Guhilot dynasty and Maharana Pratap in Indian history - 4.2 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 4.2

બહાદુર શૈલા

ભીલ સરદાર કરણની પત્ની શૈલા જ્યારે જાગી ત્યારે સૂર્યનારાયણ ગગનમાં પોતાનો પ્રભાવ પ્રસારી ચૂક્યા હતા. આજે પોતે મોડી જાગી એનો એને અફસોસ થયો. નિત્યક્રમથી પરવારી સિધી તે રાજમહેલ પહોંચી. રાણીમાંને પાલાગન કરીને બેઠી. તેને જાણવા મળ્યું કે, મહારાજ શિકારે ઉપડ્યા છે એટલે એને એકદમ ધ્રાસકો પડ્યો. મહારાજ દગાનો ભોગ તો નહીં બને? ન કરે નારાયણને જો આવુ બને તો બહારગામ ગયેલા પોતાના પતિની એને સૂચના હતી કે, રાણીમાં અને રાજકુમારની રક્ષા કરવી, ધીરે રહીને એ ઉઠી અને એની વિશ્વાસુ બે દાસીઓને રાણીમાં પાસે જ રહેવાની અને કોઈ પણ અસાધારણ પ્રસંગ આવી પડે તો રાણીમાંને લઈ રાજમહેલની બહાર, મહાદેવના મંદિરથી થોડે દૂર ખંડેરમાં સલામતીપૂર્વક લઈ આવવાની તાકીદ કરી તે ઉપડી.

 ઇડરમાં આજે સવારથી જ ભીલ યુવાનોની હલચલ ચાલુ થઇ ગઇ હતી. મહારાજ શિકારે રવાના થઇ ગયા કે, પાછળથી ભીલ સરદારો જે જોરાવરસિંહ તરફી હતા તેમણે બીજા સરદારોને ઘેરીને કેદ કરી લીધાં. રાજધાનીમાં બળવો થઈ ગયો. રાજમહેલ ભીલ સરદારોથી ઘેરાઈ ગયો. સેનાપતિ અને વફાદાર રાજમહેલના અંગરક્ષકોની હત્યા કરવામાં આવી. શૈલા સમજી ગઈ કે, બળવાખોરો છવાઈ ગયા છે. એ એક ભીલ સરદારની પત્ની હતી તે એક સારી વાત હતી. એ રસ્તે ઉતાવળે ચાલતી જતી હતી. ત્યાં અચાનક એના બરડામાં એક નાનો પથ્થર વાગ્યો. એણે પાછળ ફરીને જોયું પણ કોઈ દેખાયું નહીં. ફરીથી બીજો પથ્થર બરડે વાગ્યો હવે એ પથ્થર આવવાની દિશામાં ફરીને ઊભી રહી. ત્રીજો પથ્થર સામેની હવેલીની જે બારીએથી આવ્યો તેની તેણે નોંધ લીધી.

હવેલી બંધ હતી. તેણે મુખ્ય દરવાજે તપાસ કરી તો તે બંધ હતો. તેણે ભેટમાં કટારી જોઈ લીધી. બાજુની એક ખુલ્લી બારીમાંથી તે હવેલી પર ચઢી. જોયું તો ત્રીજે માળે એક ઓરડામાં હાથ પછાડવાનો અવાજ આવતો હતો. તે દોડી. તેણે ઓરડાનો દરવાજો ખોલી નાખ્યો. સામેજ રાજાના ચારે અંગરક્ષકોને સજ્જડ રીતે બાંધેલા જોયા. મોઢે ડૂચા માર્યા હતા. મહામુશ્કેલીએ અર્જુનદેવનો એક હાથ છૂટયો હતો. જે વડે બારી આગળ પડેલા બે ચાર પથ્થરના ટુકડાનો ઉપયોગ કરી તેમણે શૈલાનું ધ્યાન દોર્યું. બંધન છૂટી ગયા.

“અર્જુનદેવજી, મહારાજ શિકારે ગયા છે અને રાજમહેલમાં બળવો થઈ ગયો છે. સેનાપતિ માર્યા ગયા છે.”  “હવે તો બહેન, પહેલા મહારાજની રક્ષા કરવી પડશે. પાંચેય જણ દોડ્યા, અર્જુનદેવની હવેલીએ, ત્યાંથી પાંચે ઘોડેસવાર થઈ ગયા. કમનસીબે મહારાજને જ્યારે તલવારનો ઘા થયો ત્યારે દૂર દૂર માત્ર શૈલાજ પહોંચી શકી હતી. તેણે કટારનો ઘા કર્યો ને અર્જુનદેવે પાછળથી આવીને રાણીમાં અને રાજકુમારને બચાવી લેવા શૈલાને પાછી મોકલી.

ઉન્માદિત ભીલ યુવાનોના ટોળામાંથી બળવાખોર અંગરક્ષકોને ખોળીખોળીને આ ચારે અંગરક્ષકોએ મોતને ઘાટ ઉતાર્યા પણ એમાં પોતે પણ ટોળાના ગુસ્સાનો ભોગ થઈ પડ્યા અને મોતને ભેટ્યા.

