહીંયા થી તે લોકો કઈ જગ્યા પર જશે અને તેમની સામે જે લોકો છે તે કોઈ સામાન્ય વ્યક્તિ તો છે નઈ કે તેમના થી તે આરામ થી બચી શકે...

"મારી પાસે એક એવી જગ્યા છે..."

જયદીપ બોલે છે અને બધા ને તેની સાથે લઇ જવાની વાત કરે છે...

"હા, તો એ જગ્યા ક્યાં છે..."

પ્રિયા બોલે છે...

"મારા ફ્રેન્ડ નું એક ઘર છે અને તે એવી જગ્યા પર છે જેના થી કે તેના વિશે કોઈ ને ખબર પણ નઈ પડે..."

જયદીપ બોલે છે...

"હા તો આપડે ત્યાં ક્યારે જવા માટે નીકળશું..."

પ્રિયા બોલે છે...

"પ્રિયા તું અહીંયા જ રે છે વિક્રમ ભાઈ, જોસના બેન અને ભાવિક ભાઈ વિશે જાણકારી ભેગી કર અને તારી સાથે આકાશ પણ અહીંયા જ રહેશે..."

જયદીપ બોલે છે...

પણ આ વાત પ્રિયા ને યોગ્ય નથી લાગતી પણ બધા ને તેની વાત ઠીક લાગતા તે વધારે કાય બોલ્યા વગર વાત માની જાય છે...

તે બધા બીજા દિવસે સવારે નીકળવાનું નક્કી કરે છે ણ બધા રૂમ માં જતા રે છે...

નવ્યા, રોઝી બન્ને માહી ના રૂમ માં સુઈ જાય છે અને પ્રિયા તેના રૂમ માં જાય છે અને ત્યાં જઈને તે પોતાનું લેપટોપ ચાલુ કરે છે અને ચોકી જાય છે...

"શું જયદીપ બધા ને સુરક્ષિત રાખી શકશે...?"
"પ્રિયા કેમ ચોકી ગઈ...?"

"પ્રિયા બધા ને જયદીપ સાથે જવા દેશે કે તે પણ સાથે જવાનું નક્કી કરશે..?"


જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...
THE STORY OF LOVE....
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...