સુનિતા હસતી હસતી ઘરમાં પ્રવેશ કરે છે. સાવી સુનિતા સામે જોવે છે એને બધી પરિસ્થિતિનો તાગ આવી જાય છે એને ખબર પડી જાય છે કે એક રાત્રીમાં અહીં ઘણું બધું બદલાઈ ગયું છે એ વિચારમાં પડી જાય છે કે અઘોરીબાબાની આવી કઇ લીલા છે અહીં સોહમ માટે રસ્તો બનાવી રહ્યાં છે શું એ શકય થઇ જશે ?
સાવીએ વિચાર કર્યો.. સોહમે ઘરમાં કહી દીધું એ કોલકત્તા કંપનીનાં કામે જવાનો છે એની કોલકત્તા આવવાની તૈયારી વિધીમાં એંધાણજ થઇ રહ્યાં છે.
સુનિતા આવી સાવી પાસે બેઠી અને બોલી “તમે ઘણાં સમયે આવ્યાં અને સાચાં સમયે આવી ગયાં. મારે દાદા સાથે અગત્યની વાત કરવાની છે... આઇ બાબાને મેં કહી દીધું છે બસ દાદા સંમત થઇ જાય..”.
સાવીએ કહ્યું “સારી વાત હોય સોહમ સમંત થશેજ” ને ત્યાં બેલાએ કહ્યું “મને ખબર છે સરપ્રાઇઝ દીદી...” ત્યાં સુનિતાએ હસતાં હસતાં બેલાને ચીમટો ભરીને કહ્યું “એય તું શાંત રહે... દાદાને આવવા દે.”
સાવીને તો બધી ખબર પડીજ ગઇ હતી એણે હસીને કહ્યું “વાહ સરપ્રાઇઝ તારી તને ગમતી લાગે છે.” ત્યાં સોહમ ફ્રેશ થઇને આવ્યો એણે કહ્યું “તમે લોકો ક્યારનાં શું ગુસપુસ કરો છો ? મને તો કહો.”
ત્યાં આઇ બાબા પાસે આવીને બેઠાં. બંન્ને જણાએ એકબીજા સામે જોયું બંન્ને ખુશ હતાં. આઇએ કહ્યું “ક્યારનું સહસ્ય બનાવી રહી છે હું જ કહી દઊં છું” આઇએ કહ્યું "સોહમ સુનિતાની ઓફીસમાં મંગેશ કરીને છોકરો છે આપણી જ્ઞાતિનોજ છે સારુ કુટુંબ છે એનાં કુટુંબમાંથી સુનિતા માટે માંગુ આવ્યું છે બંન્ને જણાં એકબીજાને પસંદ કરે છે અમારી પણ ઇચ્છા છે સુનિતાની ઊંમર વિવાહની છે તો તારું શું કહેવું છે ?”
“તારાં આવવાની રાહ જોવાતી હતી મંગેશને ઘરે તેડાવીએ એનાં ફેમીલી સાથે બધી વાત થઇ જાય અમારી એક જવાબદારી પુરી થાય... હવે આપણી પણ સ્થિતિ લગ્ન કરી લેવા માટે સક્ષ્મ છે.”
સોહમ આશ્ચર્યથી સાંભળી રહ્યો. એણે સુનિતાને પૂછ્યું “તારી સાથે છે એ છોકરો ? આટલી વાત આગળ બધી ગઇ મને ખબર પણ ના પડી ? તું એટલી મોટી થઇ ગઇ છે ? તારાં લગ્ન લેવાનાં ?”
સુનિતા શરમાઇ ગઇ છતાં બોલી “દાદા મંગેશ ખૂબ સારો છોકરો છે અમે એકબીજાને પસંદ કરીએ છીએ એનાં ઘરમાં એકનો એક છે હું એનાં ઘરે જઇ આવી છું અને મારી ફ્રેન્ડનાં લગ્નમાં બધાં ભેગાં થયાં હતાં દાદા તમારી સંમતિ મારાં માટે જરૂરી છે”. સોહમે કહ્યું “હું કોલકત્તા જવાનો છું ત્યાંથી આવ્યાં પછી એમને બોલાવી લઇએ. આઇ બાબાને પસંદ હોય તો મને વાંધો નથી પણ રૂબરૂ મળીને વધુ ખ્યાલ આવે.”
ત્યાં સાવીએ સોહમ સામે જોઇને કહ્યું “કોલકત્તા પછી પ્લાન કરો ઓફીસમાં જણાવી દો અને સુનિતાનું કામ પહેલાં હાથમાં લો આટલું અગત્યનું કામ શા માટે ઠેલો છો ?” સાવીએ કહ્યું “મારાંથી વચ્ચે સૂચન અપાય કે નહીં મને નથી ખબર પણ સુનિતાનાં સંબંધને પ્રાયોરીટી આપવી જરૂરી છે.”
આઇએ કહ્યું “મારી અને તારાં બાબાની ઇચ્છા એવીજ છે કે આમાં સમય કાઢ્યા વિના એ લોકોને બોલાવી લઇએ તારી ઓફીસનું કામ તારે ખૂબ રહે છે તું કોલકત્તા પછી જાય તો સારું સાવી બહારની છે છતાં...” સોહમે કહ્યું “આઇ સાવી બહારની નથી એ આપણાં કુટુંબનીજ છે હવે તમને ખબરજ છે કે એ કેટલી મારી મદદમાં આવી છે. સુનિતાનું પહેલાં રંગેચંગે પતાવી દઇએ પછી કોલકત્તા જઇશું.”
બાબાએ કહ્યું “સોહમ તેં સમજણવાળી વાત કરી અને સાવીએ તને સતત સાથ આપ્યો છે એટલે એ બહારની નથીજ.. સુનિતાનો વિવાહ થઇ જાય પછી તારો અને સાવીનો પણ સંબંધ કરી લઇએ એનાં આઇ બાબાને પણ બોલાવી લે ઘરમાં વહુ આવી જાય.”. સાવીએ આ સાંભળ્યુ એણે સોહમ સામે જોયું..... એની આંખમાં આંસુ ઘસી આવ્યાં એણે વિચાર્યું જીવનમાં """"""""""""""""""
વધુ આવતા અંકે ---- પ્રકરણ-108