“રાધા, બહાર આ શો કોલાહલ? રાણીમાં બળવો થયો છે. દગાખોર સરદારોએ સેનાપતિજીને મોતને ઘાટ ઉતાર્યા છે. હવે ભાગ્યા સિવાય છૂટકો નથી”. એકીષ્વાસે બોલતી રાધા હાંફી ગઇ. પછી એણે શૈલાનો સંદેશો કહ્યો. “રાધા ગભરા નહીં, રાજકુમારને લઈને આગળ ચાલ.”

વીર રાણીએ હાથમાં તલવાર લીધી. કેડમાં કટાર હતી જ. ઉઘાડી તલવાર જાણે જોગમાયાનું ખપ્પર લાગતી હતી. આજે જીવનમાં પહેલીવાર છુપા રસ્તાનો ઉપયોગ કરવાનો હતો. પરંપરા મુજબ આ રસ્તાનો ભેદ માત્ર રાજા, રાણી અને રાજતિલક કરનાર ભીલ સરદારને જ બતાવવામાં આવતો. રસ્તામાં બે સ્થળોએ ખરાખરીનો જંગ ખેલાયો. એક બળવાખોર રાજકુમારને છીનવી ભાગવા જતો હતો. ત્યાં રાણીની તલવાર ગરદન પરપડી ને ધડ અને મસ્તક જુદાં થઈ ગયા. આગળ જતાં એક પ્રચંડકાય સરદાર રસ્તો રોકી ઉભો. રાધા એને વિનવણી કરવા લાગી. પરંતુ પેલો સરદાર ક્રૂરતાથી હસવા માંડ્યો. એ દરમિયાન રાણીએ ચિત્તાની ઝડપે કૂદી, કટાર એની છાતીમાં ભોંકી દીધી. કારમી ચીસ પાડી એ ગબડયો. રાણીએ ફરી કૂદકો મારી તલવાર વડે એનું માથું વાઢી નાખ્યું.

છેવટે, છુપા માર્ગે તેઓ પ્રવેશી ચૂક્યા. છુપા માર્ગને શીલા વડે સીલ કરી રાણી નિર્ભયતાથી આગળ વધવા લાગી. “રાધા, હવે વિગતે કહે, શી વાત હતી?” “રાણીમાં, શૈલાદેવીએ મને આવું કંઈક બને તો મહાદેવ મંદિરની સિધી દિશાવાળા ખંડેરમાં આવવાની સુચના આપી હતી. ત્યારથી હું સતર્ક હતી. જો આપણે પળની પણ વાર કરી હોત તો યમના હવાલે થઇ ગયા હોત.” “જો રાધા, રાજકુમારને સાચવજે હવે સમય એવો પસાર થઇ રહ્યો છે કે મારો કોઈ ભરોસો નહીં.” “ના, રાણીમાં, આવો અશુભ વિચાર ન કરાય.” ભયંકર સાહસ કરીને અવાવરૂ રસ્તે થઈને મહાદેવ આગળ તેઓ નીકળ્યા. અવાવરૂ ખંડેર આગળની જાળીમાં તેઓ લપાઈ ગયા. થોડી વારમાં એક ટોળું ખંડેરમાં ચિચિયારી કરતું ફરી વળ્યું. ખૂણે ખૂણે ખોળી વળ્યા છતાં કંઇ હાથ ન લાગતાં પાછુ ચાલ્યું ગયું. અચાનક શૈલા ઝાડીમાંથી બહાર નીકળી એનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. પોતે રાજમાતાને મળવા માટે આજ સ્થળે જણાવ્યું હતું. વિચારોમાં લીન શૈલાની ગરદન પર એક માણસે હાથ ભીડવાનો પ્રયત્ન કર્યો ત્યાં પાછળથી તલવારનો એક ઘા અને હાથ કપાઈ ને છૂટો પડ્યો.

“દુષ્ટ સજજન, તું શું કરી રહ્યો છે?” રાણીએ ગર્જના કરી. શૈલાએ પાછળ ફરી પેલા પુરુષને જોતા જ ગર્જી “દુષ્ટ, ગદ્દાર, તું પણ મહારાજની હત્યા વખતે તલવાર પકડીને ઊભો હતો ને! કહી રાણીના હાથમાંથી તલવાર લઈ એની ગરદન ઉડાવી દીધી. “રાણીમા, સર્વત્ર રક્તપાત સર્જાયો છે. મહારાજ ગયા. મેં કટાર વડે પાપી જોરાવરને પણ ખતમ કર્યો. હવે આપણે ભાગી છૂટીએ.” શૈલા બોલી.   પવનવેગી ઘોડાઓ પર સવાર થઇ આ ચારેજણ ધર્મપાલ પાસે આવ્યા. ધર્મપાલે રાણી અને બાળ કુંવરને જાગીરમાં છૂપી રીતે સાચવ્યા.

to be continued .......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED