Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 60

(૬૦) કુંવર શક્તિસિંહ અને મોહિનીદેવી

યુદ્ધ થશે. મારી મુરાદ પૂરી થશે.

 

         મોગલસેના પડાવ નાંખીને પડી હતી. રાજા માનસિંહ ઇચ્છતા હતા કે, મેવાડી સેના હલ્દીઘાટીના મેદાનમાં આવે તો યુદ્ધ શરૂ કરીએ જ્યારે મહારાણા પ્રતાપ ઇચ્છતા હતા કે, રાજા માનસિંહ બેહસિંગના સાંકડા માર્ગમાં મોગલ સેનાને દોરીને આગળ વધે એટલે વીજળીની ગતિથી આક્રમણ કરીને ખાઅત્મા બોલાવી દઉં.

આમને આમ ત્રણ ત્રણ દિવસ પસાર થઈ ગયા. બંને પોતાની વ્યૂહરચના ગોઠવીને બેઠા હતા. સાણસો બરાબરનો ગોઠવાયો હતો. શિકાર આવે એટલે દબાવી લેવાની જ વાર હતી.

મહારાણા પ્રતાપ ગેરીલા યુદ્ધ કરીને, દુનિયાને બતાવી આપવા માંગતા હતા કે, ઓછી સેના વડે પણ સામ્રાજ્યની મોટી સેનાને હરાવી શકાય છે પણ મેવાડીઓ આવું યુદ્ધ લડવા ટેવાયેલા ન હતા. બે દિવસ સુધી મહારાણા પ્રતાપના અનુરોધથી આદતથી પ્રતિકૂળ યુદ્ધ લડવા રોકાયા પરંતુ ત્રીજા દિવસે ગણગણાટ શરૂ થઈ ગયો.

દુશ્મન જ્યારે સામે આવ્યો છે ત્યારે એની પર ટૂટી પડવું જોઇએ એ ગભરય છે માટે જ આગળ વધતા નથી. પહેલો ઘા રાણાનો. કેમ આપણે જ તેમની છાવણી પર ધસી જઈને ઘા ન કરવો?

મહારાણા પ્રતાપે સરદારોને ઘણાં સમજાવ્યા કે, અત્યારે ઓછી સેના હોય ત્યારે મેદાનમાં યુદ્ધ ન અપાય. ખીણમાં દુશ્મન આવે એટલે ભીંસ વધારીને પરાજીત કરવો પડે.

“એક મરણિયો સોને ભારે. અહીં તો પાંચ મોગલો સામે પડવાનું છે. આક્રમણ કરી દઈએ. વિજય આપણો જ છે. ઝનૂનમાં આવી ગયેલા સરદારોએ ઉતાવળ કરી તેથી મહારાણા પ્રતાપે બીજે દિવસે યુદ્ધ લડી લેવાનું નક્કી કર્યુ. રાત્રે યુદ્ધનો વ્યુહ અને જરૂરી મંત્રણા માટે એક છાવણીમાં મંત્રણા ગોઠવી.

એક જાસૂસને હવે આવતી કાલે યુદ્ધ થવાનું છે એવી બામતી મળી ગઈ. એણે આ ખબર મોગલ સેનાપતિ રાજા માનસિંહ સુધી પહોંચાડ્યા.

“એક લાખની મોગલસેના સામે બાવીસ હજાર મેવાડીઓની શી વિસાહત  કહી માનસિંહ ઉપેક્ષાવૃત્તિથી હસ્યા.

મોગલ છાવણીમાં પણ તૈયારી માટે હલચલ ચાલી.

મોગલ છાવણીમાં એક તંબુમાં શક્તિસિંહ પણ હતો. રાત્રિનો અંધકાર થયો હતો. પોતાની રાણી મોહિની દેવી સાથે શક્તિસિંહ વાત કરી રહ્યો હતો.

“રાણી, આવતી કાલે અવશ્ય યુદ્ધ થશે. મારી મુરાદ પૂરી થશે. મેવાડ બાવીસ હજાર સિપાહીઓને મોગલ સેના એક જ દિવસમાં વાઢી નાખશે.”

“ઇન્તકામનો અગ્નિ ક્ષણે ક્ષણે મન બાળતો રહ્યો છે,”

 “પ્રાણનાથ, તમે મારી વાત માનો. પિતૃતુલ્ય મહારાણાજી પર તમે વાર ન કરશો. એ કાર્ય કાંઇ તમરા ગર્વને વધારે એવું નથી. સમસ્ત રાજપૂતાના જેને પૂંજે છે તેની પર વાર કરશો તો કોણ અપણને નહિ ધિક્કારે ભાઇની સામે ભાઇ તલવાર ઉઠાવશે તો દુનિયા શું કહેશે? મહારાણાજી જેવાં ભાઇ તો ભાગ્યશાળીને જ મળે. કમનસીબીની વાત એ છે કે, આપણે એમની મહાનતાને પામી શક્યા નથી.”

“પ્રતિશોધની વેળા ક્યારે આવે તેની પ્રતિક્ષામાં મેં ઘણાં વર્ષો વિતાવ્યા છે. બેચેનીથી ગાળ્યા છે. ઇન્તકમનો અગ્નિ ક્ષણે ક્ષણે મને બાળતો રહ્યો છે. રાત-દિવસ મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. અપમાનની આગનું જે દર્દ મેં વેઠ્યું છે એ દર્દની આછી વેદનાયે તને નથી સ્પર્શવા દીધી. એટલે મોહિની તું એ વિષે કાંઇ પણ બોલીશ નહિ. તમને સ્ત્રીઓને રાજનીતિમાં કાંઇ ગતાગમ ન પડે. મારો ઉકળતો ક્રોધ શાંત ન કર.”

“સ્ત્રીઓ રાજનીતિમાં નથી પડતી ત્યાંસુધી રાજનીતિ ગંદકીનો અખાડો બની રહ્યો છે. રાજનીતિ બદસૂરત છે. સ્ત્રીઓ સુંદર અને સરળ છે. તમે જાણતા નથી. જો સ્ત્રીઓ રાજનીતિમાં આવે તો ત્યાં પણ અજવાળું ફેલાઇ જાય. સૂરજની રોશની જ્યાં જાય ત્યાંથે અંધકર ભાગે જ. હું ફરી યાદ દેવડાવું છુ કે, મહારાણાજી પર વાર કરવા એ તમારી વીરતા નહિ ગણાય.”

“તો પછી એ ગણાશે શું?”

“એ પાશવતા ગણાશે. મેવાડના ઇતિહાસમાં આપણે ખલનાયકો બનીશું. શું બંધુ પર વાર કરીને જાતિ દ્રોહી બનશો?”

“મારા જીવનમાં હું તરછોડાયેલો રહ્યો છું.”

         “જે મહારાણાએ મને મોગલોની શરણ લેવાની ફરજ પાડી એના પ્રાણ લઈશ એવો મારો દ્‍ઢ નિર્ધાર છે. એ નિર્ધાર પૂર્ણ કરવાનો ફરી કદી અવસર નહિ આવે. રાણી તું મને પાષાણહ્રદયી જ રહેવા દે, આવી વાતો કરીને મને ઢીલો ન બનાવ. વર્ષોથી હું મારા હૈયામાં અપમાન અને બદલાની આગ લઈને બળી રહ્યો છું. મારા જીવનમાં હું તરછોડાયેલો રહ્યો છું. આજે સમય આવ્યો છે એ વેરની લપટોને શાંત કરવાનો. પિતાના ક્રોધે પહેલીવાર અને બંધુના ક્રોધે બીજીવાર મારે ચિત્તોડ અને મેવાડ છોડવું પડ્યું છે મારા સીનામાં એ આગ સતત જલતી રહે છે. જ્યારે હું પ્રતિશોધ લઈશ ત્યારે જ એ શાંત થશે. જે ઘડીનો વર્ષોથી હું ઇંતજાર કરતો હતો તે ઘડી આજે આવી પહોંચી છે ત્યારે હું પાછો નહિ પડું.” ઉંડો શ્વાસ લેતાં કુંવર શક્તિસિંહ બોલ્યા.

“આપ જો આ યુદ્ધમાં મહારાણા પર ઘા કરશો તો આપની ઉપર કલંક લાગશે. મેવાડના મહારાણાનો  દેહ કોઇપણ રાજપૂત માટે અવધ્ય અને આદરણીય હોય છે. વનવીરે મેવાડના માજી મહારાણાના દેહને શસ્ત્રથી વિંધ્યો હતો એટલે જ તેઓને મહારાણા પદ ગુમાવવું પડ્યું હતું. અને મહારાણા પદે .... વાર બિરાજ્યા હતા માટે જ જેના પુત્રને તલવારના એક જ ઝટકાથી બે ટુકડા કરી નાંખ્યા હતા  એ જ પન્ના ધાઇમાંએ મહારાણા ઉદયસિંહજીને કહ્યું હતું કે,

“દુષ્ટ તો યે મેવાડનો મહારાણો અવધ્ય છે અને હણાય નહિ માટે જ મેવાડના મહારાણાના દેહ પર કોઇપણ રજપૂતોના ઘા મહાઅપરાધ ગણાય. વિશ્વમાં રાજપૂત માત્ર એવા માનવીને ધિક્કારે.”

“આ બધાં જ બંધનો જ્યારથી મેં મેવાડ છોડ્યું ત્યારથી ફગાવી દીધાં છે. મને મારા ઘોર અપમાન સિવાય કાંઇ જ દેખાતું નથી. મારે મહારાણાના ગર્વને ચૂર ચૂર કરી નાંખવો છે. મારા કિસ્મતમાં જ આજના યુદ્ધનો વિજય લખાયેલો છે. વિધાતાએ, મારા માટે, આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખેલો છે. આ શક્તિસિંહ જંગે-મૈદાનમાં એવું જૌહર આવતીકાલે બતાવશે કે, જેથી તે ઇતિહાસમાં અમર બની જશે. આસમાનમાંથી ભગવાન ટપકે તો પણ એને કોઇ મિથ્યા નહિ કરી શકે.” અભિમાન ભર્યા શબ્દો બોલી શક્તિસિંહ શિબિરની બહાર નીકળ્યા.

“આજે અંતિમ યુદ્ધ ખેલીશ. હું કાં તો મરીશ કાં તો મારીશ. તે સિવાય છાવણીમાં પાછો ફરવાનો નથી.”

“સ્વામીનાથ, બદલાની ભવના કાઢી નાખો. પછી પ્રકાશ જ પ્રકાશ.” મોહિનીના શબ્દો શક્તિસિંહના કાનમાં વારંવાર અથડાવા લાગ્યા.

મોહિનીદેવી આ ઉદ્ધત-વીરને જતા જોઇ રહી. જ્યાં સુધી એની છાયા દેખાતી રહી ત્યાં સુધી એ પતિને જોતી જ રહી. એ શક્તિને ચાહતી હતી. એના ભોળાપણને લીધે. એ પ્રેમાળ  રાજપૂતાણીને ક્યાં ખબર હતી કે, વિધતાએ આ જોડાને કેવો વિયોગ આપવાનું નક્કી કરી રાખ્યું છે?

“ભગવાન એકલિંગજી મારા પતિને સદ્‍બુદ્ધિ આપજે.” રાજપૂત રાણીએ અંતિમ ઉપાય તરીકે ઇષ્ટદેવને સ્મર્યા, કારણ કે, તે માનતી હતી કે,

“ગિરતે કા કામ હૈ શિવ કા નામ લેના.

શિવ કા કામ હૈ, ગિરતે કો થામ લેના.”

“મહારાણાના દેહપર કોઇપણ રાજપૂતનો  ઘા મહાઅપરાધ ગણાય.”